Close

ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

કભી કભી | Comments Off on ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો
ઉઝૈર બલોચ.
આ એક પાકિસ્તાની ગેંગસ્ટરનું નામ છે. દાઉદ ઈબ્રાહીમ તો ભારતથી ભાગીને પાકિસ્તાનમાં પનાહ લઈ રહેલા મોસ્ટ વોન્ટેડ ભારતીય ગેંગસ્ટર છે પરંતુ ઉઝૈર બલોચ તો પાકિસ્તાનમાં જ જન્મેલો  પાકિસ્તાની ગેંગસ્ટર છે. તે કરાચીનો કુખ્યાત ક્રાઇમ લોર્ડ ગણાય છે. યાદ રહે કે કરાચી કે જે ક્યારેક અખંડ ભારતનો જ એક હિસ્સો હતું. હવે તે પાકિસ્તાનનું બંદર અને પાકિસ્તાનની આર્થિક રાજધાની છે. કરાચીમાં આજે પણ નાઇટ લાઇફ છે.
ઉઝૈર બલોચ કરાચીના અંડરવર્લ્ડનો મુખ્ય ગેંગસ્ટર હતો. તેનું હોમટાઉન લ્યારી છે. તે પોતાના વતનમાં જ નોટોસ્પિસ ગેંગવોર માટે ચર્ચાસ્પદ બન્યો હતો. ઉઝૈર બલોચના નામે હત્યાઓ, ખંડણી, ડ્રગ, ટ્રાફિંકિંગ, આતંક જેવાં અનેક અપરાધો નોંધાયેલા છે.
૨૦૧૨ બાદ તેને ગંભીર ગુનાઓ બદલ પાકિસ્તાનનું એન્ફોર્સમેન્ટ શોધી રહ્યું હતું પરંતુ તે ભાગેડુ થઈ ગયો હતો. કહેવાય છે કે ઉઝૈર બલોચને પાકિસ્તાનની પીપીપી પોલિટિક્સ પાર્ટીના બડા બડા નેતાઓ સાથે સંબંધ હતો અને એ કારણે પોલીસ તેને શોધતી હોઈ બલોચને પોલિટિક્સ પ્રોટેક્શન પ્રાપ્ત હતું.  જો કે ઉઝૈર બલોચે તેની પરના તમામ આક્ષેપો નકારી કાઢતાં કહ્યું હતું કે આ તો રાજકારણ પ્રેરિત આક્ષેપો છે.
ઉઝૈર બલોચ ‘પીપલ્સ અમન કમિટી’નો પૂર્વ વડો પણ હતો. આ વીંગ પાકિસ્તાન પિપલ્સ પાર્ટીની એક મિલિટન્ટ શાખા જ હતી.
ઉઝૈર બલોચનો જન્મ તા. ૧૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ કરાચીમાં થયો હતો. તેના પિતાનું નામ ફૈઝ મોહમ્મદ બલોચ હતું. તેના પિતા મૂળ ઇરાનથી પાકિસ્તાન આવેલા હતા. તેના પરિવારના કેટલાક  સભ્યો આજે પણ ઇરાનમાં રહે છે અને ઉઝૈર બલોચ સહિત તે બધાં જ ઇરાનિયન અને પાકિસ્તાની એમ બેવડી સિટિઝનશિપ ધરાવે છે.
૨૦૦૩માં બલોચ લ્યારી ખાતે  શેરી યુદ્ધમાં સંડોવાયો હતો. એક સ્થાનિક ગેંગ સાથે તેનો ભયંકર ઝઘડો થયો હતો. એ વખતે તે ઇરાન ભાગી ગયો હતો અને ઈરાનનો પાસપોર્ટ અને નેશનલ આઇડેન્ટિટી કાર્ડ તેણે હાંસલ કર્યું હતું.
એ પૂર્વે ઉઝૈર બલોચે પાકિસ્તાનમાં તેની કારકિર્દીની શરૂઆત  રાજનીતિમાં પ્રવેશ કરીને કરી હતી. ૨૦૦૧માં તેણે લ્યારી ટાઉનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. તે મેયરપદ માટે ચૂંટણી લડયો હતો પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના હબીબ હસન  સામે હારી ગયો હતો.
