Close

ભાભી, આજ તુમ બહોત અચ્છી લગ રહી હો, ક્યોં ?

ભાભી, આજ તુમ બહોત અચ્છી લગ રહી હો, ક્યોં ?
 

ઈરફાન તેના જીગરી દોસ્તની પત્ની કિરણ સાથે ગુપ્ત રીતે પ્રેમ કરવા લાગ્યો હતો…

તેજસિંહ લોની ગાઝિયાબાદની એક કોલોનીમાં રહેતા હતા. તેમના દીકરા હરિશંકરને ભણવામાં ઝાઝો રસ નહોતો. રોજ સાંજ પડયે ઓટોરિક્ષાના અડ્ડા પર જઈ ઊભો રહેતો. એની દોસ્તી કેટલાક ઓટોરિક્ષા ચાલકો સાથે થઈ ગઈ હતી અને તે પણ ઓટો ચલાવતાં શીખી ગયો. પિતાએ પુત્રની ઇચ્છા મુજબ હરિશંકરને એક ઓટોરિક્ષા લાવી આપી અને તે હવે સારું કમાવા લાગ્યો હતો. તેજસિંહે હવે તેમના પુત્રને પરણાવવાનો નિર્ણય કર્યો. જ્ઞાાતિના જ એક પરિવારની યુવતી-કિરણ સાથે તેને પરણાવી દેવામાં આવ્યો. હરિશંકરે લગ્ન બાદ જ કિરણને પહેલી જ વાર જોઈ. કિરણ શ્યામ પરંતુ ઘાટીલી હતી. તેનાં અંગ-ઉપાંગો ખૂબ સરસ રીતે ઊપસેલાં હતાં. હરિશંકર કિરણ જેવી પત્નીને પામીને અત્યંત ખુશ હતો. હરિશંકર હવે ખૂબ મહેનત કરવા લાગ્યો અને સારું કમાતો હતો. કિરણ પણ ખુશ રહેતી હતી અને લગ્ન બાદ તેની સુંદરતા પણ નિખરવા લાગી હતી. લગ્ન બાદ તેઓ અલગ ઘરમાં રહેવા લાગ્યા.

હરિશંકર રોજ સવારે ઓટોરિક્ષાના અડ્ડા પર જતો રહેતો. એ જ સ્ટેન્ડ પર ઓટો ચલાવતા ઇરફાન સાથે તેને દોસ્તી થઈ ગઈ. મિત્રતા વધુ પ્રગાઢ બની એટલે એક દિવસ હરિશંકર ઇરફાનને પોતાના ઘરે લઈ ગયો. હરિશંકરે ઇરફાનને પોતાની પત્ની કિરણ સાથે પરિચય કરાવડાવ્યો. ઇરફાન તો કિરણની ભરીભરી જુવાનીને ફાટી આંખે જોતો જ રહી ગયો. કિરણે એક મારકણું સ્મિત આપ્યું અને ઇરફાનને જાણે કે નશો થઈ ગયો. કિરણે ખૂબ જ આગ્રહપૂર્વક ઇરફાનને ચા-નાસ્તો આપ્યાં. ઇરફાન જવા નીકળ્યો ત્યારે કિરણે કહ્યું : “જબ બી ઈધર આના હો, હમારે ઘર જરૂર આઈયે.”

ઇરફાન માટે આ સૂચક આમંત્રણ હતું.

એ પછી તે એક જ અઠવાડિયામાં ઇરફાન ફરી હરિશંકરના ઘરે પહોંચ્યો. હવે દર ત્રણ-ચાર દિવસે તે હરિશંકરના ઘરે પહોંચી જતો. હરિશંકર ઘરે ના હોય ત્યારે જ તે જતો. કિરણ ખૂબ જ પ્રેમથી તેની સરભરા કરતી. ઇરફાનને લાગ્યું કે, કિરણની આંખોમાં પોતાના પ્રતિ ચાહત છે, પરંતુ તે ખૂલીને કહી શકતી નથી. ઇરફાન હજુ કિરણની વધુ કરીબ જવા માગતો હતો. એક દિવસ ઇરફાને કહ્યું : “ચલોના ભાભી, પિક્ચર દેખને જાયે.”

કિરણે કહ્યું : “મૈં બહાર નહીં આ સકતી.”

“તુમ્હેં મિલના કા જી કરે તો ક્યા કરું ?”
“ઘર પર આયા કરો.”

ઇરફાનને પણ એ જ ઠીક લાગ્યું. ઇરફાન ફરી એક દિવસ હરિશંકરની ગેરહાજરીમાં તેના ઘરે પહોંચી ગયો. કિરણ એકલી જ ઘરમાં હતી. આજે કિરણ પણ જાણે કે તૈયાર હતી. એણે દિવસે પણ નાઈટી પહેરી હતી. ઇરફાને કિરણને કહ્યું : “ભાભી, આજ તો તુમ બહોત અચ્છી લગ રહી હો.”

