Close

ઇટાલી, સ્પેન અને અમેરિકા મૃતદેહોનાં કબ્રસ્તાન કેમ બન્યાં ?

રેડ રોઝ | Comments Off on ઇટાલી, સ્પેન અને અમેરિકા મૃતદેહોનાં કબ્રસ્તાન કેમ બન્યાં ?

બીજા વિશ્વયુદ્ધ પછી આખું વિશ્વ અત્યંત નાજુક અને ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. મહાસત્તાઓ પાસે વિશ્વનો અનેક વાર નાશ કરી શકાય તેવાં પરમાણુ શસ્ત્રો છે પરંતુ તે બધાં તેમના ભંડકિયામાં જ રહી ગયાં અને એક Invisible Enemy- કોરોના વાઇરસ વિશ્વભરમાં સામૂહિક માનવસંહાર કરી રહ્યો છે.

આૃર્યની વાત એ છે કે, ૧૪૦ કરોડની વસતીવાળા ચીનમાં મૃત્યુઆંક ૩,૦૦૦થી થોડો વધુ છે જ્યારે ઇટાલી જેવા ૬ કરોડની વસતીવાળા દેશમાં ૨૫,૦૦૦ લોકોનાં મોત માત્ર કોરોનાના કારણે નીપજ્યાં છે. કોરોનાના કારણે ઇટાલીની હાલત ભયાવહ છે. મૃત્યુ પામેલાઓના મૃતદેહ દફનાવવા જગ્યા નથી. એથીયે મોટા આૃર્યની વાત એ છે કે ઇટાલીમાં હજારો દર્દીઓની સારવાર માટે પૂરતાં તબીબી ઉપકરણો અને પર્યાપ્ત સાધનો નથી.

ચીન કરતાં ઇટાલીમાં કોરોનાનો પ્રકોપ કેમ વધારે દેખાયો તેનું કારણ જાણવા જેવું છે. ઇટાલીનો ઉત્તરી હિસ્સો ફેશન અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીથી ફૂલ્યોફાલ્યો છે. વિશ્વવિખ્યાત બ્રાન્ડ ‘ગુચી’ અને ‘પ્રાડા’નો આ બેઝ છે. ચીન વિશ્વને સસ્તું મેન્યુફેક્ચરિંગ ઉપલબ્ધ કરાવે છે તેથી ઇટાલીની મોટા ભાગની ગાર્મેન્ટ બ્રાન્ડ ચીન સાથે મળીને કામ કરે છે. ઇટાલીનાં આ ફેશન હાઉસીસમાં સસ્તા શ્રમિકોના રૂપમાં લાખો ચીનીઓને ઇટાલીની ગાર્મેન્ટ કંપનીઓએ કામે રાખેલા છે અને તે મોટેભાગે વુહાનના નાગરિકો છે. ઇટાલી અને વુહાનની વચ્ચે સીધી ફ્લાઇટ પણ છે. વુહાન અને ઇટાલી વચ્ચે રોજ અવરજવર કરતા ચીની નાગરિકો વુહાનથી જાણે-અજાણે આ રોગ ઇટાલીમાં લઈ આવ્યા છે. એથીયે વધુ ચોંકાવનારી વાત એ છે કે, ઇટાલીની કેટલીક ફેશન કંપનીઓના માલિક ચીની નાગરિકો છે. એક અહેવાલ અનુસાર ઇટાલીમાં ત્રણ લાખ ચીની નાગરિકો વસે છે અને તેનાથી ૯૦ ટકા ચીનાઓ ઇટાલીની ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં કામ કરે છે. આ છે ઇટાલીનું ચીની કનેક્શન.

