Close

અટલજી, આજ બહોત યાદ આયે આપ

ચીની કમ | Comments Off on અટલજી, આજ બહોત યાદ આયે આપ

દેશના અતિ લોકપ્રિય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૯૬મી જન્મજયંતી હમણાં જ ગઈ.

દેશના જાહેરજીવનમાં કેટલાક રાજકારણીઓ છે તો કેટલાક રાજનીતિજ્ઞા છે. કેટલાક પોલિટિશિયન છે તો કેટલાક સ્ટેટ્સમેન. અટલજી ‘સ્ટેટ્સમેન’ અર્થાત્ રાષ્ટ્રપુરુષ હતા. તેઓ અજાતશત્રુ હતા. વિપક્ષના નેતાઓ પણ તેમનો આદર કરતા હતા. તેઓ કવિ હતા, એક સામયિકના સંપાદક પણ હતા. ઉત્કૃષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ પાર્લામેન્ટેરિયન પણ હતા. લોકસભામાં વિપક્ષના નેતાથી માંડીને દેશના વડા પ્રધાન તરીકે તેમણે બજાવેલી કામગીરી સદૈવ લોકહૃદયમાં ચિરંજીવ છે.

૧૯૫૭માં તેઓ લખનઉ, મથુરા અને બલરામપુરથી લોકસભાની ચૂંટણી લડયા હતા અને જનસંઘની ટિકિટ પર પહેલી જ વાર લોકસભામાં ચૂંટાઈને ગયા હતા. એ વખતે તેઓ યુવાન હતા. નહેરુની નીતિઓના ટીકાકાર હતા. આમ છતાં એકવાર તેમના વક્તવ્ય સાંભળીને એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને પૂછયું : ‘આપ રાજકુમાર જૈસે લગતે હો. કૌન સે રાજા કે પુત્ર હો?’

આ જવાબ સાંભળ્યા બાદ નહેરુએ અટલજી માટે કહ્યું હતું કે ‘આ યુવાન એક દિવસ દેશનો વડા પ્રધાન બનશે’.

નહેરુનીએ ભવિષ્યવાણી સાચી પડી. અટલજી પહેલાં ૧૯૯૬માં ૧૩ દિવસ માટે વડા પ્રધાન બન્યા. બીજીવાર ૧૯૯૮-૯૯માં ૧૩ મહિના માટે વડા પ્રધાન બન્યા અને તે પછી ત્રીજીવાર પૂરા કાર્યકાળ માટે વડા પ્રધાન બન્યા,

અટલજી રાજનીતિમાં હોવા છતાં સંવેદનશીલ અને સરળ વ્યક્તિત્વના માલિક હતા. ગ્વાલિયરની એક શાળામાં ભણેલા અટલજીએ ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ દ્વારા હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પછી કાનપુરની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ દ્વારા રાજનીતિશાસ્ત્રમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ. કર્યું. આમ તો તેઓ કિશોરાવસ્થા દરમિયાન જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા હતા. એ પહેલાં તેઓ ૧૯૪૨માં અંગ્રેજો વિરુદ્ધના ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા. ૧૯૪૦થી ૧૯૪૪ દરમિયાન તેઓ સંઘની પ્રશિક્ષણ શિબિરમાં તાલીમ લઈને ૧૯૪૭માં તેઓ પૂર્ણકાલીન સંઘના પ્રચારક બની ગયા હતા. અટલજીએ ‘પંચજન્ય’ સાપ્તાહિક અને ‘સ્વદેશ’ તથા ‘વીર અર્જુન’ જેવાં સામયિકોના સંપાદક તરીકે કામગીરી બજાવી હતી.

