Close

કોરોનાનું ગુનેગાર ચીન દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકીથી ડરાવવા માંગે છે?

રેડ રોઝ | Comments Off on કોરોનાનું ગુનેગાર ચીન દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકીથી ડરાવવા માંગે છે?

ચીનનાં લક્ષણો સારાં નથી. આખા વિશ્વ પર કોરોના વાઇરસથી હુમલો કરી દુનિયામાં અદૃશ્ય શત્રુ દ્વારા હજારોનો સંહાર કરનાર ચીન હવે વિશ્વ પર પોતાનું આધિપત્ય જમાવવા માંગે છે. કોરોના વાઇરસથી વિશ્વના અર્થતંત્રને ધ્વસ્ત કરી દીધા બાદ તે હવે લશ્કરી તાકાતનો ઉપયોગ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માગે છે. આખી દુનિયા કોરોનાથી પ્રતાડિત છે ત્યારે ચીની સૈન્યે લડાખ સરહદ ખાતે ૫૦૦૦ સૈનિકો વધારી દીધા. ભારતે પણ પોતાના સૈનિકો વધારી હિસાબ બરાબર કરવો પડયો. લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર તંગદિલી છે. ભારતે પોતાના સૈનિકોનું સંખ્યાબળ વધાર્યું તે પછી ચીન નરમ પડયું છે પરંતુ ચીન એક દગાખોર દેશ છે. તેની પર ભરોસો મૂકી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છેતરાયા હતા, પરંતુ હવે આજનું ભારત એ ૧૯૬૨નું ભારત નથી એ વાત ચીને સમજી લેવી પડશે. ભારત પણ ચીનનો એની જ ભાષામાં જવાબ આપવાની તાકાત અને ઈચ્છાશક્તિ પણ ધરાવે છે.

ચીનના વડા શી જિનપિંગનો આ યુદ્ધજ્વર કોની સામે છે તે એક ચર્ચાનો વિષય છે. તે ભારત સામે લડવા માંગે છે કે તાઈવાન સામે કે અમેરિકા સામે? – તે આવનારો સમય કહેશે. તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વિનની શપથવિધિમાં ભારતના ભાજપાના બે સંસદસભ્યો હાજર રહેતાં ચીન ભડક્યું હતું. ચીન વન-ચાઈના નીતિ અંતર્ગત તાઈવાન અને હોંગકોંગની આઝાદીની માંગ સ્વીકારવા તૈયાર નથી. ચીન તાઈવાન પર આક્રમણ કરી તેની પર કબજો જમાવવા ઈચ્છે છે. અમેરિકા તાઈવાન અને હોંગકોંગની પડખે છે તેથી ચીનનાં ઘુરકિયાં સમજી શકાય તેમ છે.

એકવાર કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારી સમાપ્ત થઈ જશે તે પછી વિશ્વનું ચિત્ર બદલાઈ જશે. અમેરિકા અને યુરોપના દેશો કે જેમણે હજારો માણસોની ખુવારી ભોગવી છે તે દેશો ચીન સાથે બદલો લીધા વિના રહેશે નહીં. ચીન વિશ્વનો સહુથી વધુ ખતરનાક અને ખલનાયક દેશ તરીકે કુખ્યાત થશે.

કોરોના વાઇરસ ચીનની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાંથી છટક્યો. જાણીબૂઝીને તેનો જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ થયો કે ચીનના જીવજંતુઓ વેચતા વેટ માર્કેટમાંથી ફેલાયો તે તો આવનારો સમય જ કહેશે પરંતુ વિશ્વમાં આ મહામારી ફેલાવવા ચીન જ જવાબદાર છે તે આખું વિશ્વ સ્વીકારશે અને તેની ભારે કિંમત ચીને ચૂકવવી પડશે. અમેરિકાએ વિયેતનામ યુદ્ધમાં કે નાઈન-ઈલેવનના હુમલા વખતે જેટલા જીવ ગુમાવ્યા હતા તે કરતાં ચીનના કોરોના વાઇરસથી વધુ નાગરિકો ગુમાવ્યા છે અને એક અદૃશ્ય શસ્ત્ર આગળ અમેરિકાએ પણ ઘૂંટણિયે પડી જવું પડયું છે. ૧૯૪૧માં બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને પર્લ હાર્બર પર હવાઈહુમલો કર્યો તેની કિંમત જાપાને ચૂકવવી પડી. પર્લ હાર્બર પરના હુમલા બાદ અમેરિકાએ જાપાનના હીરોશીમા અને નાગાસાકી પર બી-૨૯ બોમ્બર વિમાનો દ્વારા પરમાણુ બોમ્બ ઝીંકી દીધા અને જાપાને લાખો નાગરિકો ગુમાવ્યા.

