Close

મેરિલિન મનરો – એક ‘સૌંદર્ય-સામ્રાજ્ઞી’, જેને દુનિયા હજુ ભૂલી શકતી નથી

કભી કભી | Comments Off on મેરિલિન મનરો – એક ‘સૌંદર્ય-સામ્રાજ્ઞી’, જેને દુનિયા હજુ ભૂલી શકતી નથી
કેટલીક વ્યક્તિઓ કોઈને કોઈ રહસ્યમય કારણસર દંતકથા બની જાય છે. તેમના મૃત્યુ પછી પણ વર્ષો સુધી જેને યાદ કરે તે જ સાચું અમરત્વ છે. હોલીવુડની અભિનેત્રી મેરિલિન મનરો જેટલી સુંદરતા ધરાવતું અપ્રતિમ સૌંદર્ય આજ સુધી વિશ્વની કોઈપણ અભિનેત્રીને પ્રાપ્ત થયું નથી. તે જેટલી સુંદર હતી તેટલું જ જટિલ વ્યક્તિત્વ અને એટલું જ રહસ્યમય તેમનું મૃત્યુ પણ હતું. આમ તો એના મૃત્યુને ૬૦ વર્ષ થઈ ગયાં છે. પરંતુ લોકોને એનું એટલું ઘેલું છે કે મેરિલિનનાં કેટલાંક વસ્ત્રોનું લિલામ યોજાયું ત્યારે એને ખરીદવા માટે પડાપડી થઈ. આ હરાજીમાં મેરિલિન મનરોનો સૂટ, તેનાં બીજાં વસ્ત્રો, પુસ્તકો, પત્રો અને ડેકોરેટિવ આર્ટસ હતાં. અને આ એ વસ્ત્રો હતાં જે પહેરીને તે એ વખતના બેઝબોલ સ્ટાર જોે ડીમેગીઓને પરણવા જવાની હતી. ટૂંકમાં એ વેડીંગ ડ્રેસ હતો. મેરિલિન જોે ડીમેગીઓને પરણવાની એટલી બધી ઉતાવળમાં હતી કે, એણે હોલીવુડના વસ્ત્રપરિધાન નિષ્ણાતને સાક્સના ફ્ીથ એવન્યુ પર ડ્રેસ ખરીદવા દોડાવ્યા હતા. ડ્રેસરે મેરિલિન માટે સુંદર બદામી સૂટ ખરીદ્યો હતો. તેને સફ્ેદ ઝીંક કૉલર હતા અને રાઇનસ્ટોનનાં બટન લગાવેલાં હતાં. ડીમેગીઓ સાથે લગ્ન કર્યાં હતાં એટલી જ ઉતાવળથી છૂટાછેડા પણ લઈ લીધા હતા. છૂટાં થયાં ત્યારે બંનેને એકબીજા માટે કહેવા જેવું કાંઈ રહ્યું નહોતું.
મેરિલિનનો આ ઐતિહાસિક આઇકોનિક સૂટ આજે પણ મનરોની સુંદરતા અને ફ્ેશનજગત પરની ઇન્ફ્લુઅન્સનું એક પ્રતીક ગણાય છે.
મેરિલિનના બીજા એક સૂટનું લિલામ કરવામાં આવ્યું હતું જે રાઇનસ્ટોન સૂટ હતો. ૧૯૫૫ની સાલમાં મેરિલિને મેડીસન સ્કવેર ગાર્ડન ખાતે એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન એ પહેર્યો હતો.
મેરિલિન હોલીવુડના ટ્વેન્ટીએથ સેન્ચુરી ફેક્સ માટેની ફિલ્મમાં કામ કરતી હતી અને આ કંપની સાથે તે કાનૂની દાવામાં સપડાઈ હતી ત્યારે છ મહિના સુધી તે લોકનજરમાંથી ઓઝલ રહી હતી અને આ ચેરિટી ફ્ંક્શન છ મહિના પછીનું પહેલું જાહેર ફંક્શન હતું. આ કાર્યક્રમ અગત્યનો એટલા માટે હતો કે તેમાં એ વખતના પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી પણ હાજર રહેવાના હતા. એ વખતે એ કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે રાઇનસ્ટોન ઇયરીંગ, બ્રેસલેટ્સ અને કૉલર પહેરીને એક હાથી પર બેસાડીને મેરિલિનને આ કાર્યક્રમમાં લાવવામાં આવી હતી. એ વખતે એણે પહેરેલા ઝવેરાતનું પણ તાજેતરમાં લિલામ થયું.
