Close

એમબીએ થયેલી યુવતી એક ગામની સરપંચ બની

કભી કભી | Comments Off on એમબીએ થયેલી યુવતી એક ગામની સરપંચ બની
એક જમાનામાં ફિલ્મ આવી હતી ઃ ‘મેરા ગાંવ મેરા દેશ.’
આજનું સૂત્ર છે ઃ ‘મારું ગામ કોરોના મુક્ત’.
ગાંધીજીએ કહ્યું હતું કે, ‘સાચું ભારત સાત લાખ ગામડાંઓમાં વસે છે.’ પરંતુ કોરોનાકાળમાં દેશનાં ગામડાંઓની પરિસ્થિતિ ઠીક નહોતી. કેટલાંક ગરીબ લોકો  પાસે તેમના પરિવારમાં કોરોનાથી મૃત્યુ પામેલા સભ્યોના મૃતદેહને બાળવા માટે લાકડાં ખરીદવા પૈસા ના હોઈ મૃતદેહોને નદીમાં પધરાવી દેવા પડતા હતા. ગામડાંઓને ઉજાળવા દેશમાં પંચાયતી રાજ છે. કેટલાંયે ગામોમાં મહિલા સરપંચો છે. પંચાયતી રાજમાં મહિલાઓ વહીવટ કરે તે આવકારદાયક છે. શરત છે તે સુશિક્ષિત અને કાર્યક્ષમ હોવી જોઈએ. આજે આ સંદર્ભમાં એક મહિલા સરપંચની વાત કરવી છે.
એમનું નામ છે છબી રાજાવત. તેઓ રાજસ્થાનના ટાંક જિલ્લાના સોઢા ગામના મોટા જમીનદારનાં પુત્રી છે. સોઢા ગામમાં તેમની ભવ્ય હવેલી છે. છબીના દાદાજી એક જમાનામાં સોઢા ગામના સરપંચ હતા. પરંતુ છબીનું શિક્ષણ બહાર થયું. ૧૯૭૭માં જન્મેલા છબીએ પહેલાં આંધ્રની રિશીવેલી સ્કૂલમાં શિક્ષણ લીધું. તે પછી તેમણે રાજસ્થાનની  મેયો કૉલેજ ગર્લ્સમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ દિલ્હીની લેડી શ્રાીરામ કૉલેજ ફોર વિમેન દ્વારા એમબીએની ડિગ્રી હાંસલ કરી. એમ.બી.એ. થયા બાદ છબીએ પૂણેની શ્રાી બાલાજી સોસાયટી, ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, કાર્લસન ગ્રૂપ ઑફ હૉટેલ્સ અને એરટેલ કંપની માટે ખૂબ ઊંચા પગારે કામ કર્યું.
દેશની શ્રોષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરનાર છબી રાજાવત જિન્સ ને ટી-શર્ટ પહેરતાં. કાળાં ગોગલ્સ પહેતાં. ફાસ્ટ મોટરકાર ચલાવવાનો શોખ, ફાંકડું અંગ્રેજી બોલે.
… અને મહિને લાખો રૂપિયાની કમાણી કરતાં છબીએ  એક દિવસ તેમના જ વતન રાજસ્થાનના ટાંક જિલ્લાના સોઢા ગામના સરપંચ બનવાનું પસંદ કર્યું. વાત જાણે એમ હતી કે, છબી માત્ર વેકેશનમાં જ ગામડે આવે. પિતા જયપુર રહેતા અને દાદા ગામના ફાર્મ હાઉસમાં રહેતા. એક દિવસ બહુ બધા લોકો તેમના ફાર્મહાઉસ પર આવી પહોંચ્યા.
દાદાજીએ પૂછયું ઃ ‘શું થયું ? આટલા બધા માણસો કેમ આવ્યા છો?’
ગામમાંથી આવેલા ૫૦૦  લોકો પૈકી એક વડીલ બોલ્યા ઃ ‘અમારે તમારી પૌત્રી છબીને આપણા ગામના સરપંચ બનાવવી છે.’
દાદાજી હસ્યા કારણ કે પૌત્રી છબી રાજાવત કોર્પોરેટ કંપનીમાં મહિને રૂ. પાંચ લાખ કરતાં પણ વધુ વેતન ધરાવતી હતી.
પરંતુ લોકોએ કહ્યું ઃ ‘આપણા ગામમાં  રસ્તા નથી. સરકારી દવાખાનું નથી. પાણી નથી. અમારે એવી વ્યક્તિ સરપંચ તરીકે જોઈએ છે જે ભ્રષ્ટ ના હોય અને ગામ પ્રત્યે તેને લાગણી હોય. અમે ના સાંભળવા આવ્યા નથી !
છબીના દાદાજી સામે ઊભેલા ૫૦૦ સ્ત્રી-પુરુષોની લાગણીભીની આંખે જોઈ રહ્યા. બાજુમાં પૌત્રી છબી બેઠેલી જ હતી. તેમણે  છબી સામે જોયું.
છબી જયપુરમાં મોટી થઈ હતી. દિલ્હીમાં ભણી હતી. માત્ર રજાઓમાં જ દાદાજીને મળવા ગામ આવતી હતી. દાદાજી  બોલ્યા ઃ ‘લેકિન હમારી બેટી તો…’
એટલામાં ગામની સ્ત્રીઓ બોલી  ઊઠી ઃ ‘આપકી યે જો બેટી હૈ વો ના તો પૈસા ખાયેગી ઔર ના કિસીકો ખાને દેગી.’
