૧૯૮૫ની નાતાલની આ વાત છે. અમેરિકાના નેબ્રાસ્કા વિસ્તારમાં ચેસ્ટર પાસે એક ગામ ઠંડીમાં ધ્રૂજી રહ્યું હતું. તા.૨૪મી ડિસેમ્બરની એ રાત હતી. ચેસ્ટરમાં રહેતો ચાર્લ્સ ક્લેવલેન્ડ રાત્રે દસેક વાગ્યે એની ટ્રક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. જલદી પહોંચી જવાય એટલે તેણે ટૂંકો પણ નિર્જન રસ્તો લીધો. ટ્રકના તેજલિસોટા ગાઢ ધુમ્મસને ચીરીને આગળ વધી રહ્યા હતા […]
ડુંગરપુર રાજસ્થાનનું એક રળિયામણું શહેર છે. અહીં દૂર દૂરની ટેકરીઓ પર ગરીબ પ્રજા નાનકડાં ઘર બનાવીને રહે છે. એવી જ એક ટેકરી પર સીતા એની મા સાથે રહેતી હતી. ટેકરીની નીચે દોઢેક વીઘા જમીન અને કૂવો હતાં. સીતાને પિતા નહોતા. એની મા ખેતરમાં બાજરી વાવતી. કૂવાના કિનારે રાતરાણી પણ વાવી હતી. રાતના સમયે આખોયે વિસ્તાર […]
વિભાવરી એક અધ્યાપિકા છે. એક સુપ્રસિદ્ધ કૉલેજમાં હિન્દી ભણાવે છે. બિનગુજરાતી હોવા છતાં સુંદર ગુજરાતી બોલે છે. એટલું જ સરસ લખે છે. ગદ્ય અને પદ્ય બેઉ પર તેમની પક્કડ છે. કવિતાઓ અને શાયરી પણ લખે છે. તે એમનો નિજી શોખ છે. એક મુશાયરામાં વિભાવરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં મોટે ભાગે બહુ જાણીતા નહીં એવા […]
શાલિની એક ગુજરાતી નારી છે. મુંબઈમાં જન્મી છે, મુંબઈમાં જ ભણી છે અને અમદાવાદના યુવાનને પરણી છે. અલબત્ત, તેના પતિ સુધાંશુને મુંબઈમાં જોબ મળી હોઈ બેઉ મુંબઈમાં જ રહે છે. સુધાંશુ રોજ સવારે જોબ પર જવા નીકળે એટલે શાલિની તેના બૂટ-મોજા તૈયાર રાખે. તેની બ્રીફકેસ તૈયાર રાખે. સુધાંશુએ તેની ટાઈ બરાબર બાંધી ના હોય તો […]
ઈ.સ. ૧૯૭૪માં ટેલ્કો કંપનીએ કમ્પ્યૂટર સંબંધી નોકરી માટે એક વિજ્ઞાપન પ્રસિદ્ધ કર્યું. એ વખતે ભારતરત્ન જે.આર.ડી. ટાટા ટેલ્કો કંપનીના અધ્યક્ષ હતા. એ વિજ્ઞાપન પ્રગટ થયા બાદ ભારતીય વિજ્ઞાન સંસ્થાન દ્વારા ગ્રેજ્યુએટ થનાર એક યુવતીએ એ જાહેરાત જોઈ. તે પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલી હતી, પરંતુ અખબારમાં પ્રગટ થયેલી જાહેરખબરને જોઈ તે નિરાશ થઈ ગઈ, કારણ કે […]
સાંજ પડવા આવી હતી. ઉદયપુરથી દૂર દૂર એક નિર્જન સડક પર એક મોટરકાર દોડી રહી હતી. શેખર અને પ્રિયા હનીમૂન મનાવવા જયસમંદ તરફ જઈ રહ્યા હતા. મુખ્ય માર્ગને શાયદ તેઓ ભૂલી ગયાં હતાં. ગાડીનું બેલેન્સ જતું રહ્યું છે એમ લાગતાં શેખરે કાર થોભાવી. ઊતરીને જોયું તો ટાયર પંક્ચર થઈ ગયું હતું. ચારે તરફ ઊંચી ઊંચી […]
સાંજનો સમય છે. અખબારની કચેરીમાંથી બહાર નીકળતી વખતે જ દરવાજામાં એક યુવતી ભેટી જાય છે. તે કહે છે ઃ ‘સર ! મારું નામ લીના છે.’ પંજાબી સલવાર-કમીઝમાં નીચાં પોપચાં સાથે તે પોતાનો પરિચય આપી એક હસ્તલિખિત પત્ર સુપરત કરે છે. એના ચહેરા પર કશુંક ખોવાઈ ગયાનો અહેસાસ છે. એ કહે છે ઃ ‘હું અમદાવાદમાં જ […]
તા. ૩૧મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને તા. ૨૪-૬-૧૯૪૯ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું ઃ ”દેશ માટે મેં જે કાંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.” ગુજરાતના સામાન્ય ગરીબ […]
આજે દીપાવલી છે દીપાવલી હિન્દુઓનો મોટામાં મોટો તહેવાર છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને […]
સંસ્કૃત જે રીતે વિશ્વની સૌથી પૌરાણિક અને અનેક ભાષાઓની માતા છે તે રીતે અંગ્રેજી એ વિશ્વની અનેક ભાષાઓમાં કંડારાયેલી શ્રોષ્ઠ સાહિત્યકૃતિઓ, નાટય રચનાઓ અને મહાકાવ્યોને માણવાનું માધ્યમ છે. તમારે મહાકવિ હોમરનું ‘ઇલિયડ’ માણવું હોય તો અંગ્રેજીમાં જ વાંચવું પડે. સોફોક્લિસની કરુણાન્તિકા ‘ઇડિપસ’ ને વાંચવી હોય તો તેની મૂળ ભાષામાં નહીં પરંતુ અંગ્રેજીમાં જ વાંચવી અને […]
All Rights Reserved | Copyright © 2023 Devendra Patel