Close

બડી દૈર ભઈ નંદલાલા તેરી રાહ તકે બૃજ બાલા

કભી કભી | Comments Off on બડી દૈર ભઈ નંદલાલા તેરી રાહ તકે બૃજ બાલા
આજે  ભગવાન શ્રાી કૃષ્ણનો જન્મદિવસ છે.
શ્રાાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો દિવસ. હજારો વર્ષ પહેલાંની વાત છે. એ દિવસે આખો વખત મેઘગર્જનાઓ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. વર્ષો છતાં નિત્ય સમયે ધાર્મિક વિધિ કરાવવા ગર્ગાચાર્ય મહાલયમાં આવ્યા. વિધિ પૂરી થતાં વાસુદેવને ભેટયા. કાનમાં કંઈક કહ્યું. અંદર અંધકાર હતો. દેવકી સૂતેલાં હતા. બાજુમાં વસુદેવ બેઠેલા હતા. નજીકમાં તેલનો દીવો ધીમો પ્રકાશ વેરી રહ્યો હતો. બહાર વરસાદ ચાલુ હતો. દેવકીને પ્રસૂતિની પીડા ઊપડી હતી. દેવકીની વેદના ઓછી કરવા વસુદેવે દેવકીનો હાથ  પકડયો. બરાબર મધરાતના સમયે બહાર ભારે વરસાદનું તોફાન હતું ત્યારે જ દેવકીએ એક પુત્રને જન્મ આપ્યો. વસુદેવે નવજાત શિશુને હાથમાં લઈ લીધું. બાળકનો વર્ણ નીલકમળ જેવો હતો. બાળકે રુદન કર્યું નહીં. એના નાજુક હોઠ પર પ્રસન્નતાનું સ્મિત હતું. વસુદેવે બાળકને સ્નાન કરાવ્યું. તે પછી બાળકને કરંડિયામાં મૂક્યું.
ધોધમાર વરસાદ છતાં વસુદેવ બાળક સહિત કરંડિયાને લઈ બહાર નીકળ્યા. ચોકીદારો ઊંઘી ગયા હતા. વસુદેવ ગોકુળ જવા માગતા હતા. બાળક મોંમાં પગનો અંગૂઠો રાખી તેને ચૂસતું હતું.  બહાર નીકળ્યા. યમુનામાં ભારે પૂર હતું અને એક ચમત્કાર થયો. વરસાદ બંધ થઈ ગયો. ત્યારે પૂર છતાં વસુદેવ માથે કરંડિયા સાથે યમુના  ઓળંગી ગયા.
સામા કિનારે ગોકુળના યાદવોના અગ્રણી નંદ અને ગુરુ ગર્ગાચાર્ય ઊભા હતા. ગર્ગાચાર્યે વસુદેવ પાસેથી કરંડિયો લઈ લીધો અને બીજો કરંડિયો આપ્યો.
વસુદેવે પૂછયુંઃ ‘આ બીજા કરંડિયામાં કોનું સંતાન છે?’
ગર્ગાચાર્યે કહ્યુંઃ ‘તેમાં આજે જ સવારે યશોદાની કૂખે જન્મેલી પુત્રી છે.’
વસુદેવ નંદની આ કૃપા જોઈ ગદ્ગદિત થઈ ગયા. ગર્ગાચાર્ય પાસેથી નંદે કરંડિયો લઈ લીધો. વીજળીના ચમકારામાં તેમણે કરંડિયામાં સૂતેલા નીલ વર્ણ સુંદર બાળકને જોયું. જગતના તારણહારનું આગમન થઈ ચૂક્યું હતું. બીજી તરફ કંસને ખબર પડી કે દેવકીને બાળક અવતર્યું છે એટલે તે સીધો દેવકી પાસે પહોંચ્યો. પારણામાંથી બાળકીને ખેંચી કાઢી તેને જમીન પર પછાડવા ઊંચકી પરંતુ  એટલી વારમાં તો બહાર મેઘગર્જના થઈ અને એ બાળકી બારીની બહાર આકાશમાં અદૃશ્ય થઈ ગઈ.
આકાશવાણી થઈઃ ‘કંસ, તને હણનારો તો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે.
એક  વિનાશક ચીસ પછી હવે શૂન્યાવકાશ હતો.
સાચી વાત એ હતી કે વસુદેવ નાનકડા બાળકને લઈને બહાર નીકળ્યા ત્યારે ભયંકર વરસાદમાં શેષનાગે ફેણ પ્રસારી વરસતી જલધારાઓથી બાળકનું રક્ષણ કર્યું હતું. કારાવાસનાં બારણાં પણ સ્વયં ખૂલી ગયા હતા. ચોકીદારો પણ ઊંઘી ગયા હતા.