તે પછી ૨૦૦૩માં એક ગેંગે ખંડણી માટે તેના પિતાનું અપહરણ કરી લીધું અને અપહરણકારોએ તેના પિતાની હત્યા કરી નાખી. હત્યા કરી નાંખનાર અર્શદ પપ્પુ લ્યારીના ડ્રગ ક્રિમિનલ હાજી લાલુનો પુત્ર હતો. બસ, આ ઘટના બાદ ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા માટે ખુદ એક ખતરનાર ગેંગસ્ટર બની ગયો.
એના પિતાની હત્યાનો કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારે ઉઝૈર બલોચ એના પિતાની હત્યા કરનારાઓને દોષિત સાબિત કરવા તમામ પ્રયાસ કરતો હતો પરંતુ હાજી લાલુની ગેંગ તરફથી તેને આ કેસથી દૂર રહેવા ધમકી ભર્યા સંદેશા મોકલવામાં આવ્યા હતા.
હવે બીજી વાત એ હતી કે  ઉઝૈર બલોચના પિતાની હત્યા કરી દેનાર અર્શદ પપ્પુને રહેમાન ડકૈત નામના બીજા એક ગેંગસ્ટર સાથે દુશ્મનાવટ હતી અને નસીબજોગે રહેમાન ડકૈત ઉઝૈર બલોચનો પિત્રાઈ ભાઈ થતો હતો, આ કારણે બંને ભાઈને ભેગા મળવાનો મોકો પ્રાપ્ત થયો. ઉઝૈર બલોચના  પિતરાઈ ભાઈ રહેમાન ડકૈતે ઉઝૈરને પોતાની ગેંગમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું. શરૂઆતમાં ઉઝૈર બલોચે ઇનકાર કર્યો પરંતુ પાછળથી બંને પિતરાઈ ભાઈએ તેમના કોમન દુશ્મનને ઠેકાણે પાડવા એક થઈ ગયા. હવે ઉઝૈર રહેમાનની ગેંગ અને હાજી લાલુની ગેંગ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ થયો. બંને ગેંગના લોકોએ એકબીજાની હત્યાઓ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો. આૃર્યજનક વાત એ છે કે આ ગેંગવોરમાં બંને ગેંગના ૧૦૦થી વધુ લોકો મરાયા.
એવામાં બન્યું એવું કે ૨૦૦૯માં પોલીસ સાથેની મૂડભેઠમાં ઉઝૈર બલોચનો પિતરાઈ ભાઈ રહેમાન ડકૈત મરાયો. એ પછી એ ગેંગનું નેતૃત્વ ઉઝૈર બલોચે સંભાળી લીધું.
એ પછી પણ ગેંગવોર ચાલુ જ રહ્યું. ૨૦૧૩માં ઉઝૈર બલોચની ગેંગે તેમના જાની દુશ્મન અર્શદ પપ્પુ અને તેના ભાઈ યાસિર અરાફતનું અપહરણ કરી લીધું. બલોચની ગેંગે તેમના માથા કાપી નાખી તેમના મૃતદેહોને અડધા બાળી નાંખી તેની રાખને સુએઝમાં ફેંકી દીધી. કહેવાય છે કે એમ કરતાં પહેલાં ઉઝૈર બલોચ અને તેના એક સાથી બાબા લાડલાએ ધડથી અલગ કરી નાખેલા માથા સાથે ફૂટબોલ ગેમ રમી હતી. તે પછી જ તેમને બાળીને રાખ ફેંકી દેવાઈ હતી. આ રીતે ઉઝૈર બલોચે પિતાની હત્યાનો એટલી જ ક્રૂરતાથી બદલો લીધો હતો.
પાકિસ્તાના અખબાર ‘ધી ફ્રાઈડે ટાઈમ્સ’ એ લખ્યું હતું કે, ૈંં ૈજ દ્બટ્વદ્બિટ્વ – ઉરટ્વં ર્ખ્તીજ ટ્વર્િેહઙ્ઘ ર્ષ્ઠદ્બીજ ટ્વર્િેહઙ્ઘ.
