Close

એક રાત્રે ડ્રિંક્સ લઈને તેઓ મારા ઘેર આવ્યા

કભી કભી | Comments Off on એક રાત્રે ડ્રિંક્સ લઈને તેઓ મારા ઘેર આવ્યા
એક પત્ર છે.
તે લખે છે ઃ ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૂપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરાઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે પુરુષજાત સ્વાર્થી છે. પુરુષને પૈસા અને સ્ત્રીમાં જ રસ છે. મારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે પરંતુ હું તેમ માનતી હતી. હું ભાગ્યે જ કોઈ છોકરાની સામે જોતી. સ્કૂલમાં મારી સખીઓ મને કહેતી ઃ ‘અનન્યા, જો પેલો તારી સામે જોઈ રહ્યો છે.’
પરંતુ મને કોઈ છોકરામાં રસ નહોતો.
મારી બહેનપણીઓ મને કહેતી ઃ ‘અનન્યા, તને પરણવાવાળાઓ ખરેખર ભાગ્યશાળી હશે.’
સ્કૂલમાંથી હું કોલેજમાં ગઈ. કોલેજનું ભણવાનું પૂરું કરીને મારા એક યુવાન સાથે લગ્ન થયા. એ સામાજિક ગોઠવણ પ્રમાણેના લગ્ન હતા. મેં મારા પતિને સરસ રીતે સ્વીકારી લીધા. અમારું દાંપત્યજીવન પણ સરસ ચાલવા લાગ્યું. દાંપત્યજીવનના પરિપાકરૂપે સમયાંતરે હું બે બાળકોની માતા પણ બની. પહેલાં દીકરી અને તે પછી દીકરો જન્મ્યો.
ઈશ્વર પ્રત્યે મને પહેલેથી જ ઊંડી શ્રાદ્ધા. સવારે નાહી ધોઈને ભગવાનની સેવા, પૂજા કરવી, માળા કરવી એ મારો નિત્ય ક્રમ હતો. મને કોઈ મૂંઝવણ થાય હું મારા ઘરે મંદિરમાં ભગવાન સમક્ષ ચિઠ્ઠી નાંખીને નિર્ણય કરતી. મારા પતિ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. તેમના એક મિત્ર વિશ્વાસ. તે ખૂબ સારા સ્વભાવના અને મળતાવડા પણ તે પણ પરિણીત હતા. બે બાળકોનો પિતા હતા. તે ઘણીવાર અમારા ઘેર આવતા. મારી અને મારા પતિ વચ્ચે કોઈ વાર કોઈ મતભેદ થાય તો વિશ્વાસ મધ્યસ્થી બનતા. અમે પણ અવારનવાર તેમના ઘેર જતા. એક દિવસ મારા પતિએ મને કહ્યું, ‘હવેથી આપણે વિશ્વાસના ઘેર જવું નથી.’
મેં પૂછયું ઃ ‘કેમ ?’
મારા પતિએ કહ્યુંઃ ‘એ માણસની નજર સારી લાગતી નથી.’
મારા પતિ વહેમી બની ગયા હતા. એ દિવસથી એમણે વિશ્વાસના ઘેર જવાનું બંધ કરાવી દીધું. ધીમે ધીમે તેમણે મને આસપાસના પડોશીઓના ઘેર જવા દેવા પર પણ પ્રતિબંધ ફ્રમાવી દીધો. હું બહાર ઓટલા પર બેઠી હોઉં તો પણ મને ઉઠાડી મૂકી કહેતાઃ ‘ઘરની અંદર જતી રહે.’  હવે કોઈને કોઈ બહાને મારી ઉપર હાથ ઉપાડવા લાગ્યા. હું પૂછતી ઃ’કેમ.’
પણ તેઓ કોઈ કારણ આપ્યા વગર મને માર મારતા. હું સહનશીલ સ્ત્રી છું. મેં બધા જ દુઃખો સહન કરવા માંડયા. પરંતુ દુઃખો સહન કરવાની પણ એક હદ હોય છે. હું પિયર જઈ શકતી નહોતી. કોઈ પિયરથી આવ્યું હોય તો તેની સાથે એકલી બેસીને વાત કરી શકતી નહીં. હું કંટાળી ગઈ. હતાશ થઈ ગઈ. હવે મારે કોઈ બહેનપણી પણ નહોતી. મને એટલી ખબર હતી કે મારા પતિ હવે એકલા જ તેમના મિત્ર વિશ્વાસના ઘેર જતા. બેઉ સાથે ડ્રિંક્સ પણ લેતા. એક વાર મારા પતિએ મને કહ્યુંઃ ‘વિશ્વાસ તેની પત્નીથી ખુશ નથી. બેઉ વચ્ચે બનતું નથી.’
