શહેરના શંકરનગર મહોલ્લામાં તેની સિમેન્ટ-ચૂનાની દુકાન છે. દુકાન સારી ચાલતી હોઈ ઘરમાં પૈસાની રેલમછેલ રહેતી. એની પત્ની હીરામણિને ત્રણ દીકરીઓ હતી શોભા, પિંકી અને સીમા. બધી જ દીકરીઓ શહેરની એક સારી શાળામાં ભણતી.સમય બદલાતા ધંધામાં મંદી આવી. સંતોષની દુકાને ઘરાકી ઘટી ગઈ. ધંધામાં નુકસાન થવા લાગ્યું. ઘરના નોકરોને છૂટા કરી દેવાયા, પરંતુ દુકાનમાં કામ કરતો કૃષ્ણા નામનો નોકર હજી છૂટો કરાયો નહોતો. કૃષ્ણા દુકાન ચલાવવામાં હોશિયાર હતો. તે ઘરના સભ્ય જેવો જ હતો.
નિયતિનું ચક્ર ફરતું રહ્યું અને ધીમે ધીમે સંતોષ આર્થિક રીતે નુકસાનમાં આવી ગયો. ઘર ચલાવવાનું પણ હવે મુશ્કેલ હતું. વળી ઘરમાં ત્રણ દીકરીઓ હવે પુખ્ત થઈ ગઈ હતી. શોભા ૨૪ વર્ષની, પિંકી ૨૨ વર્ષની અને સીમા ૧૮ વર્ષની થઈ ગઈ હતી. દહેજ આપવાની તાકાત ના હોઈ ત્રણેય કુંવારી હતી. સંતોષ હવે તેના દિવસો સુધરે તે માટે જાતજાતની બાધાઓ રાખવા માંડયો હતો. અમાસના દિવસે તે નિયમિત ચિત્રકૂટના દર્શને જતો. રાત ત્યાં જ પત્ની સાથે રોકાતો અને બીજા દિવસે પાછો આવતો.
એ દિવસે પણ સંતોષ તેની પત્ની સાથે ચિત્રકૂટ ગયેલો હતો. દુકાન પર એકમાત્ર કૃષ્ણા જ હતો. તે જ નોકર ને તે જ શેઠ. સાંજે અચાનક મોસમે કરવટ બદલી. વાદળો ચડી આવ્યાં અને ધોધમાર વરસાદ તૂટી પડયો. કૃષ્ણા દુકાન બંધ કરી ચાવી આપવા ઘેર ગયો. એણે દરવાજોે ખોલ્યો તો દુકાન માલિકની મોટી દીકરી શોભા એકલી ઘેર હતી. કૃષ્ણાના કપડાં પલળી ગયા હતા. શોભાએ તેને ટુવાલ આપ્યો. કૃષ્ણા વસ્ત્રો બદલવા લાગ્યો. કૃષ્ણા હૃષ્ટપુષ્ટ હતો. વયસ્ક શોભા કૃષ્ણાની કાયાને જોેઈ રહી.
કૃષ્ણાએ પૂછયુંઃ ‘શું જોેઈ રહી છે?’
‘કાંઈ નહીં.’ શોભા શરમાઈ ગઈ.
કૃષ્ણા કુંવારો હતો. શોભા પણ કુંવારી હતી. શોભાની આંખમાં નિમંત્રણ હતું. કૃષ્ણા સમજી ગયો. એણે કહ્યુંઃ ‘શોભા, તું જ મારું શરીર લૂછી આપને.’
શોભાએ તરત જ હા પાડી. એ એનો પ્રથમ પુરુષ સ્પર્શ હતો. બહાર હજી વરસાદ ચાલુ હતો. મોસમ બેઈમાન થતી રહી. કૃષ્ણા બારણું બંધ કરી આવ્યો અને શોભા ઈચ્છા-અનિચ્છાએ કૃષ્ણના તાબે થઈ ગઈ. વરસાદ ધીમો પડયા પછી શોભા ઊભી થઈ. એણે થાકેલા, ભીંજાયેલા, કૃષ્ણા માટે મસાલાવાળી ચા બનાવી આપી. શરમની મારી શોભાની આંખો હજી નીચે ઢળેલી હતી. શોભાએ કૃષ્ણાને કહ્યું ઃ ‘આજે રોકાઈ જા… મમ્મી-પપ્પા રાત્રે આવવાનો નથી.’
