અમેરિકાના ગ્રીન વીલા નામના એક નાનકડા ટાઉનની આ વાત છે.
આ ટાઉનમાં જેક અને જીના નામનાં બે દોસ્ત નજીક નજીકમાં રહેતાં હતાં. બંને ખૂબ જ નિકટનાં મિત્ર હતાં. બચપણથી સાથે જ મોટાં થયા હતાં. સાથે જ ભણતાં અને સાથે જ રમતાં હતાં. જેક રૂપાળો છોકરો હતો અને જીના પણ અત્યંત સ્વરૂપવાન છોકરી હતી. તેઓ રોજ મોડે સુધી મોબાઈલ પર કલાકો સુધી વાતો કરતાં એક બીજાને મેસેજ મોકલતાં. બંનેએ આજીવન મિત્ર રહેવાની કસમ ખાધી હતી.
અત્યાર સુધી બધું બરાબર હતું પરંતુ એક દિવસ જેકએ જીનાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ. બંને બેસ્ટ ફ્રેન્ડ હતાં પરંતુ આજે પહેલી જ વાર આવું બન્યું જીના વિચારમાં પડી ગઈ કે જેક મારો ફોન ઉપાડતો કેમ નથી? તેને જાતજાતના વિચારો આવવા માંડયા. જીનાને ચિંતા થવા લાગી કે કાંઈ અજુગતું તો થયું નહીં હોય ને!
એ રાત્રે જીના ઊંઘી શકી નહીં. કારણકે એક પણ દિવસ કે રાત તેઓ ફોન પર વાત કર્યા વગર રહી શક્તા નહોતા. રાત્રે ઉંઘ ના આવતાં જીના બેડરૂમમાંથી બહાર નીકળીને ડ્રોંઈગરૂમમાં જઈ રડવા લાગી. આજે એને પહેલી જ વાર અનુભૂતિ થઈ કે તેના બેસ્ટ ફ્રેન્ડ જેકનું તેના જીવનમાં કેટલું બધુ મહત્વ હતું.
બીજા દિવસે સવારે અચાનક જીનાના ફોનની ઘંટડી રણકી ઉઠી. જીનાએ ફોન રિસીવ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યોઃ ‘જીના હું જેકે બોલું છું.’
જીના બોલીઃ ‘આઈ એમ સો ગ્લેડ ધેટ યુ કોલ્ડ મી…તે મને ફોન કર્યો તે મને બહુ જ ગમ્યું. પણ ગઈકાલે તને શું થયું હતું કે તે મને ફોન જ ના કર્યો?’
જેક બોલ્યોઃ ‘હું કામમાં વ્યસ્ત હતો હું બિઝી હતો.’
જીના સમજી ગઈ કે કાંઈક તો ગરબડ છે પણ તે પૂછી શીક નહીં.
કેટલીકવાર સુધી શાંતિ પથરાઈ.
એટલામાં જેક બોલ્યોઃ ‘જીના….હવે આપણે ફોન પર વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ.’
જીના બોલીઃ ‘પણ…શા માટે?’
જેક બોલ્યોઃ ‘આઈ એમ સોરી બાય.’
અને ફોન કપાઈ ગયો જેક એ ફોન કાપી નાંખ્યો જીનાને લાગ્યું કે કોઈએ એના ગાલ પર તમાચો ફટકાર્યો છે અને તેની આંખોમાંથી આંસુ સરી પડયાં. તે વિચારમાં પડી ગઈ કે જેક અચાનક કેમ બદલાઈ ગયો! શું થયું હશે? તે ભાંગી પડી. તેને કાંઈ જ સુઝતું નહોતું. ભગ્ય હૃદયે તે રડી રહી. એવી ચીસ પાડી. ઘરનાં સભ્યો દોડી આવ્યાં. માએ પૂછયુઃ ‘શું થયુ, બેટા? તે ચીસ કેમ પાડી? આટલું બધું રડે છે કેમ?’
પણ જીના રડતી જ રહી. એણે કોઈ જ જવાબ આપ્યો નહીં. કેટલીક વાર બાદ તે ફરી એના બેડરૂમમાં જતી રહી. થોડીક સ્વસ્થતા કેળવ્યા બાદ જીનાએ ફરી એક વાર જેકને ફોન કરવા નિર્ણય લીધો એણે જેકને ફોન લગાવ્યો. જેકએ ફોન ઉપાડયો જીના બોલીઃ હાય….જેક?