આવો જ એક બીજોે ઐતિહાસિક પ્રસંગ પણ આ લિલામ સાથે જોેડવામાં આવ્યો છે. મેરિલિન મનરો એ વખતના વિશ્વના સૌથી શક્તિશાળી રાજકારણી અને અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના ભરપૂર પ્રેમમાં હતી. ૧૯૬૨માં કેનેડીના જન્મદિન નિમિત્તે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં મેરિલિન મનરો પણ હાજર રહેવાની હતી. એ વખતે એણે જે વસ્ત્રો પહેર્યાં હતાં તે ‘હેપી બર્થડે, મિ. પ્રેસિડેન્ટ’ ડ્રેસ તરીકે ઓળખાય છે. પ્રેસિડેન્ટને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જવા માટે મેરિલિને ફ્રેન્ચ ડિઝાઇનર જીન લુઇસ પાસે એ ડ્રેસ તૈયાર કરાવ્યો હતો. પૂરી લંબાઈનો આ ફ્ૂલેશ કલર્ડ ડ્રેસ સિલ્ક સફ્લ તરીકે ઓળખાતા ફ્ેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો હતો. આ આખોય ડ્રેસ હાથે સીવેલો હતો. સાંજની આ પાર્ટી માટેનો ડ્રેસ એટલો તો પરફેક્ટ સીવવામાં આવ્યો હતો કે, મેરિલિન આખી ને જાણે કે સુંદર મજાના ડ્રેસમાં જ સીવી લેવામાં આવી હતી. આ ટાઇટ ફિટિંગના કારણે મેરિલિનની કમનીય કાયાનું સૌંદર્ય હજારગણું વધી ગયું હતું. મેરિલિન મનરો અને પ્રેસિડન્ટ જહોન એફ. કેનેડી વચ્ચે છેક ૧૯૫૪થી પ્રણયસંબંધ બંધાયો હતો. એ વખતે કેનેડી માત્ર સેનેટર હતા. આ સંબંધ તેઓ પ્રેસિડેન્ટ થયા ત્યાં સુધી એટલે કે ૧૯૬૨ સુધી ચાલ્યો હતો. મેરિલિન મનરો પ્રેસિડેન્ટ કેનેડીની ડાયરેક્ટ લાઇન પર વાત કરતી હતી. વ્હાઇટ હાઉસમાં બધાને આ સંબંધોની ખબર પડી ગઈ હતી. કેનેડીનાં પત્ની જેક્વેલીન કેનેડીએ કેનેડીના પિતાને પણ ફરિયાદ કરી હતી. પ્રેસિડેન્ટ કેનેડી હવે પોતાની પ્રતિષ્ઠા જાળવવા હવે મેરિલિનને મળવાનું અને વાત કરવાનું ટાળતા હતા. મેરિલિન કેનેડી વિના રહી શકતી નહોતી. કેનેડી મેરિલિનથી એક અંતર રાખવા કોશિશ કરી રહ્યા હતા. મેરિલિન ઉપરાઉપરી ફેન કરતી હતી પરંતુ કેનેડી તેનો એક પણ ફેન સ્વીકારતા નહોતા. મેરિલિન દારૂના અને ઊંઘવાની ગોળીઓના નશામાં હવે કહી રહી હતી કે ‘મારી સાથે વાત કરો નહીંતર હું આપણા સંબંધોની જાણ પ્રેસ સમક્ષ કરી દઈશ.’  આવી ઉદ્વિગ્ન મેરિલિનને શાંત પાડવા પ્રેસિડેન્ટ જ્હોન એફ્. કેનેડીએ તેમના ભાઈ બૉબી કેનેડીને લોસ એન્જલસમાં રહેતી મેરિલિન પાસે મોકલ્યા હતા. પરંતુ મેરિલિનને મનાવવા ગયેલા બૉબી ખુદ મેરિલિનના પ્રેમમાં પડી ગયા હતા.
ભગ્ન મેરિલિને એક રાત્રે ઊંઘવાની ગોળીઓનો ઓવરડોઝ લઈ મૃત્યુ પસંદ કર્યું હતું.
 આવી એક મશહૂર અભિનેત્રીના અસલી પિતાની ઓળખ પણ મુશ્કેલ છે. મેરિલિન ઉર્ફે નોર્મા જીનનું બચપણ અનાથ બાળકોની સાથે અને અયોગ્ય માતા-પિતાઓ સાથે ગુજર્યું હતું. ૧૬ વર્ષની ઉંમરે એને એક એવી વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવી હતી જેને તે ચાહતી નહોતી. આ લગ્નજીવન માંડ માંડ એક વર્ષ ટક્યું હતું. લગ્ન તૂટતાં જ એણે એક પેઇન્ટ ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
એ દરમિયાન એક તસવીરકારની નજર એના પર પડી હતી.