તેમની સરળતાનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વાર તેઓ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે આવ્યા હતા. હું એક સાદી એમ્બેસેડર કારમાં એક પત્રકાર તરીકે તેમનો ઇન્ટરવ્યૂ કરવા તેમની સાથે હતો. અમે કપડવંજ પહોંચ્યાં. જાહેરસભા પૂરી થયા બાદ અમે પક્ષના એક કાર્યકરના ઘરે પહોંચ્યાં. ઘરમાં સોફા ફાટેલા હતા. પણ એ કાર્યકર પક્ષના નિષ્ઠાવાન સભ્ય હતા. એક સામાન્ય અને તૂટેલી દાંડીવાળા કપમાં ચા આવી, અટલજીએ પ્રેમથી ચા પીધી. કાર્યકરનાં બાળકોને બોલાવ્યાં, તેમના નામ અને અભ્યાસ વિશે પૂછપરછ કરી. એ વખતે તેઓ પૂર્વ વિદેશમંત્રી હતા છતાં કોઈ ભપકો નહીં અને કોઈ દોરદમામ નહીં. પક્ષના એ કાર્યકરનું પરિવાર આજે પણ અટલજીની સાદગી અને સરળતાને યાદ કરે છે.  અટલજી પહેલીવાર વડા પ્રધાન બન્યા અને લોકસભામાં તેમની પાસે પૂરતી સંખ્યા ના હોવાથી મતદાન પહેલાં તેમણે કરેલું પ્રવચન આજે પણ લોકોને યાદ છે. તેઓ લોકસભામાં બોલ્યા હતાઃ ‘પાર્ટીયાં આયેગી ર પાર્ટીયાં જાયેગી. સરકારેં બનેગી ર સરકારેં બીગડેગી, લેકિન યે દેશ ર લોકતંત્ર હમેશા રહેગા. મેં આજ ર અભી ત્યાગપત્ર દેને જા રહા હૂં?’  સત્તા ગુમાવવાનો કોઈ વિષાદ તેમના ચહેરા પર નહોતો. બલકે હવે વધુ સંઘર્ષ માટે તેમનો જુસ્સો તેમના ચહેરા પર એક યોદ્ધાની જેમ વર્તાતો હતો. અને તેઓે ફરી વડા પ્રધાન બન્યા.

અટલજીએ ગુજરાતના ચૂંટણીપ્રવાસ વખતે તેમણે મને એક પ્રસંગનો ઉલ્લેખ કરતા કહ્યું હતું: ‘મેં વિદેશમંત્રી થા ર ચીન ગયા થા. વહાં કે પીએમ કે સાથ હમારે બીચ અંગ્રેજીમાં બાત હો રહી થી. અચાનક ચાઇનીઝ નેતાને ચાઇનીઝ ભાષા મેં મેરે સાથ બાત કરની શુરુ કર દી. તો મૈંને ભી હિન્દીમાં બોલના શરૂ કર દિયા. હમારે ઇન્ટરપ્રીટર દ્વારા હમ બાત કરને લગે.’

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ હિન્દીમાં પ્રવચન આપનાર તેઓ દેશના પહેલાં નેતા હતા. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા તેઓ બસમાં બેસી લાહોર ગયા હતા, પરંતુ પાછળથી મુર્શરફે દગો કરીને કારગિલ પર આક્રમણ કરી દીધું. એ વખતે તેમની કડકાઈ ફરી દુનિયાએ જોઈ હતી. અટલજી બોલ્યા હતા : ‘અબ આરપાર કી લડાઈ હોગી.’

અને ભારતીય લશ્કરે પાકિસ્તાનને કારગિલમાંથી હાંકી કાઢયું હતું. એવી જ રીતે પોખરણમાં કરેલો અણુધડાકો પણ તેમની એક આગવી સિદ્ધિ હતી. પોખરણમાં તેમણે કરાવેલા અણુધડાકાથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી અને કોઈને આગોતરી જાણ થવા દીધી નહોતી. અણુધડાકો પાકિસ્તાન અને ચીન માટે ભારતની તાકાતનું પ્રમાણ આપવા માટે સખત મેસેજ હતો. આ અણુધડાકાથી નારાજ થયેલા અમેરિકાએ ભારત પર આર્થિક નિયંત્રણો લાધ્યાં હતાં પરંતુ અટલજીએ તેની કોઈ પરવા કરી નહોતી. એથી ઊલટું તેમણે અપનાવેલી બેકચેનલ ડિપ્લોમસીનાં પરિણામ સ્વરૂપ એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને ભારતના મહેમાન બનાવવામાં તેઓ સફળ નીવડયા હતા. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દેશમાં જાહેર રાજમાર્ગોની જાળ બિછાવી દીધી, ૧૪ વર્ષનાં બાળકોને મફત શિક્ષણ એ બધી શરૂઆત અટલજીના સમયમાં થઈ. ભારતના ‘ચંદ્રયાન’ની યોજનાની જાહેરાત પણ તેમણે લાલ કિલ્લા પરથી કરી હતી.

