Close

અવનિ બોલી ઃ હું ઊંઘતી હતી અને મને કોઈએ ઢંઢોળી નાંખી

કભી કભી | Comments Off on અવનિ બોલી ઃ હું ઊંઘતી હતી અને મને કોઈએ ઢંઢોળી નાંખી
ખુલ્લા અફાટ ખરાબાઓ વચ્ચે ટ્રેન સડસડાટ દોડી રહી હતી. સૂરજ પિૃમમાં નમી રહ્યો હતો. ઉતારુઓ બારીની બહાર જોઈને હવે થાક્યા હતા. એકસરખાં અને નગ્ન ખેતરો વિના કાંઈ જ નહોતું. અલબત્ત સુસવાટાભર્યો  પવન રાતની કાતિલ ઠંડીનો ઇશારો કરી રહ્યો હતો. બારીમાંથી નજર હઠાવીને કંપાર્ટમેન્ટની દુનિયામાં ફરી પ્રવેશતાં અવનિ બોલી ઃ ‘અશોક !’
‘હં!’ પુસ્તકમાં ખોવાઈ ગયેલા અશોકે બહાર જોયા. વિના જ હુંકાર ધર્યો.
‘કહું છું કે, હવે વાંચવાનું બંધ કરને !
‘બસ… એમ.’
‘અશોકે પુસ્તકમાં આંગળી રાખી ધીમેથી અવનિને કહ્યું ઃ ‘એમ એટલે ?’
‘એટલે કે હું કહું એમ કરવાનું.’
‘આ આપણું ઘર નથી.’
‘મને ખબર છે.’
‘શું ખબર છે ?’
‘હું બોર થઈ ગઈ છું… યાર !’
‘રામનગર પહોંચતાં જ તું ખુશ થઈ જઈશ.’
‘ગોપાલ આપણને સ્ટેશન’ ૫ર લેવા આવશે ખરો ?’
‘હા…સ્તો !’ કહેતાં અશોકે ખિસ્સામાંથી એક ચિમળાયેલો આંતરદેશીય પત્ર કાઢયો.
પત્ર પર ફ્રી નજર ફ્ેરવી લીધી. બરાબર દસ વર્ષે ગોપાલનો પત્ર આવ્યો હતો અથવા તો દસ વર્ષે ગોપાલ ક્યાં છે એનો પત્તો લાગ્યો હતો. અશોક-અવનિ પરણ્યાં એ જ સાલથી ગોપાલ અચાનક ગુમ થયો હતો અને એના વિષે કોઈ જ માહિતી મળી નથી. એણે લખ્યું હતું ઃ ‘હું ક્યાં હતો ? શું કરતો હતો ? કેવી રીતે દિવસો પસાર કર્યા અને આ બધું કેમ થયું ? – એની પેટ ભરીને મારે વાતો ક૨વી છે, તમારી બેઉની સાથે… રામનગર આવી જાવ. એક દિવસ માટે. સ્ટેશનથી ગામ ત્રણ માઈલ દૂર છે. ચાલવું પડશે.પણ હું તમને લેવા આવીશ…૩૦મીએ રાહ જોઈશ-ગોપાલ.’
અને અશોકને ભૂતકાળના દિવસો ફ્રી તાજા થયા.
‘શુું વિચારમાં પડી ગયો તું ?’ અવનિએ ફ્રી અશોકને ઢંઢોળ્યો.
‘હું એ વિચારું છું કે, દસ વર્ષ બાદ ગોપાલ કેવો લાગતો હશે ?’
‘દસ વર્ષ બાદ તું કેવો લાગતો હોઈશ ?’
‘માથા ઉપર સફ્ેદ વાળ થયા હશે….’
‘ના, ના…ટાલ પડી હશે.’