હવે ચીનના કોરોના વાઇરસથી એકમાત્ર અમેરિકાએ જ ૧,૦૦,૦૦૦ થી વધુ નાગરિકો ગુમાવ્યા છે. અમેરિકા વિશ્વજમાદાર છે. તેની છાપ ‘કાઉબોય પોલિટિશિયન’ની છે. તે એક ગોળીનો જવાબ બે ગોળીથી આપવામાં માને છે. હવે ફરી એકવાર તે કાઉબોય જસ્ટિસનો જ આશરો લેશે.

અમેરિકાની રાજનીતિ છે. ‘યુ હીયર અસ વી વિલ હીયર યુ? તમારા-(ચીન)ના વાઇરસે અમારા માણસોને માર્યા છે એ બદલ હવે તમારે ભોગવવું પડશે.’ – આ અમેરિકાની યુદ્ધશૈલી છે.

વિશ્વના રાજકીય પંડિતો જે આગાહી કરે છે તે કાંઈ આવી છેઃ (૧) વિશ્વમાંથી કોરોના વિદાય થયા બાદ વિશ્વના દેશો ચીન સાથેના વેપારી સંબંધોનો અંત લાવી દેશે (૨) ચીનમાં કાર્યરત એવી પિૃમના દેશોની મલ્ટિનેશનલ કંપનીઓ ચીનમાંથી બહાર નીકળી પોતાના દેશમાં અથવા ભારત જેવા કોઈ ફ્રેન્ડલી દેશમાં જવાનું પસંદ કરશે. (૩) આ મલ્ટિનેશનલ કંપનીઓ તેમની ફેક્ટરીમાં કે ઓફિસમાં એક પણ ચીની નાગરિકને કામે રાખશે નહીં. ચીન પાસે સસ્તા શ્રમજીવીઓ છે તે બધા ભૂખે મરશે (૪) પિૃમના દેશો હવે તેમનો વેપાર-ધંધો પોતાના દેશનું હિત લક્ષ્યમાં રાખીને કરશે અને ચીન ટ્રેડ ડેફિસિટનો ભાર ભોગવશે. (૫) આવનારા સમયમાં વેપાર-ધંધાની બાબતમાં ચીન સામે અમેરિકા નેતૃત્વ લેશે અને વિકસિત થતા વિકાસશીલ દેશો અમેરિકા જેવા દેશની એક અંબ્રેલા-છત્રીની નીચે આવશે.

હવે બીજુ શું થશે તે પણ જાણો (૬) હા, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો ચીન સાથે રહેશે. આખા વિશ્વમાં આ બે દેશો જ એવા છે કે જે ચીનના અંગત સાગરીતો છે અને વિશ્વના ચીન સાથેના બહિષ્કારના કારણે પાકિસ્તાન અને ઉત્તર કોરિયા પણ પારાવાર આર્િથક નુકસાન ભોગવશે. પાકિસ્તાન તો આમેય આર્િથક રીતે પાયમાલ થઈ ગયેલો દેશ છે. તે વધુ કંગાળ અને દેવાદાર દેશ બની જશે. ઉત્તર કોરિયા પણ એક સરમુખત્યારશાહી શાસન હેઠળનો દેશ છે તે અંદરથી આમેય ભાંગી ગયેલો દેશ છે. આ મહામારી બાદ ઉત્તર કોરિયાની પ્રજાએ જ વધુ સહન કરવાનું આવશે. પાકિસ્તાન નામનો જ દેશ રહેશે. તે ચીનના એક ખંડિયા રાજ્ય જેવો દેશ બની જશે.