અત્રે એ જાણવું જરૂરી છે કે, ઇટાલી એ યુરોપનો એક રૂપાળો દેશ છે. તેની પાસે ભવ્ય ભૂતકાળ છે. ઇટાલીએ જુલિયસ સિઝર જેવા યોદ્ધાઓ અને શક્તિશાળી શાસકો આપેલા છે. ભાષાની વાત કરીએ તો અંગ્રેજી ભાષાની લિપિ પણ રોમન સ્ક્રિપ્ટ તરીકે ઓળખાય છે. હજારો વર્ષ પહેલાં અહીં સંસદ સ્થપાઈ. ‘રિપબ્લિક’ શબ્દ પણ અહીંથી જ આવ્યો. ગ્લેડિયેટર્સ લડાવવા અને તેમને મૃત્યુ પામવાનો આનંદ જોવા માટેનું ભવ્ય કોલોસિમય (વિશાળ સ્ટેડિયમ) આજે પણ રોમમાં સહેલાણીઓને જોવાલાયક સ્થળ તરીકે ઊભું છે. રોમનો શાસક જુલિયસ સિઝર અનેક દેશ જીતતો જીતતો છેક મિસર એટલે કે આજના ઇજિપ્ત સુધી પહોંચી ગયો હતો અને મિસરની રાજકુમારી ક્લિઓપેટ્રાના પ્રેમમાં પડી ગયો હતો. ક્લિઓપેટ્રા સાથે તેણે લગ્ન કર્યાં અને પાછળથી રોમની સંસદમાં જ જુલિયસ સિઝરની હત્યા થઈ ગઈ હતી. શેક્સપિયરે જુલિયસ સિઝરની હત્યા પર એક નાટક પણ લખેલું છે. રોમનો ઇતિહાસ રસપ્રદ પણ છે. વિશ્વવિખ્યાત અભિનેત્રી સોફિયા લોરેન પણ ઇટાલીમાં જ જન્મેલી છે. વિશ્વવિખ્યાત ફિલ્મ ‘બેનહર’ની ચેરિયટ રેસનું શૂટિંગ પણ રોમમાં જ થયું હતું. વિશ્વભરના ખ્રિસ્તીઓનું પવિત્ર યાત્રાધામ વેટિકન સિટી અને સુપ્રસિદ્ધ સેન્ટ પીટર ચર્ચ પણ અહીં જ આવેલું છે. નામદાર પોપ પણ વેટિકન સિટીમાં જ રહે છે. રોમ ઇ.સ. પૂર્વે ૭૫૩માં સ્થપાયું હોવાનું મનાય છે. ઇટાલીનાં જાણીતાં શહેરોમાં રોમ ઉપરાંત વેનિસ, મિલાન અને ફ્લોરેન્સ છે. ઇટાલીને યુરોપનું ‘ભારત’ કહેવામાં આવે છે. ૨૫૦૦ વર્ષનો સંબદ્ધ ઇતિહાસ ધરાવતું ઇટાલી ૧૯૪૬માં એક લોકતાંત્રિક રાજ્ય બન્યું. યાદ રહે કે અમેરિકામાં જે માફિયા પેદા થયા તે માફિયા મૂળ ઇટાલીના સિસિલી નામના પ્રાંતમાંથી આવેલા છે. પીસાનો ઢળતો મિનારો પણ અહીં જ છે. ઇટાલીમાં કાપડ બનાવવાનાં કારખાનાં છે. અહીં રેશમ એક મોટો ઉદ્યોગ છે. ઇટાલીનું લોમ્બાર્ડી અને વેનેશિયા રેશમ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. વિશ્વ વિખ્યાત મોટરકાર બનાવતી ‘ફિયાટ’ કંપની પણ મૂળ ઇટાલીની છે.

ચીનથી આવેલો કોરોના વાઇરસ લોકોને ભરખી રહ્યો છે તે વાતની જાણ થયા બાદ ઇટાલીના વડા પ્રધાને ઇટાલીના લોકોને ઇટાલીમાં વસતા ચીનાઓને આલિંગન આપવા મૂર્ખામીભરી અપીલ કરી.

