Close

અમદાવાદમાં પહેલી મોટર અંબાલાલ સારાભાઈ લાવ્યા

કભી કભી | Comments Off on અમદાવાદમાં પહેલી મોટર અંબાલાલ સારાભાઈ લાવ્યા
અમદાવાદ શહેરમાં ગર્ભશ્રાીમંત પરિવારો તો બીજા પણ હતા પરંતુ એરિસ્ટોક્રેટ લાઇફ સ્ટાઇલનો આરંભ અંબાલાલ સારાભાઈથી શરૂ થયો.
અઢાર વર્ષના અંબાલાલ અને પંદર વર્ષનાં સરલાદેવીનો એક તરફ ઘરસંસાર પણ શરૂ થયો અને બીજી ત૨ફ્ લગ્ન પછી પણ સરલાદેવીએ મિસ ચબ દ્વારા ચલાવાતી મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજની ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ભણવાનું પણ ચાલુ રાખ્યું . અંગ્રેજીમાં લખવાનું – વાંચવાનું અને બોલવાનું પણ એમણે શીખી લીધું . સરલાદેવીને સાહિત્ય અને ફ્લિસૂફ્ી ભણાવવા વિદ્વાન પ્રોફ્ેસરો ઘેર આવતા.
એ જમાનામાં પણ અંબાલાલ સુધારક વિચારોવાળા હતા . મેળાવડાઓમાં પુરુષની સાથે સ્ત્ર્રીઓ જાહેરમાં બહાર જતી નહીં , અંબાલાલે એ રિવાજ મિટાવી દીધો . સૌ કોઈ સમજી ગયાં કે અંબાલાલને બોલાવવા હોય તો સરલાદેવીને પણ બોલાવવાં જ જોઈએ,  અંબાલાલ પર વિલાયતની અસર હતી . તે વખતના વાઇસરૉયની સાથે મેડમો જતી. હિન્દીઓનાં બે જ યુગલો સાથે દેખાતાં હતાં ઃ એક રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ અને બીજાં તે અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી.  સરલાદેવી કોર્સેટવાળી પાતળી કમર, લેસની ઝૂલોવાળી ફ્ૂલેલી પફ્ બાંયો, સોનાની પાતળી ચેનવાળો લોકેટ અને હીરાઓથી જડેલાં નાજુક ઈયરિંગ, શિફેનની સાડીઓ, ઊંચી એડીના બૂટ અને આધુનિક હેરસ્ટાઇલથી. સજ્જ સરલાદેવી ગરિમાપૂર્ણ લાગતાં.
એ જમાનામાં અંબાલાલ સારાભાઈના ઘરમાં યુરોપિયન બટલર હતો. યુરોપિયન મહિલાઓને ગવર્નેસ તરીકે રાખવામાં આવી હતી. અંબાલાલ સારાભાઈ લીલા મખમલના ઈજાર, લોંગ કોટ, માથા પર જરીભરતની ભરેલી મખમલી ટોપી અને તેમાં શાહમૃગ પીછાંવાળા હીરાજડિત શિરપેચ પહેરતા. ગળામાં નીલમ હીરાની કંઠી પહેરતા. પાછળથી એટલે કે ૧૯૧૨માં તેમણે કોટ – પાટલૂન અને ઊંચી કાળી ટોપી અપનાવ્યાં હતાં.  તેમનાં વસ્ત્ર્રો અંગ્રેજ ટેલરો તૈયાર કરતાં . ગુજરાતમાં દરેક પુરુષે મૂછો રાખવી  ફ્રજિયાત હતી.
અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયા ઈંગ્લેન્ડ ભણવા ગયાં હતાં. પરંતુ બીજી બહેન કાંતાના અવસાનના સમાચાર સાંભળી પરીક્ષા અધૂરી મૂકીને પાછા આવ્યાં, પાછા આવ્યા ત્યારે તેમના પર પિૃમની અસર હતી. સ્ત્રીઓ ફ્રજિયાત માથે ઓઢતી. તે રિવાજ અનસૂયાએ ફ્ગાવી દીધો. તેમણો ખુલ્લા માથે, ખુલ્લી બગીમાં ફ્રવા માંડયું .
