Close

PM મોદી વૈશ્વિક નેતા ને ઈમરાન વામણા સાબિત થયા

રેડ રોઝ | Comments Off on PM મોદી વૈશ્વિક નેતા ને ઈમરાન વામણા સાબિત થયા

છેલ્લા કેટલાક દિવસોથી આખા વિશ્વની નજર અમેરિકામાં વોશિંગ્ટન ખાતે અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વન-ટુ-વન બેઠક પર હતી. એ જ રીતે ક્વાડ દેશોની બેઠક પર પણ દુનિયાની નજર હતી. ન્યૂયોર્ક ખાતે આવેલી યુએન જનરલ એસેમ્બલીની સભામાંં થનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચન પર પણ સૌની નજર હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાને સંબોધતા પ્રભાવશાળી પ્રવચન આપ્યું. આ તેમનું યુએન જનરલ એસેમ્બલીમાં ચોથું પ્રવચન હતું. આ પ્રવચન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ નેતા તરીકે ઉપસી આવ્યા, જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વામણા અને સંકુચિત નેતા સાબિત થયા. પી.એમ. મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના જ તેમની પર જબરજસ્ત ચાબખા ફટકાર્યા. પી.એમ. મોદીએ એક સરસ વાત કહી ઃ ભારતનો વિકાસ એ વિશ્વનો પણ વિકાસ હશે. ભારતે વિવિધ દેશોને કોરોનાની રસી મોકલી એ વાતના ઉલ્લેખ સાથે તાળીઓનો ગળગળાટ થયો. તેમણે વિશ્વના દેશોને વેક્સિન બનાવવા આમંત્રણ આપી ગ્લોબલ હેલ્થની પણ ચિંતા કરી. તેમણે કહ્યું કે, કેટલાક દેશો ડ્રોનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે કરે છે, જ્યારે ભારત ડ્રોનનો ઉપયોગ મેપિંગ માટે કરે છે. આમ કહી તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેને ઉઘાડું પાડી દીધું. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં કાશ્મીરનો રાગ આલાપ્યો. વડા પ્રધાન મોદી એક મુત્સાદ્દી અને વિશ્વ નેતા સાબિત થયા જ્યારે ઈમરાન ખાન મુર્ખ અને વામણા નેતા સાબિત થયા.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાન આ સમયગાળા દરમિયાન અમેરિકામાં હોવા છતાં પ્રેસિડેન્ડ જો બાયડેને તેમને ના તો કોઈ મુલાકાત આપી કે ના તો કોઈ મહત્ત્વ આપ્યું. ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં કાશ્મીરના પ્રશ્નને ઉઠાવવાની કોશિશ કરી, લાગે છે કે પાકિસ્તાનના નેતાઓને કાશ્મીરના નામનો ડાયાબિટીસ થઈ ગયો છે. જ્યારે જ્યારે પાકિસ્તાનના નેતાઓની તેમના દેશમાં લોકપ્રિયતા ઘટે છે ત્યારે ઈમરાન ખાન સહિત પાકિસ્તાનના નેતાઓને કાશ્મીરના નામનું ઇન્સ્યુલીન લેવુંં પડે છે. કાશ્મીરનો રાગ આલાપી તેઓ તેમના દેશના લોકોને ગુમરાહ કરી શકે છે પરંતુ દુનિયાને નહીં. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં ઈમરાન ખાને જે રાગ આલાપ્યો તેનો જવાબ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના દીકરી અને ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ જડબાતોડ જવાબ આપી ઈમરાન ખાનની બોલતી બંધ કરી દીધી. સ્નેહા દુબેએ સ્પષ્ટ કહ્યુુંં કે પાકિસ્તાન ખુદ આતંકવાદીઓને પેદા કરે છે અને આતંંકવાદીઓને પનાહ આપે છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર ઓસામા બીન લાદેનને પણ પાકિસ્તાનને જ પનાહ આપી હતી અને આજે પણ પાકિસ્તાન ઓસામા બીન લાદેનને શહીદ માને છે.