જેક બોલ્યોઃ ‘તું વારંવાર મને ફોન શા માટે કરે છે?’
જીના બોલીઃ ‘આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ. મને તારી જરૂર છે.’
જેક બોલ્યોઃ ‘ગો અહેડ…બોલ.’
જીના બોલીઃ ‘આપણે બંને ફોન પર વાત કરવાનું બંધ કરી દઈએ તે પહેલાં મારે કાંઈક જાણવું છે.’
‘બોલ.’
જીના બોલીઃ ‘જેક….આર યુ ઓલ રાઈટ?’
એટલું બોલતાં બોલતાં તે ભાંગી પડી. તેનો અવાજ રૂંધાયો. જેક કાંઈક જ ના બોલ્યો અને કેટલીયે વાર સુધી બંને પક્ષે મૌન છવાયું. જેકએ કોઈ જ જવાબ ના આપ્યો. ફોન કપાઈ ગયો. જીના ચોધાર આંસુએ રડવા લાગી. એના ગાલ પણ ભીંજાઈ ગયા. જીનાને લાગ્યું કે તે જેકને તેનો બેસ્ટ ફ્રેન્ડ સમજતી હતી પરંતુ જેક તેને બેસ્ટ ફ્રેન્ડ માનતો નહોતો. તે જાતજાતના વિચારો કરવા લાગી. કેટલીકવાર એણે એક પત્ર લખ્યો અને એ પત્ર બેડરૂમના પલંગ પર મૂકી કોઈનેય કહ્યા વગર ઘરમાંથી બહાર નીકળી ગઈ.
આ વાતને પાંચ કલાક વીતી ગયા.
હવે આ તરફ જેક એકલો જ તેના ઘરમાં હતો. જેકના ઘરમાં એક લેન્ડલાઈન ફોન પણ હતો. થોડી જ વારમાં જેકના ઘરના લેન્ડ લાઈન ફોન પણ ઘંટડી વાગી. જેકએ ફોન ઉપાડયો.
સામે છેડેથી અવાજ આવ્યો. ‘જેક હું જીનાની મમ્મી બોલી રહી છું આજે સવારથી જ જીના ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી પણ તે હવે હોસ્પીટલમાં છે તે વિવશ હતી. એક તે એક કાર સાથે અથડાઈ ગઈ છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તે હોસ્પીટલમાં છે.’
આ સાંભળતાં જ જેકએ ફોન મૂકી દીધો અને તે સીધો જ ટાઉનની એકમાત્ર હોસ્પીટલ પહોંચી ગયો. તે સીધો જ જીનાને જે રૂમમાં રાખવામાં આવી હતી. તે રૂમમાં પહોંચ્યો. જીનાની આંખો બંધ હતી. તેના મમ્મી-પપ્પા તેની પાસે ઉભા હતાં.
જેક બોલ્યોઃ ‘જીનાને આમ અચાનક શું થયું?’
જીનાની મમ્મી કાંઈ જવાબ આપે તે પહેલાં જ જીનાએ જેકનો અવાજ સાંભળી ધીમેથી આંખો બોલી. એ જેકને જોઈ રહી. જેક એ ધીમેથી જીનાનો હાથ તેના હાથમાં લીધો અને પસ્તાવો કરતો હોય તેમ બોલ્યોઃ ‘આઈ એમ સોરી, જીના. ભૂલ-વાંક’ મારાં જ છે. આ બધું મારા કારણે જ થયું. પણ હું તને પ્રોમીસ કરું છું કે એકવાર તું સાજા થઈ જાય પછી આપણે બંને જેવાં હતાં તેવાં જ બેસ્ટ ફ્રેન્ડ બની જઈશું.
જીના બોલીઃ ‘મને હવે ઠીક નહીં થાય.’
જેક બોલ્યોઃ ‘ના….ના…તું એવું ના બોલ!’
જીના બોલીઃ ‘મને આજે સાચું જ કહી દે…તે મારી સાથે દોસ્તી તોડી કેમ નાંખી? તે મારી સાથે આવું કેમ કર્યું?’
