લંડનની એક સાંજ.
પિકાડિલી સર્કસ પાસેની એક પબની બહાર એક ખૂબસુરત યુવતી કોઈની રાહ જોતી ઊભી હતી. ઠંડી પણ જોર જમાવી રહી હતી.
નેન્સી જ્યાં ઊભી હતી તેની આસપાસ કેટલીક નાઇટ ક્લબો હતી. એટલામાં નજીકના રોડની બાજુમાં એક યુવાન તેની સ્પોર્ટ્સ કારને પાર્ક કરી કાર લૉક કરી તે પિકાડિલી વિસ્તારની નાઇટ ક્લબ તરફ ચાલવા માંડયો. પરંતુ એને એ વાતની ખબર નહોતી કે તેની કારની પાછળ જ કોઈ વ્યક્તિ તેની કારમાં તેનો પીછો કરી રહ્યો હતો. એ વ્યક્તિઅઇે પણ નજીકમાં કાર પાર્ક કરી અને તે પેલા યુવાનની પાછળ પાછળ લપાઈને જવા માંડયો.
એ યુવાન નેન્સી જ્યાં ઊભી હતી ત્યાં તેની પાસે પહોંચ્યો. તેનો પીછો કરી રહેલ આદમી ફેલ્ટ હેટ પહેરીને તેની પાછળ જ ચાલતો હતો. એણે જોયું તો એક યુવાને પ્રતિક્ષા કરી રહેલી નેન્સી પાસે જઈ કાંઈક વાત કરી. એ બોલ્યો ઃ ‘હેલો નેન્સી.’
નેન્સી બોલી ઃ ‘બહુ વાર કરી દીધી, જોન.’
એ પછી નેન્સી ફરી બોલી ઃ ‘અહીં જાહેરમાં હું તારી સાથે બહુ વાત કરી દીધી, જોન.’
એ પછી નેન્સી ફરી બોલી ઃ’અહીં જાહેરમાં હું તારી સાથે બહુ વાત કરી શકીશ નહીં, મારે તને જે કહેવુંછે કે મેં પત્રમાં લખી દીધું છે.’
એટલું બોલી નેન્સીએ પર્સમાંથી એક પત્ર કાઢી જોનના હાથમાં મુકી દીધો. પત્ર આપ્યા બાદ નેન્સીએ જોન તરફ તિચ્છી નજર નાંખી નજીકના ડિપાર્ટમેન્ટસ સ્ટોરમાં પ્રવેશી ગઈ.
જોન નેન્સીનો પત્ર ખિસ્સામાં મૂકી રાતની નિઓન-સાનિ લાઇટથી ચમકતા રોડ પર જ્યાં તેની કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચ્યો. તે પોતાની કાર નજીક પહોંચ્યો ત્યાં જ તેનો પીછો કરી રહેલા ફેલ્ટ હેટ વાળા શખ્સે જોનનો કોલર પકડયો. તે પછી તેને એક મુક્કો માર્યો. જોન કાંઈ સમજે તે પહેલાં ફેલ્ટ હેટવાળી વ્યક્તિએ તેને ત્રણ-ચાર થપ્પડો મારી જોનને ફટકારતાં તે બોલ્યો ઃ ‘નાલાયક. કોઈની પત્ની પર ગંદી નજરો નાંખતા તું શરમાતો નથી.’
તે પછી ફેલ્ટ હેટધારી શખ્સે જોનના ખિસ્સામાંથી પત્ર ખેંચી લીધો, જોનને એક ગલીમાં ખેંચી જવાયો. ફેલ્ટ હેટવાળા શખ્સે જોનના ખિસ્સામાંથી લીધેલા પત્રનું કવર ખોલ્યું, પત્રમાં લખ્યું હતું.
‘મારા પ્રિય જોન,
તું મને હવે રોજ રોડ જલ્દી મળ. તારા વિના હું રહી શકતી નથી. મને ખબર છે કે તું પણ મને પામવાની ઈચ્છા ધરાવે છે. હું તારી સાથે રાત ગુજારવા માગું છું. હું તારી શ્રોષ્ઠ પાર્ટનર બની શકું તેમ છું. તું કાલે રાત્રે આઠ વાગે મારા ઘેર આવજે. એ વખતે મારા પતિ ઘેર નહીં હોય. હું એ વ્યવસ્થા કરી દઈશ.