એ વખતે ગુજરાતમાં કોઈ પણ પતિ પોતાની પત્નીને નામથી બોલાવતા નહીં. આજે પણ ગામડાંઓમાં હજી પતિ-પત્ની એકબીજાને નામથી બોલાવતાં નથી, પરંતુ આઝાદીનાં પ૦ વર્ષ પહેલાં અંબાલાલે સરલાદેવીને અને સરલાદેવીએ અંબાલાલને નામથી બોલાવવાનું શરૂ કર્યું. આ સુધારો આટલેથી અટક્યો નહીં . બેઉ એકબીજાને ‘ડિયર’ કે ‘ડાર્િંલગ’ પણ કહીને બોલાવતાં ત્યારે ઘણા એ શબ્દો સાંભળી ચોંકી જતા.
એ જમાનામાં ધનિકો પણ ઘોડાથી ખેંચાતી . ખુલ્લી બગી કે બંધ ભવ્ય બગીમાં જ શહેરમાં ફ્રતા . કોઈનીય પાસે મોટરકાર નહોતી. ઇ.સ. ૧૯૧૦માં અંબાલાલ સારાભાઈએ અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ મોટરકાર આણી, તેને ચલાવવાનું અમદાવાદમાં કોઈ જાણતું નહોતું તેથી તેને ચલાવવા મોટી મૂછોવાળો એક શોફ્ર મુંબઈથી ખાસ બોલાવવામાં આવ્યો. પાછળથી અંબાલાલ સારાભાઈ પણ મોટર ચલાવતાં શીખી ગયા, આ મોટર ચાલે એટલે અડધા માઈલ દૂરથી સરલાદેવીને ખબર પડે કે મોટર આવી-તેવો ધડાકાબંધ તેનો અવાજ થતો. અમદાવાદમાં અનેક નવી શરૂઆત કરનાર અંબાલાલ સારાભાઈએ એક ત્રીજી પણ નવી શરૂઆત કરી . તેમણે મૂછો કઢાવી નાખી. તમામ પુરુષો મૂછો રાખતા. ત્યારે એ જમાનામાં અંબાલાલ સારાભાઈ પહેલા ‘ક્લીન શેવ્ડ’ પુરુષ બન્યા. અત્યારે આ વાંચીએ તો નવાઈ લાગે. પણ ૧૯૧૨ થી ૧૯૨૧ના ગાળામાં આ એક હકીકત હતી. માથા પરથી ટોપીનો પણ ત્યાગ કર્યો, એ જમાનામાં આ એક આૃર્યજનક સુધારો હતો.
 હવે તેમના પરિવારની વાત.
 તા . ૬મે ૧૯૧૨ ના રોજ સરલાદેવીએ પ્રથમ સંતાન દીકરીને જન્મ આપ્યો મૃદુલા. તે નાજુક બાંધાની હતી. ૧૯૧૨માં અંબાલાલ સારાભાઈ સપરિવાર વિલાયત ગયા. બહેન અનસૂયા પણ ખરાં. એ જમાનામાં ભાગ્યે જ કોઈ વિદેશ જતું ત્યારે અંબાલાલ સારાભાઈના ઘરમાંથી સ્ત્રીઓ ઈંગ્લેન્ડ જવા લાગી.
 ત્યાર બાદ સરલાદેવીએ બીજી પુત્રીને જન્મ આપ્યો-ભારતી . તે વિદેશમાં જન્મી હોઈ તેનું નામ ભારતી રાખવામાં આવ્યું. ૧૯૧૩માં સરલાદેવીને પુત્રજન્મ થયો સહૃદ. બાળકોની સંભાળ માટે સરલાદેવી ઇંગ્લેન્ડથી યુરોપિયન ગવર્નેસોને લઈ અમદાવાદ આવ્યાં. ૧૮ ઑગસ્ટ, ૧૯૧૫ ના રોજ એક વધુ દીકરી જન્મી લીના, તા . ૪ થી માર્ચ ૧૯૧૭ ના રોજ ગૌતમ અને તા . ૧૨ ઑગસ્ટ ૧૯૧૯ ના રોજ વિક્રમનો જન્મ થયો. ત્યાર પછી ગીતા અને મીરાં જન્મ્યાં , ૨૬ વર્ષની વય સુધીમાં સરલાદેવીએ છ – છ બાળકોનાં અને ત્યાર પછી બીજાં બે એમ કુલ આઠ બાળકોનાં માતા બન્યાં.