વિશ્વનેતા બનવા નીકળેલા ઈમરાન ખાન જાતે જ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવકતા બની ગયા છે. પરંતુ અમેરિકામાં તેમની તાલિબાનો માટેની વકીલાન કોઈ જ કામ આવી નહીં. કોઈએ ખાનની વાત સાંભળી જ નહીં. સત્ય તો એ છે કે તાલિબાનોનું હેડક્વાર્ટર પાકિસ્તાનના ક્વેટામાં આવેલું છે. અફઘાનિસ્તાનમાં બની બેઠેલી તાલિબાન સરકારના કેટલાક તાલિબાની મંત્રીઓને પાકિસ્તાનની યુનિવર્સિટીઓએ જ ડિગ્રી આપેલી છે. ખતરનાક હક્કાની ગ્રુપ તે પાકિસ્તાનના સમર્થનથી જ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારમાં સત્તાનો કબજો લઈ બેઠું છે. અફઘાનિસ્તાનના પંંજશીરમાં બૉમ્બ વરસાવવાનું કામ પણ પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ જ કર્યું હતું. હવે તાલિબાનો દ્વારા અફઘાનિસ્તાનની મુસ્લિમ મહિલાઓને જાહેરમાં કોરડા ફટકારવામાં આવે છે ત્યારે તે મુદ્દે ઈમરાનખાન ચૂપ છે. અફઘાનિસ્તાનના જ લોકો તાલિબાનોના ત્રાસથી વિમાનને લટકીને તેમનો દેશ છોડવા જતા મોતને ભેટે છે. આ મુદ્દે પણ ઈમરાન ખાન મૌન છે.

વિશ્વભરના મુસલમાનોના પ્રશ્નોની વકીલાત કરતા ઈમરાન ખાન ચીનમાં ઉઈગર મુસ્લિમો પર ચીન સામ્યવાદી સરકાર જે ત્રાસ ગુજારે છે તે મુદ્દે પણ ચૂપ છે. ચીનમાં તો સામ્યવાદી સરકારે નમાઝ પઢવા પર પણ પ્રતિબંધ મૂકેલો છે. આ અંગે ઈમરાન ખાન કાંઈ જ બોલવા તૈયાર નથી.

જમ્મુ-કાશ્મીરની વાત કરતાં ઈમરાન ખાન એ વાત ભૂલી જાય છે કે પાકિસ્તાનમાં નામ માત્રની જ લોકશાહી છે. તેઓ સ્વયં પાકિસ્તાનના લશ્કરની કઠપૂતળી છે. પાકિસ્તાનમાં તેમના જ પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને લશ્કરી સરમુખત્યારે ફાંસીએ લટકાવી દીધા હતા. ભુટ્ટોના પુત્રી બેનઝીર ભુટ્ટોને પણ આતંકવાદીઓએ ઉડાવી દીધા હતા. પાકિસ્તાનની એક શાળામાં ભણતા ૧પ૦ બાળકો પાકિસ્તાને જ પેદા કરેલા આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સરકારને પણ ગેરકાયદેસર રીતે ઉથલાવી પાડવામાં આવી હતી. ભારતનો વોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહીમ પણ પાકિસ્તાનમાં જ છે.

પાકિસ્તાન સ્વયંં એક ભિખારી દેશ છે. ન્યુક્લિયર ટેક્્નોલોજીની પણ તેણે ચોરી કરીને ન્યુક્લિયર બૉમ્બ બનાવ્યો છે. પાકિસ્તાનમાં બેસુમાર ગરીબી, બેરોજગારી અને મોંઘવારી છે. પાકિસ્તાન ચીનની ભીખ પર નભે છે. કેટલાંક વર્ષો પહેલાં તો તેની પાસે વિમાનોનું બળપણ ખરીદવાના રૃપિયા નહોતા. આવો કંગાળ દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકારનો ગાર્ડિયન બની જવા માંગે છે, પરંતુ હવે અફઘાનિસ્તાનમાંથી જ તાલિબાનોના એક જૂથે પાકિસ્તાનની દરમિયાનગીરીનો વિરોધ કર્યો છે અને તેને પોતાની મર્યાદામાં રહેવા ચેતવણી આપી છે.