-નેન્સી.’
આ પત્ર વાંચવાવાળો શખ્સ સ્વયં નેન્સીનો પતિ આર્થર હતો. તે પીછોે કરી રહ્યો હતો. આજે તેનો શક સહી સાબિત થયો પણ તેને જોનને કહ્યું નહીં કે તે કોણ છે.
જોનને જ્યાં હતો ત્યાં જ છોડી આર્થર પોતાના ઘેર પહોંચી ગયો. આર્થર હજુ ઓવરકોટ અને ફેલ્ટ હેટ ધારણ કરીને જ ઘરમાં બેઠો હતો.
કેટલીક વાર બાદ રાત આગળ ધપે તે પહેલાં નેન્સી પણ ઘેર આવી ગઈ. એણે જોયું તો તેના પતિની આંખોમાં ગુસ્સો હતો. નેન્સીએ પૂછયું ઃ ‘એની પ્રોબ્લેમ?’
આર્થર બોલ્યો ઃ ‘નો નો. નો પ્રોબ્લેમ.’
આર્થર તેનો ક્રોધ દબાવી રાખ્યો. નેન્સીને લાગ્યું કે આજે આર્થર નોર્મલ નથી. એ રાત આગળ વધતાં બંને એકબીજા સાથે વાત કર્યા વગર જ સૂઈ ગયાં.
બીજા દિવસે આર્થર અને નેન્સીને કોઈની પાર્ટીમાં જવાનું હતું. નેન્સીએ પતિ સાથે વાત કરી પાકું કરી લીધું કે એ પાર્ટીમાં જવાનો છે અને રાત્રે ખૂબ મોડો આવશે. નેન્સી તેની તબિયત સારી નથી એવું બહાનું કાઢી ઘેર જ રહી ગઈ.
રાત્રે હવે નેન્સી ઘરમાં એકલી જ હતી. કેટલીકવાર બાદ તેનો પ્રેમી જોન આવ્યો. જોને રાત્રે કોઈએ તેની પર હુમલો કર્યાની વાત કરી. નેનેસીને થોડીક શંકા ગઈ કે કદાચ તે વ્યક્તિ તેનો પતિ જ હશે. નેન્સીએ જોન સાથે એકાંતની કેટલીક ક્ષણો ગુજાર્યા બાદ જોનને રવાનિા કરી દીધો. નેન્સીની શંકા સાચી હતી. તેનો પતિ આર્થર થોડી વારમાં જ પાર્ટી છોડી ઘેર પાછો આવી ગયો પરંતુ તે પહેલાં જોન નીકળી ગયો હતો. નેન્સી આજે તો રેડ હેન્ડેડ પકડાતા બચી ગઈ.
બીજા દિવસે આર્થર તેની પત્ની નેન્સીને કહ્યું ઃ ‘નેન્સી, અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં ફાઇન વેધર છે. તુંં સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ. લે આ કવરમાં એર ટિકિટ છે-‘ એમ કહી આર્થરે નેન્સીને એક કવર આપ્યું. નેન્સીએ વિચારમાં પડી જઈ કવર ખોલ્યું. એ કવરમાં ઍરટિકિટ નહીં પરંતુ છુટાછેડા લેવાની આર્થરે વકીલ દ્વારા તૈયાર કરાયેલી નોટિસ હતી. નેન્સી બોલી ઃ ‘તું મને ડાયવર્સ આપવા માંગે છે?’
‘હા ડાર્િંલગ. હું એક બ્રિટિશ નાગરિક છું. કન્અર્વેટિવ પણ છું. ફેમિલી વેલ્યૂઝમાં માનું છું.’
‘એટલે ?’
‘મારી પત્નીને બીજા કોઈ પુરુષની બાહોમાં હું જોઈ ના શકું. તે તારા, પ્રેમીને જોનને લખેલો પત્ર હવે મારી પાસે છે.’
આર્થરની સખ્તાઈ જોઈ નેન્સી આઘાતમાં સરી પડી. તે કોઈ જવાબ આપી શકી નહીં.
