Close

ત્રીજા વિશ્વયુદ્ધ માટે વિકસી રહી છે અદ્ભુત-અકલ્પનીય ટેક્નોલોજી

રેડ રોઝ | Comments Off on ત્રીજા વિશ્વયુદ્ધ માટે વિકસી રહી છે અદ્ભુત-અકલ્પનીય ટેક્નોલોજી

આખી દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર ચીન સાથે ઉત્તર કોરિયા જેવા બેચાર દેશો સિવાય વિશ્વના ૨૦૦થી વધુ દેશો ચીન સામે ખફ છે. રઘવાયું થયેલું ચીન ભારતની લડાખ અને અરુણાચલની સરહદે કાંઈક ને કાંઈક હરકતો કરી રહ્યું છે. હોંગકોંગની પ્રજા ચીન પર રોષે ભરાયેલી છે. તાઈવાન જેવા નાના દેશે તો ચીનનું વિમાન તોડી પાડવાની હિંમત કરી. સમુદ્રોમાં યુદ્ધ સબમરીનો તહેનાત થઈ રહી છે. ચીન વધુ કાંઈ અડપલું કરવા પ્રયત્ન કરે તો ભારતનું સશસ્ત્ર સૈન્ય હવે ચીનના દાંત ખાટા કરી નાખવા સજ્જ છે. ભારત સરકારે ચીનની ૧૦૦થી વધુ એપ પર પ્રતિબંધ લાદી દીધા બાદ ચીન પરેશાન છે. આખા વિશ્વની તનાવપૂર્ણ પરિસ્થિતિ જોતાં આજે સર્વત્ર એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છેઃ ‘શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે?’

ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે તેની ખબર નથી, પરંતુ જો થાય તો તે કેવું હશે તેની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે અણુબોમ્બના ઉપયોગથી જે વિનાશલીલા થઈ તે જોયા બાદ વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને કહ્યું હતું કે, ‘ત્રીજુ વિશ્વયુદ્ધ થશે તો એટલું વિનાશકારી હશે કે તે પછીનું વિશ્વયુદ્ધ લોકો લાકડીઓ અને પથ્થરોથી લડતા હશે. ત્રીજા વિશ્વયુદ્ધ વખતે પૃથ્વી પરની માનવજાત લગભગ નષ્ટ થઈ જશે. તે પછી ફ્રી માનવજાત પેદા થશે ત્યારે ફ્રી પાષાણયુગ આવશે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આઈનસ્ટાઈનના આ વિચારોને વાસ્તવિક્તામાં રૂપાંતરિત કરવા દુનિયાના કેટલાયે દેશો આૃર્યજનક અને અજીબોગરીબ શસ્ત્રોના સંશોધનમાં વ્યસ્ત છે. જેની ઝલક આ પ્રમાણે છે.’

સ્માર્ટ યુનિફેર્મ

યુએસ ઈન્સ્ટિટયૂટ ફેર સોલ્જર હવે નેનો ટેક્નોલોજી દ્વારા સૈનિકો માટે એક સ્માર્ટ યુનિફેર્મ તૈયાર કરી રહ્યું છે. તે પહેરતી વખતે સામાન્ય શર્ટ જેવું જ લાગશે, પરંતુ એક વાર પહેર્યા બાદ બુલેટપ્રૂફ વજ્ર જેવું બની જશે. આ સ્માર્ટ યુનિફેર્મ સૈનિકોના સ્વાસ્થ્યની પણ દેખરેખ રાખશે. સૈનિકના ઘા અને તેની તબિયતની જાણકારી દૂર દૂર બેઠેલા ડોક્ટરોને મળતી રહેશે. આ યુનિફેર્મમાં ઘાયલ સૈનિકના રક્તસ્ત્રાવને રોકવા તથા ધમનીને દબાવી રાખવા માટેનું સાધન-‘ર્ટુિનક્ટ’ પણ હશે. ઘાયલ સૈનિકે એક જ બટન દબાવવાનું હશે અને ર્ટુિનક્ટ કામ પર લાગી જશે.

નેટિક સોલ્જર સેન્ટર

અમેરિકામાં શસ્ત્રોના સંશોધનનું કામ કરનારી સંસ્થાને નેટિક સોલ્જર સિસ્ટમ કહે છે. તે કોર્નર શોટ સિસ્ટમ કરતાં પણ વધુ આધુનિક સિસ્ટમ વિકસાવી રહ્યું છે. ઈઝરાયલની કોર્નર શોટ સિસ્ટમમાં અઢી સેન્ટિમીટરના કલર વીડિયો ડિસ્પ્લેમાં નિહાળી દુશ્મન પર ગોળી છોડી શકાય છે, પરંતુ અમેરિકાના નેટિક સોલ્જર સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી રહેલી સિસ્ટમમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સૈનિક પોતાની રાઇફ્લમાં લાગેલા વીડિયો ડિસ્પ્લેમાં નિહાળી તેઓ પણ જોઈ શકશે કે તેના સાથી સૈનિકો ક્યાં ક્યાં તહેનાત છે! જાસૂસી ઉપગ્રહ દ્વારા યુદ્ધના મેદાનના અલગ અલગ ભાગોનું નિરીક્ષણ કરી શકાશે. આ ટેક્નોલોજી સૈનિકો માટે છઠ્ઠી ઈન્દ્રિય જેવી હશે.