“અચ્છી હું ઇસલિયે તો અચ્છી લગ રહી હું.”

“આજ ઐસે કપડે ક્યોં પહને હૈ ?”
“તુમ આનેવાલે થે ન.”

અને ઇરફાનને લાગ્યું કે, આ સીધું જ આમંત્રણ છે. એક પળ પણ ગુમાવવા જેવી નથી. ઇરફાને બારણા સામે જોયું. કિરણ જાતે જ બારણું બંધ કરી આવી અને ઇરફાને કિરણને ઊંચકી લીધી.

સમય વીતી ગયો.

ઇરફાન ઝટપટ ઘરની બહાર નીકળી તેની ઓટો લઈ જતો રહ્યો. કિરણ એ મધુર ક્ષણોને વાગોળતી બિસ્તરમાં આડી પડી.

અને પછી તો આ સિલસિલો નિયમિત બની ગયો. દર ત્રણ-ચાર દિવસે ઇરફાન હરિશંકરની ગેરહાજરીમાં તેના ઘરે આવતો અને કિરણ સાથે કેટલોક સમય ગાળી જતો રહેતો. સમય જતાં આસપાસના પડોશીઓને પણ ખ્યાલ આવી ગયો કે, કિરણના ઘરમાં કોઈ રિક્ષાવાળો નિયમિત આવે છે, પરંતુ હરિશંકર ભોળો અને સાવ સીધોસાદો હતો. ધીમે ધીમે તેને પણ કોઈએ કહ્યું : “હરિશંકર,અપને ઘર કા ખ્યાલ રખ. તું ઘર પે નહીં હોતા તબ કોઈ ઓટોવાલા આતા હૈં.”

એક દિવસે એણે કિરણને પૂછી જ નાખ્યું : “કિરણ, મૈં જબ ઘર મેં નહીં હોતા તો કૌન આતા હૈં ?”

કિરણે ખૂબ જ સહજ બની કહ્યું : “અરે વહ તો આપ કા દોસ્ત ઇરફાન. કભી યહાં સે ગુજરતા થા તો આયા થા.”

“ઓહ ઇરફાન ? વહ તો અચ્છા આદમી હૈ . ઇરફાન હૈ તો કોઈ બાત નહીં.” હરિશંકરે પણ વાત સહજતાથી લીધી. ઇરફાન તેનો નીકટનો દોસ્ત હતો. વળી રિક્ષા ચલાવતાં પણ તેણે જ શીખવી હતી. વળી ઇરફાન પણ પરણેલો હતો. ઇરફાનને ચાંદ નામની બીબી હતી. હરિશંકર પણ એક-બે વાર ઇરફાનના ઘરે જઈ આવ્યો હતો. કિરણને થયું કે, “હાશ ! ઉનકો કોઈ શક નહીં ગયા.”

થોડા દિવસ પછી ફરી એકવાર ઇરફાન બપોરના સમયે કિરણને મળવા આવ્યો. એણે કહ્યું : “ઇરફાન, અબ મિલકને કી જગહ બદલની પડેગી.”

“ક્યોં ?”

“ઉનકો કિસીને બતાયા હૈં કિ તુમ યહાં આતે હો.”

“કુછ કહા ?”

“નહીં, વહ બડે ભોલે આદમી હૈ.” કિરણે કહ્યું.

“તો ફિર ડરને કી કોઈ બાત નહીં હૈ.” ઇરફાને સાહજિકતાથી કહ્યું અને ફરી એણે કિરણને પોતાની કરીબ ખેંચી. ઇરફાન હવે જવાની તૈયારી કરતો હતો ત્યારે ફરી કિરણ બોલી : “ઇરફાન, તુમ હર તીન દિન બાદ મુજે મિલને આતે હો. તીન દિન મેરે લિયે બહોત લંબા સમય હૈ. મૈં ઇતના ઇન્તજાર નહીં કર શકતી.”

“તો મૈં ક્યા કરું ?”

“તુમ હંમેશાં કે લિયે મુઝે તુમ્હારી બના લો.”

“રોજ તો મૈં આ સકતા નહીં.”
“તો મુઝે તુમ્હારે ઘર લે જાવ.”

“મેં શાદીશુદા હું. મેરી બીબી ચાંદ તુમ્હે સાથ રહને નહીં દેગી. બડી તેજ મિજાજવાલી હૈં.”

“તો તલાક દે દો ઉસે.”
“વહ નહીં હો સકતા.”
“ક્યોં ?”

“મૈં ઓર્ડનરી ફેમિલી સે હું. વહ પૈસેવાલે કી બેટી હૈ. મૈં ઉસકે અબ્બા કે મકાન મેં રહતા હું. તુમ્હે લે જાઉંગા તો વહ મુઝે ઘર સે નિકાલ દેંગી. હમ લોગ રહેંગે કહાં ?” ઇરફાને વાસ્તવિકતા રજૂ કરી.