-અને   બેઉ ખડખડાટ હસી પડયાં. ટ્રેન રામનગર પહોંચી ત્યારે અંધારું થઈ ગયું હતું. ઊતરનાર ઉતારુઓમાં અશોક-અવનિ અને બીજા એક-બે રડયાખડયા માણસો સિવાય અન્ય કોઈ નહોતું. ટ્રેન ચાલી ગઈ. પ્લેટફૅર્મ પર ફ્રી અંધારું અને એકલતા છવાયાં. કાચા ફ્લેગ સ્ટેશન પર ઘાસતેલનો એક લેમ્પોસ્ટ જલતો હતો. આજે ઠંડીનું પ્રમાણ વધુ હતું. પવનના સુસવાટામાં ઘડીભર અવનિ ધ્રૂજી ગઈ. અશોક ચારે તરફ્ તાકી રહ્યો. ગોપાલ ક્યાંય દેખાતો નહોતો. રડયાખડયા ઉતારુઓ પણ અંધારી વાટે ઊતરી ગયા. એટલામાં કોઈ આદમી એમની ત૨ફ્ આવતો જણાયો. અશોકને રાહત થઈ.
‘ક્યાં જવું છે સાહેબ…?’
‘રામનગર.’ કહેતાં અશોકે પૂછયું ઃ ‘આપ કોણ
‘ગુપ્તા… સ્ટેશનમાસ્તર કહો કે બુકિંગ કલાર્ક…’
‘અમારી પાસે ટિકિટ છે.’ અવનિએ પર્સ ખોલી. ટિકિટનું હું નથી પૂછતો… પણ…’
‘અમને એક દોસ્ત લેવા આવવાનો હતો… એ દેખાતો
‘આજે ટ્રેન બે કલાક લેટ છે, લેવા આવવાવાળા પણ જતા રહ્યા હશે.’
‘ઓહ!’ અશોકે નિસાસો નાખ્યોઃ ‘હવે શું કરીશું અવનિ !’
 અવનિ બોલી ઃ ‘આટલામાં ક્યાંય ગેસ્ટ હાઉસ હશે?’
અને સ્ટેશનમાસ્તરે અટ્ટહાસ્ય કર્યું.
 અશોકે સિગારેટ જલાવતાં પૂછયું ઃ ‘કેમ હંસો છો?’
‘આ તો વેરાન વિસ્તાર છે.’ સ્ટેશનમાસ્તર બોલ્યો ઃ ‘અહીં કાંઈ જ નથી.’ કહેતાં એણે ચાલવા માંડયું.
અશોક-અવનિ વિચારમાં પડી ગયાં. ઠંડી વધી રહી હતી. અવનિ થાકીને સૂટકેસ પર બેઠી. અશોક ચારે તરફ્ જોઈ રહ્યો.
થોડી વાર બાદ સ્ટેશનમાસ્તર પાછો આવ્યો અને બોલ્યો ઃ ‘ચાલો… પેલો રૂમ ખોલી આપું છું. ત્યાં રહેવું હોય તો રાત કાઢી નાખો. સવારે રામનગર પહોંચી જજો.’
‘અને તમે ?’ અશોકે પૂછયું.
‘મારી પાસે સાઈકલ છે. હું તો અહીંથી અડધો ગાઉ દૂર જ એક નાના ગામમાં રહું છું.’
લૅમ્પોસ્ટથી ઠીકઠીક દૂર એવી એક રૂમ સ્ટેશનમાસ્તરે ખોલી આપી. તાળું અને ચાવી સોંપતાં એમણે કહ્યું ઃ ‘જુઓ, અહીં પાણી, ગાદલું કે દીવાની સગવડ નથી.. ચાર દીવાલો જ છે. રૂમમાં રેકર્ડ પડયું છે… ઠંડી અને જાનવરોથી બચાવ થશે. બાકી બીજો કોઈ ભય નથી. હું જાઉ છું. સવારે આવી જઈશ.’