ગ્રેવિટી ઉપકરણ

અમેરિકા ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર એક પ્રહારક ઉપકરણ વિકસાવી રહ્યું છે. યુએસ સિટીઝન્સ એડવાઈઝરી કાઉન્સિલની કલ્પનાના આધારે આ ઉપકરણ વિકસાવવામાં આવી રહ્યું છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર આધારિત આ ઉપકરણ પૃથ્વીના કોઈપણ ખૂણે મિનિટોમાં જ પ્રહાર કરી શકશે. તેમાં લોખંડના એક સમતલ મંચ પર ટંગસ્ટનની ૨૦ ફૂટ લાંબી પ્લેટો લગાડેલી હશે. ૧૨,૦૦૦ ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી ચાલવાવાળું આ ઉપકરણ લક્ષ્યથી વધુમાં વધુ ૨૫ ફૂટ દૂર પડશે. તેમાં દારૂગોળાની જરૂર નહીં રહે. લોખંડ પર લગાડેલી પ્લેટોની ગતિ જ વિનાશ વેરશે.

સુપરમેન-સોલ્જર

આવનારા સમયમાં ટેક્નોલોજી એટલી હદ સુધી વિકસી જશે કે સૈનિકે આ ટેક્નોલોજી દ્વારા ર્નિિમત એક કવચ પહેરી યુદ્ધ કરવાનું રહેશે. આ કવચના કારણે સૈનિકે માત્ર તેના શરીરની ૧૫ કે ૨૦ ટકા ઊર્જાનો જ ઉપયોગ કરીને સુપરમેન જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકશે. તે યુદ્ધ મેદાનમાં  એક હજાર પાઉન્ડ વજનવાળા ગોરિલ્લા સામે પણ લડી શકશે. દરેક સૈનિકના આ સ્કેલેટન યુનિફેર્મની સાથે એક નાનકડું કમ્પ્યૂટર પણ લાગેલું હશે. જેના દ્વારા તે યુદ્ધના મેદાનમાં કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકશે. આ કમ્પ્યૂટર પેન્ટિયમ ચિપ્સ દ્વારા કામ કરશે. ચિપ્સમાં રહેલી જ્યોગ્રાફ્ક્સિ પોઝિશનિંગ સિસ્ટમ તેને આસપાસની ભૂગોળનો પરિચય કરાવતી રહેશે.

ઈલેક્ટ્રોનિક કેમોફ્લેજ

અમેરિકન સંસ્થા ‘નેટિક’ એવી ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજી વિકસાવી રહી છે કે જેના ઉપયોગથી યુદ્ધ મેદાનમાં લડતો સૈનિક અદૃશ્ય થઈ જશે. નેટિક સોલ્જર સેન્ટરે સૈનિકોને ગાયબ કરી દેવાની પ્રેરણા આર્નોલ્ડ સ્વાર્ત્જનેગર અભિનીત ફિલ્મ ‘પ્રિડેટર’માંથી લીધી છે. એ ફિલ્મમાં નાયક ઈન્વિઝિબલ ગાયબ થઈ જવાની ટેક્નિક ધરાવતો હોય છે. આ કોઈ અલૌકિક શક્તિથી નહીં પરંતુ મોલેક્યુલર (પરમાણુ સંબંધી) ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી દ્વારા એવા યુનિફેર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કે તે પોશાકનો રંગ આસપાસના વાતાવરણ પ્રમાણે બદલાતો રહેશે. મિરર ઈફેક્ટના કારણે એવું લાગશે કે એ યુનિફેર્મ પહેરેલો સૈનિક અદૃશ્ય થઈ ગયો.

ફ્યૂચર સરફેસ કોમ્બેટન્ટ

બ્રિટનની રોયલ નેવી ફ્યૂચર સરફેસ કોમ્બેટન્ટ નામનું અતિ મહાત્ત્વાકાંક્ષી યુદ્ધજહાજ તૈયાર કરી રહી છે. તે જહાજમાં લગાવવામાં આવનાર એક્સોપ્લોઝિવ રિએક્ટિવ આર્મર બહારની બાજુએ ખૂલીને દુશ્મનનાં શસ્ત્રો તોડી દેશે. આ આર્મર બહારની બાજુએ ખૂલતું હોવાથી જહાજની અંદરના ભાગને કોઈ નુકસાન થશે નહીં.

