Close

અમેરિકાની શરાબબંધીએ પેદા કર્યો ખતરનાક ગેંગસ્ટર

કભી કભી | Comments Off on અમેરિકાની શરાબબંધીએ પેદા કર્યો ખતરનાક ગેંગસ્ટર
અંડરવર્લ્ડની અંધારી આલમના માણસો માટે ‘માફિયા’ શબ્દ વપરાય છે. ઇટાલી અને અમેરિકામાં કાર્યરત એવા ગુપ્ત અપરાધીઓ ‘માફિયા’ કહેવાયા.
માફિયાઓનો ઇટાલીના સિસિલી પ્રાન્તમાં પેદા થયા હતા. તેમને ‘કોસા નોસ્ત્રા’) (ર્ઝ્રજટ્વ ર્ગ્દજંટ્વિ) પણ કહેવામાં આવે છે. વસ્તુત ઃ આવા અપરાધીઓનું એક જૂથ ૧૯મી સદીમાં સિસિલીમાં ખૂબ ફૂલ્યુંફાલ્યું હતું.  આવા જૂથના તત્ત્વોનો સંગઠનાત્મક ઢાંચો અને એક સમાન આચારસંહિતા પણ હોય છે. પ્રત્યેક અપરાધી ‘પરિવાર’ ‘કલાન’ કે  ‘કોસ્કા’ના નામે ઓળખાય છે. વિવિધ વિસ્તારોમાં આવા અપરાધીઓનું એક પરિવાર હોય છે અને કાનૂનનો ભંગ કરી સ્વચ્છંદતાથી ગેરકાનૂની ધંધા ચલાવનાર લોકો માફિયા તરીકે ઓળખાય છે.
અમેરિકામાં જે માફિયા પેદા થયા તેમાનું એક જાણીતું નામ છે-અલ કપોન. તેનું આખું નામ અલ્ફોંસે ગેબ્રિયલ કપોન હતું. અલ કપોનનો જન્મ તા. ૧૭ જાન્યુઆરીના ૧૮૯૯ના રોજ થયો હતો. તે અમેરિકન ગેંગસ્ટર હતો. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે ૧૯૨૦ના ગાળામાં અમેરિકામાં થોડા વર્ષો માટે દારૂબંધી જાહેર કરવામાં આવી હતી. અલ કપોને ખાનગીમાં ગુપ્ત સ્થળોએ આ પ્રોહિબિશનના કાનૂનનો ભંગ કરી દારૂ બનાવવાનું તથા શરાબનું ગેરકાયદે વેચાણ કરવાનું કામ શરૂ કર્યું હતું. અલ કપોન બીજા પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતો હતો. ૧૯૨૦થી ૧૯૩૦ સુધી તેની આ ગુનાઇત પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી.
અલ કપોનનો જન્મ ન્યૂયોર્કના બ્રુકલીન વિસ્તારમાં થયો હતો. તેના પિતાનું નામ ગેબ્રિયલ કપોન હતું. તેની માતાનું નામ ટેરેસિના કપોન હતું. આ પરિવાર મૂળ ઇટાલીનું  હતું. તેના પિતા નેપલ્સ-ઇટાલીના કૈસ્ટેલામેયર ડી સ્ટેબિયા શહેરમાં  રહેતા હતા. તેની માતા કપડાં સીવવાનું કામ કરતી હતી. આ પરિવાર રોજીરોટી માટે ૧૮૯૩માં ઇટાલી છોડી અમેરિકા આવ્યું તે પછી અલ કપોનનો જન્મ થયો.
