Close

મારી ઈચ્છા છે કે હું મરી જાઉં તો તમે મારા મૃતદેહને અગ્નિદાહ દેજો

સાંજ ઢળી ગઈ હતી.
એ દિવસે ઠંડીનું મોજું આખાયે શહેર પર સવાર હતું. ટ્રાફ્કિ રોજ કરતાં પ્રમાણમાં ઓછો હતો. પ્રીતિ જાતે જ કાઈનેટિક લઈને આવી હતી.. માથાના વાળ સહેજ ઊડેલા હતા. આંખોમાં પવન ભરાયેલો હતો. હોઠ જે સુકોમળ રહેવા જોઈએ તે સહેજ સુક્કા લાગતા હતા.
એ બોલી ઃ ‘સર ! મેં તમને ફેન કર્યો હતો ને ! હું પ્રીતિ.’
એના હાથમાં હજી ધ્રૂજારી હતી. એણે ક્રમશઃ વાત શરૂ  કરી ઃ ‘મારા પિતાને કાપડનો બહુ મોટો વેપાર છે. ઘરમાં ત્રણ ગાડીઓ છે. હું નવરંગપુરા વિસ્તારની એક સોસાયટીમાં રહું છું. મારી પાછળની જ સોસાયટીમાં એક છોકરો રહે છે. એનું નામ રૂપેશ છે. તે હિન્દુ પંજાબી છે. બસ ઉત્તરાયણની વાત છે. હું અને મારો ભાઈ મારા મકાનના ધાબા ઉપરથી પતંગ ચગાવતાં હતાં અને મારી નજર પાછળના બંગલાની અગાશી પર પડી. રૂપેશ પણ પતંગ ચગાવતો હતો. એણે બ્લુ સ્વેટર અને ગોગલ્સ પહેર્યાં હતાં. પહેલી નજરે જ એ મને ગમી ગયો હતો. મારી નજર એની તરફ્ વારેવારે જતી હતી. મને લાગ્યું કે એ પણ મને જોયા કરે છે. સાંજ સુધી હું ધાબા પર રહી હતી. સાંજે તો એણે મને સ્માઈલ પણ આપ્યું હતું.
થોડા દિવસ પછી મેં જાણી લીધું કે એનું નામ રૂપેશ છે અને નવરંગપુરામાં જ એની એક ઑફ્સિ પણ છે. એ વખતે હું ૧૧માં ધોરણમાં ભણતી હતી. મને એની ઑફ્સિનું સરનામું મળી જતાં હુ રોજ રોજ એની ઑફ્સિ પાસે કાઈનેટિક લઈને આંટા મારવા લાગી હતી. એ પણ મારા કાઈનેટિકના હોર્નનો અવાજ સાંભળીને બહાર આવી જતો પણ હું જતી રહેતી. એક દિવસ એણે મને રોકી. હું ઊભી રહી પણ એની પાસે જઈ શકી નહીં. મારે એક સખી છે. એ મારી ખાસ ફ્રેન્ડ છે. મેં એને બધી વાત કરી ઃ ‘રૂપેશ મને ગમે છે, મારે એની સાથે વાત કરવી છે, પણ હિંમત ચાલતી નથી.’ મારી ફ્રેન્ડે કહ્યું ઃ ‘ચાલ, આપણે બે સાથે જઈએ.’ એમ નક્કી કરીને એક દિવસ અમે બે એની ઑફ્સિમાં જ પહોંચી ગયાં. એને જોતાં જ મારા હાથ ધ્રૂજવા લાગ્યા. એણે જ વાતની શરૂઆત કરી. શું વાત કરી એની મને ખબર નથી. હા, એણે મને ફ્રેન્ડશિપની ઑફ્ર કરી હતી, કદાચ મેં વિચારીને જવાબ આપવા કહ્યું હતું, પણ મેં તો બીજા જ દિવસે હા પાડી દીધી.
