Close

બિટકોઈન એક ડેન્જરસ કરન્સી

ચીની કમ | Comments Off on બિટકોઈન એક ડેન્જરસ કરન્સી

‘બિટ કોઈન’ એક આભાસી મુદ એટલે કે વર્ચુઅલ કરન્સી બની રહી છે. તેને ક્રિપ્ટો કરન્સી પણ કહે છે. વર્ષો પહેલાં ગામડાંઓમાં બાર્ટર સિસ્ટમ હતી. તે પછી સિક્કા આવ્યા. તે પછી નોટો આવી છે ત્યાં સોનું-ચાંદી તો આગવું મહત્ત્વ ધરાવતાં રહ્યાં.

ડોલર અને પાઉન્ડ વિશ્વ ભરમાં હાર્ડ કરન્સી ગણાય છે. વિશ્વના કોઈપણ દેશમાં ડોલર કે પાઉન્ડ આપવાથી જે તે દેશની કરન્સી બદલામાં લઈ શકાય છે. ભારતની ૫૦૦ કે ૨૦૦૦ની નોટો વિશ્વના બીજા દેશો સ્વિકારતાં નથી. ભારતીયોએ યુરોપ જવું હોય તો ડોલર, પાઉન્ડ કે યુરો જ લેવાં પડે છે.

પરંતુ આજે વાત છે બિટ કરન્સીની બીટ કોઈન્સમાં લેણદેણની વધેલી પ્રવૃત્તિ ભારતીય અર્થવ્યવસ્થા માટે ખતરો બની ચૂકી છે. એના કારણે ભારત સરકાર અને ભારતની રિઝર્વ બેન્ક પણ ચિંતિત છે. સોબીએ આ પ્રકારની ગેરકાનૂની લેેણદેણ અને કારોબારમાં લુપ્ત લોકો અને સંસ્થાનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક સમય પહેલાં બિટકોઈનની કિંમત ૧૦૦૦ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ભારતીય કરન્સીમાં એની કિંમત લગભગ સાડા છ લાખ રૂપિયા બેસે છે.

આ પ્રકારની ક્રિપ્ટો કરન્સી પર મોટી બેન્કો એ સખત પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. કેટલીક બેન્કોએ ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલાં કેટલાક એક્ષચેન્જો બંધ કરી દીધાં છે. બેન્કોએ જેબપે, યુનોકોન, અને બીટીસીએક્સ ઈન્ડિયા જેવાં ટોપ ક્રિપ્ટોકરન્સી પર પગલાં લીધાં છે.

પરંતુ હવે બિટકોઈનનું નામ ડૂબવાનું છે. ચીન અને દક્ષિણ કોરિયાએ ક્રિપ્ટો કરન્સીની વિરુદ્ધ સખત પગલાં લીધાં છે. ભારત અને અમેરિકા પણ આ મુદ્ે સખત વલણ અપનાવી રહ્યાં છે. વિશ્વમાં તેના ભાવ ઝડપથી નીચે આવી રહ્યાં છે. આ પ્રકારની કરન્સીની કિંમત હવે અડધી થઈ ગઈ છે.

એક અંદાજ પ્રમાણે બે લાખ ભારતીયો દર મહિને ક્રિપ્ટો કરન્સીમાં લેણદેણ કરે છે. ૨૦ ટકાથી વધુ તે એક્ષચેન્જ પર માર્જીન લે છે. બિટકોઈનમાં સહુથી વધુ રોકાણ કરનારાઓમાં રિઅલ એસ્ટેટવાળા, જવેલર્સ, ટેક-સેવી ટેક્ષટાઈલ અને કોમોડીટી ટ્રેડર્સ છે. રોકડ રકમ પર નિયંત્રણો હોવાના કારણે આ લોકો ક્રિપ્ટોકરન્સીમાં વેપાર કરે છે.

