Close

એક સ્વરૂપવાન નારી રાત્રે ભદ્રના દરવાજે આવ્યા અને…

કભી કભી | Comments Off on એક સ્વરૂપવાન નારી રાત્રે ભદ્રના દરવાજે આવ્યા અને…
અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતા છે. ૬૧૪ વર્ષ બાદ ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. અમદાવાદમાં વસતા લોકો પર ભદ્રકાળી માતા અને મા લક્ષ્મીજીના આશીર્વાદ હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં અમદાવાદ આર્થિક  રીતે આબાદ કેમ છે તે વિષય પરની એક દિવ્ય કથા અહીં પ્રસ્તુત છે.
સાબરમતીના કિનારે વસેલું અમદાવાદ શહેર દધીચિ ઋષિના આશ્રામના કારણે પૌરાણિક મહત્ત્વ ધરાવે છે.
સાબરમતી નદીનું પ્રાચીન નામ ‘ૃભ્રમતિ’ હતું. શ્રાભ્ર એટલે કોતરો. આ નદી કોતરોથી ભરપૂર છે. ૧૨મી સદીના ગ્રંથોમાં ‘ૃભ્રમતિ’ નદીનો ઉલ્લેખ છે. અર્બુદારણ્યમાં તપ કરતાં ઋષિ-મુનિઓને પાણીની તંગી ઊભી થતાં કશ્યપ ઋષિએ શિવનું તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને ગંગા નદીને ગુજરાતમાં ખેંચી લાવ્યા. ગંગા નદી પાર્વતીજીની બીકથી ભ્રમણ કરતી હોવાથી તેનું નામ ‘સાબ્ર્રમતી’ પડયું કહેવાય છે. કશ્યપ ઋષિ લાવ્યા એટલે એનું નામ ‘કાશ્યપી ગંગા’ પણ છે. સતયુગમાં આ નદી ‘કૃતાવતી’, ત્રેતાયુગમાં ‘ગિરિકણિકા’, દ્વાપરયુગમાં ‘ચંદા’ અને કળિયુગમાં તે ‘સાબ્રમતી’ અથાત્ સાબરમતી તરીકે ઓળખાઈ.
પૌરાણિક કથા અનુસાર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાને ઈન્દ્રને સલાહ આપી કે, કોઈ પવિત્ર જીવતા સંતના અસ્થિમાંથી શસ્ત્રનું નિર્માણ કરો. એ શસ્ત્ર જ અસુરોને મારી શકે. ઈન્દ્રએ સાબરમતીના .કિનારે આશ્રામમાં રહેતા દધીચિ  ઋષિને વિનંતી કરતાં ઋષિ પોતાના શરીરનું બલિદાન આપવા તૈયાર થઈ ગયા. તેમણે જળસમાધિ લઈ દેહત્યાગ કર્યો અને તેમના અસ્થિમાંથી જે શસ્ત્ર બનાવવામાં આવ્યું તે ‘વજ્ર’ તરીકે જાણીનું છે. ઈન્દ્રએ આ વજ્રની મદદથી વૃતાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. દધીચિ ઋષિના આશ્રામના કારણે પણ આ શહેર અને નદી જાણીતાં છે.
સાબરમતી અરવલ્લીની પર્વતમાળાઓની દીકરી ગણાય છે અને તેના પાણીનો મુખ્ય સ્ત્રોેત રાજસ્થાનમાં આવેલું ઢેબર તળાવ છે. સાબરમતી ગુજરાતની ચૌથા નંબરની ૪૧૬ કિલોમીટર લાંબી નદી છે.  વચ્ચે અનેક નાની નદીઓ મળે છે ત્યાં સુધી તે ‘સાબર’ કહેવાય છે, પરંતુ બનૈયા પાસે હાથમતી નદી મળતાં તે ‘સાબરમતી’ બની જાય છે.
શહેર આબાદ કેમ ?
અમદાવાદ શહેર આબાદ કેમ છે તેની પણ એક કથા છે.
એક રાતની વાત છે.
એ રાત્રે એક અતિ સ્વરૂપવાન સ્ત્રી શહેરની અંદરથી બહાર જવા માટે ભદ્રના કિલ્લા પાસે આવી. દરવાજા પાસે બહાર ઊભા રહી એણે દરવાજોે ખોલી નાંખવા ચોકીદારને વિનંતી કરી. ચોકીદાર સીદી બશીરે તેને વિનમ્રતાથી પૂછયું ઃ ‘આપ કોણ છો ?’
સ્ત્રીએ જવાબ આપ્યોઃ ‘હું આ શહેરની લક્ષ્મી છું. હું આ શહેર છોડી જવા માગું છું.’