૧૯૪૭ માં એ તસવીરકારે લીધેલી નોર્માની તસવીર કેટલાંક મેગેઝીનોમાં છપાઈ હતી. એ તસવીર જોેઈને કેટલીક કંપનીઓએ તેને એક મોડલ ગર્લ તરીકે પસંદ કરી હતી. મોડેલીંગની એની તસવીરો જોેઈને એક કંપનીએ તેને ફ્લ્મિ માટે સાઇન કરી લીધી, પરંતુ તે ગરીબ હતી. તેના આ ખરાબ સમયમાં એક કેલેન્ડર માટે નગ્ન તસવીર માટે પોઝ આપ્યો હતો. ૧૯૫૦માં એની પહેલી ફ્લ્મિ રજૂ થતાં એને બ્રેક મળ્યો હતો. અત્યાર સુધી કોઈને ખબર નહોતી કે એણે આ ફ્લ્મિ બનતા અગાઉ એક કેલેન્ડર માટે નગ્ન પોઝ આપ્યો હતો. ફ્લ્મિ રજૂ થયા બાદ કેલેન્ડર પરની નગ્ન તસવીરની વાત બહાર આવતાં મેરિલિને કબૂલ કર્યું હતું કે, ‘મારે પૈસાની જરૂર હતી એટલા માટે મેં નગ્ન પોઝ આપ્યો હતો.’
મેરિલિન આવી ચબરાક પણ હતી. સાવ ભોળી પણ હતી. એક અસાધારણ એવી આ સ્ત્રીનું જીવન અનાથ બાળકોથી માંડીને અમેરિકાના પ્રેસિડેન્ટ સુધી વેરવિખેર હતું.
 એના જીવનની કારકિર્દી અત્યંત ટૂંકી હતી. એ વારેવારે પ્રેમમાં પડી જતી. અત્યંત સંવેદનશીલ સ્વભાવના કારણે તે દુઃખી થઈ જતી ત્યારે ઊંઘવાની ગોળીઓ લઈને દિવસો સુધી ઊંઘ્યા કરતી. કેટલાયે દિવસો સુધી તે સેટ પર આવતી નહીં. કેટલીયે વખત ગર્ભપાત પણ કરાવ્યા હતા. ફ્લ્મિ શૂટિંગ માટેના યુનિટને મેરિલિન માટે દિવસો સુધી રાહ જોેવી પડતી.
એની બધી જ દુનિયાનો, સુખોનો અને યાતનાઓનો અંત તા.૬ઠ્ઠી ઓગસ્ટ ૧૯૬૨ના રોજ આવી ગયો. લોસ એન્જલસના એક મેક્સિકન સ્ટાઇલ બંગલામાં એણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.
એ મૃત્યુ પામી. અને કમનસીબી તો જુઓ! એના મૃતદેહને લેવા કોઈ જ ના આવ્યું. એ આપઘાત હતો કે ખૂન એ પણ આજ દિન સુધી નક્કી થઈ શક્યું નથી. જે એને જાણે છે  એ લોકો કહે છે કે, ‘મેરિલિન એક સ્વવિનાશ વૃત્તિ અને પ્રકૃતિ ધરાવતી અસાધારણ સ્ત્રી હતી. એનું આવું અકુદરતી અને વહેલું મૃત્યુ નિિૃત જ હતું. મેરિલિન મનરો કોમ્પ્લેક્સ કેરેક્ટર ધરાવતી હતી. નોર્મા જીન તરીકે તે જીવતી હતી ત્યારે તે એક રિયાલિટી હતી, પરંતુ મેરેલિન મનરો બન્યા પછીનું તેનું જીવન મટીરિયાલિસ્ટીક હતું.
 ફિલ્મનું નિર્દેશન કરનાર ડાયરેક્ટર બીલી વીલ્ડર કહે છે ઃ’બીજી મનરો પેદા કરવી સરળ છે. સ્વીટ ચહેરો ધરાવતી બીજી હજારો છોકરીઓ વિશ્વમાં છે. તેઓએ આવવું જોેઈએ, પરંતુ કોઈ આવતી નથી… કદાચ બીજી મનરો પેદા જ નહીં થાય.
મેરિલિન મનરોના મૃત્યુને ગયા ઓગસ્ટ માસમાં ૬૦ વર્ષ પૂરાં થયા..
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!