આવા સમૃદ્ધ ઇટાલીમાં એકમાત્ર તેના ચાઇનીઝ કનેક્શનના કારણે રસ્તા પર મૃતદેહો રઝળી રહ્યા છે. તેમને દફનાવવા કબ્રસ્તાનમાં જગા નથી. હોસ્પિટલોમાં પૂરતાં બેડ ઉપલબ્ધ નથી. ઇટાલીના પ્રશાસનને શું કરવું તે સૂઝતું નથી. બસ, જ્યાં જુઓ ત્યાં માનવ મૃતદેહો જ દેખાય છે. ઔદ્યોગિકીકરણની આંધળી દોટ અને ચીનથી સસ્તા શ્રમિકો લાવવાની લાલચ આજે ઇટાલીને મોંઘી પડી રહી છે. કેટલાયે લોકો પોતાનાં સ્વજનો ગુમાવી રહ્યાં છે જેની ખોટ કદીયે ભરપાઈ થવાની નથી. ચીન સાથેના ધંધાકીય સંબંધો કેવાં ખતરનાક પરિણામો લાવી શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે.

ચીને આવો જ બીજો કેર યુરોપના બીજા એક નાનકડા દેશ સ્પેનમાં વર્તાવ્યો છે. સ્પેન યુરોપિયન સંઘનું એક સભ્ય છે. મેડ્રિડ તેનું મુખ્ય શહેર છે. સ્પેનની વસતી ૪.૫૬ કરોડની છે. સ્પેન એક વિકસિત દેશ છે. અહીંનું જીવનધોરણ ઊંચું છે. ગુજરાત-અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક અને ગુજરાતી ભાષામાં જ લખતા ચિંતક ફાધર વાલેસ પણ સ્પેનિશ છે. ઇટાલી બાદ સ્પેન કોરોનાથી સૌથી વધુ ગ્રસ્ત છે. કોરોનાના કારણે સ્પેનમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાને સ્પેનના ઇતિહાસમાં ડાર્કેસ્ટ અને મોસ્ટ ડ્રામેટિક મોમેન્ટ ગણવામાં આવે છે. સ્પેનની ભીતરની હાલત ધ્રુજાવી દે તેવી છે. તાજેતરમાં જ એક સ્પેનિશ નાગરિકે જારી કરેલા વીડિયોમાં કહેવાયું છે કે સ્પેનની હોસ્પિટલોમાં જગા નથી. પૂરતાં વેન્ટિલેટર્સ નથી. કેટલાક દર્દીઓને બેભાન  રાખવામાં આવ્યા છે. કેટલાકને બચાવવા કેટલાકનાં વેન્ટિલેટર્સ ખેંચી લેવામાં આવ્યાં છે. આવું ભયાવહ ચિત્ર છે સ્પેનનું.

આવા સ્પેનમાં કોરોના કેમ ફેલાયો તે પણ જાણવા જેવું છે. ૧૯મી ફેબ્રુઆરીના રોજ ઇટાલીના લોમ્બાર્ડીમાં ૨૫,૦૦૦ સોકર ફેન્સ, ૪૦,૦૦૦ જેટલા એટલાન્ટા સપોર્ટર્સ ચેમ્પિયન લીગ મેચમાં ગયા હતા. અહીંથી જ સ્પેનિશ લોકો કોરોના તેમના દેશમાં લઈ ગયા. જો ઇટાલી અને સ્પેનની આ દશા હોય તો હવે ભગવાન જ દુનિયાને બચાવી શકશે.