અંબાલાલ સારાભાઈ પરિવારે એ જમાનામાં એક વધુ આૃર્યજનક સુધારો કર્યો. એ વખતે ગુજરાતમાં તો ઠીક પણ અમદાવાદમાં બાળકો તેમના પિતાને મોટાભાઈ કે માને ‘મોટી બહેન’ કહીને બોેલાવતાં . પરંતુ ‘મમ્મી-પપ્પા’ શબ્દ પહેલી જ વાર આ પરિવારથી શરૂ થયો. બાળકો ખૂબ તોફન કરે તો બાળકને મારવાના કે લડવાના બદલે સરલાદેવી પોતે જ તેને લઈ બાથરૂમમાં પુરાઈ જતાં.
પરિવાર ઇંગ્લેન્ડથી પાછું ફ્રતું ત્યારે થોડાક દિવસ મુંબઈ રહેતું. એટલા દિવસ માટે અંબાલાલ સારાભાઈએ મુંબઈના ભપકાદાર વિસ્તાર કફ્ પરેડ અને મરીન લાઇન્સમાં આલીશાન માલ્ડન હાઉસ બનાવ્યાં, પાછળથી બધાં અમદાવાદ આવી ગયાં.
પરિવાર એક આગવું – અલાયદું અને એરિસ્ટોક્રેટિક હોઈ શરૂઆતમાં ઘરમાં જ શાળા શરૂ કરવામાં આવી. ત્યાર બાદ બધાંને ઇંગ્લેન્ડ ભણવા મોકલવામાં આવ્યાં . ૧૯૨૧ માં સ્ટીમરમાં બેસી આખું પરિવાર ઇંગ્લેન્ડ ઊપડયો . સાથે એક નર્સ અને કરુણાશંકર નામના શિક્ષકને પણ લીધાં . લંડનમાં હેમસ્ટેડ નામના સબર્બમાં બાળકોને રહેવા અંબાલાલ સારાભાઈએ ત્રણ માળનું હાઉસ જ ખરીદી લીધું . એ જમાનામાં ઇંગ્લેન્ડના ઘરમાં ગોરા નોકરો રાખવામાં આવ્યા . ડેસ્લર અને ઓસ્ટિન એવી બે ભપકાદાર મોટરકારો ખરીદવામાં આવી . બે યુરોપિયન શોફ્રો રાખવામાં આવ્યા . ઘરમાં કુલ ૩૦ વ્યક્તિઓ હતાં . ભોજન માટે  ચાંદીનાં બે ભવ્ય ડાઇનિંગ ટેબલ તૈયાર કરવામાં આવ્યાં . તેની પર ‘એ.એસ.’ અર્થાત્ અંબાલાલ સારાભાઈનો મોનોગ્રામ લગાડવામાં આવ્યો, બાળકોને ઇંગ્લિશ બાઈ દ્વારા ચલાવતી સ્કૂલમાં ભણાવા લાગ્યાં. સ્કૂલમાં ભોજનમાં માંસ મળતું હોઈ બાળકો ભૂખ્યાં રહેવા લાગ્યાં. છેવટે ઇંગ્લેન્ડમાં બાળકો માટે બીજું એક ઘર ખરીદી પોતાનાં બાળકો માટેની જ એક્ઝિક્યુટિવ ખાનગી શાળા શરૂ કરી . સરલાદેવીનાં બાળકોને ભણાવવા કેમ્બ્રિજમાંથી તાજી જ ગ્રેજ્યુએટ થઈને આવેલી યુવતી મિસ વિલિયમ્સની નિયુક્તિ થઈ. કેમ્બ્રિજના બીજા એક ગ્રેજ્યુએટ મિસ્ટર એડવિનને સરલાદેવીએ મેડમ મોન્ટેસરી પાસે તાલીમ માટે ઇટલી મોકલ્યા, કોઈ આવી કલ્પના પણ ના કરી શકે કે સરલાદેવીનાં બાળકોને ભણાવવા એક અંગ્રેજ ગ્રેજ્યુએટને શિક્ષણની તાલીમ માટે સરલાદેવીએ ઇટલી મોકલ્યો હોય.
