Close

રાવણનો રોલ કરનાર અભિનેતા સ્વયંમ રામના મહાન ભક્ત હતા

કભી કભી | Comments Off on રાવણનો રોલ કરનાર અભિનેતા સ્વયંમ રામના મહાન ભક્ત હતા
રામાનંદ સાગર દ્વારા નિર્મિત સુપ્રસિદ્ધ ટી.વી. શ્રોણી ‘રામાયણ’માં  રાવણનો રોલ કરનાર  દેશના અત્યંત જાણીતા ગુજરાતી ફિલ્મ અને નાટય અભિનેતા અરવિંદ ત્રિવેદી હવે રહ્યા નથી. તેઓએ મુંબઈમાં જ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
‘રામાયણ’ સિરિયલમાં રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદીની વાત આ પ્રમાણે છે. અરવિંદ ત્રિવેદી  ગુજરાતી અને ગુજરાતના જાણીતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ હતા. ‘રામાયણ’ સિરિયલ માટે નાવિકના રોલ માટે ઓડિશન આપવા ગયેલા અરવિંદ ત્રિવેદીની રામાનંદ સાગરે રાવણના રોલ માટે પસંદગી કરી. વાત એમ હતી કે એ વખતે અરવિંદ ત્રિવેદી પરેશ રાવલના ‘મહારથી’ નાટકમાં એક મહત્ત્વપૂર્ણ રોલ કરતાં હતાં અને એ નાટકમાં વ્યસ્ત હોઇ તેમણે  રાવણનો રોલ કરવા ઇનકાર કરી દીધો પરંતુ એક્ટર પરેશ રાવલે અરવિંદ ત્રિવેદીને રાવણનો રોલ  સ્વીકારી લેવા સલાહ આપી અને અરવિંદ ત્રિવેદીને ‘રાવણ’નો રોલ માટે જબરદસ્ત સફ્ળતા મળી. રાવણ ખુદ શિવભક્ત હતો અને રાવણે શિવસ્તુતિ માટે રચેલા શ્લોકો  ટીવી શ્રોણી માટે અરવિંદ ત્રિવેદીએ મોઢે કરી લીધા. અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રાી રામના પરમ ભક્ત છે. ‘રામાયણ’ સિરિયલમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીને તેમના અભિનય દરમ્યાન ભગવાન શ્રાી રામને ‘વનવાસી, તૃચ્છ માનવ, વનમેં ભટકને વાલા ભિખારી’ જેવા અપશબ્દો કહેવા પડતાં હતા. જેથી તેમના મનમાં ભારે દુઃખ થતું હતું. પરંતુ રાવણનું પાત્ર જ એવું હતું એટલે માટે તેઓ પાપમાં પડતા હતા. જેથી શૂટિંગ માટે જતાં પહેલાં  ભગવાન શ્રાી રામને મનોમન વિનંતી કરીને કહેતા હતા તેઓ ‘જે કઈ કરે છે, તે તેમનું કર્મ છે. અભિનય અને પેટ કાજે ભગવાને અપશબ્દો કહેવા પડે છે માટે મને માફ્ કરજો.’
તે દરમિયાન તેમણે કરેલા સંકલ્પ અનુસાર તેમણે ઈડરના સાપાવાડા ખાતે હિંમતનગર હાઈવે પર ‘અન્નપુર્ણા’ ભવનનું નિર્માણ કર્યુ અને તા.૩-૬-ર૦૦૧ના રોજ પૂ.મોરારીબાપુના હસ્તે શ્રાી રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ૧૯૯પથી દર વર્ષે રામનવમીએ પરીવાર સાથે શ્રાી રામની ભવ્ય પૂજાપાઠ  સાંજે સંુદરકાંડ પણ કરતાં  હતાં જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.  છેલ્લા રપ વર્ષથી તેઓ રામનવમી નિમિત્તે ભવ્ય પાટોત્સવ કરીને ઉજવણી કરતા હતાં  તથા સાંજના સમયે જાહેર જનતા માટે સુંદરકાંડનો પાઠનું આયોજન પણ કરતા હતાં. ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેના અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે ૧૯૯પ (છેલ્લા રપ વર્ષ)થી વિસામાનું આયોજન પણ કરતા હતાં.
અરવિંદ ત્રિવેદી પરીવારના ત્રણ સભ્યોએ રામાયણમાં ભૂમિકા ભજવી. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, રામાયણ સિરીયલમાં અરવિંદ ત્રિવેદીએ પોતે રાવણ તરીકે જયારે તેમની મોટી બહેન વિદ્યાબેનના પુત્ર સંજય જાનીએ શ્રાવણ તરીકે જયારે તેમના ભત્રીજા કૌસ્તુભ ભાલશંકર ત્રિવેદીએ કેવટ તરીકેનો અભિનય કર્યો હતો.
અરવિંદ ત્રિવેદીને ગુજરાતના લોકો સારી રીતે જાણે છે. તેમનો જન્મ તા ૮ નવેમ્બર ૧૯૩૮ના રોજ ઇન્દોર ખાતે થયો હતો.  તેઓ મૂળ સાબરકાંઠાના કુકડીયા ગામના વતની છે. ‘રામાયણ’ માટે કામ કરતાં  પહેલાં તેમણે ‘વિક્રમ ર વેતાલ’ ટી.વી. શ્રોણી માટે પણ કામ કર્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકો અને ફ્લ્મિોમાં પણ કામ કરેલું છે. ગુજરાતી ફ્લ્મિ  ‘દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા’ માં દાદાજીનો રોલ કર્યો હતો જે  ફ્લ્મિે અનેક રેકોર્ડ્સ બ્રેક કર્યા હતા. અરવિંદ ત્રિવેદીએ ૨૦૦ જેટલી હિન્દી અને ગુજરાતી ફ્લ્મિોમાં કામ કરેલું છે. ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીએ તેમને સાબરકાંઠાની લોકસભાની બેઠક માટે  ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. તેમની જાણીતી ગુજરાતી  ફ્લ્મિોમાં (૧) ઢોલી (૨) સંતુ રંગીલી (૩) જોગીદાસ ખુમાણ (૪) હોથલ પદમણી (૫) કુંવરબાઈનું મામેરું અને (૬) જેસલ તોરલ વગેરેનો સમાવેશ થાય છે.
દેશ-વિદેશના ભારતીયોમાં એક શ્રોષ્ઠ એક્ટર તરીકે નામના ધરાવનાર અરવિંદ ત્રિવેદીનું ગુજરાતે જે સન્માન કરવું જોઈતું હતું તે કર્યું નહીં. અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ.

Be Sociable, Share!