ચોકીદાર સીદી બશીર હોશિયાર હતો. એને  થયું કે, ‘લક્ષ્મીજી જતાં રહેશે તો આ શહેરની જાહોજલાલી જતી રહેશે. સમૃદ્ધિ જતી રહેશે. શહેર પાયમાલ થઈ જશે.’ એ પછી ચોકીદાર સીદી બશીરે દેદીપ્યમાન દેવીને પ્રણામ કરતાં કહ્યું ઃ ‘દેવી ! હું તો સામાન્ય ચોકીદાર છું. હું મારી ફ્રજ જ નિભાવું છું. હું આપને બહાર જવાની પરવાનગી કેવી રીતે આપું ? હું બાદશાહની પરવાનગી લઈ આવું, તે પછી આપ જઈ શકો છો. હું પાછો ન આવું ત્યાં સુધી આપે રાહ જોવી પડશે.’
લક્ષ્મીજીએ હા પાડી
મધરાતનો સમય હતો. ચોકીદાર આટલી રાત્રે બાદશાહને જગાડી શકે તેમ નહોતો. બીજી બાજુ લક્ષ્મી દેવી જતાં રહે તે વાત તેને સ્વીકાર્ય નહોતી. ચોકીદારને આ નગર માટે લગાવ હતો. શહેર બરબાદ થઈ જાય તે તેને મંજૂર નહોતું. લક્ષ્મીજીને ત્યાં જ ઊભા રહેવાનું કહી તે અંધારામાં એક ખૂણામાં ગયો. પોતાની જ તલવારથી પોતાનો શિરચ્છેદ કરી દઈ બલિદાન આપી દીધું જેથી દરવાજા ખોલવા જ ન પડે. લક્ષ્મીજી ચોકીદારની રાહ જોેતાં રહ્યાં. એમણે ચોકીદારને વચન આપ્યું હતું કે તે પાછો નહીં આવે ત્યાં સુધી શહેરના દરવાજાની બહાર જશે નહીં અને છેક સવાર સુધી ચોકીદાર પાછો ના આવતાં લક્ષ્મીજી શહેરમાં રોકાઈ ગયાં.
આજે અમદાવાદ શહેરની આબાદી અને સમૃદ્ધિ લક્ષ્મીજીની કૃપાના કારણે છે. મારવાડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર કે પંજાબથી આવેલા હજારો લોકો આ શહેરમાં વસે છે. આસપાસના સેંકડો ગામડાંઓમાંથી આવીને વસેલા લોકો અમદાવાદ આવી સુખી થયા છે. અમદાવાદના ઓસવાલ જૈનો પણ મારવાડથી આવીને જ સુખી થયા છે.
આ દંતકથા સાથે સંકળાયેલા ચોકીદાર સીદી બશીરની દરગાહ આજે પણ ભદ્રના કિલ્લા પાસે છે. ભદ્રકાળી માતાના મંદિર સામે બગીચામાં લક્ષ્મીજીની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરેલી જોવા મળે છે.
શહેરની કુંડળી
મિરાતે અહેમદી પ્રમાણે અમદાવાદ શહેરની કુંડળી કર્કલગ્નની કુંડળી છે. તે ચંદ્ર-મંગળની યુતિ હોવાથી લક્ષ્મીયોગ રચે છે. વળી ત્રીજા સ્થાને કન્યાનો રાહુ છે. ત્રીજા ભાતૃભાવમાં રાહુ હોવાથી આ શહેર બેજોેડ હોય. પાંચમા ભુવનમાં વૃિૃકનો ગુરુ હોવાથી અહીં બુદ્ધિજીવીઓ પેદા થયા. વળી છઠ્ઠે રોગે શત્રુ સ્થાનમાં શનિ હોવાથી વારંવાર રોગચાળો ફટી નીકળે. નવમા સ્થાનમાં શુક્ર-કેતુ કલાકારીગીરી સાથે સંકળાયેલા હોવાથી એવા વ્યવસાયમાં જોેડાયેલાઓને લાભ થયા. મેષનો સૂર્ય ૧૦મે કેન્દ્રનો સ્વામી થઈ પડયો હોવાથી કીર્તિ સૂચવે છે. આમ આ શહેરની કુંડળીઓના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ સૂચવે છે.
ગુજરાતના ઈતિહાસ પર નજર નાંખીએ તો એક જમાનામાં સૌ સમૃદ્ધ શહેરો અને બંદરો જેવાં કે ધોલેરા, ખંભાત, જખૌ, ભરૂચ અને પાટણ જેવાં નગરો પહેલાં જેટલાં આજે સમૃદ્ધ નથી, એમની રોનક આજે ઘટી ગઈ છે, પરંતુ લક્ષ્મીજીની કૃપાના કારણે અમદાવાદ શહેરની સમૃદ્ધિમાં આજે લેશમાત્ર ફરક પડયો નથી. અમદાવાદ શહેરના રાજમાર્ગો પર ફરતી પૉશ મોટરકારો જોઈ કોઈનેય એની આર્થિક તાકાતનો ખ્યાલ આવી શકે તેમ છે.