આવા અટલજી તેમની વકૃત્વકળા માટે પણ જાણીતા રહ્યા. આજથી ૪૦ વર્ષ પહેલાં પણ અટલજી અમદાવાદમાં જાહેરસભાને સંબોધવા આવે ત્યારે મોડી રાત સુધી કડકડતી ઠંડીમાં લોકો તેમની વાણી સાંભળવા બેસી રહેતા. તેમની વાણી લોકોને મંત્રમુગ્ધ કરી દેનારી હતી. ભાષણ કરતી વખતે કોઈવાર મૌન બની જતા. પોઝ લેતા. મૌનની પણ એક ભાષા હોય છે. તેમની વાણીમાં જાદુ અને કટાક્ષબાણ પણ હતાં જે વિરોધીઓને પણ ગમતાં.

તેમની સેન્સ ર હ્યુમરનું એક ઉદાહરણ પ્રસ્તુત છે. એક વાર દિલ્હીમાં એક મહિલા પત્રકારે તેમને પૂછયુંૃ : ‘અટલજી આપને શાદી ક્યોં નહીં કી ?’

અટલજી બોલ્યા :’આદર્શ પત્ની કી તલાશ મેં.’

‘તો મીલી ક્યા?’

‘હા’

‘તો શાદી ક્યોં નહીં કી?’

અટલજી બોલ્યા : ‘ઉન્હે ભી આદર્શ પતિની તલાશ થી?’

કેટલી સુંદર સેન્સ ઓફ હ્યુમર…! આવા અંગત પ્રશ્નોના પણ તેઓ આવા રમૂજી જવાબ આપતા.

એકવાર લોકભાના તે વખતના સ્પીકર સોમનાથ ચેટરજીએ તેમના માટે કહ્યું હતું : ‘વાજપેયી એવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં રાજકારણીઓમાં સજ્જનતા દેખાય છે.’

પ્રકાશસિંહ બાદલે તેમના માટે કહ્યું હતું કેઃ ‘વાજપેયીજી ટેફલોન ઇમેજવાળા જેન્ટલમેન પોલિટિશિયન છે.’

હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વર્ષો પહેલાં એક વાર કહ્યું હતું: ‘અમે વાજપેયીજીને એબીવીપી એટલે કે અટલ બિહારી વાજપેયી પાર્ટી કહીએ છીએ.’

એક વાર વડા પ્રધાનપદ ગુમાવ્યા બાદ તેઓ ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં ગયા હતા. તે સ્કૂલમાં કાર્યક્રમ પતાવ્યા બાદ સ્કૂલને તેમણે પોતાના ખિસ્સામાંથી નાનકડું ફંડ આપ્યું. રકમ નાની હોઇ તેમણે બાળકોને કહ્યું: ‘ક્યા કરું’ તુમ્હારે મામા કી નોકરી ચલી ગઈ હૈં.’

દેશના આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પણ અટલજીનો હતો. અટલજીએ ભાજપ માટે મૂકેલી પાયાની ઇંટ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કારણે એક ભવ્ય ઇમારત બની ચૂકી છે. વાજપેયી રાજનીતિમાં હોવા છતાં ‘રાજકારણીઓ’ની બદી તેમને સ્પર્શી નહોતી. કદી કોઈ ભ્રષ્ટાચાર કર્યો નહીં. વંશવાદનો તો સવાલ જ પેદા થતો નથી. પ્રચારક બન્યા તેથી તેઓ અપરિણીત રહ્યા. તેમણે આખંર જીવન દેશસેવા માટે સર્મિપત કરી દીધું. અટલજીએ જાહેરજીવન દરમિયાન અનેક કડવા ઘૂંટડા પણ ગળ્યા.

તેમના જીવન વિશે તેમણે જ લખેલી કવિતાની આ પંક્તિઓ વાંચો.

કુછ કાંટો સે સજ્જિત જીવન

પ્રખર પ્યાર સે વંચિત જીવન

નીરવતા સે મુખરિત મધુબન

પરહિત અર્િપત અપના જીવન’

  • બસ, આ પંક્તિઓ દ્વારા તેમણે ઘણુંબધું કહી દીધું છે.

Be Sociable, Share!