આ બીના બાદ હું વડોદરા ગઈ. સ્કૂલો ખૂલતાં હું પાછી આવી. અમે થોડું થોડું મળતાં હતાં. પરીક્ષાઓ બાદ વેકેશન આવ્યું અને ફ્રી સ્કૂલ ખૂલી. હવે હું ૧૨મા ધોરણમાં આવી. મારા માટે અગત્યનું વર્ષ હોઈ હું ભણવામાં ધ્યાન આપવા લાગી હતી. એક દિવસ રૂપેશ મારી સ્કૂલમાં કરાટે શીખવા આવી ગયેલો મેં જોયો. અમે એકબીજાને માત્ર આવી રીતે જ જોઈ લેતાં. ૧૨માં દરમિયાન અમે માંડ ૭ કે ૮ વખત મળ્યાં હોઈશું. મને યાદ છે કે અમે બેઉ સાથે પહેલી જ વખત બહાર ફ્રવા ગયાં ત્યારે હું મારું કાઈનેટિક લઈને જ એની ઑફ્સિે ગઈ હતી. અમે મ્યુનિસિપલ માર્કેટની એક ઓપન રેસ્ટોરાંમાં ગયાં હતાં. બહુ જ મજા આવી હતી. એ પંજાબી હોવા છતાં મારી સાથે ગુજરાતીમાં જ વાતો કરતો હતો. હું પૈસાદાર ઘરની છોકરી હોવાથી એ મારી પર ઘણીવાર કટાક્ષ કરતો પણ મેં એની પર મારા પપ્પાના પૈસાનો રોફ્ કદી અદા કર્યો નહોતો.
એક દિવસ ફ્રી રૂપેશ મને ફ્રવા લઈ ગયો. એ મને એક કપલ રેસ્ટોરાંમાં લઈ ગયો. રેસ્ટોરાંના એ રૂમમાં બે જ જણા બેસી શકે તેવા નાનાં નાનાં કેબિન હતાં. અંદર આછી ભૂરી લાઈટ હતી. એણે મને હાથ અડકાડવાની કોશિશ કરી. હું એકદમ છંછેડાઈ ગઈ. એણે મને કહ્યુંઃ ‘પ્રેમમાં આવું તો કરાય.’ – એમ કહી બળજબરીથી એણે મને બે-ત્રણ કિસ કરી લીધી. મારાથી એ સહન ના થયું. અમે બહાર નીકળ્યાં અને બોલ્યા વગર જ હું ઘેર જતી રહી. બે-ત્રણ દિવસ હું બહુ જ ગુસ્સે રહી, પણ એક દિવસ વળી પાછો મેં જ એને ફેન કર્યો. એણે મારી સાથે સીધી વાત ના કરી.
હું રડી પડી. મેં એને ખૂબ ફેન કર્યા પરંતુ ‘મારે કામ છે’ – એમ કહીને એ ફેન જ મૂકી દેતો. મને બહુ જ દુઃખ થયું.
મેં એને શારીરિક સ્પર્શ કરવાનો ઇન્કાર કર્યો એટલામાં એ આટલી બધી સજા કરી રહ્યો છે ? વળી મેં એક દિવસ ફેન કર્યો તો એણે મને ‘હવેથી ફેન ના કરવા’ એમ કહી દીધું. એણે ફેન મૂકી દીધો. મારા માટે એ ક્ષણ અસહ્ય હતી. મને થયું કે જે વ્યક્તિને મેં સાચ્ચો પ્રેમ કર્યો છે એ મને માત્ર શરીરથી જ ચાહે છે. એ જ દિવસે સાંજે હું મારી ફ્રેન્ડના ઘેર પહોંચી ગઈ. મેં ઊંઘવાની ગોળીઓ લઈ લીધી. મારું કમનસીબ કે હું બચી ગઈ. મને આખી રાત હૉસ્પિટલમાં રાખવામાં આવી. ઘરમાં હોબાળો થયો પણ મેં કારણ પરીક્ષાનું આપ્યું.
૧૨માંની પરીક્ષાઓ હવે પતી ગઈ હતી. વેકેશનમાં હું મારા મામાને ત્યાં મુંબઈ ગઈ. વેકેશન પછી પાછી આવી. બનેલી ઘટનાને હવે ચાર મહિના વીતી ગયા હતા. હું બધું ભૂલવા માંગતી હતી ત્યાં જ એક છોકરીનો ફેન આવ્યો. એ બોલી ઃ ‘હું મનજીતકુંવર બોલું છું – રૂપેશની બહેન.’