હવે ચીન શું કરશે તે જાણો. (૭) વિશ્વના બહિષ્કાર સામે ચીન પણ બાંયો ચડાવશે. તે તેની મિલિટરી તાકાતના સહારે દુનિયાને ડરાવવા કોશિશ કરશે. ચીન દક્ષિણ ચીન વિસ્તારમાં તેનું નૌકાસૈન્ય, યુદ્ધ જાહાજો અને ન્યુક્લિયર સબમરીન્સ મોકલીને દરિયામાં પોતાની હાજરી વધારશે. ચીનનો આ પ્રયાસ વિશ્વના અન્ય દેશોને ડરાવવા માટે જ હશે. ચીનની આ હાજરીથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહુથી વધુ પ્રભાવિત થશે અને આ બંને દેશો અમેરિકાની મદદ માંગશે. (૭) ચીન જ્યારે ચારે તરફથી ઘેરાઈ જશે ત્યારે નાના દેશોને ડરાવવા તેમની સાથે વેપાર-ધંધો નહીં કરવાની ધમકી આપશે. મોટા દેશો તો તેની સાથેનો વેપાર-ધંધો કાપી નાંખશે પણ સાવ નાના અને ગરીબ દેશો કે જેમની પાસે કોઈ વિકલ્પ જ નથી તેમને તે બ્લેકમેઈલ કરશે. એ પછી વિશ્વમાં પરિસ્થિતિ વકરશે અને પિૃમના દેશો પણ ચીનને ડરાવવા ભૂમિ, સાગર અને હવાઈક્ષેત્રો પર સૈનિકો અને યુદ્ધ જહાજો તહેનાત કરશે. (૮) પિૃમના દેશો અને ખાસ કરીને અમેરિકાનો ગુપ્તચર વિભાગ એવો અહેવાલ જારી કરશે કે કોરોના વાઇરસ પ્રાકૃતિક નહીં પરંતુ માનવર્સિજત હતા અને ચીનની વુહાન લેબોરેટરીમાં જ તૈયાર કરી તેને આખા વિશ્વમાં ફેલાવવામાં આવ્યો હતો. બની શકે કે વિશ્વ આરોગ્ય સંસ્થા ઉઁર્ં આ રિપોર્ટને નકારી શકે છે અને એમ પણ કહી શકે છે કે તે ચીનથી આવેલો સાચો પણ માનવર્સિજત નહીં.

(૯) આવનારા સમયમાં વિશ્વના મોટાભાગના દેશો ઉઁર્ં પર ભરોસો મૂકશે નહીં અને ઉઁર્ંના હાલના વડા જ્યાં સુધી એ હોદ્દા પર છે ત્યાં સુધી તેઓ ઉઁર્ંને નાણાકીય મદદ આપવાનું બંધ કરી દઈ શકે છે, આ સંજોગોમાં એકમાત્ર ચીન જ ઉઁર્ંને ફંડ આપવાનું ચાલુ રાખી શકે છે.

(૧૦) ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જઈ ચીની મહાસાગરમાં બીજા દેશોની મિલિટરીની હાજરીનો વિરોધ કરી શકે છે. વાત આટલેથી અટકશે નહીં. ચીન વિશ્વને વિશ્વયુદ્ધની ધમકી પણ આપીને દુનિયાને ડરાવવાનો પ્રયાસ કરી શકે છે અને એ હેતુથી ચીન તેની અણુ સબમરીનો ચીની મહાસાગરના જળમાં મોકલી પોતાની તાકાતનું પ્રદર્શન કરશે.

(૧૧) ચીનની આંતરિક પરિસ્થિતિ બગડયા બાદ આખોયે મામલો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જઈ શકે છે. ચીનમાં દેખાવો કરતા ચીની નાગરિકો પર ચીનનુ લશ્કર જે જુલ્મ ગુજારતું હશે તેનો વીડિયો ચીનની બહાર પહોંચી જશે અને આખી દુનિયાની ન્યૂઝ ચેનલ્સ તે દૃશ્યો લોકોને દેખાડશે.