કિરણે તેની સામે આકરી શરત મૂકી : “તો ફિર તુમ્હેં રોજ મુઝસે મિલને આના પડેગા. ચાહે કુછ ભી હો જાયે.”

“લેકિન તુમ્હારે હસબન્ડ કો પતા ચલ જાયેગા તો ?”

“વહ બડા સીધા સાદા આદમી હૈં. અગર ઉસે પતા ચલ ગયા તો મૈં મેરે ઔર તુમ્હારે રિલેશન કે બારે મેં બતા દુંગી. વહ કુછ નહીં કર પાયેગા.”

“અગર વહ ગુસ્સા હો ગયા તો ?”

“મૈં ઉસે માર ડાલુંગી. યે ઘર મેરે નામ ખરીદા ગયા હૈં. હમ યહાં રહેંગે. તુમ્હારે લિયે મૈં કુછ ભી કર શકતી હું.” કિરણ બોલી રહી.

કિરણનો આક્રમક પ્રેમ જોઈ ઇરફાન કિરણની આંખો સામે જોઈ જ રહ્યો. એણે ફરી કિરણને આગોશમાં લઈ લીધી અને એક વેલીની જેમ તે ઇરફાનની આસપાસ વીંટળાઈ ગઈ. સમય વીત્યે ઇરફાન જવા નીકળ્યો ત્યારે કિરણે કહ્યું : “ઇરફાન, કલ તો પિક્ચર દેખના હૈં. તુમ મુઝે લે જાઓગે ?”

“હા… હા, કલ હી પહલે શો મેં જાતે હૈં. તુમ સીધી થિયેટર પર આના. મૈં આજ હી કલ કી ટિકિટ એડવાન્સ મેં લે લેતા હું.”

અને બીજા દિવસે કિરણ નક્કી કરેલા છબીઘર પર બાર વાગ્યા પહેલાં પહોંચી ગઈ. ઇરફાન બે ટિકિટો લઈ ઊભો જ હતો. થિયેટરનાં બારણાં ખૂલતાં જ બેઉ અંદર જતાં રહ્યાં. બંને જણે બહુ જ મજાથી પિક્ચર જોયું. પિક્ચર પૂરું થતાં બેઉ હસતાં હસતાં બહાર નીકળ્યાં. ઇરફાન કિરણ સાથે પાર્ક કરેલી ઓટો લેવા ગયો ત્યાં જ સામેથી એક ઓટોરિક્ષા આવીને પાર્ક થઈ રહી હતી. તેમાંથી હરિશંકર ઊતર્યો. પાછળની સીટમાંથી ઇરફાનની પત્ની ચાંદ ઊતરી. ઇરફાન તો ચાંદને જોઈ સ્તબ્ધ થઈ ગયો. કિરણ પણ સહેમી ગઈ. પરંતુ હરિશંકરે પૂછયું : “પિક્ચર કૈસા લગા, ઇરફાન ?”

ઇરફાને ત્રુટક અવાજે કહ્યું : “ઠીક હૈ.”

કિરણ ચૂપ રહી.

ઇરફાને પૂછયું : “તુમ કહાં જા રહે હો ?”

“પિક્ચર દેખને,” હરિશંકરે કહ્યું.

ઇરફાને ગુસ્સાથી પત્નીને પૂછયું : “ઔર તુમ ચાંદ ?”

“મૈં ભી પિક્ચર દેખને. આપકે દોસ્ત કે સાથ.”

ઇરફાન ચાંદનો જવાબ સાંભળી જ રહ્યો. તેની બાજુમાં કિરણ ઊભી હતી અને હરિશંકરની બાજુમાં તેની પત્ની ઊભી હતી. ચાંદ બોલી : “ક્યોં પસંદ નહીં આયા ?”

“તુમ્હેં કૈસે પતા ચલા કિ મૈં… ?”

ચાંદ બોલી : “મૈંને કલ હી તુમ્હારી જેબ મેં દો ટિકટ દેખ લિયે થે, અબ તુમ જાવ ઔર અપના ધંધા કરો. ઔર મુઝે પિક્ચર કા લુફ્ત ઉઠાને દો. ચલો, ભૈયા.” ચાંદ હરિશંકરનો હાથ પકડી થિયેટર તરફ ચાલવા લાગી અને ઇરફાન તથા કિરણ- બેઉ જોઈ જ રહ્યાં. ન તો તેમને ઇરફાન રોકી શક્યો કે ના તો કિરણ.

કહેવાય છે કે, તે દિવસથી ઇરફાને કિરણને મળવાનું છોડી દીધું અને બે પરિવારોનું ખરાબે ચડતું જીવન અટકી ગયું. ચાંદ માટે હરિશંકર હંમેશાં ભાઈ જ બનીને રહ્યો.

- દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Be Sociable, Share!

Leave a Reply

Switch to our mobile site