આમ તો ઉઝૈર બલોચની અનેકવાર ધરપકડો થઈ હતી. ૨૦૦૩માં સિંધ પોલીસે ઉઝૈરને પકડયો હતો. પરંતુ રાજનેતાઓ સાથેના સંબંધોના કારણે તે જામીન પર છૂટી ગયો હતો. પરંતુ પ્રતિસ્પર્ધી ગેંગના  રહેમાન ડકૈત સાથેના સંઘર્ષ બાદ તે વધુ શક્તિશાળી ગેંગસ્ટર બની ગયો હતો. તે પછી ખુદ અનેક હત્યાઓ, અપહરણો, ખંડણી અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓનોે ક્રાઇમ લોર્ડ બની ગયો હતો. પરંતુ પાકિસ્તાનની ‘પાકિસ્તાન પીપલ્સ પાર્ટી’ સાથે તેના ઘનિષ્ઠ સંબંધોના કારણે ૨૦૧૨ સુધી તેને રાજકીય રક્ષણ મળતું રહ્યું હતું.
પરંતુ ૨૦૧૪માં પાકિસ્તાનની સિંધ પ્રાંતની પોલીસે તેની ક્રિમિનલ એક્ટિવિટીઝના સંદર્ભમાં તેની ધરપકડ માટે રેડ વૉરંટ જારી કર્યું હતું અને તેના માથા માટે રૂ. ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. અપહરણ, ખંડણી, હત્યાઓ અને ડ્રગ ટ્રાફિકિંગના ૫૦ જેટલા  ગુનાઓ માટે તે વૉન્ટેડ હતો. ઉઝૈર બલોચે અનેક પોલીસવાળાઓને પણ મારી નાખ્યા હતા.
આ રેડ વૉરંટ બાદ ઉઝૈર બલોચ પાકિસ્તાનથી ભાગી ગયો હતો. તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ઇન્ટરપોલ પોલીસે ઉઝૈર બલોચને દુબઈના ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી પકડી લીધો હતો. બન્યું એવું કે તે મસ્કતથી દુબઈ જતો હતો તે વખતે દુબઈના ઍરપોર્ટ પર જ તે પકડાઈ ગયો. તે પછી પાકિસ્તાનની રેન્જર પોલીસ તેને પાકિસ્તાન પાછો લાવવામાં સફળ થઈ હતી.
તા. ૩૦ જાન્યુઆરી, ૧૯૧૬ના રોજ સિંધ પોલીસે સિંધ હાઈકોર્ટ દ્વારા ઉઝૈર બલોચના સિમાન્ડ મેળવી તેનો કબજો લીધો.  તે પછી તેને કરાચીની મીઠાદર હૉસ્ટેલ ખાતે પોલીસની નજર હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. તા. ૭ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પાકિસ્તાનની કોર્ટે ઉઝૈર બલોચને ૧૨ વર્ષની જેલની સજા ફરમાવી અને તેને કરાચીની સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો.
પાકિસ્તાનના મીડિયાના  અહેવાલો પ્રમાણે ઉઝૈર બલોચ તેના હોમટાઉન લ્યારી ખાતે ચાર માળનું  ભવ્ય પેન્શન ધરાવે છે. તેમાં સ્વીમિંગપૂલ પણ છે. આ ઉપરાંત ૧.૧ મિલિયન દિરહામની કિંમતનું એક ઘર દુબઈમાં ધરાવે છે અને દુબઈમાં જ છે. ૫ મિલિયન દિરહામની કિંમતની એક ઑફિસ પણ ધરાવે છે. આ ઉપરાંત ઇરાનના ચાબહાર ખાતે રૂ. ૧૦ મિલિયનની કિંમતની બીજી પ્રોપર્ટી પણ ધરાવે છે.
આવી  છે પાકિસ્તાનના એક ગેંગસ્ટરની કહાણી.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!