સત્ય એ છે કે ચીને કોરોના સંક્રમણ અંગે જાહેર ચેતવણી આપવામાં છ દિવસનો કરેલો વિલંબ વિશ્વને ભારે પડયો. ચીનના કેટલાક અધિકારીઓ જાણતા હતા કે ચીનમાં કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે પરંતુ ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીનના નૂતન વર્ષની ઉજવણી માટે વુહાનમાં ફેલાયેલા કોરોના વાઇરસની જાહેરાત કરવામાં ઇરાદાપૂર્વક મોડું કર્યું. પરિણામે ઇટાલીથી માંડીને યુરોપમાં અને અમેરિકામાં રહેતા ચીની નાગરિકો ચીનના નવા વર્ષની ઉજવણી માટે યુરોપ, અમેરિકાથી વુહાન અને ચીનના બીજા પ્રાંતોમાં જતા રહ્યા અને પાછા જતી વખતે કોરોના વાઇરસને લઈને ગયા. જેનો ભોગ આખું યુરોપ અને અમેરિકા બન્યું.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તો કોરોના વાઇરસને ચીનના વાઇરસ તરીકે ગણાવી ચીનનો ઉધડો લીધો પરંતુ આખા અમેરિકાને તાત્કાલિક લોકડાઉન કરવાનાં પગલાં લીધાં જ નહીં. ન્યૂયોર્ક એરપોર્ટ તો વિશ્વભરના લાખો લોકોની અવરજવરનું હબ છે. ચીનથી માંડીને દુનિયાભરના લોકો કોરોના વાઇરસ લઈને અમેરિકા પહોંચી ગયા અને માસ્ક પહેરવાથી દૂર રહ્યા. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકો કરતાં તેના અર્થતંત્રની ચિંતા વધુ કરી. દુકાનો, પબ્લિક બાર, બગીચા અને બીચ બંધ કરાવ્યાં જ નહીં. વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે અમેરિકાના કેટલાક બીચ પર હજારો લોકો બિયર પીતાં પીતાં દરિયાકિનારે મહાલી રહ્યા હતા. આજે અમેરિકા તેનું પરિણામ ભોગવી રહ્યું છે. અમેરિકા પાસે મૃતદેહો માટે કોફિન નથી અને મૃતદેહો દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગા નથી.

અમેરિકામાં કોરોના વાઇરસના લીધે મૃત્યુઆંક ૪૫,૦૦૦ સુધી પહોંચી ગયો છે છતાં લોકડાઉન નહીં કરવાના મુદ્દાને પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાણે-અજાણે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો. કેટલાંક રાજ્યોના ગવર્નરોએ લોકડાઉન જાહેર કર્યું તો ટ્રમ્પના સમર્થકો લોકડાઉનનો વિરોધ કરવા સડકો પર આવી ગયા.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ કોરોના વાઇરસની જટિલતા અને ગંભીરતાને સમજવામાં નિષ્ફળ રહ્યા. આ કટોકટી શરૂ થઈ તે પહેલાં જ તેમણે અમેરિકાની હેલ્થ ર્સિવસીસનું ફંડ કાપી નાખ્યું. ચીનમાં કોરોના વાઇરસ ફેલાયો ત્યારે અમેરિકાના ‘વ્હાઇટ હાઉસ’માં ફેડરલ અધિકારીઓની એક મિટિંગ આ રોગ અંગે શું કરવું તે ચર્ચા માટે મળી અને માત્ર દસ જ મિનિટમાં મિટિંગ આટોપી લેવાઈ. ખુદ અમેરિકન સરકારે જ ઓવર કોન્ફિડન્સમાં રહી કોરોનાને ઘરમાં પ્રવેશવાનો માર્ગ સરળ કરી આપ્યો. જેનું કડવું ફળ આજે અમેરિકા ભોગવી રહ્યું છે.

આૃર્યની વાત એ છે કે અમેરિકન સરકારે કોરોના વાઇરસ અંગે ટેસ્ટિંગની વાત પર ધ્યાન જ આપ્યું નહીં. પરિણામે વિશ્વનો સૌથી ધનવાન દેશ, સૌથી વધુ શસ્ત્રો ધરાવતો દેશ એક વાઇરસનો સામનો કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે .

DEVENDRA PATEL

Be Sociable, Share!