હું ચૂપ રહી પરંતુ મને ચિંતા થઈ. વિશ્વાસ એક સારા માણસ હતા. મને તેમના માટે માન અને લાગણી હતી. એક દિવસ વિશ્વાસ મારા ઘેર આવ્યા અને મારા પતિ સાથે બેસીને જતા રહ્યા. આ વાતની ખબર પડતાં વિશ્વાસના પત્નીએ વિશ્વાસ સાથે ખૂબ ઝઘડો કર્યો. ‘તમે પેલી અનન્યાના ઘેર ગયા જ કેમ ? એ સારી સ્ત્રી નથી.’
મારા પતિએ મને આ ઝઘડાની વાત કરી. વિશ્વાસની પત્નીએ એવો વહેમ પડી ગયો હતો કે, વિશ્વાસને મારી સાથે સંબંધ છે અને મારા પતિને મારી પર એવોે વહેમ પડી ગયો હતો કે મારે વિશ્વાસ સાથે સંબંધ છે. હકીકતમાં બેઉં વહેમ ખોટા હતા.
વાત આગળ વધતાં મેં જ વિશ્વાસને કહી દીધું ઃ’હવેથી તમે અમારા ઘેર આવશો નહીં.’
ફ્રી એમના ઘેર ઝઘડો થયો. વિશ્વાસે ઝેરી દવા પી લીધી પરંતુ તેઓ બચી ગયા. તે પછી તેઓ કદી અમારા ઘેર આવ્યા નહીં.
પરંતુ મારા પતિના મારા તરફ્ના વર્તનમાં કોઈ જ ફરક પડયો નહીં. તેમણે જ અમારા મિત્ર વર્તુળમાં વાત ફેલાવી દીધી કે મારે અને વિશ્વાસને અફ્ેર છે. હકીકતમાં એવું કાંઈ હતું જ નહીં. મારી તો ઊંઘ જ ઊડી ગઈ કે મારા પતિએ મારા માટે સાવ આવું કેમ વિચાર્યું હશે ? રાતોની રાત હું જાગતી રહી. મારા પતિએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. મારી સાથે જમવા બેસવાનું બંધ કરી દીધું. મારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. મારા ઘરમાં જ હું એકાકી બની ગઈ. મારા માટે આ એક જબરદસ્ત માનસિક ત્રાસ હતો. હું હતાશ થઈ ગઈ, ભાંગી પડી. મને લાગ્યું કે, હું નવર્સ બ્રેકડાઉનનો ભોગ બનીશ. હું સમજી શકતી નહોતી કે શું કરવું. છેવટે મને વિશ્વાસ જ યાદ આવ્યા. મને તેમના પ્રત્યે માન હતું. મેં તેમની જ સલાહ લેવા તેમને ફેન કર્યો. વિશ્વાસે મને સાંત્વના આપી. તેમણે મને કહ્યુંઃ ‘સમય જતાં બધું સારું થઈ જશે.’
પછી હું જ્યારે જ્યારે એકલી પડું ત્યારે ત્યારે મન હળવું કરવા વિશ્વાસને ફેન કરી લેતી. તેઓ મને હૂંફ્ આપતા. લાગણીથી વાત કરતા. હવે વિશ્વાસ સિવાય મારો કોઈ સહારો નહોતો. એક દિવસ વિશ્વાસનો જ મારી પણ ફેન આવ્યો ‘હું તમારા ઘેર આવું છું.’ તે દિવસે તેઓ મારા ઘેર આવ્યા એ વખતે મારા પતિ ઘેર નહોતા. અમે બંનેએ ખૂબ વાતો કરી. એ પછી અમે બંને અવારનવાર ફેન પર વાતો કરતાં. મને લાગ્યું કે હું વિશ્વાસના પ્રેમમાં પડી ગઈ છું.