તાજેતરમાં વૉશિંગ્ટનમાંં જ ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુંં હતું કે પોતાની જાતને સૂત્રધાર કરવાવાળો પાકિસ્તાન ખુદ કેટલીક સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. વૉશિંગ્ટનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાયડન વચ્ચે દ્વિપક્ષી બેઠક અને ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન તથા અમેરિકાના ક્વાડ સંમેલન દરમિયાન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવાની વાત પણ થઈ હતી. એ જ રીતે આતંકવાદના મુદ્દે પણ પાકિસ્તાન પર નજર રાખવાની વાત થઈ હતી.

દેખીતી રીતે જ વ્હાઈટ હાઉસમાંં દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન અફઘાનિસ્તાનમાંં પાકિસ્તાન જે કાંઈ કરી રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ભારત અને અમેરિકાએ છદ્મ આતંંકવાદની ચિંતા પણ કરી. આતંકવાદ રોકવા ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરે એ વિશે પણ વાત થઈ.

આ બધામાં પાકિસ્તાનના વડા પ્રધાનને દુનિયાના કોઈ પણ દેશે મહત્ત્વ આપ્યું નહીં. વિશ્વભરના દેશોને હવે ખબર પડી ગઈ છે કે પાકિસ્તાન આખા વિશ્વ માટે ન્યૂસન્સ છે. પાકિસ્તાનમાં જ આતંકવાદીઓ પેદા કરવામાં આવે છે અને પાકિસ્તાનમાંથી આતંકવાદની નિકાસ કરવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે ભારત કોરોના માટેની વેક્સિનની નિકાસ કરીને લોકોના જીવ બચાવે છે જ્યારે પાકિસ્તાન દુનિયાભરના લોકો પર હુમલો કરવા આતંકવાદની નિકાસ કરે છે. પાકિસ્તાન પાસે આતંકવાદની નિકાસ કરવા સિવાય બીજો કોઈ ઉદ્યોગ જ નથી.

પાકિસ્તાનની ટુરમાં ગયેલી ન્યૂઝીેલન્ડની ટીમે મેચ શરૃ થવાની થોડી મિનિટો પહેલાં જ ટુર કેન્સલ કરી હતી અને ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાનની ટુર કેન્સલ કરીને પાકિસ્તાનને તમાચો માર્યો છે. ઈમરાનખાને એટલું સમજવાની જરૃર છે કે દેશ ચલાવવો ખૂબ જ બુદ્ધિપૂૂર્વકનું કાર્ય છે.  તેમાં દરેક પ્રકારની આવડત અને કુનેહ હોવી જરૃરી છે. દેશ ચલાવવો તે ક્રિકેટના મેદાન પર રમાતી રમત જેટલું સહેલું નથી. મેચ હારી જવાથી બહુ મોટંુ નુકસાન થતુંં નથી પણ દેશ ચલાવવાની કુનેહ ના હોય તો દેશ અધોગતિના પંંથે પહોંચી જાય છે. ૧૯૪૭માં આઝાદી પછી આજે ભારત ક્યાં પહોંચ્યો છે અને પાકિસ્તાન ક્યાં છે એ તેનુું ઉદાહરણ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ચલાવવા માટે પી.એમ. મોદી જેવી કુનેહ હોવી જરૃર છે.

ઈમરાન ખાને અમેરિકામાંં જમ્મુ અને કાશ્મીરના લોકોના નાગરિક અધિકારોની વાત કરી પરંતુ ખાન એ વાત યાદ રાખે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો જ અભિન્ન હિસ્સો જ છે અને રહેશે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન હસ્તકનુંં જે કાશ્મીર છે તે પણ ભારતનો જ હિસ્સો છે અને એક દિવસ તેણે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ભારતને સોંપવું જ પડશે.