લકઝમબર્ગ આધારિત બિટ એકસચેન્જ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં બિટકોઈને પોતાની સફર ૧૦૦૦ ડોલરથી શરૂ કરી હતી. એટલે કે જાન્યુઆરીની શરૂઆતમાં એક બિટકોઈનના બદલામાં ૧૦૦૦ ડોલર મળતા હતા. ૨૦૦૯માં બિટકોઈન લોન્ચ થયા બાદ આ આભાસી મુદના વિશ્વમાં ચડાવ-ઉતાર આવતા રહ્યા છે. બિટકોઈન અને એવી અન્ય આભાસી કરન્સીમાં ભારે મોટા નફાના વાયદા બાદ મૂડી રોકાણકારોને આર્કિષત કરવામાં આવ્યા હતા. ભારતમાં બિટકોઈન કાનૂની નથી છતાં તેના વધતા પ્રભાવના કારણે દેશની અર્થવ્યવસ્થા માટે તે ખતરો સાબિત થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે બિટકોઈનનું ભાવિ કયાંક ૫૭મી સદીમાં તુલિપનાં ફૂલોની કિંમતમાં આવેલા અચાનક ઉછાળ જેવો ના થઈ જાય. ૧૬૨૩ના વર્ષમાં નેધરલેન્ડના શહેર આમસ્ટરડેમમાં તુલિપની એક ખાસ જાતની ૧૦ ગાંઠ ખરીદવામાં આવી હતી, ૧૬૩૭ સુધીમાં તુલિપનાં ફૂલોની એ ગાંઠોનો ધંધો આસમાન પહોંચી ગયો હતો. એ વખતે મોટા-મોટા વેપારીઓ જ નહીં પરંતુ નાના-નાના સામાન્ય માણસો પણ તુલિપના ધંધામાં લાગી ગયા હતા. ઈ.સ. ૧૬૩૭માં એક દિવસ એવો આવ્યો કે, તુલિપનું બજાર અચાનક ધ્વસ્ત થઈ ગયું. કારણ એ હતું કે, માત્ર ધનવાન લોકો પણ સસ્તામાં સસ્તાં તુલિપ ખરીદી શક્તા નહોતા.

આમ જોઈએ તો બિટકોઈન એક વર્ચુઅલ કરન્સી છે. તેની પર નિયંત્રણ મુશ્કેલ છે. આ કરન્સીને કોઈ બેન્કે જારી કરી નથી. વળી તે કોઈપણ દેશની કરન્સી નથી તેથી તેની પર કોઈ ટેક્સ પણ લાગતો નથી. બિટકોઈન એક ગુપ્ત કરન્સી છે. અને તેને સરકારથી બચાવીને રાખવામાં આવી છે. કારણ કે આ કરન્સી કોડમાં હોય છે તેથી ના તો તેને જપ્ત કરી શકાય છે કે ના તો તેને નષ્ટ કરી શકાય છે.

એક અનુમાન પ્રમાણે અત્યારે દોઢ કરોડથી પણ વધુ બિટકોઈન ચલણમાં છે. બિટકોઈન ખરીદવા માટે વપરાશકારે તેની ઓળખ રજિસ્ટર કરાવવી પડે છે. આ સરનામું ૨૭-૩૪ અક્ષરોમાં અથવા આંકડાઓના કોડમાં હોય છે. અને તે વર્ચુઅલ સરનામાની જેમ કામ કરે છે. તેની પર બિટકોઈન મોકલવામાં આવે છે અને એ રીતે બિટકોઈન દ્વારા થતી લેણદેણથી જો તે સરકારોને તેના વેરામાં ભારે નુકસાન પહોંચે છે.

એક અહેવાલ પ્રમાણે આભાસી કરન્સી બિટકોઈન્સમાં ભારે ચડાવ ઉતારના કારણે એક્ટર અમિતાભ બચ્ચન પર પણ તેની અસર પડી હોવાનું મનાય છે જેમાં તેમણે કરેલા રોકાણથી થયેલો નફો ધોવાઈ ગયો છે. કહેવાય છે કે બિટકોઈનમાં તેજી હતી ત્યારે એક ગુમનામ કંપનીમાં અમિતાભ બચ્ચનની નાની હિસ્સેદારીથી ૧૦ કરોડ ડોલરથી વધુ લાભ થયો હતો, પરંતુ આ આભાસી કરન્સીના વિનિમય દરમાં આવેલી ગીરાવટના કારણે તે નફો એટલી જ ઝડપથી ગાયબ થઈ ગયો.