ઇંગ્લેન્ડમાં રહેતા અંગ્રેજ ધનિકો પાસે પણ આવી સાહ્યબી નહોતી. આ કારણથી લંડનમાં પણ અંબાલાલ સારાભાઈનો પરિવાર ખ્યાતિ પામ્યો અને તે પણ ૧૯૨૧ના ગાળામાં. એ વખતે બહુ ઓછા ભારતીય ઇંગ્લેન્ડમાં હતા. મિસ વિલિયમ્સ અંબાલાલ સારાભાઈ પરિવારનાં બાળકોને લઈ બહાર ફ્રવા નીકળે તો ગોરા લોકો વિચારમાં પડી જતા – એક ગોરી મહિલા આ ભારતીય બચ્ચાંઓને લઈને કેમ જતી હશે ?
લંડનમાં બાળકોને હંસાબહેન મહેતા અને ગાંધીજીના મિત્ર મિ . પોલાક સાથે પરિચય થયો, એ વખતે જીવરાજ મહેતા ઇંગ્લેન્ડમાં દાક્તરીનું ભણતા હતા . પરંતુ બાળકોને ઇંગ્લેન્ડમાં ફવ્યું નહીં . સરલાદેવી માત્ર બાળકો માટે જ ઇંગ્લેન્ડ રહે તે વિચાર માંડી વાળવામાં આવ્યો . અને આખોયે પરિવાર ભારત પાછો ર્ફ્યો.
પરંતુ અંબાલાલ સારાભાઈ વેપારી માણસ હતા. તેમણે લંડનમાં બકુભાઈ અંબાલાલની કંપની શરૂ કરી, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપનાર અંગ્રેજોના દેશમાં પહેલી ભારતીય કંપની શરૂ કરનાર પણ અંબાલાલ સારાભાઈ હતા. આ તેમની એક વધુ પહેલ હતી, માન્ચેસ્ટરમાં રહી તેમણે કાપડઉદ્યોગનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો. આટલેથી જ તેઓ અટક્યા નહીં . યુગાન્ડા અને પૂર્વ આફ્રિકામાં પણ તેમણે જીનરીઓ નાખી, ચરોતરના પાટીદારોને તેમણે ભાગીદાર બનાવ્યા . કેલિકો અને જ્યુબિલી મિલમાં તેઓ નવા સાંચાઓ લાવ્યા . ‘ફઈન કાઉન્ટ’ ની કાપડની જાત બનાવી, કાપડ ઉદ્યોગમાં ક્રાંતિકારી ફ્ેરફરો કર્યા , કાચ , સાકર , તેલ , સાબુ વગેરેના ઉદ્યોગમાં પણ ઝંપલાવવાનો નિર્ણય કર્યો. મુંબઈમાં સ્વસ્તિક ઓઇલ મિલ શરૂ કરી , થોડાં વર્ષો બિહારમાં શુુગર ફ્ેક્ટરીમાં તેમણે ગાળ્યાં , બનેવી બકુભાઈ ગુજરી ગયા બાદ વિધવા બહેન નિર્મળાબહેનને પણ કામમાં સાથે લીધા. એ જમાનામાં સ્ત્રીઓ વેપાર ધંધામાં જોતરાતી નહીં, પરંતુ અંબાલાલ સારાભાઈએ બહેનને પણ વેપાર ધંધામાં લાવી દીધાં. મામા અમદાવાદ આવ્યા બાદ તેઓ એટલા વ્યસ્ત રહેવા લાગ્યા કે બપોરના ભોજન માટે મિલમાં જ રસોડું શરૂ કરી દીધું.
(ક્રમશઃ)  ……..  DEVENDRA PATEL

Be Sociable, Share!