બીજા દિવસે શોભાની બહેન પિંકીએ શોભાને પૂછયુંઃ ‘દીદી ! તું આજે બદલાયેલી કેમ લાગે છે?’
‘બસ એમ જ.’
‘ના, મારા સમ સાચું કહે.’ પિંકીએ આગ્રહ કર્યો.
‘તો સાંભળ’ કહેતાં શોભાએ પિંકીને કાનમાં બધું મોઘમ પણ સાચું કહી દીધું. વાત સાંભળતાં જ પિંકીનાં રુંવાડા રોમાંચિત થઈ ઊઠયા. એ બોલીઃ ‘દીદી, આપણાં તો લગ્ન થવાના જ નથી.. તો…?’
વાંધો નહીં શોભા બોલી ઃ ‘કૃષ્ણા તો છે ને ?’
‘પણ એ તો તારી એકલીનો જ છે ને ‘ પિંકીએ મીઠી ફરિયાદ કરી.
‘મેં એની સાથે ક્યાં લગ્ન કર્યાં છે. એ તારો પણ થઈ શકે છે. ‘ શોભા બોલી.
‘તો જલદી ગોઠવી દેને!’ પિંકી બોલીઃ ‘આપણી તો બધી બેહનપણીઓ પરણી ગઈ. આપણે જ કુંવારા છીએ. ક્યા સુધી તારા ગણ્યાં કરીશું ?….
કૃષ્ણા ઘરના સભ્ય જેવો હતો. એ કોઈ વાર સંતોષના ઘેર પણ સૂઈ જતો. તેના માટે એક અલગ ઓરડી હતી. શોભા અવારનવાર રાત્રે ત્યાં જતી. એક દિવસ તેણે કૃષ્ણાને પિંકી માટે વાત કરી, કૃષ્ણા એ દિવસે શોભાની રાહ જોેતો હતો, પરંતુ રાત્રિના આછા ઉજાસમાં પિંકી આવી ગઈ. પિંકી સરસ રીતે સજ્જ થઈને આવી હતી. હવે તે પિંકીનો વણકહ્યો ભરથાર પણ બની ગયો. પરોઢ થતા પહેલાં પિંકી પોતાના કમરામાં જતી રહી. એ પછી શોભા અને પિંકી પિતા આગળ રોજ કૃષ્ણાના વખાણ કરતી શોભા અને પિંકી બેઉ મળીને રોજ કોઈ ને કોઈ એવું ચક્કર ચલાવતા કે દર બે-ત્રણ દિવસે કૃષ્ણાને રાત રોકાવા ઘેર આવવું પડે.
એક રાત્રે શોભા કૃષ્ણાની ઓરડીમાંથી બહાર નીકળીને તેના રૂમમાં જઈ રહી હતી તો એણે કોઈનું રુદન સાંભળ્યું. એણે જોેવું તો એના પિતા જ એમના રૂમમાં બેઠા બેઠા રડી રહ્યા હતા. તેઓ રડતા રડતા તેમની પત્ની હીરામણિને કહી રહ્યા હતા ‘ઘરમાં ત્રણ ત્રણ જવાન છોકરીઓ બેસી રહી છે. કોઈ પૈસા વગર એમનો હાથ પકડવા તૈયાર નથી. મને તો થાય છે કે, હું આત્મહત્યા કરી લઉં.’
પિતાની પરેશાની જોેઈ શોભા પણ ખિન્ન થઈ ગઈ. આખી રાત તે ઊંઘી શકી નહીં. બિસ્તર પર પડખાં ફેરવતી જ રહી. વળી એને બીજી ચિંતા પણ સતાવની હતી. એણે પિંકીને ઉઠાડી અને કહ્યું ‘પિતાજી આપણા કારણેે પરેશાન છે. અને હું પ્રેગ્નન્ટ છું. કેવી રીતે વાત કરવી?’
પિંકી પણ વિચારમાં પડી ગઈ.
થોડી વાર પછી તે બોલી ઃ ‘તું તાત્કાલિક કૃષ્ણા સાથે લગ્ન કરી લે. બાળકને રહેવા દે.’ કૃષ્ણા પણ ગરીબ છે. તેના પિતા દહેજ નહીં માંગે.’
‘હા… એ પ્રશ્ન તો હલ થઈ જશે, પરંતુ-‘
‘પરંતુ શું?’ પિંકીએ પૂછયુંં.
‘મને તારી ચિંતા સતાવે છે. પિંકી, તું એક વાત માને તો કહું! આપણે બંને કૃષ્ણા સાથે લગ્ન કરી લઈએ.’