બીટકોઈના રેકર્ડ મુજબ જૂન ૨૦૧૪માં બચ્ચન આ કંપની સ્ટેમ્પેડ કેપિટલમાં એક ટકો કે તેથી વધુ શેરવાળી યાદીમાં છે. જોકે તેની માત્રામાં બદલાવ થતા રહ્યા છે. તે મુજબ ૨૦ જૂન ૨૦૧૪ના રોજ અમિતાભ બચ્ચનની કંપનીમાં ૩.૩૯ ટકા ભાગીદારી હતી જે એ વખતની કિંમત અનુસાર રૃા. સાડા નવ કરોડની હોઈ શકે છે. હવે તે ભાગીદારીની કિંમત અડધી એટલે કે લગભગ રૃા.૪.૭ કરોડની થઈ ગઈ છે.

ભારત સરકારે બિટકોઈનના સંદર્ભમાં ઠેર-ઠેર દરોડા પાડવા માંડયા છે. આવકવેરા વિભાગે બિટકોઈન કરન્સીમાં લેણદેણ કરવાવાળાઓ પર શિકંજો કસવા માંડયો છે. આ સંદર્ભમાં પાંચ લાખ લોકોની નોટિસો મોકલવાની તૈયારી કરી દીધી છે. બિટકોઈન એક્સચેન્જસના માધ્યમથી તાલીમ લેવામાં આવે છે અને તેમાં ચારથી પાંચ લાખ લોકો સક્રિય હોવાનું મનાય છે જે આ પ્રકારની લેણદેણ અને રોકાણોમાં જોડાયેલા છે.

મુશ્કેલી એ છે કે બિટકોઈનની બાબતમાં કોઈ વાસ્તવિક આંકડા નથી, પરંતુ ખરી વાત એ છે કે વિશ્વ આખામાં બિટકોઈનની લેણદેણ વધી રહી છે. સ્વાભાવિક છે કે ભારતમાં પણ કાળા ધનના કુબેરોને પણ બિટકોઈન પ્રત્યે રુચિ વધી હોય.

રસપ્રદ વાત એ છે કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કોઈપણ લેણદેણ કરવાથી બે થી ત્રણ ટકા ટેક્સ લાગે છે, પરંતુ બિટકોઈન લેણદેણ પર કોઈ ટેકસ લાગતો નથી. લેણદેણની આ સમાંતર વ્યવસ્થાના માધ્યમથી કરન્સી પણ ભારે ચોરી થઈ શકે છે. જેની આપણી અર્થવ્યવસ્થા પર ભારે મોટી અસર પડી શકે છે. કહેવાય છે કે ભારતના કેટલાક અતિ ધનવાન માણસોએ આ આભાસી કરન્સી ખરીદી રાખી છે અને તેઓ એના માધ્યમથી લેણદેણ કરે છે. ભારત સરકારે તો હવે સ્પષ્ટ કહી દીધું છે કે તે બિટકોઈન જેવી કોઈપણ આભાસી કરન્સીને માન્યતા આપતી નથી. જોકે હવે બિટ કોઈનની કિંમતોમાં ગીરાવટ આવી રહી છે. બિટકોઈન દ્વારા લેવડદેવડમાં અનેક જોખમો પણ છે કારણ કે તે બિટકોઈનથી થતી લેણદેણમાં કોઈ કાનૂની સુરક્ષા પણ નથી.

એમ માનવામાં આવે છે કે વિશ્વભરમાં ૨.૫ કરોડથી વધુ બિટકોઈન સરક્યુલેશનમાં છે. કહેવામાં આવે છે કે હોટલ બુક કરાવવા માટે, સહેલ કરવા માટે, ઝવેરાત ખરીદવા માટે, સટ્ટો રમવા માટે અને ખંડણી તથા કોઈની હત્યાની સોપારી માટે પણ બિટકોઈનનો ઉપયોગ થાય છે.

આવી બિટકોઈન પર ના તો સરકારનું નિયંત્રણ છે કે ના તો સરકારની કોઈ ગેરંટી. બિટકોઈન એક એવો ફુગ્ગો છે જે ગમે ત્યારે ફૂટી જઈ શકે છે.

બિટકોઈનથી દૂર જ રહેવું સારું

Be Sociable, Share!