Close

મારી સાસુ મારી ઓળખ આપતાં ક્ષોભ અનુભવતાં

અન્ય લેખો | Comments Off on મારી સાસુ મારી ઓળખ આપતાં ક્ષોભ અનુભવતાં

સની લિયોન
પોર્ન ફિલ્મ એક્ટ્રેસ તરીકે જાણીતી ‘જિસ્મ-૨’ની હીરોઈન સની લિયોનની આ અધિકૃત ઓળખ છે. તેની વેબસાઈટ પર મૂકાયેલી માહિતી અનુસાર તે બિઝનેસ વુમન છે. મોડેલ છે. કેનેડા, અમેરિકા ઉપરાંત હવે ભારતીય નાગરિકત્વ પણ ધરાવે છે. ૨૦૦૩માં તેને ‘પેન્ટ હાઉસ’ મેગેઝિનની ‘પેટ’ તરીકે જાહેર કરવામાં આવી હતી. વિવિધ એન્ટરટેઈન્મેન્ટની પોર્ન ફિલ્મોની તે કોન્ટ્રાક્ટ સ્ટાર રહી ચૂકી છે. ૨૦૧૦ના વર્ષની ટોપ ૧૦ પોર્ન ફિલ્મોમાં તેના પોર્ન અભિનયવાળી ‘મેક્સિમ’ ફિલ્મ પણ હતી. સની લિયોનનો જન્મ ર્સાિનયા, ઓન્ટેરિયો ખાતે થયો હતો. તેનાં માતા-પિતા શીખ-પંજાબી છે. તેના પિતાનો જન્મ તિબેટમાં થયો હતો અને ઉછેર દિલ્હીમાં થયો હતો. તેની માતા સિરપુર, હિમાચલ પ્રદેશની હતી. માતાનું અવસાન થયેલું છે. લિયોનનું બચપણ કેનેડાના કાતિલ શિયાળાની કડકડતી ઠંડીમાં વીતેલું છે. કેનેડામાં તે આઈસ સ્કેટિંગ કરતી. બચપણથી તેને ગાવાનો અને ડાન્સ કરવાનો શોખ હતો. તે એથલેટ પણ હતી. સ્ટ્રીટસમાં છોકરાઓ સાથે હોકી પણ રમતી હતી.
તે શીખ પરિવારનું ફરજંદ હોવા છતાં લિયોનને કેથલિક સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી. પબ્લિક સ્કૂલ છોકરીઓ માટે સલામત નથી તેમ માનીને તેને કેથલિક સ્કૂલમાં મોકલવામાં આવી હતી. પરંતુ અહીં માત્ર ૧૧ વર્ષની વયે તેને પ્રથમ ચુંબન પ્રાપ્ત થયું હતું. ૧૬ વર્ષની વયે એક બાસ્કેટ બોલ પ્લેયર દ્વારા બીજી સ્કૂલમાં તેણે કૌમાર્ય ગુમાવ્યું હતું. ૧૮ વર્ષની વયે તેને લાગ્યું કે તે બાયસેકસ્યુઅલ છે. તેને છોકરીઓ અને છોકરા બેઉ ગમતા હતા. તે પછી તેના પરિવારે કેનેડા છોડી અમેરિકામાં કેલિફોર્નિયાના મીશીગન ખાતેના ફોર્ટ ગ્રેટિઓટ ખાતે વસવાટ કર્યો હતો. ૧૯૯૯માં સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તે કોલેજમાં દાખલ થઈ હતી.
પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં તેણે જર્મન બેકરીમાં નોકરી કરી હતી. દરમિયાન તેણે પેડિયાટ્રીક નર્સનો અભ્યાસક્રમ ચાલુ કર્યો હતો. અહીં ભણતાં ભણતાં તેના ક્લાસમેટ એવા એક એક્સોટિક ડાન્સરના સંપર્કમાં આવી હતી. એણે જહોન સ્ટિવન્સ નામના એજન્ટ સાથે મુલાકાત કરાવી હતી. એણે જે. એલન નામના ‘પેન્ટહાઉસ’ મેગેઝિનના ફોટોગ્રાફર સાથે તેનો પરિચય કરાવ્યો હતો. એ પછી તેણે નગ્ન તસવીરો અને ફિલ્મો માટે મોડેલ કે એક્ટ્રેસ તરીકે કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. સની તેનું અસલી નામ છે. પરંતુ લિયોન ‘પેન્ટાહાઉસ’ મેગેઝિનના પૂર્વ માલિક બોબ ગુચિઓને આપેલું નામ છે. ‘પેન્ટાહાઉસ’માં પ્રગટ થયેલી તેની પહેલી જ તસવીર બાદ તેને ‘પેન્ટ હાઉસ પેટ’ તરીકે નવાજવામાં આવી હતી. તે પછી માર્ચ ૨૦૦૧માં તેણે ‘હસલર’ નામના પોર્ન મેગેઝિન માટે નગ્નમુદ્રામાં તસવીર આપી હતી. એ મેગેઝિને તેને ‘હસલર હની’ના બિરુદથી નવાજી હતી. તે પછી તે ‘ચેટી’, ‘મિસ્ટીક’, ‘હાઈ સોસાયટી’, ‘સ્વાન્ક’, ‘લેગ વર્લ્ડ’ અને ‘લો રાઈટર’ જેવાં મેગેઝિનોમાં તેના ખૂબસૂરત જિસ્મથી છવાઈ ગઈ.
૨૦૦૬ પછી તેણે ‘વિવિડ એન્ટરટેઈન્મેન્ટ’ નિર્મિત પોર્ન ફિલ્મોમાં કામ કરવા કોન્ટ્રાકટ કર્યો હતો. હવે તે ‘સંપૂર્ણ પોર્ન ફિલ્મસ્ટાર બની ગઈ. પહેલી ફિલ્મમાં તેણે એક લેસ્બિયન યુવતીનો રોલ કરવા હા પડી હતી. તેની પ્રથમ પોર્ન ફિલ્મનું નામ ‘વરચ્યુઅલ વિવિડ ગર્લઃ સની લિયોન’હતું. આ ફિલ્મે બેસ્ટ ઈન્ટરેક્ટિવ ડીવીડીનો ‘એવીએન એવોર્ડ’ અપાવ્યો હતો. ૨૦૦૭માં તેણે પહેલી જ વાર એ જ કંપનીની એક પોર્ન ફિલ્મ માટે એક પુરુષ સાથે કેમેરા સમક્ષ આવવા હા પાડી હતી, પણ પુરુષ તેની પસંદગીનો યુવાન હતો. તે તેનો તે વખતનો ફિયાન્સ હતો. તેનું નામ મેટ એરિક્સન હતું. ફિલ્મનું ટાઈટલ હતું: ‘સની લવ્સ પેટ’. તેના કેટલાક સમય બાદ તેણે મેટ એરિક્સનને છોડી દીધો હતો. તે પછી તેણે ટોની ગન, ચાર્લ્સ ડેટા, જેમ્સ ડીન અને વુડુ નામના બીજા પુરુષ એક્ટર્સ સાથે પોર્ન ફિલ્મોમાં કામ કર્યું. એ પછી સની લિયોને પોતે જ પોર્ન ફિલ્મો લખવાની, દિગ્દર્શન કરવાની અને એડલ્ટ ફિલ્મ-નિર્માણ ક્ષેત્રે પોતાની બ્રાન્ડ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેની પહેલી પોર્ન ફિલ્મ ‘ધી ડાર્કસાઈડ ઓફ ધી સન’ હતી. ૨૦૦૭માં વિશ્વની ટોપ ૧૦૦ પોર્ન એક્ટ્રેસની યાદીમાં લિયોનને ૧૩મો નંબર મળ્યો હતો. તે પછી ફોક્સના રિયાલિટી શોમાં આવી. એક મેગેઝિનને આપેલ ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે એવો ઈશારો કર્યો કે, “બોલિવૂડમાં કામ કરવા હું ગંભીરતાથી વિચારું છું.” ડાયરેક્ટર મોહિત સૂરી તેને ફિલ્મ “કલયુગ”માં લેવા માંગતા હતા પણ લિયોને એક્ટિંગ કરવા માટે એક મિલિયન ડોલર માગતાં દિગ્દર્શકે ના પાડી. ૨૦૦૯ની સાલમાં “નો મોર બુશ ગર્લ્સ” નામની ફિલ્મમાં પ્રેસિડેન્ટ બુશનો વિરોધ કરતાં દ્રશ્યો માટે તેણે નગ્ન દ્રશ્યો આપ્યાં. તેણે બરાક ઓબામા માટે પ્રચાર કર્યો.