કોર્નર શોટ સિસ્ટમ

કોર્નર શોટ સિસ્ટમ એક એવી સિસ્ટમ છે જેને આપણે સૈનિકોની છઠ્ઠી ઈન્દ્રિય કહી શકીએ. આવનારા સમયમાં એવી બંદૂકો અને રાઇફ્લો વિકસિત થશે કે જેની સામે એકે-૪૭ જેવી રાઇફ્લો જ રમકડું બની જશે. ઈઝરાયલ હાલ કોર્નર શોટ સિસ્ટમવાળી રાઇફ્લનું પરીક્ષણ કરી રહ્યું છે. કોર્નર શોટ સિસ્ટમવાળી રાઇફ્લ એક દીવાલની આડશમાં છુપાવીને તેનું નાળચું બીજી દિશામાં ઘુમાવી ગોળી છોડી શકશે. તેમાં વીડિયો ડિસ્પ્લેની સુવિધા હશે. તેમાં સૈનિક એક જગ્યાએ ઊભો રહીને બીજા ખૂણામાં છુપાયેલા દુશ્મનને વીડિયોમાં જોઈ નિશાન તાકી શકશે.

ફલ્કન બોમ્બર

ફલ્કન હાઇપર સોનિક બોમ્બર વિમાન પૃથ્વીથી એક લાખ દૂરની ઊંચાઈ પર ઊડી શકશે. તેની ગતિ અવાજની ગતિ કરતાં ૧૨ ગણી વધુ હશે. આ બોમ્બર વિમાન વિમાનીમથકેથી ઊડયા બાદ એક કલાકમાં પૃથ્વીના કોઈ પણ સ્થળે પ્રહાર કરી શકશે. દુનિયાના એક પણ દેશ પાસે આટલી ઊંચાઈએ ઊડવાવાળું અને આટલી ગતિવાળું યુદ્ધવિમાન આજે નથી.

કેટલર બખ્તર-હેલ્મેટ

અમેરિકા કેટલર નામનું એક આધુનિક બખ્તર તૈયાર કરી રહ્યું છે. આ બખ્તર નવ મીટર દૂરથી પણ આવેલી બુલેટથી સૈનિકનું રક્ષણ કરી શકશે. એ સિવાય એક ઈન્ટેલિજન્ટ હેલ્મેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે હેલ્મેટની ઉપર એચએમડી નામની માઉન્ટેડ સુવિધા હશે. તે એક પ્રકારની ત્રીજી આંખ હશે. તેની મદદથી સૈનિક રાતના અંધારામાં પણ ટોર્ચના પ્રકાશ વિના આગળ વધી શકશે. થર્મલ વિઝન દ્વારા ઘાયલ સાથી-સૈનિકોની પણ ભાળ કાઢી શકાશે. તે ટેક્નોલોજી શ્વાસ લેતા સૈનિકોને શોધી કાઢવા માટે છે. આ બધું જ આ હેલ્મેટમાં હશે. આ હેલ્મેટની બીજી ખૂબી એ હશે કે અંધારામાં સાથી સૈનિકો બાજુમાં હશે તો તેની ઉપર લીલી લાઈટ થશે અને દુશ્મન સૈનિક હશે તો લાલ લાઈટ થશે. ભૂલથી પેલાથી પોતાના સૈનિક પર હુમલો ન થાય તે માટે આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.

એન્ટિ મિસાઈલ તોપ

આજે વિશ્વમાં એક પણ એવું સમુદ્રી યુદ્ધજહાજ નથી જે મિસાઈલ હુમલા સામે ઝાઝીવાર ટકી શકે. હવે એવી એન્ટિ-મિસાઈલ તોપો તૈયાર કરવામાં આવી રહી છે કે જેને સમુદ્રી યુદ્ધજહાજ પર લગાવી દેવાથી સેકન્ડના છઠ્ઠા ભાગમાં તે ફયર કરી શકશે. આ તોપોનું સંચાલન ક્લોઝડ વેપન્સ સિસ્ટમ દ્વારા થશે. આ સિસ્ટમના કારણે જહાજ પર લગાવેલા રાડાર કઈ દિશામાંથી મિસાઈલ કેટલી ગતિથી આવે છે તે નક્કી કરી એન્ટિ મિસાઈલ તોપને સક્રિય કરશે અને તેમાંથી છૂટેલો ગોળો આવી રહેલી મિસાઈલને રસ્તામાં જ રોકી તેને ખતમ કરી દેશે. આ આખીયે કામગીરી કોમ્બેટ રોબોટ બજાવશે.

મેટલ સ્ટોર્સ

આ ઉપરાંત ‘મેટલ સ્ટોર્સ’ નામની એક સોલિડ સ્ટેટ હેન્ડગન પણ તૈયાર કરવામાં આવી રહી છે. તે દુનિયાની પહેલી સંપૂર્ણતયા એવી ઈલેક્ટ્રોનિક હેન્ડગન હશે. આ ગનનું બટન દબાવતાં જ એક સેકન્ડના પાંચસોમા ભાગમાં ત્રણ પ્રચંડ વિસ્ફેટ થશે. આટલી ઝડપી ગન હજુ સુધી વિકસી નથી. એ સિવાય છ નાળચાંવાળી એક બીજી પણ મેટલ સ્ટોર્મ બંદૂક બનાવવામાં આવી રહી છે, જે પ્રતિ મિનિટ ૯૦ ફયર કરવાવાળી અને કુલ ૧,૨૦,૦૦૦ રાઉન્ડ બુલેટ છોડવાની ક્ષમતા રાખતી હશે.

આવાં સંહારક શસ્ત્રો દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર કરી રહી છે.

—-: દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!