કેટલીકવાર જેક બોલ્યોઃ ‘જો જીના…આજે તને સાચું જ કહી દઉં છું. બે દિવસ પહેલાં જ હું બે ભાન થઈ ગયો હતો. મને હાર્ટ પ્રોબ્લેમ છે. ડોક્ટરો એ મને કહ્યું કે તમારા જીવનને જોખમ છે. આ વાત તને કહીને હું તને ચિંતામાં નાંખવા માંગતો નહોતો અને એનું કારણ એ જ કે આઈ લવ યુ.’
તેના જવાબમાં જીના એટલું જ બોલીઃ ‘જેક, આઈ લવ યુ ટુ.’
અને બીજી જ ક્ષણે જીનાની આંખ કાયમ માટે મીંચાઈ ગઈ. ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. ડોક્ટરોએ જીનાની નાડી તપાસીને કહ્યુંઃ ‘જીના હવે આ દુનિયામાં નથી.’
આ ઘટનાની દસ જ મિનિટ બાદ જેક પણ તેની બાજુમાં જ હૃદયરોગના હૂમલાથી મૃત્યુ પામ્યો. જેકને સમજાયું કે જીના તેના કારણે જ મૃત્યુ પામી. જેકને લાગ્યું હતું કે, મારે આ રીતે અચાનક જ જીના સાથે ફોન પર વાત બંધ કરવાની જરૂર નહોતી. એને લાગ્યું કે જીના સાથે જ કાંઈ પણ થયું તે મારા કારણે જ થયું. આમેય તેનું હૃદય નબળું હતું અને જીનાનું અચાનક મૃત્યુ સહન ના થતાં તેનું હૃદય પણ અચાનક બંધ થઈ ગયું.
આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે જેક અને જીનાની આ સત્ય ઘટનાનું લેસન એ જ છે કે તમે કોઈને પ્રેમ કરતા હોય તો તેને બધું સાચું જ કહી દો. તમારી લાગણીઓ છૂપાવો નહીં. યાદ રાખોઃ ‘ન્ર્દૃી ૈજ હ્વીટ્વેંૈકેઙ્મ.’
ભારતનો શ્રોષ્ઠ પૌરાણિક અને દિવ્ય ધર્મગ્રંથ ‘મહાભારત’ પણ અનેક મૈત્રી કથાઓથી ભરપૂર છે. દ્વારિકાના રાજા ભગવાન શ્રાીકૃષ્ણ અને ગરીબ સુદામા વચ્ચેની મૈત્રી મિત્રતાનું શ્રોષ્ઠ ઉદાહરણ છે. અર્જુન પણ ભગવાન શ્રાીકૃષ્ણને ક્યારેક સખા કહેતો. મિત્ર માટે તેમણે અર્જુનના રથના સારથી થવાનું પસંદ કર્યું હતું. કર્ણ સારથીપુત્ર તરીકે ઓળખાતા હોવા છતાં દુર્યોધને દાનેશ્વરી કર્ણને અંગ દેશનો રાજા બનાવ્યો હતો. યાદ રહે કે ભગવાન શ્રાીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તે વખતે સભામાં ઉપસ્થિત દ્રૌપદીએ દોડતી આવીને પોતાની સાડીનો એક ટૂકડો ફાડીને ભગવાન શ્રાીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. એ વખતે ભાવવિભોર બની ગયેલા ભગવાન શ્રાીકૃષ્ણએ દ્રૌપદીની રક્ષાનું વચન આપ્યું હતું અને ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે ભગવાન શ્રાીકૃષ્ણે જ તેનાં ચીર પૂર્યાં હતાં. દ્રૌપદી પણ ભગવાન શ્રાીકૃષ્ણને સખા જ કહેતાં અને કૃષ્ણ પણ દ્રૌપદીને ‘કૃષ્ણ’ કહેતાં મતલબ કે દ્રૌપદી પણ સ્ત્રી સ્વરૂપમાં કૃષ્ણ જ હતાં.
મહાભારતમાં મૈત્રીની આવી શ્રોષ્ઠ કથાઓ છે. આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે સહુને શુભકામના.