૨૦૧૧માં તે ભારતના રિયાલિટી શો “બિગ બોસ”માં આવી. કેટલાક લોકોએ કલર ટી.વી. સામે પોનોગ્રાફીનો પ્રચાર થતો હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને કરી. ભારતની ટી.વી. ચેનલ પર એક પોર્નસ્ટાર આવી છે તે જાણતાં જ બે દિવસમાં તેની ફેસબુક પર હજારો ફોલોઅર્સ ઊભા થઈ ગયા. આ સમય દરમિયાન દિગ્દર્શક મહેશ ભટ્ટ ‘બિગ બોસ’માં પ્રવેશ્યા અને તેમણે લિયોનને ‘જિસ્મ-૨’ ફિલ્મમાં લીડ રોલની ઓફર કરી.
સની લિયોન પાસે હાલ હોલિવૂડ, કેલિફોર્નિયામાં ઘર છે. તેની પાસે છેઙ્ઘૈ છ ૫ કાર છે. ડેનિયલ વેબર સાથે તેણે લગ્ન કર્યું છે.
સની લિયોને ’Eye Weekly’ નામના મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું શીખ પ્રણાલિકાઓને જાળવી રાખી રહી છું. પણ તે થિયરીમાં, પ્રેક્ટિસમાં નહીં! હું મંદિરે કે ધાર્મિક સ્થળે જતી હતી, પણ મારા માતા-પિતાને પણ ખ્યાલ આવી ગયો હતો કે હું સ્વતંત્ર વિચારની છોકરી છું. જો તેમણે મને રોકવા કોશિશ કરી હોત તો તેમણે તેમની દીકરી ગુમાવી હોત. હું બહુ સખત મિજાજની છું. હું મારી કારકિર્દીને આગળ ને આગળ લઈ જવા માગું છું. સની લિયોન કહે છેઃ “મારો પરિવાર હું જેવી છું તેવી જ રીતે મને સ્વીકારે છે અને ચાહે છે. કોઈ માતા-પિતા તેના બાળક પ્રત્યેની ચાહત બંધ કરી શકે નહીં. હા, હું પોર્નોગ્રાફી ચાલુ રાખું તેમ તેઓ ઈચ્છતાં ન હતા. પણ હું તેમને મારી યોજનાઓ બતાવતી અને કહેતી કે હું જે કામ કરું છું તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હું અત્યંત સુખી છું, જે તમે પણ ઈચ્છો છો.”