ન્યૂયોર્કના બ્રુકસીન વિસ્તારમાં રહેતો હતો. વાત એમ હતી કે અલ કપોનને ૧૪ વર્ષની વયે  જ પબ્લિક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે પછી તેણે એક કેન્.ડી સ્ટોરમાં નાની સરખી નોકરી કરી. આ સમયગાળા દરમિયાન અલ કપોન સ્થાનિક ગેંગસ્ટર જૉની ટોરિયાના સંપર્કમાં આવ્યો. તે જોનીને પોતાનો ગુરુ માનવા લાગ્યો હતો. નાની કિશોરાવસ્થા દરમિયાન જ તે ‘ફાઇવ પોઇન્ટસ’ નામની ગેંગમાં જોડાઈ ગયો અને તેના થોડા સમય બાદ તે એક વેશ્યાલયનો બાઉન્સર બની ગયો. ફેંકી યેલ નામના એક ગેંગસ્ટરે ‘હાર્વર્ડ ઇન’ નામના એક ડાન્સ હૉલમાં તેને આ કામે રાખી લીધો. આ દરમિયાન કોઈએ તેના ડાબા ગાલ પર ત્રણ છુરા મારી દીધા. ફોટો પડાવતી વખતે તે તેનો ડાબી બાજુનોે ચહેરો છુપાવતો હતો. તા. ૩૦મી ડિસેમ્બર ૧૯૧૮ના રોજ તે ૨૧ વર્ષની વયે તેણે જોસેફિન કૉલિન  નામની યુવતી સાથે લગ્ન કર્યું. કેટલાક સમય બાદ તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પરંતુ તેના થોડો વખત બાદ જ તે પોતાની પત્ની અને પુત્રને છોડી ન્યૂયોર્કથી શિકાગો જતો રહ્યો. અલ કપોન ‘ફાઇવ  પોઇન્ટસ સિન્ડિકેટ’ના બોસ અને તેના ગુરુ જોની ટોેરિયાના નિમંત્રણથી શિકાગો ગયો હતો. ટોરિયો તેની કઝીનની સિસ્ટરની કેટલીક પારિવારિક સમસ્યાઓ હલ કરવા શિકાગો ગયો હતો. અહીં તે જોની ટોરિયોનો બોડીગાર્ડ બની ગયો. જોની ટોરિયોઓએ તેની પિત્રાઈ બહેનના પતિને પરેશાન કરી રહેલી ‘બ્લેક હેન્ડ’ નામની ગેંગના સભ્યોની હત્યા કરી દીધી. બરાબર એ જ સમયગાળામાં પ્રોહિબિશન કાનૂન લાગુ કરવામાં આવ્યો હતો. તેણે શિકાગોમાં જ ગેરકાયદે દારૂ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો.  એ જ વખતે એ  ધંધો શરૂ કરનાર જેમ્સ કોલોસિયા દ્વારા ટોરિયોને આ ધંધામાં સ્પર્ધામાં ના ઉતરવા કહેવામાં આવ્યું પરંતુ ટોરિયોએ જેમ્સ ‘બિગ જામ’ કોલોસિયોની હત્યા કરી દીધી અને તેના અપરાધી સામ્રાજ્યની કમાન ટોરિયોના હાથમાં આવી ગઈ. અલ ક્પોન પર પણ બે  બળાત્કાર અને બે હત્યાઓના  મામલાનો આરોપ મુકાયો.
હવે તે પોતાના પરિવાર માટે સુરક્ષિત સ્થાન બહેતર કામની તલાશમાં હતો. કેટલાંક સમય બાદ ‘નોર્થ સાઇડ ગેંગના માણસોએ ટોરિયો પર ગોળીઓ ચલાવી તે ગંભીર રીતે ઘવાયો. તે પછી ટોરિયોએ પોતાના ગેંગનું નેતૃત્વ અલ કપોનને સોંપી દીધું. અલ કપોને બટલેગિંગના ધંધાને ખતરનાક હિંસાઓ દ્વારા વિકસાવ્યો. તેમાંથી તે અઢળક નાણાં કમાયો. જાણવા જેવી વાત એ હતી એ વખતના શિકાગોના મેયર વિલિયમ હેલ થોમ્પસન અને પોલીસની સાથે તેના મીઠા સંબંધોના કારણે તે તેનો  ધંધો વધારતો ગયો.
કહેવાય છે કે અલ કપોનની ગેંગની એ વખતે વાર્ષિક આવક ૧૦૦ મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ હતી. અલ કપોન માત્ર ગેરકાયદે દારૂનો જ  ધંધો કરતો હતો તેવું નહોતું. તેણે ગેરકાયદે વેશ્યાગૃહો અને જુગારખાનાઓ મારફતે પણ જબરદસ્ત આવક ઊભી કરી દીધી હતી.