દેવકી પણ હવે કારાવાસમાંથી મુક્ત થઈ મહેલમાં રહેવા આવ્યા હતા પરંતુ તેમનાથી નીલવર્ણી પુત્ર ભુલાતો નહોતો. તેમને ખબર  હતી તેથી તેઓ સતત વિચારતાઃ ‘મારો લાડકવાયો ગોકુળમાં શું કરતો હશે?’ એકવાર તો દેવકીએ પોતાના હાથે માટીની નવજાત શિશુની મૂર્તિ બનાવી. એના માટે પારણું તૈયાર કરાવરાવ્યું. એની પર ચંદન, પુષ્પ, કેસર ચડાવ્યું. હાલરડું ગાયું, ઘંટડી વગાડી. સાંજે માટીની એ મૂર્તિને ઉપાડી દીધી.- રોજનો આ નિત્યક્રમ થઈ ગયો. વસુદેવ અને ગંર્ગાચાર્ય સમજી ગયા કે દેવકીને તેનો પુત્ર યાદ આવે છે. દેવકીના સ્મરણપટ પરથી બાળક ભૂંસાતું ના હોઈ તેઓ નિષ્ઠાપૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરતાં હતા.
આ તરફ નંદના પત્ની યશોદાની કૂખે સંતાન જન્મ્યું ના હોઈ તેઓ પ્રથમ પ્રસૂતિ વખતે વિષાદમાં હતા. બાળક જન્મ્યું ત્યારે પ્રસૂતિની પીડા વખતે બેભાન થઈ ગયા હતા સવારે યશોદા ભાનમાં આવ્યા ત્યારે રોહિણીએ તેમના હાથમાં બાળક મૂક્યું. તે સુંદર પુત્રને જોઈ આનંદિત થઈ ગયા. આ સમાચાર આખા ગોકુળમાં  ફેલાઈ ગયા. ગોકુળ પણ નંદરાજાના ઘેર પુત્ર રત્નના જન્મના સમાચાર જાણી આનંદઘેલું થઈ ગયું. ગોપીઓ તો હર્ષથી ભાવ વિભોર થઈ ગઈ. ગોકુળમાં આનંદોત્સવ ઊજવાયો. રંગબેરંગી સાફા પહેરી ગોકુળના ગોવાળો  પણ નંદરાજાના પુત્રને જોવા દોડી આવ્યા. ગર્ગાચાર્ય અને વસુદેવ આવ્યા. પુરોહિતે બાળકના જન્માક્ષર બનાવ્યા. ઋષિમુનિઓના નિયમાનુસાર બાળકનું નામ ક,છ, કે ઘ અક્ષરથી પાડવાનું હતું. બાળકનું વર્ણ વાદળ જેવું શ્યામ હોઈ તેનું નામ ઘનશામ પાડી શકાય અથવા બાળક શ્યામ- કૃષ્ણ હોઈ કૃષ્ણ પણ પાડી શકાય તેમ હતું.
બીજા દિવસે વસુદેવે દેવકી માટે કાળા આરસની મૂર્તિ તૈયાર કરાવી. દેવકીએ તે મૂર્તિને ઘનશામ નામ આપી પ્રતિમાને પૂજાગૃહમાં પધરાવી દેવકી તે પ્રતિમાની પૂજા કરવા લાગ્યા. આ તરફ બાળકના નામકરણનોે દિવસ આવી પહોંચતાં વ્રજમાં ઉત્સાહનો માહોલ પેદા થયો. નંદરાજાનું ઘર કેળના થાંભલા રોપી શણગારવામાં આવ્યું. આંબાના પાનનાં તોરણ લટકાવવામાં આવ્યા. તે પછી ગર્ગાચાર્ય આવી પહોંચ્યા. યશોદાજી બાળકને લઈને તેમની પાસે આવ્યા. ગર્ગાચાર્યે વિધિપૂર્વક બાળકનું નામ ‘કૃષ્ણ’ પાડયું. વસુદેવ અને દેવકીને આ સમાચાર મળ્યા. બંનેએ પૂજાગૃહમાં રાખેલી બાળકની પ્રતિમાને હાથ જોડયા અને પૂજા કરી. તેમને હવે ખાતરી થઈ કે સાક્ષાત પ્રભુએ હવે અવતાર ધારણ કરી લીધો છે.
આ વાતને એક વર્ષ વીતી ગયું. વ્રજવાસીઓએ યમુના કાંઠે ગોપનાથના મંદિરે શ્રાીકૃષ્ણનો પ્રથમ જન્મોત્સવ ઊજવ્યો. નંદરાજાએ ભોજન સમારંભ યોજ્યો. બપોરના સમયે બાળકને ઊંઘ આવતી નહોતી. બહાર તડકો હતો. યશોદાજીએ બાળકને તડકો ના લાગે એટલા માટે બહાર ઊભેલા એક ગાડાના છાંયડે ગાડાની નીચે બાલકૃષ્ણને સુવાડયા.
અચાનક ચીસ સંભળાઈ અદ્ધર ઊભું કરેલું ગાડું નીચે પડી ગયું. યશોદાજીના ત્યાં જમવા આવેલી સ્ત્રીઓએ ચીસ પાડી હતી. ભયભીત થયેલાં યશોદા પણ ચીસ  પાડતાં ગાડાની નીચે સૂતેલા બાળકને જોવા દોડયા. તેમણે જોયું તે બાળક તો મજાથી હવામાં પગ ઉછાળી રમતો હતો અને આનંદથી કિકિયારીઓ પાડતો હતો. નંદરાજા પણ દોડતા આવ્યા. તેમણે જોયું તો બાળકે જ ગાડાને લાત મારી ઊથલાવી દીધું હતું પણ નાનકડા બાલ કનૈયાને કાંઈ જ ઈજા થઈ નહોતી.