તેણે મુંબઈના એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું: “હું જે છું તે છું. હું જાણું છું કે, ઈમેજની ચિંતા કરવાવાળાઓને હું એક પોર્ન સ્ટાર લાગું છું પરંતુ એક એડલ્ટ એક્ટ્રેસ હોવા બદલ મને કોઈ શરમ નથી. હું જે કંઈ કરું છું તેનો મને કોઈ ક્ષોભ નથી. બોલિવૂડની “જિસ્મ-૨” ફિલ્મ પછી એવા લોકો મને એડલ્ટ મૂવી સ્ટારના બદલે બોલિવૂડ એક્ટ્રેસ તરીકે વધુ સ્વીકારશે. ડેનિયલ વેબર સાથે લગ્ન બાદ મારી સાસુ તેમનાં મિત્રોને મારી ઓળખ આપતાં ક્ષોભ અનુભવતાં હતાં. હું એ વાત પણ જાણું છું કે એડલ્ટ મૂવી સ્ટારના લેબલથી જલદી છુટકારો મેળવવો મુશ્કેલ છે, પણ હવે હું બીજી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છું.”
સની લિયોન તાજેતરમાં જ તેનો પતિ ડેનિયલ વેબર સાથે મુંબઈ આવી હતી. એક ફાઈવ સ્ટાર હોટલના બેન્કવેટ હોલમાં અનેક કેમેરામેન તેની તસવીરો લેવા બે કલાકથી રાહ જોઈ રહ્યા હતા. તેના પતિ સાથે હાથમાં હાથ પરોવીને તે આવી હતી. એ વખતે એણે કહ્યું હતું: “મારામાં બિઝનેસ કરવાની ટેલન્ટ પહેલેથી જ હતી, એક મિત્રએ મને એડલ્ટ ફિલ્મ ઉદ્યોગ સાથે પરિચય કરાવ્યો હતો. મને તેમાં તક દેખાઈ. ત્યારે મને એ જ વિચાર આવ્યો હતો કે,” શું પૈસા બનાવવા માટે આ બધું જ કરવાનું?”
સની લિયોને ભલે એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમાં પણ તેણે એવોર્ડસ મેળવ્યા છે. તેનો પતિ ડેનિયલ વેબર અત્યંત સમજદાર પુરુષ અને ગિટારવાદક છે. તેઓ સ્કૂલમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ચાહતાં હતાં. ડેનિયલ કહે છેઃ “મહિનાઓ સુધી હું લિયોનને ફૂલ મોકલતો રહ્યો તે પછી તે મારી સાથે ડેટ પર આવવા સંમત થઈ હતી.” ડેનિયલ વેબરનો પરિવાર રૂઢિચુસ્ત યહૂદી છે. ડેનિયલ કહે છે. “મારા લિયોન સાથે લગ્ન થયાં ત્યારે મારી નાનીની ફરિયાદ હતી કે હું મારી સખીઓને મારી પુત્રવધૂ કોણ છે તે કહી શક્તી નહોતી, પરંતુ ‘જિસ્મ-૨’ ફિલ્મ પછી બધું બદલાઈ ગયું છે.”
સની લિયોન કે જેનું અસલી નામ કરેન મલ્હોત્રા છે, તે કહે છેઃ “જિસ્મ-૨ એ પોર્ન ફિલ્મ નહોતી. મારે જ્યાં જ્યાં દેહ ઢાંકવો પડે ત્યાં મેં કવર અપ કર્યું જ હતું.”
અલબત્ત, આજે સની લિયોનની પોર્ન સ્ટાર તરીકેની ઈમેજ લગભગ ઝાંખી થઈ ગઈ છે. તે બોલીવૂડ હિરોઈન તચરીકેની ઈમેજ બનાવી ચૂકી છે અને તેને વધુ મજબુત કરતી જાય છે. એ ટોચની હિરોઈન તો હજી નથી બની શકી, પરંતુ એ મહત્ત્વની અભિનેત્રી જરૂર બની ગઈ છે. શરૂઆતમાં જે મળે એ પ્રોજેક્ટ કર્યા પછી હવે તે એ ગ્રેડની ફિલ્મોમાં જ દેખાય એની ચીવટ રાખવા લાગી છે.
www.devendrapatel.in

Be Sociable, Share!

Translate »