અને સ્ટેશનમાસ્તર ચાલ્યો ગયો. પ્લેટફૅર્મ સાવ એકાકી બન્યું. અશોક અને અવનિ એ નાનકડા રૂમમાં પ્રવેશ્યાં. સાવ અંધારા ખંડમાં દૂરના લેમ્પોસ્ટનો નહિવત્ ઉજાસ બારણામાં થઈ પ્રવેશતો હતો. બેઉ જણ કાંઈ જ પાથર્યા વિના નીચે બેઠાં. ભૂખ લાગી હતી. અવનિએ થેલીમાંથી બે-ત્રણ સફ્રજન કાઢયાં. એ બોલી ઃ ‘ગોપાલ કેમ આવ્યો નહીં ?’
અશોકે ખિસ્સામાંથી કાગળ કાઢી, દીવાસળી સળગાવી ફ્રી વાંચી જોયુંઃ ‘૩૦મીએ રાહ જોઈશ-ગોપાલ.’
એણેે પૂછયું ઃ ‘૩૦મી તો આજે જ થઈને ?’
‘હા.’
‘એણેે સવારે તો રાહ જોઈ નહીં હોય ને ?’
‘સવારે કોઈ ટ્રેન આવે છે ખરી ?’
‘સ્ટેશનમાસ્તરને  પૂછી લેવાની જરૂર હતી.’
‘અશોક ! મને ઠંડી લાગે છે.’
‘લે… મારો કોટ ઓઢી લે.’
‘એના બદલે તને જ ઓઢી લઉં તો…?’
‘તારું રોમૅન્ટિસિઝમ આવી જગાએ પણ ચાલુ જ રહે છે.
‘આવી અંધારી રાત, સરસ મજાની ઠંડી, નરી એકલતા, કોઈનો ભય નહીં…’ અવનિ બોલી રહી હતી.
એનેે કાપતાં અશોક બોલ્યો ઃ ‘આ શબ્દો કુંવારાં પ્રેમીઓને શોભે.’
‘તો આવ… હું પણ એ જ કહું છું. મારે શબ્દો નહીં, તું જ જોઈએ….’
અવનિએે હાથ પ્રસાર્યો અને અશોક એની નજીક સરક્યો. રાત આગળ ધપી રહી હતી. ઠંડીનો પ્રભાવ હવે જબરદસ્ત હતો. વગડામાંથી શિયાળવાંની લારી શાંતિનો ભંગ કરતી હતી. તમરાંનો સ્વર એકધારો અને સતત હોઈ એ જાણે રાતની સાથે વહેતો હતો. અવનિની આંખ મળી ગઈ હતી. અશોેકને ઊંઘ નહોતી આવતી.
અવનિને સહેજ બાજુએ ખસેડતાં એ ઊભો થયો. બારણુું ખોલી એ બહાર નીકળ્યો. કામળી ઓઢી બારણું આડું કરી એ લેમ્પોસ્ટના બાંકડા તરફ્ વળ્યો. થોડાંક જંતુઓ લૅમ્પની આસપાસ ઊડી રહ્યાં હતાં. હવેે ધુમ્મસ પણ છવાયું હતું. પરિણામે ઘાસતેલના દીવાનું અજવાળું પણ ઝાંખું થયું હતું. અશોક એ બાંકડા પર જઈને બેઠો. સિગારેટ કાઢી, દીવાસળી સળગાવી.
અને..
‘ઓ. ઈ…!!!’ એક તીણી ભયભીત થયેલી ચીસ સંભળાઈ.’
અશોક ચોંકી ગયો.
‘ન…હીં.. નહીં!!!’ ફ્રી ચીસ સંભળાઈ. અવાજ અવનિનો હતો.
અશોક એક ક્ષણમાં પામી ગયો. સિગારેટ ફ્ેંકી દેતાં એ ઓરડી તરફ્ દોડયો. લાત મારીને બારણું ખોલી નાખ્યું.
અંધારામાં એણે બૂમ મારી ઃ ‘અ…વ…નિ !’
એેનોે પગ અવનિ સાથે અફ્ળાયો.
‘અ..શો..ક !’ ફ્ફ્ડતા સ્વરે અવનિ બોલી ઃ ‘અશોક… ગો…પાલ.. ગો…પાલ આટલામાં જ છે… તું સાચવ.’