પાણીદાર જમીન
ઈતિહાસકારો નોંધે છે કે, અમદાવાદ શહેરની આટલી બધી વસ્તી થઈ ગઈ તે પહેલાં સાબરમતીની આસપાસની ગોરાડુ જમીન ફ્ળદ્રુપ ગણાતી. અહીં જુવાર, બાજરી, મગ, મઠ, ડાંગર અને અડદ પુષ્કળ થતાં. અહીં ડાંગર અને ઘઉં થતા નહોતા. અમદાવાદની જમીન પર શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં થતો હતો. તેમાંથી ગોળ પણ બનતો. શેરડી તો વર્ષમાં બે વાર લેવાતી. અહીં સીતાફળની વાડીઓ પણ પુષ્કળ હતી. રાયણનાં ઝાડ હજારોમાં હતાં. ચણીબોર અને વડબોર કોતરોમાં થતાં. અમદાવાદની ભૂમિ પર જામફળ, નારંગી અને સોનેરી કેળાં પણ પુષ્કળ થતાં. આંબાનાં પુષ્કળ ઝાડ હતાં. ૧૯૦૦ની સાલમાં માત્ર વટવામાં જ આંબાના બે હજાર ઝાડ હતાં. સાબરમતીના પિૃમ કિનારે સુખડનાં ઝાડ થતાં. અમદાવાદની ભૂમિ પર શેતૂર, ફલસાં, ટેટી અને તરબૂચ પુષ્કળ થતાં હતાં. દાડમ અને લીંબુની પણ અનેક વાડીઓ હતી. શહેરના પારસીઓ લીંબુના રસનાં પીપડાં ભરી મુંબઈ મોકલતા.
એક જમાનામાં આવાં અનેક ફળોની વાડીઓથી સમૃદ્ધ આ શહેર હવે વસ્તી વધતાં અનેક બંગલાઓ અને ઈમારતો, શોપિંગ સેન્ટરોથી સમૃદ્ધ દેખાય છે.
કિનખાબ માટે મશહૂર
૧૯મી સદીમાં અમદાવાદ શહેર કિનખાબ માટે પણ જાણીતું હતું. આખા દેશમાં એક બનારસનો કિનખાબ વખણાતો. બીજોે અમદાવાદનો. એ જમાનામાં પાંચ ગજના કિનખાબની કિંમત  રૂ. ૮૫૦થી રૂ.૧,૪૦૦ જેટલી થતી હતી. કાંકરિયા પાસે એક કૂવો હતો તેનું પાણી કિનખાબ લાવવા ને રંગવામાં ખૂબ માફક આવતું હતું. અહીંનું કાપડને કિનખાબ મુંબઈ, પૂના, ગ્વાલિયર, રાજસ્થાન, સિંધ, અફઘાનિસ્તાન, અરબસ્તાન, ઈરાન અને ચીન પણ જતું હતું. સોનેરી અને રૂપેરી કસબ પણ અમદાવાદની એક આગવી ઓળખ હતી. અહીં કિનારીવાળાની દુકાનો પણ ઘણી હતી. ઈ.સ. ૧૮૫૦માં કોરો અને પાલવ વણાવનાર ૬૦ દુકાનો હતી. શહેરમાં મશરૂના ૩૦૦ વેપારીઓ હતા. કહેવાય છે કે, એક મશરૂ ૩૬ વ્યક્તિઓના હાથમાંથી પસાર થાય ત્યારે તૈયાર થતું. પાંચ પટાના ૬૦ વેપારીઓ હતા. પાંચ પરામાં પાંચ રંગનું રેશમ આવતું.
રેશમની કોરની ધોતી
જે ધોતીને રેશમની કોર હોય તે ધોતિયું કહેવાતું અને જે વસ્ત્રોમાં સુતરાઉ કોર હોય તે થેપાંડું કહેવાતું. ઈ.સ. ૧૮૫૦માં અમદાવાદમાં ધોતીવાળાની ૫૦ દુકાનો અને થેપાડાવાળાની ૩૦૦ દુકાનો હતી.
શહેરમાં પાઘડીઓ વણાવનારની ૧૦૦ દુકાનો હતી. મગિયાવાળાની ૬૦ દુકાનો હતી. આખા શહેરમાં શેતરંજી વણનારના માત્ર ત્રણ ઘર હતાં. તાંબા-પિત્તળનાં વાસણો વેચવાની ૩૦ દુકાનો હતી. અમદાવાદ શહેરમાં ૫૦૦ ઘર સોનીના હતાં. તેઓ જુવારના દાણા જેવડા મણકાની મોહનમાળા, જાળીની કાંકણી, હાથના કાંડામાં પહેરવાની પોંચી, માદળિયાં, ચંદનહાર અને સોનાનો વરખ બનાવતાં. એ જમાનામાં અમદાવાદનો ચીન સાથે અફીણનો પણ મોટો વેપાર હતો. આ બધી જ સમૃદ્ધિ દેવી લક્ષ્મી શહેરમાં રોકાઈ ગયાં તેના કારણે જ. શહેર પહેલાં હતું તે કરતાં આજે અનેકગણું આબાદ છે તેમાં મા લક્ષ્મીની જ કૃપા છે
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!