(૧૨) ચીનની આસપાસના દેશોના માનવ અધિકારના કાર્યકર્તાઓ ચીનના પાશવી જુલ્મનો વિરોધ કરશે. પાકિસ્તાન અને ઉત્તર કોરિયા સિવાય.

(૧૩) ચીનના આંતરકલહની અસર ઉત્તર કોરિયાની જનતા પર પણ પડી શકે છે. ચીનના નાગરિકોની ચીનના શાસકો સામેની લડાઈ જોઈને ઉત્તર કોરિયાની જનતા પણ તેના સરમુખત્યાર શાસન સામે અવાજ ઉઠાવી શકે છે અને ઉત્તર કોરિયા તથા દક્ષિણ કોરિયા ફરી એક થઈ જાય તેવી માંગ ઊઠી શકે છે.

જો ચીનમાં પરિસ્થિતિ વધુ બગડે તો આવનારાં વર્ષોમાં ચીનના વર્તમાન શાસકો દક્ષિણ અમેરિકા કે આફ્રિકા બનાના રિપબ્લિક્સમાં શરણું શોધી શકે છે. ચીનને સીધું કરવા માટે પિૃમના દેશોનું એક સંગઠન બની શકે કે આવનારા સમયમાં ‘મ્ીૈદ્ધૈહખ્ત ઁેદ્બટ્વહ ઇૈખ્તરં ્િૈહ્વેંી’ ની રચના થઈ શકે છે. આ રચના વિશ્વના ૪૨ જેટલા ચીનવિરોધી દેશો કરશે અને ચીનની આર્મીના ચીનના નિર્દોષ નાગરિકો પરના જુલ્મો સામે ખાસ કેસ ચલાવી શકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી હિટલરના નાઝી સૈન્ય સામે આવો કેસ ચલાવવામાં આવ્યો હતો.

(૧૪) આવનારા સમયમાં ચીન પૂર્વ ચીન અને પિૃમ ચીન-એમ ભાગમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભૌગોલિક રીતે અલગ દર્શાવવામાં આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તેનું એક મિશન પરિસ્થિતિ પર નિયંત્રણ લેવા અને થાળે પાડવા એક ‘મિશન’ પણ મોકલી શકે છે. આમ થવાનાં બે વર્ષ બાદ ચીનમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. તે પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના મિશનનું વિસર્જન કરવામાં આવી શકે છે. ચીનના ટુકડા થતા બે નવા લોકતાંત્રિક દેશોનો ઉદય થઈ શકે છે.

(૧૫) જો આમ થાય તો તિબેટને આઝાદી મળી શકે છે. દલાઈ લામા અને તેમની સાથે ભારત આવેલા તિબેટી નાગરિકો તેમના મૂળ વતન પાછા ફરી શકે છે.

આ બધું ત્યારે જ શક્ય છે કે જો ચીન વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ ન જાય તો! ચીન વિશ્વયુદ્ધ આદરે તો તેની સાથે પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જ હશે. ચીન ન્યુક્લિયર બોમ્બનો પ્રયોગ કરે તો ચીન તો ખતમ થઈ જશે પરંતુ વિશ્વના અનેક દેશોમાં પારાવાર માનવસંહાર કરી શકે છે.

ચીન વિશ્વયુદ્ધ કરશે કે વિશ્વના શક્તિશાળી દેશોની મિલિટરી આર્િથક તાકાત સામે સરેન્ડર થાય છે કે કેમ તે આવનારો સમય કહેશે? અત્યારે ચીન પોતે આખા વિશ્વમાં બદનામ છે ત્યારે લડાખ નજીક સૈનિકો કેમ વધારવાની જરૃર પડી? શું તે ભારત અને દુનિયાને ડરાવવા માંગે છે? ચીન હવે સમજી લે કે તે ભારત સાથે યુદ્ધ કરવાની હિંમત કરી શકે તેમ નથી, કારણ કે ભારત પાસે પણ હવે પરમાણુ શસ્ત્રો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સશક્ત નેતૃત્વ પણ છે.

www.devendrapatel.in

Be Sociable, Share!