આર્થર બોલ્યો ઃ ‘તારી સાથે છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.’
નેન્સી થોડું વિચારીને બોલી ઃ ‘ઠીક છે તમારી નોટિસનો જવાબ તમને મળશે?’
એથી વધુ તે કાંઈ બોલી શકી નહીં. તે શાંત રહી બંને અલગ અલગ રૂમમાં સૂઈ ગયાં.
બીજા દિવસે નેન્સીએ બે કામ કર્યાં. એક તો તે તેના વકીલ પાસે ગઈ અને તેના પતિ આર્થરની નોટિસનો જવાબ તૈયાર કરાવ્યો. એની સાથે જ એેણે કોર્ટમાં જઈ તેના પતિથી સુરક્ષાની માગણી કરી. એણે કોર્ટને કહ્યું ઃ ‘હું મારા પતિથી અસુરક્ષીતતા અનુભવું છું. જ્યાં સુધી તલાકનો કેસ પૂરો ના થાય ત્યાં સુધી હું આર્થરની સાથે એ જ ઘરમાં રહીશ અને મારી સુરક્ષાની જવાબદારી આર્થરની રહેશે.’
કોર્ટે નેન્સીની માગણી માન્ય રાખી. એ ઉપરાંત નેન્સીના વકીલે આર્થર પર છૂટાછેડાના વળતર રૂપે ૫૦ હજાર પાઉન્ડની માગણી પણ કરી.
આર્થર ખીંજાયો. એક તો નેન્સી વફાદાર નહોતી અને હવે ૫૦ હજાર પાઉન્ડ આર્થર આપે તો જ તલાક એવી માગણીથી તે ક્રોધે ભરાયો.
નેન્સી બોલી ઃ ‘આ રકમ તો તારે આપવી જ પડશે. તે પછી જ તને ડાયવર્સ આપીશ.’
આર્થર માટે આ બધું અસહ્ય હતું. પરંતુ તે કોઈ પણ ભોગે નેન્સીથી છૂટકારો પામવા માગતો હતો તે નેન્સીની માગણી અનુસાર ૫૦ હજાર પાઉન્ડ આપવા તૈયાર થઈ ગયો પરંતુ નેન્સી પ્રત્યેની તેની ધૃણા વધી ગઈ.
આર્થરનો લાલઘુમ ચહેરો જોઈ નેન્સી ફરી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. છૂટાછેડાની પ્રક્રિયા હજુ પૂરી થઈ નહોતી. નેન્સીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા કહ્યું ઃ ‘મને મારા પતિથી બહુ ડર લાગે છે છૂટાછેડા થઈ જાય ત્યાં સુધી મને પોલીસ સુરક્ષા આપો.’
પોલીસે કહ્યું ઃ ‘સારું તમે જાવ અમે વિચારીશું.’
નેન્સી હજુ પોલીસ સ્ટેશને હતી ત્યારે આર્થર નજીકના એક કતલખાનામાંથી કેટલાંક સાધનો ખરીદી રહ્યો હતો.
મોડેથી નેન્સી ઘેર પાછી આવી. તે કિંચનમાં ગઈ. થોડીવાર પછી તેના એક રૂમમાં જતી રહી. આર્થર ડ્રોઇંગ રૂમમાં બેઠા બેઠા રિડર્સ ડાયજેસ્ટ વાંચી રહ્યો હતો. એમ કરતાં કરતાં રાતના ૧૨ વાગી ગયા.
નેન્સી હવે તેના રૂમમાં સૂઈ ગઈ હતી. તે ઘસઘસાટ નિંદરમાં હતી. લગભગ રાતના એક વાગે આર્થરે નેન્સીના બેડરૂમમાં પ્રવેશ્યો. નાઇટ લેમ્પ ચાલુ હતો. થોડીવાર સુધી તે નાઈટ લેમ્પના આછા અજવાળામાં નેન્સીને જોઈ રહ્યો. થોડીવાર બાદ એણે નાઇટશૂટના ખિસ્સામાં રાખેલું ધારદાર ચાકુ બહાર કાઢયું. ‘આઇ હેટ યુ’ કહીને આર્થરે ઊંઘતી નેન્સીના પેટમાં ચાકુ હુલાવી દીધું. નેન્સીએ ચીસ પાડી પણ આર્થરે તેનું મોં દબાવી બીજા દસ બાર ઘા કરી દીધા. નેન્સી થોડી જ વારમાં તરફડીને મૃત્યુ પામી. પલંગ લોહી-લુહાણ થઈ ગયો. નીચે ફર્શ પર લોહીનું ખાબોચીયું થઈ ગયું.
