Close

કભી કભી  // Browsing posts in કભી કભી

મને લાગ્યું કે મારો હસબન્ડ પતિ નહીં પણ ‘પ્લે બોય’ છે

મને લાગ્યું કે મારો હસબન્ડ પતિ નહીં પણ ‘પ્લે બોય’ છે

Download article as PDF સર, હું મારું નામ નહીં કહું પરંતુ તમે મને કંગના કહી શકો છો.’ લંડનથી આવેલી એક આકર્ષક યુવતી અત્યંત સુંદર ગુજરાતી અને વચ્ચે વચ્ચે અસ્ખલિત અંગ્રેજીમાં વાત શરૂ કરે છે. તે કહે છેઃ ‘હું બ્રિટિશ નાગરિક છું. મારી મા ગુજરાતી છે. પિતા પંજાબી છે. હું લંડનમાં જ જન્મી છું. અમે વેમ્બલીમાં રહીએ ...

Read more...

ગર્લ્સ, ના ભૂલો કે તમારી મમ્મીઓ મારી ફેન હતી !

ગર્લ્સ, ના ભૂલો કે તમારી મમ્મીઓ મારી ફેન હતી !

Download article as PDF અ સલ નામઃ મીશેલ ડિમીટ્રી કેલહુબ. જન્મઃ તા. ૧૦ એપ્રિલ, ૧૯૩૨ જન્મ સ્થળઃ કૈરો, ઈજિપ્ત. મૃત્યુ તાઃ ૧૦ જુલાઈ, ૨૦૧૫ - આ વ્યક્તિને દુનિયા ઓમર શરીફ તરીકે ઓળખે છે. એક વાર લંડનની એક રેસ્ટોરાંમાં તેઓ બેઠેલા હતા ત્યારે ગોરી યુવતીઓ તેમને જોતા જ તેમની પાસે દોડી ગઈ. તેમને સ્પર્શવા લાગી ત્યારે એમણે કહ્યું: ’ગર્લ્સ! એ ના ભૂલો કે ...

Read more...

પત્ની અને પ્રેયસી વચ્ચે હિજરાતો એક માનવી

પત્ની અને પ્રેયસી વચ્ચે હિજરાતો એક માનવી

Download article as PDF રશિયન ક્રાંતિના સમયે ડો. યુરી ઝિવાગો તોન્યા નામની યુવતી સાથે પરણ્યા હતા. ક્રાંતિકારીઓ દ્વારા ડો. ઝિવાગોને બળજબરીથી એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ કારણે પત્નીથી છૂટા પડી ગયા બાદ તેઓ એક હોસ્પિટલમાં લારા નામની એક નર્સના પ્રેમમાં પડયા હતા. ક્રાંતિ બાદ રાજકીય પરિવર્તન આવ્યા બાદ તેઓ પત્ની તોન્યા પાસે પાછા ફર્યા. ...

Read more...

ડો. ઝિવાગો પરિણીત હોવા છતાં લારાને ચાહવા લાગ્યા

ડો. ઝિવાગો પરિણીત હોવા છતાં લારાને ચાહવા લાગ્યા

Download article as PDF ૧૯૬૫માં બનેલી સ્પેક્ટેક્યુલર ફિલ્મ ‘ડો. ઝિવાગો’ના લેજન્ડરી અભિનેતા ઓમર શરીફનું ૮૩ વર્ષની વયે અવસાન થયું. આ ઇજિપ્શિયન અભિનેતાએ હોલિવૂડના બડાબડા એક્ટર્સને પણ પોતાના અભિનયથી પ્રભાવિત કરી દીધા હતા. ’ડો. ઝિવાગો’ ફિલ્મ રશિયન લેખક બોરિસ પાસ્તારનાકની એ જ નામની નવલકથા પરથી બની હતી. આ નવલકથાની કથા અને લેખકના જીવનની કથા એક થ્રિલર જેવી છે. ...

Read more...

આ તો અમારી માતાની તસવીર છે, તે ક્યાં છે?’

આ તો અમારી માતાની તસવીર છે, તે ક્યાં છે?’

Download article as PDF એનું નામ દુલાલી સહા. દુલાલી બે પુત્રોની માતા છે, પરંતુ એની જિંદગીની કહાણી મનમોહન દેસાઈની ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યુલા પર આધારિત ફિલ્મો જેવી છે. દુલાલી સહા મૂળ પશ્ચિમ બંગાળના નાડિયા નગરથી ૫૦ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી. તેને બે પુત્રો છે, જેમાંથી એકનું નામ પ્રણવ. દુલાલીના ગામનું નામ બોહર. દુલાલીના પતિનું અવસાન ...

Read more...

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

Download article as PDF શિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી. શિવાની કોણ હતી? દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે ...

Read more...

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાં

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાં

Download article as PDF એમનું નામ છે જેક મા. તેઓ થોડા જ વખતમાં વિશ્વભરમાં જાણીતી બની ગયેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે. થોડાક જ સમયમાં તેઓ બેસુમાર દોલત કમાયા છે. તેઓ ચીનમાં જન્મેલા છે. ચીનના હાંગઝુ વિસ્તારમાં જેક માનું બચપણ વીત્યું હતું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. તેમના પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ હતા. પરિવાર આર્થિક ...

Read more...

આઈન્સ્ટાઈનને ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો

આઈન્સ્ટાઈનને ટેક્નિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહતો

Download article as PDF આલ્બર્ટ આઈન્સ્ટાઈન. તેઓ ગઈ સદીના વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઓફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો.અલબત્ત, આઈન્સ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે, તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી પરિવારમાં તા. ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ ...

Read more...

જે તસવીરથી હું છૂટવા માગતી હતી, તેણે મારી જિંદગી બદલી

જે તસવીરથી હું છૂટવા માગતી હતી, તેણે મારી જિંદગી બદલી

Download article as PDF આજે તા. ૮ જૂન, ૨૦૧૫. આજથી બરાબર ૪૩ વર્ષ પૂર્વે એટલે કે તા. ૮ જૂન, ૧૯૭૨ના રોજ આ વિશ્વ પ્રસિદ્ધ તસવીર લેવામાં આવી હતી. ૨૦મી સદીની આ સહુથી વધુ જાણીતી અને યુદ્ધનો ઈતિહાસ બદલી દેનાર તસવીર ગણવામાં આવે છે. આ તસવીર વિયેતનામની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવી હતી.આ તસવીર ક્લિક કરનાર ફોટોગ્રાફરને પત્રકારત્વના જગતનું શ્રેષ્ઠ પુલિત્ઝર ...

Read more...

અલ્યા, તું કાગડો, ને આવી રૂપાળી ભાભી ક્યાંથી લાવ્યો

અલ્યા, તું કાગડો, ને આવી રૂપાળી ભાભી ક્યાંથી લાવ્યો

Download article as PDF ‘એનું નામ માહી હતું. એ મારી પત્ની હતી. હું તેને બહુ જ ચાહતો હતો. ચંદન જેવું લીસું શરીર અને કમનીય કાયા.’  વ્યારા વિસ્તારના એક ગામમાં રહેતા અમર નામના એક શિક્ષક તેમના જીવવની આપવીતીની વાત આ રીતે શરૂ કરે છે. તેઓ કહે છેઃ ”હું માહીને પરણીને ગામમાં લઈ આવ્યો ત્યારે આખું ગામ માહીને જોવા હિલોળે ...

Read more...