હું વિચારમાં પડી ગઈ. એણે તરત જ ફેન એના ભાઈને આપી દીધો.. એણે મને કહ્યું ઃ ‘તને ખબર છે મેં તારી સાથે બોલવાનું કેમ બંધ કર્યું હતું ? એ તો તું વાંચતી નહોતીને એટલે !’
-એણે આપેલું કારણ મને વાજબી લાગ્યું નહીં પણ મેં એની સાથે લાંબી મગજમારી કરી નહીં.
બીજા દિવસે એનો ફ્રી ફેન આવ્યો. અને ફ્રી અમારું જેમ હતું તેમ શરૂ થઈ ગયું. ૧૨માંનું પરિણામ આવી ગયું. હું પાસ થઈ ગઈ. મેં કૉલેજમાં એડમિશન લઈ લીધું. એનું વર્તન હવે સાવ બદલાઈ ગયું હતું. એ મને પહેલાં કરતાં વધારે સાચવવા લાગ્યો હતો. એણે કહ્યું ઃ ‘આપણી વચ્ચે ચાર મહિનાનો જે ગાળો પડી ગયો છે તેને પૂરવા હું કોશિશ કરી રહ્યો છું.’ – પછી તો તે રોજેરોજ મારી કૉલેજ પર આવવા લાગ્યો. મને પણ એના વગર ચેન પડતું નહીં. હું તો પાગલ જેવી જ થઈ ગઈ હતી. હવે તો આખી કૉલેજમાં અમારો પ્રેમ જગજાહેર થઈ ગયો. આખું એફ્.વાય. એટલી મસ્તીમાં ગયું કે બસ…! અમે એક પણ પિક્ચર છોડયું નથી. મારે બપોરની કૉલેજ હોવાથી જે કોઈ નવું પિક્ચર રિલિઝ થાય તે જોવા જતાં રહેતાં. એની નાની બહેન સાથે મારે બહુ જ બનતું. એફ્.વાય. તો રમત રમતમાં જ નીકળી ગયું પણ એસ.વાય.ની શરૂઆત ખરાબ રીતે થઈ. રૂપેશની બહેન મારા ઘેર અવારનવાર આવતી હતી. મારી મમ્મીને હવે શક થવા લાગ્યો હતો. રૂપેશે થોડા દિવસ ફેન પર વાત કરવી નહીં એમ સૂચવ્યું પણ હું સંમત થઈ નહીં.
એક દિવસ રસ્તા પર જ રૂપેશની બહેન મને મળી ગઈ. મેં કહ્યું ઃ ‘રૂપેશ કેમ મને ફેન કરતો નથી ?’
એણે કહ્યું ઃ ‘અમારા પપ્પા બહુ જ કડક છે. કારણ કે પહેલાં રૂપેશની સ્કૂલ ફ્રેન્ડ્સ બહુ જ ઘેર આવતી હતી. પહેલાં આકાંક્ષા નામની છોકરી સાથે મારો ભાઈ ફ્રતો હતો. અમારા પપ્પા આ વાત જાણી ગયા હતા. રૂપેશને ખૂબ માર્યો હતો.’
હું તો આ વાત સાંભળી વિચારમાં પડી ગઈ. મને થયું કે, મેં રૂપેશને મારી બધી ફ્રેન્ડ્સની ખાનગીમાં ખાનગી વાત કહી દીધી છે તો રૂપેશે આટલી મામૂલી વાત મારાથી કેમ છુપાવી ?
બીજા દિવસે એ મારી કૉલેજ પર આવ્યો. મેં એને પૂછયું ઃ ‘તું આકાંક્ષાને ઓળખે છે ?’
એણે અકડાઈને જવાબ આપ્યો ઃ ‘હા, સ્કૂલ લાઇફ્ની એ મારી ફ્રેન્ડ હતી.’
‘તો તેં મને વાત કેમ ના કરી ?’
જવાબ આપ્યા વિના જ રૂપેશ રવાના થઈ ગયો. ત્યારબાદ રૂપેશે મને મળવાનું જ બંધ કરી દીધું. મેં એની બહેનને પૂછયું તો એણે પણ મારી સાથે તોછડાઈથી વાત કરી. હા, એક દિવસ રૂપેશ મને કૉલેજ પર મળવા આવ્યો. એણે મને કહ્યું ઃ ‘આ આપણી છેલ્લી મુલાકાત છે. હવે હું તને નહીં મળું.’