નેન્સીના મૃતદેહનો નીકાલ કરવા એણે યોજના બનાવી. નેન્સીના હાથ પગ કતલખાનેથી લાવેલા ઓજારથી કાપી નાખ્યા. એ બધાને એક મોટી બેગમાં ભર્યા. માથુ પણ ધડથી અલગ કરી નાંખ્યું ! તે પણ બેગમાં મૂકી દીધું. બેડરૂમની ફર્શ પરનું લોહી સાફ કર્યું એ દરમિયાન તેની પાળેલી એક બિલાડી પણ ત્યા આંટા મારતી હતી.
સવારે તે બેગ કારમાં મૂકીને નેન્સીના માનવ અંગો ભરેલી બેગને જંગલમાં ફેંકી આવવાનો પ્લાન કરી ચૂક્યો હતો.
સવાર થઈ ગઈ. એ ઘરમાંથી બેગ લઈને બહાર નીકળ્યો તે પહેલાં જ કોઈએ તેના ઘરનો ડોરબેલ રણકાવ્યો. આર્થરે સહેજ ગભરાતાં બારણું ખોલ્યું ઃ ‘આવનાર વ્યક્તિએ પૂછયું ઃ નેન્સી છે?’
આર્થરે કહ્યું ઃ ‘ના. બહાર ગઈ છે. તમે કોણ છો?’
આંગતુકે કહ્યું ‘હું નેન્સીનો મિત્ર છું. સાઉથ વેલ્સમાં રહું છું. મારે નેન્સીનું કામ છે.’
‘પણ અત્યારે તે ઘેર નથી’ આર્થર બોલ્યો.
એ દરમિયાન આંગતુકે લિવિંગ રૂમમાં પ્રવેશેલી બિલાડીને જોઈ. બિલાડીના પગ પણ લોહીવાળા હતા, બિલાડી જ્યાં જ્યાં ચાલતી હતી ત્યાં ત્યાં લોહીના ડાઘ પડી જતા હતા. તે નેન્સીની જ પાળેલી બિલાડી હતી.
આર્થરને આગતુક ગમ્યો નહીં, તે બોલ્યો ઃ ‘હવે તમે મારા ઘેરથી જાવ છો કે પછી પોલીસને બોલાવું?’
આવનાર અજાણી વ્યક્તિએ કહ્યું ઃ ‘તમારે એ તકલીફ લેવાની જરૂર નથી. હું જ પોલીસ અધિકારી સાર્જન્ટ એડમ સ્મિથ છું. નેન્સીની સુરક્ષાની જવાબદારી ડિપાર્ટમેન્ટે મને સોંપી છે. તમને ખબર છે ને હું બ્રિટીશ પોલીસ ઑફિસર છું. તમારે કશું જ બોલવાની જરૂર નથી. મેં બિલાડીના પંજાના લોગીના ડાઘ જોઈ લીધા છે.’
આર્થર ગભરાયો. તે પોલીસ સાર્જન્ટ પર હુમલો કરી ભાગવા માગતો હતો પરંતુ પોલીસ અધિકારીએ રિવોલ્વર કાઢી તેની સામે તાકી.
આર્થર ચૂપ થઈ ગયો.
સાર્જન્ટે ફોન કરી પોલીસ બોલાવી લીધી. તેના ઘરની તલાસી લેતાં મોટી ટ્રંકમાંથી નેન્સીના મૃતદેહના ટુકડા જપ્ત કરવામાં આવ્યા.
આર્થરની ધરપકડ કરી જેલમાં પૂરી દેવાયો.
એક બિલાડીએ નેન્સીની હત્યાનું રહસ્ય ઉજાગર કરી દીધું.