‘શું થયું… અવનિ ?’
બેઠાં થતાં અશોકને બાઝીને એ બોલીઃ ‘હું ઊંઘતી હતી ને મને કોઈએ ઢંઢોળી… હું સમજી કે તું છે… પણ મને વહેમ ગયો… એણે કહ્યું એ ગોપાલ છે અને તુરત જ મને…’
‘ગો..પા..લ !’ અશોકે ત્રાડ પાડી ઃ ‘અંધારામાંથી બહાર આવ ! તારું લોહી પી જઈશ. તેં અમને બોલાવીને છેતર્યાં, નાલાયક ! તારું કાવતરું મને સમજાઈ ગયું. હવે… મને યાદ છે, તું અવનિને પામવા તલસતો હતો, પણ અવનિને
તને મળી નહીં… એટલે દસ વર્ષ બાદ પણ તેં આ રીતે… જ્યાં હોય ત્યાંથી બહાર નીકળ.. તારું મોત કોઈ જાણશે પણ નહીં.’
રાતની નીરવ શાંતિમાં ગાજેલી બૂમો શાંત થઈ ગઈ, પણ ગોપાલ બહાર નીકળ્યો નહીં.
અશોકે કહ્યું ઃ ‘અવનિ ! સૂટકેસમાંથી ચાકુ લાવ… અને તું હટી જા.’
અવનિએ લેમ્પોસ્ટના ઉજાસે સૂટકેસ ખોલી, ચાકુ કાઢી આપ્યું.
‘હવે આવ બહાર ગોપાલ !’ કહેતાં અશોકે ફ્રી પડકાર ફ્ેંક્યો.
અવનિ અશોકની નજીક આવી . હજુ તે ફ્ફ્ડતી હતી. અશોકે ખિસ્સામાંથી મેચબૉક્સ કાઢી દીવાસળી સળગાવી.
ખંડ હવે સ્પષ્ટ દેખાતો હતો. પણ અંદર કોઈ નહોતું. જૂના દફ્તરના થોડા ઢગલા અને ખૂણામાં સિગ્નલ માટેનો જૂનો લૅમ્પ પડયા હતા. અશોકે બીજી દીવાસળી સળગાવી. અવનિએ એકાએક અશોકને ઢંઢોળતાં એક દીવાલ તરફ્ આંગળી ચીંધી ઃ ‘અશોક ! આ તસવીર… જો’
અશોકે દીવાલ તરફ્ ધસીને દીવાસળીના અજવાળે જોયું તો એ તસવીર ગોપાલની હતી. નીચે લખ્યું હતુંઃ ‘સ્વ. ગોપાલ કનોરિયા, સ્ટેશનમાસ્તર, ૧૯૬૫.’
બેઉ સ્તબ્ધ થઈ ગયાં. પગ જાણે કે ધરતી પર ચોંટી ગયા. છાતીમાં જબરદસ્ત ધ્રાસકો પડયો. અશોક સમજી ગયો કે, અવનિને ઢંઢોળનાર એ આદમી ખુદ ગોપાલ હતો. અલબત્ત, ગોપાલનું પ્રેત હતું. જલતી સળી આંગળાં સુધી પહોંચતાં અશોક દાઝી ગયો. એણે ખિસ્સામાંથી ગોપાલનો કાગળ કાઢયો. દીવાસળીથી કાગળ વાંચી રહ્યો. એમાં લખાયેલી તારીખ આજથી દસ વર્ષ પહેલાંની હતી, અને તેથી જ પત્ર ચિમળાયેલો અને જૂના રંગની ભાત ધરાવતો હતો. બેઉ ઝડપથી ઓરડાની બહાર ઘસી ગયાં.
બાંકડા પર બેસતાં અશોક બોલ્યો ઃ ‘શાયદ, ગોપાલ પણ તને ચાહતો હતો… અવનિ !’
અવનિ  કાંઈ જ બોલી નહીં. એ હજુયે ભયથી ધ્રૂજતી હતી. ધુુમ્મસ જામતું જતું હતું.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!