‘અને?’ પિંકીએ પૂછયું.
‘મને તારી ચિંતા સતાવે છે. પિંકી, તું એક વાત માને તો કહું! આપણે બંને કૃષ્ણા સાથે લગ્ન કરી લઈએ.’
‘અને?’ પિંકીએ પૂછયું.
‘હા… બંને… આમેય કૃષ્ણા આપણા બંનેનો તો છે જ ને !’ શોભા બોલી ઃ ‘બધા જ પ્રશ્નો હલ થઈ જશે. એક કુંવારી માનું કલંક મને નહીં લાગે અને આપણા બેઉના લગ્નનો અને દહેજનો પ્રશ્ન હલ થઈ જતાં પિતાજીને રાહત થશે.’
થોડી વાર વિચારીને પિંકી બોલીઃ ‘હું તૈયાર છું. પરંતુ આપણા બેઉના લગ્ન બાદ પિતાજીની પરેશાની ખતમ નહીં થાય.’
‘કેમ ?’
‘આપણી નાની બહેન સીમા તો બાકી જ છે ને !’ પિંકી બોલી.
‘તો શું કરીશું ?’
‘જોે શોભા! સીમા પૂરી રીતે હવે તૈયાર છે. એ તારા અને મારા કૃષ્ણા સાથેના સંબંધો જાણી ગઈ છે. એનાં લક્ષણ પણ સારાં નથી. કેટલાયે દિવસથી તે મને ટોણાં મારે છે. એ કહે છે કે, મારું તો કોઈ વિચારતું જ નથી.’
‘તો તું સીમાને પૂછી લે કે તે પણ આપણા બેની જેમ કૃષ્ણા સાથે લગ્ન કરવા તૈયાર છે?’ શોભાએ કહ્યું.
‘હું પૂછી લઈશ.’ પિંકી બોલી અને વળી ઉમેર્યુંઃ ‘પૂછવાની જરૂર નથી. એક રાત્રે સીમાને જ કૃષ્ણાના ઓરડામાં મોકલી દઈએ.’
‘બહુ સરસ. કાલે જ.’ શોભા બોલીઃ ‘હવે બહુ વાર કરવા જેવી નથી.’
પિંકીએ સીમાને વાત કરી. સીમા તો તૈયાર જ હતી. એ રાતની વાતોથી વાકેફ હતી. સીમા ખુશી ખુશી કૃષ્ણા પાસે ચાલી ગઈ.
બીજા જ દિવસે શોભાએ સીમાને પૂછયું ઃ ‘તને કૃષ્ણા ગમે છે?!’
‘હા.’ શરમાતાં સીમા બોલી.
બીજા જ દિવસે કર્વીના એક મંદિરમાં જઈ ત્રણેય બહેનોએ કૃષ્ણાને ફૂૂલોનો હાર પહેરાવ્યો અને કૃષ્ણાએ પણ ત્રણેય બહેનોને હાર. પહેરાવી ભગવાનની સાક્ષીએ પત્નીઓ તરીકે સ્વીકારી લીધી, અલબત્ત, આ વાતની ખબર પડતાં આખાયે શહેરમાં જબરદસ્ત વિરોધ ઊભો થયો. સમાજના આગેવાનોએ ભારે બખેડો ઊભો કર્યો. લોકો સંતોષ શર્માના ઘેર પહોંચી ગયા. મંદિરોના મઠાધીશોએ એક પુરુષ સાથે ત્રણ બહેનોના લગ્નને વ્યભિચાર કહ્યો. વાત એટલી હદે બગડી કે, કૃષ્ણા તેની ત્રણેય પત્નીઓ સાથે કર્વી શહેર છોડવા મજબૂર થઈ ગયો અને ચિત્રકૂટ ધામ ખાતે એક ઓરડો ભાડે લઈ રહેવા લાગ્યો. શોભાનું પ્રથમ બાળક જન્મના થોડાક જ મહિનાઓમાં મૃત્યુ પામ્યું, પરંતુ પિંકી અને સીમા પણ હવે એક પુત્રની મા બની ગઈ છે. ત્રણેય બહેનો એક જ પુરુષની પત્નીઓ બનીને એક નાનકડા ઓરડામાં સંપથી રહે છે. આ ઘટનાને જાહેર વ્યભિચાર કહેવો કે લાચારી તે સમાજે નક્કી કરવાનું છે.
દેવેન્દ્ર પટેલ
ReplyForward
|