ગામની મહિલાઓનો ઇશારો ગામના કેટલાંક લાંચિયા પૂર્વ સરપંચો અને ઉપસરપંચોના ત્રાસમાંથી મુક્ત થવા તરફ હતો.  ગામની હાલત ખરાબ હતી. છબી આ બધું ચુપચાપ સાંભળી રહી હતી. એને સોઢા ગામના રસ્તાની  હાલતની ખબર હતી. ઠેર ઠેર ખાડા હતા. પાણી ઊભરાતાં ઠેર ઠેર ગંદકી હતી. મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડતાં હતા. દાદાજી ગામના લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે છબીનું કૌશલ્ય  કરોડોનો બિઝનેસ સંભાળવા માટે છે. પરંતુ ગામના સ્ત્રી-પુરુષો તો રીતસર સત્યાગ્રહ જ આદરીને બેઠાં  અને લોકોની લાગણી  આગળ છબી ઝુકી ગઈ. એણે લાખોની નોકરી છોડી ગામના સરપંચ થવાની હા પાડી.
ચૂંટણી આવી. આખા ગામે છબી રાજાવતને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટી કાઢી. છબીએ જયપુર છોડી દીધું અને  ગામમાં આવી સરપંચ તરીકેની જવાબદારી સંભાળી લીધી. સરપંચ થવાના  પહેલાં જ વર્ષમાં પરિણામો લાવવાની શરૂઆત કરી દીધી.
સૌથી પહેલાં એણે ગામ લોકો માટે સ્વચ્છ પાણીની યોજના બનાવી. ગામમાં કૂવા ને બોર હતા. પાણી ખારું હતું. ઇજનેરોની સલાહ લઈ એક જળાશય બનાવ્યું  પોતાના જ પરિવારના સભ્યો પાસેથી રૂ. ૨૦ લાખ દાનમાં લઈ કામ શરૂ કર્યું. બાકીની રકમ સરકારે  આપી. તે પછી જયપુરમાં  એક સેમિનાર યોજાયો. ગામડાંઓના પ્રશ્નો અંગે  સરપંચ છબી રાજાવતનું પ્રવનચ સાંભળ્યા બાદ સરકારના સ્ટેટ મિનિસ્ટરે સોઢા ગામ માટે રૂ. ૭૧ લાખની રકમ ફાળવી દીધી. સરપંચપદના પ્રથમ વર્ષે જ છબીએ ગામને કરોડ કરતાં વધુ રકમનું જળાશય બનાવરાવી ગામને પીવાનું પાણી આપી દીધું. નરેગાની યોજના હેઠળ ગામનાં સ્ત્રી-પુરુષોને  જળાશયના બાંધકામમાં લગાડી કમાણી  કરાવી આપી.
છબીએ જોયું તો ગામની ગરીબ મહિલાઓને નહાવા બાથરૂમ નહોતા. એક ખાટલા ઊભા કરી તેની પર ચાદર નાંખી તેની આડશમાં મહિલાઓ સ્નાન કરતી. શૌચાલય પણ નહોતાં. છબી રાજાવતે એક એનજીઓની મદદ લઈ દરેક પરિવારને શૌચાલયને બાથરૂમ બનાવી આપ્યા.  સરકારી દવાખાનું ઊભું કરાવ્યું. એક ઑપરેશન થિયેટરની  પણ વ્યવસ્થા ઊભી કરી. ગામમાં ગટરલાઇન  પણ નંખાવી દીધી. છબી ઉચ્ચ શિક્ષણ મેળવી ચૂકી હોઈ કોઈથી ય ડર્યા વગર સીધી જ અધિકારી પાસે પહોંચી જાય છે. જરૂર પડે તે સીધી જ મુખ્યમંત્રીને પણ મળે છે. હવે આસપાસના સરપંચો છબીની સલાહ લેવા આવે છે. બહારથી આવતા મુલાકાતીઓ પણ છબી રાજાવત સાથે ફોટો પડાવવા માંગે છે.
દિલ્હીથી પ્રગટ થતાં અંગ્રેજી અખબારોએ પણ છબી રાજાવતની કામગીરીને બિરદાવતાં  લખ્યું હતું કે છબી રાજાવત એટલે ગ્રામ્ય ભારતનો બદલાતો ચહેરો છે.
તા. ૨૫ માર્ચ ૨૦૧૧ના રોજ છબી રાજાવતે ૧૧મી ઇન્ફોપ્રોપર્ટી વર્લ્ડ કોન્ફરન્સને યુનાઇટેડનેશન ખાતે સંબોધન કર્યું હતું અને શ્રાોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
એટલું જ નહીં પરંતુ ભારતના પૂર્વ મહામહીમ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે છબી રાજાવતને ‘યંગ ઇન્ડિયન લીડર’ તરીકે સંબોધી તેમનું સન્માન કર્યું હતું.
દેશના ગ્રામ્ય વિસ્તારોમાં છબી રાજાવત જેવા મહિલા સરપંચો હોય તો ગામડાંની જ નહીં પરંતુ દેશની સિકલ બદલાઈ જાય.
ગુજરાતના આઠ હજારથી વધુ ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થઈ પરંતુ ગામડાની ચૂંટણીઓ લોકતંત્રની ભાવના વિકસાવવાના બદલે એકબીજા પ્રત્યેનો વેર અને વિખવાદનું નિમિત્ત  ના બની રહે તે જોવાની જવાબદારી નાગરિકોની છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!