એક દિવસ તેમણે પણ એવી જ લાગણી વ્યક્ત કરી. મને લાગ્યું કે હવે તો વિશ્વાસ મારો સહારો છે. આમેય હું દુઃખી હતી. તેમણે મને ધરપત આપી હતી. વળી આમેય મારું નામ તેમની સાથે જોડી મારા પતિએ મને બદનામ કરી દીધી હતી તો હવે વિશ્વાસ સાથે જ મિત્રતા બાંધવામાં ખોટું શું છે ? મેં ઘણો વિચાર કર્યો. મારે બે બાળકો છે. વિશ્વાસને પણ બે બાળકો છે. અમે બંને સમદુખિયા છીએ. પહેલાં અમે બંને મિત્રો બન્યા પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. એ પછી તો અમે બંને એક બીજા સાથે રોજ વાતો કરવા લાગ્યા. અવારનવાર મળવા પણ લાગ્યા.
હા, પણ એક વાત તમને કહી દઉં. મેં તેમને કદી સ્પર્શ કર્યો નહીં. મેં એમની સાથે એક મર્યાદા જાળવી રાખી. એમણે મારી સાથે સ્પર્શ કરવા પ્રયાસ કર્યો પરંતુ મેં એ લક્ષ્મણ રેખા કદી ઓળંગી નહીં. તેમણે ઘણો પ્રયાસ કર્યો પરંતુ મેં મર્યાદા જાળવી રાખી. મને હંમેશાં એવું માન્યું છે કે, શારીરિક સંબંધ પ્રેમનો એક હિસ્સો હોઈ શકે પરંતુ શારીરિક સંબંધ જ પ્રેમ નથી.
મને એક દિવસ ખબર પડી કે તેઓ રમોના નામની એક બીજી છોકરીના પ્રેમમાં છે. રમોનાના રોજ તેમની પર ફેન આવતાં. મેં તેમને પૂછયુંઃ ‘મને બહારથી ખબર પડી છે કે તમને રમોના નામની છોકરી પ્રેમ કરે છે અને રોજ ફેન પર તમારી સાથે વાત કરે છે. તે વાત સાચી ?’
તેમણે ઈનકાર કરી દીધો.
મારો ઈનકાર તેમને ગમ્યો નહીં. એક રાત્રે તેમણે ડ્રિંક્સ લઈને મને ફેન કર્યો. તેમણે કરેલી વાતો યોગ્ય નહોતી. તેઓ મને બધી જ રીતે પામવા માગતા હતા. એક વાર મારા પતિ ઘેર નહોતા. એ વાતની એમને ખબર હતી. એ રાત્રે ફ્રી ડ્રિંક્સ લઈને મારા ઘેર આવી ગયા. નશાની હાલતમાં તેમણે મને બાહુપાશમાં લેવા પ્રયત્ન કર્યો. હું દૂર હટી ગઈ. તેમણે મારી પર બળજબરી કરવા પ્રયાસ કર્યો. મેં તેમને દૂર હડસેલી દીધા. મેં લક્ષ્મણ રેખા ઓળંગવા દીધી નહીં. મેં તેમને કહ્યુંઃ ‘વિશ્વાસ, તમે અત્યારેને અત્યારે તમારા ઘેર ચાલ્યા જાવ. હવે ફ્રીથી અહીં આવશો નહીં.’
વિશ્વાસને રવાના કરી દીધા બાદ ફ્રી હું વિચારવા લાગી. ‘અરેરે ! મારે પતિ છે, બાળકો છે. મારા પતિ જેવા છે તેવા પણ મારા પતિ જ છે. તેમને હું કદીયે અન્યાય નહીં કરું.’
તે પછી મેં વિશ્વાસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
હવે એક રહસ્ય ખોલું છું. વિશ્વાસ પર રમોના નામની જે છોકરીના ફેન આવતા હતા અને તેઓ જેને રમોના સમજીને ફેન પર મીઠી મીઠી વાતો કરતા હતા તે બીજી કોઈ નહીં પરંતુ હું જ હતી. વિશ્વાસની પરીક્ષા કરવા હું જ રમોનાના નામે વિશ્વાસ સાથે અવાજ બદલીને વાતો કરતી હતી. વિશ્વાસ વિશ્વાપાત્ર નહોતા.
સમય વહેતો રહ્યો.
મેં ફ્રી મારા પરિવારને અપનાવી લીધું છે. મેં નક્કી જ કરી નાખ્યું છે કે મારા પતિ મને ગમે તેટલું દુઃખ આપે તો પણ હું ખોટું નહીં જ કરું. સહન કરતી રહીશ.
અનન્યાની વાત પૂરી થાય છે.’
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!