અલ કપોન તેના ગેરકાયદે વેશ્યાગૃહો માટે નવી રૂપજીવીનીઓની પસંદગી જાતે જ કરતો હતો. એણે શિકાગોની આસપાસ અનેક દારૂ બનાવવાની ગેરકાયદે ફેક્ટરીઓ ઊભી કરી, ગેરકાયદે દારૂની આવકથી હાંસલ કરેલા ધન ઉપરાંત શિકાગોની રાજકીય ગલિયારોના મોટા મોટા નેતાઓ સાથેના તેના સંબંધો મજબૂત હતા. એણે શિકાગોની લેક્સિંગ્ટન હૉટલમાં હેડક્વાર્ટર સ્થાપિત કર્યું. પાછળથી તેનું મુખ્યાલય ‘કપોન્સ કેસલ’ તરીકે જાણીતું બન્યું. ગેરકાયદે રસ્તાઓથી કમાયેલા નાણાં માંથી તે શિકાગોના મેયર વિલિયમ ‘બિગ બિલ’ થોમસનને પણ રુશવત આપતો હતો. આ ભ્રષ્ટાચારના બળ પર અલ કપોનની સિન્ડિકેટ વધુ મજબૂત બની. તે હવે વિલાસી જીવન પણ જીવવા લાગ્યો હતો. તે એ જમાનાનો  ટેમ્પલ્ટન રાઇ નામનો દારૂ પીતો, કસ્ટમ  સુટ અને સિતારનો તથા રમણીઓના સહવાસનો શોખીન હતો. એ વખતનું મીડિયા પણ તેનાથી આકર્ષિત હતું. કિંમતી ઘરેણા સાથેની મહિલાઓના સાથ અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં તે કહેતો હતો ઃ ‘હું તો કેવળ એક વેપારી જ છું. હું તો લોકોની માગ પૂરી કરવાનો પ્રયાસ કરું છું.’
આ રીતે એક માફિયા ડોન અલ કપોન શિકાગોમાં સેલિબ્રિટી બની ગયો. પરંતુ જે અપરાધોના કારણે અલ કપોનને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ એ કારણથી જ તેના પ્રતિસ્પર્ધી અપરાધીઓ દ્વારા તેમનો ક્રોધનો પણ  સહન કરવો પડયો. ખાસ કરીને એવુ બન્યું શિકાગોના ‘નોર્થ સાઇડ ગેંગસ્ટર હાઇમી વીસ તથા બગ્સ મોગન તેના કટ્ટર વિરોધીઓ હતા. એના વિરોધીઓએ કેટલીયે વાર તેની મોટરકાર પર ગોળીઓ ચલાવી. તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ એક દિલધડક ઘટનામાં નોર્થ સાઇડ ગેંગે અલ કપોનની ગેંગ પર એ સમયે ગોળીઓ વરસાવી દીધી, જ્યારે તે હોર્થોર્ન હૉટેલની રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યો હતો. પ્રતિસ્પર્ધી ગેંગના દસ વાહનોના કાફલાએ સબમશીન ગન્સ અને શૉટગન્સ દ્વારા હૉટેલના પહેલા માળે અને રેસ્ટોરાં પર જ ગોળીઓનોે વરસાદ વરસાવ્યો. આ અવાજો સાંભળીને અલ કપોનના બોડીગાર્ડે સૌથી પહેલાં ભોજન લઈ રહેલા અલ કપોનને ખુરશીમાંથી નીચે પાડી દીધા અને તેમને નીચે સુવરાવી દીધા. બોસને બચાવવા બોડીગાર્ડ અલ કપોનની ઉપર સૂઈ ગયો. હજુ નોર્થસાઇડ ગેંગ હૉટલ પર ગોળીઓ વરસાવી રહી હતી. કેટલાંયે લોકો લોહીલુહાણ થઈ ગયા. અલ કપોન બચી ગયો.
આ ઘટના બાદ અલ કપોને વિરોધી ગેંગ સાથે સમાધાન કરવા  પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ના થયો.  આ ખતરનાક હુમલા બાદ અલ કપોને તેની કેડિલક કારમાં બુલેટપ્રૂફ કાચ રન-ફ્લેર ટાયર અને પોલીસ સાઇરન  લગાડયાં. તે પછીના વારંવાર હુમલાથી તે અંદરથી તૂટવા લાગ્યો હતો. ૧૯૩૨માં સરકારના ટ્રેઝરી વિભાગે અલ કપોનની આ બુલેટપ્રૂફ કાર અને પોલીસની સાઇરન વાળી કારને જપ્ત કરી લીધી. નોંધપાત્ર વાત એ છે કે અલ કપોનની આ બુલેટપ્રૂફ કાર પાછળથી અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટની લિમોઝીન કાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી.
 (ક્રમશઃ)
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!