હું તો કૉલેજના કમ્પાઉન્ડમાં જ ધૂસ્કે ધ્રૂસ્કે રડી પડી. એણે જતાં જતાં એટલું જ કહ્યું ઃ ‘તું મને ભૂલી જજે.’
– હું સ્તબ્ધ બની ગઈ. મેં રડતાં રડતાં કહ્યું ઃ ‘તમે મને ભૂલી શકશો પણ હું તમને ભૂલી નહીં શકું.’ એના ગયા પછી હું સાવ શૂન્યમનસ્ક બની ગઈ. મારું માથું ભમવા લાગ્યું. ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય એટલા દુઃખ સાથે હું ઘેર પહોંચી. કેટલાયે દિવસો સુધી મેં ખાધું નહીં. મેં રૂપેશને એક પત્ર લખ્યો ઃ ‘રૂપેશ ! યુ આર માય ર્ફ્સ્ટ લવ. મેં તમને આદર્શ માન્યા છે. આકાંક્ષાની વાત જાણ્યા પછી મારા તમારા તરફ્ના પ્રેમમાં કોઈ જ ઘટાડો થયો નથી. આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ તેના કોઈ દુર્ગુણની જાણ થાય પછી તેને છોડી દઈએ તો તે પ્રેમ નહીં પણ બનાવટ છે. તમે મને એક પેન્ડલ આપ્યું હતું જેમાં ‘પ્રીતિ’ – એવું લખેલું છે તે પેન્ડલ હજીયે મારા ગળામાં છે. તમે મને કહો છો કે બીજે પરણી જા, પરંતુ જે દિવસે એ પેન્ડલ મારા ગળામાંથી ઊતરશે અને બીજો કોઈ મને મંગળસૂત્ર પહેરાવશે તે દિવસ મારી જિંદગીનો આખરી દિવસ હશે. હું તમને ક્યારેય ભૂલી નથી. હું તમારી આપેલી ગિફ્ટસને કલાકો સુધી જોયા કરું છું. મારા ઘરની અગાશી પર જોઈ કલાકો સુધી તમારા ઘર તરફ્ જોયા કરું છું – પહેલાંની જેમ જ. એટલું યાદ રાખજો કે હું કદીયે બીજાની સાથે લગ્ન નહીં કરું. મારા મેરેજનો દિવસ મારા મૃત્યુનો દિવસ હશે. બીજો કોઈ મને હાથ લગાવે તે પહેલાં જ હું ઝેર પી લઈશ રૂપેશ ! તમારી બહેન પણ હવે મારી સાથે બોલતી નથી. હું તમારા બધાની દુશ્મન તો નથી ને ! મને હવે કૉલેજ જવામાં પણ રસ નથી. અત્યારે તો તમારી સાથે વિતાવેલી એક એક ક્ષણને યાદ કરીને હું જીવું છું. મારી એક જ ઇચ્છા છે કે હું મરી જાઉ તો મારા મૃતદેહને તમે અગ્નિદાહ દેજો…
તમારી પ્રીતિ.
પ્રીતિ કહે છે ઃ ‘મારા આ પત્રનો કોઈ જવાબ રૂપેશ તરફ્થી મને મળ્યો નથી, પણ મારા માટે હવે કોઈ જ ફ્રક પડતો નથી. હું મારા નિર્ણયમાં મક્કમ છું. એના સિવાય બીજા કોઈને મારા જીવનમાં સ્થાન નથી. બસ આ મારી સ્ટોરી છે.’
– અને રૂપેશને લખેલા પત્રની કોપી ટેબલ પર મૂકી પ્રીતિ ઊભી થાય છે. એના ચહેરા પર ‘કટી પતંગ’ જેવી તૂટેલા દોરાની લકીરો છે, જાણે કે ભરપૂર પવનમાં એ કપાયો છે. હવામાં ગોથાં ખાઈ રહ્યો છે. એને ખબર નથી કે એ ક્યાં જઈને પડશે.
ભણવાની ઉંમરમાં ભમવામાં પડી ગયેલી એક અપરિપક્વ કાઈનેટિક-ગર્લ અને આજના કાઈનેટિક કલ્ચરની આ કહાણી છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!