ઈમરાન ખાન યાદ રાખે કે પાકિસ્તાન તેના હસ્તકનું કાશ્મીર ભારતને નહીં સોંપે તો એક દિવસ ભારતે જ પીઓકે પણ ત્રાટકવું પડશે અને પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ભારતને સોંપવું પડશે. આ કામ પી.એમ. મોદી જ કરી શકે એમ છે. ભૂતકાળમાં પણ પીએમ મોદીએ જ સર્જિકલ સ્ટ્રાઈક કરી ભારતની શક્તિનો પરિચય પાકિસ્તાનને આપી દીધો છે. એ જ રીતે પાકિસ્તાને ૧૯૭૧નો ભૂતકાળ યાદ કરી લેવાની જરૃર છે. ૧૯૭૧માં ભારતીય લશ્કરે જ પાકિસ્તાનના બે ટુકડા કરી નાખી પૂર્વ પાકિસ્તાનને નકશામાંથી મિટાવી દીધુંં હતું અને બાંગલાદેશ નામના દેશનો ઉદય કરાવ્યો હતો. ભારતીય લશ્કરની તાકાતથી પાકિસ્તાન લશ્કર ધ્રૂજી ગયું હતું અને પાકિસ્તાન લશ્કરના વડા ભારતીય લશ્કરના શરણે આવ્યા હતા. ભારત સામે પાકિસ્તાન કદી જીતી શક્યું નથી અને કદી જીતશે પણ નહીં. એ ભારત સરકારની ઉદારતા હતી કે ૧૯૭૧માં ભારતીય લશ્કરે જીતી લીધેલો પાકિસ્તાનનો ભૂ ભાગ પાછો આપી દીધો હતો.

જમ્મુ-કાશ્મીરની વાત કરતા ઈમરાન ખાન એ વાત ભૂલી જાય છે કે એ પાકિસ્તાનમાં જ આવેલો તેનો બલુચિસ્તાન નામનો પ્રદેશ પાકિસ્તાનથી આઝાદી ઇચ્છે છે. એ જ રીતે પાકિસ્તાનનો સિંઘ પ્રદેશ પણ પાકિસ્તાનથી આઝાદી ઇચ્છે છે.

ઇમરાનખાન યુએનમાં ગમે તેટલા ભાષણો કરે પરંતુ પી.એમ. મોદીની કૂટનીતિ, કુનેહ, મુત્સદ્દીગીરી અને ભારતીય લશ્કરની તાકાતનો એ કદી પણ મુકાબલો કરી શકશે નહીં.

મિ. ખાન, જમ્મુ-કાશ્મીરના લોકોની વાત છોડો. પહેલાં એ કહો કે પાકિસ્તાનમાં હિન્દુ-શીખ-જૈન અલ્પસંખ્યકોની સંખ્યા કેમ ઘટી ગઈ ? એ જ રીતે પાકિસ્તાનમાં આવેલા હિન્દુ-મંદિરો અને ગુરુદ્વારાઓ કોણે નષ્ટ કર્યા ? પાકિસ્તાનમાં રહેતી હિન્દુ અલ્પસંખ્યકોની દીકરીઓને કોણ ઉઠાવી જાય છે ? તેમની સાથે બળજબરીથી કરાતી શાદીઓને રોકવા તમે શું કર્યું ?

લાગે છે કે, આ બધાના અંત માટે ભારતે એક દિવસ પાકિસ્તાન પાછું મેળવવું પડશે જે પહેલા જ અખંડ ભારતનો જ હિસ્સો હતો. ફરી એક વાર પાકિસ્તાનને જ અખંંડ ભારતનો જ એક ભાગ બનાવી દેવો પડશે. તે પછી ઈમરાનખાન અને તેમના સાગરિતો કાયમ માટે અફઘાનિસ્તાન જઈ શકે છે.

Be Sociable, Share!