ગર્ગાચાર્યે આ ચમત્કારની વાત દેવકીને સંભળાવી. દેવકી બોલી ઊઠયા ઃ ‘મારા લાડકલા લાલ, મારા પ્રભુ’.
– અને દેવકીની આંખમાં હર્ષનાં આંસુ હતાં.
આવી છે શ્રાી કૃષ્ણના જન્મની અને બાલ કનૈયાએ સર્જેલા પહેલા ચમત્કારની કથા.
શ્રાીમદ્ ભગવદ ગીતામાં  ભગવાન શ્રાી કૃષ્ણ અનેક નામોથી જાણીતા છે. ભગવાનના નામોનો અર્થ પણ જાણવા જેવો છેઃ કૃષ્ણ ઃ ‘કૃષ’-એ સત્તાવાચક શબ્દ છે અને ‘ણ’ એ આનંદવાચક શબ્દ છે. આ બંને શબ્દો સત્તા અને આનંદની એકતા સૂચક હોઈ એ  પરબ્રહ્મા ‘કૃષ્ણ’ કહેવાયા. પુરુષોત્તમ ઃ ક્ષર અને અક્ષર પુરુષોમાં જે ઉત્તમ છે તે. અનંતરૂપ ઃ જેનાં અગણિત અનંત રૂપો છે. અચ્યુત ઃ જેનો કદી પણ ક્ષય કે અધોગતિ થતી નથી તે. ગોવિંદ ઃ ગો- એટલે જે વેદાંત વાક્યો દ્વારા જાણી શકાય છે તે ગાય માતાની સેવા કરી આનંદ મેળવનાર. કેશવ ઃ ‘ક’ બ્રહ્માને અને ‘ઈશા'(સ્વિ)ને વશમાં રાખનાર. ઘનશામ ઃ વાદળો જેવા શામ છે તે. મધુસૂદન ઃ મધુ નામના રાક્ષસને મારનાર. યાદવ ઃ યાદવકુળમાં જન્મેલા વાસુદેવ ઃ વસુદેવના પુત્ર. માધવ ઃ લક્ષ્મીના પતિ. હરિ ઃ સંસાર રૂપી દુઃખો હરનાર. ભગવાન ઃ ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોહ-એ છ પદાર્થને આપનાર અથવા સર્વ ભૂતોની ઉત્પત્તિ, પ્રલય, જન્મ, મરણ, વિદ્યા અને અવિદ્યા જાણનાર. વિષ્ણુ ઃ સર્વ વ્યાપક. એ સિવાય પણ તેઓ મનમોહન, દામોદર, મદનગોપાલ, મદનમોહન, ઋષિકેશ, કુંજબિહારી, રાસબિહારી, યોગેશ્વર, વનમાળી, શ્રાીનાથજી, રણછોડરાય, શામળિયા, ગિરધારી, દ્વારકાધીશ, લાલજી અને ગોકુલેશના નામે પણ ઓળખાયા છે.
શ્રાી કૃષ્ણ એટલે કે આકર્ષવાની શક્તિ જેનામાં છે તે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-એ ત્રણેયનું એક સ્વરૂપ એટલે શ્રાી કૃષ્ણ.
ભગવાન શ્રાી કૃષ્ણનું જીવન પારદર્શક છે. તેમના જીવનમાં ક્યાંય અહંકાર નથી. પોતે ત્રણ ભુવનના  નાથ હોવા છતાં  ક્યારેક અર્જુનના સારથી બને છે, ક્યારેક દ્વારકાધીશ, ક્યારેક સુદામાના મિત્ર બને છે તો ક્યારેક યુધિષ્ઠિરના પગરખાં સંભાળનાર. ક્યારેક પાંડવોના રાજસૂય યજ્ઞમાં ઘોડાઓને ચારો નાંખે તો ક્યારેક પોતાને તીર મારનારને ક્ષમા  પણ બક્ષી તેને છાતીએ વળગાડી મોક્ષ આપે છે.
કૃષ્ણ પ્રતિબદ્ધ હતા કર્મ પ્રત્યે પરંતુ  કર્મના ફળથી નહીં. તેઓ કહે છે કે કર્મ કરોે પણ અકર્તા ભાવ રાખો. ભગવાન શ્રાીકૃષ્ણ જીવંત ધર્મના પ્રતીક છે. તેઓ કહે છે ઃ ‘દુઃખ અને સુખને સમાન સમજવાવાળા વીર પુરુષને ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ વ્યાકુળ કરતા નથી, તે જ મોક્ષની પ્રાપ્તિ માટે યોગ્ય છે.’
-સંસારને આવો શ્રોષ્ઠ ઉપદેશ દેનાર ભગવાન શ્રાીકૃષ્ણનો આજે જન્મોત્સવ છે. સૌને જન્માષ્ટમીની શુભકામના.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!