Close

તું અમારી મા નહીં, પણ અમારા બાપની ઔરત છે

કભી કભી | Comments Off on તું અમારી મા નહીં, પણ અમારા બાપની ઔરત છે

 

kabhikabhiઆયેશા બેગમ.

એ નાની હતી ત્યારથી જ રૂપાળી હતી. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ વધુને વધુ ખીલતું ગયું. અલબત્ત, તેનું પરિવાર એક સાધારણ સ્થિતિમાં જીવતું હતું. તે હજુ માંડ ૧૪ વર્ષની હતી ત્યારે જ નજીકના એક ગામે તેને પરણાવી દેવામાં આવી.

પરણીને તે સાસરે તો ગઈ પરંતુ દાંપત્યજીવન શું છે એની તેને ખબર નહોતી. ઓછી વયના કારણે તે સસુરાલમાં કેટલીક નાદાનિયત કરી બેઠી. તેના બાળસહજ તોફાનોને માફ કરવામાં આવ્યા નહીં. આયેશાને ફટકારવામાં આવતી. આયેશાને તેનો પતિ કે જે ૨૦ વર્ષની વયનો હતો તે માર મારતો. આ કારણેે આયેશાને તેના પતિ માટે નફરત પેદા થઈ ગઈ. આયેશા રડતી રડતી પિયર જતી રહી અને તે પછી કદી સાસરે ના ગઈ. કેટલાક દિવસો સુધી બેઉ પક્ષે વાદવિવાદ થયા બાદ બેઉના તલાક થઈ ગયા.

આયેશા હવે ખુશ હતી. પરંતુ તેના માતાપિતાને પુત્રીની ચિંતા હતી. આયેશા હવે યુવાન થઈ રહી હતી. તેમણે હવે આયેશા માટે કોઈ સારા રિશ્તાની શોધ શરૂ કરી. આયેશા છૂટાછેડા પામેલી છોકરી હોઈ તેની સાથે લગ્ન માટે કોઈ જલ્દી તૈયાર થયું નહોતું.ળ

ખૂબ મથામણ બાદ એક આદમી મળી ગયો. તેનું નામ સલીમ. સલીમ રેલવેમાં નોકરી કરતો હતો. તેની શાદી કેટલાક વર્ષો પહેલાં નૂરજહા નામની યુવતી સાથે થઈ હતી. તે પછી નૂરજહાં ચાર બાળકોની માતા બની હતી પરંતુ એક દિવસ હૃદયરોગના હુમલાથી તે ભરજુવાનીમાં જ મૃત્યુ પામી. સલીમ પાસે પૈસા, જમીન, મકાન વગેરે હતું પરંતુ ચાર બાળકોને સાચવે તેવી કોઈ સ્ત્રી ન હોતી. તે પણ આ બાળકોને સાચવે તેવી જીવનસાથીની ખોજ કરી રહ્યો હતો.

આ સંજોગોમાં સલીમ પાસે છૂટાછેડા પામેલી આયેશા સાથે શાદી કરવાની ઓફર આવી. આયેશા હવે ૨૦ વર્ષની થઈ ચૂકી હતી. સલીમ અને આયેશાના નિકાહ થઈ ગયા. સલીમના ઘરમાં આવ્યા બાદ આયેશા પણ ખુશ હતી. ઘણું મોટું ઘર હતું. ઘર સાધન,સંપન્ન હતું. ટીવી હતું, ફ્રીજ હતું, વોશિંગ મશીન પણ હતું. ઘરમાં સુખ સાહ્યબી જોઈને આયેશાએ સલીમના આગલી પત્નીથી થયેલા ચારેય બાળકોની મા બનવાનું પસંદ કર્યું. તેમાં સૌથી મોટો પુત્ર શહેનશાહ નામ ધરાવતો હતો. આયેશાએ એ બધાંય બાળકોને સગી મા જેવો પ્રેમ આપ્યો.

આયેશાના આવ્યા બાદ સલીમના જીવનમાં પણ બરકત આવી. હવે આયેશા પણ કાફી સમજદાર થઈ ચૂકી હતી. પતિ-પત્ની વચ્ચેના સંબંધોના મહત્ત્વને તે જાણી ચૂકી હતી. સલીમના બાળકો પણ આયેશાને ‘અમ્મી-અમ્મી’કહીને બોલાવતા થાકતાં નહોતાં.

લગ્નના એક વર્ષ બાદ આયેશાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો. તેને શિફા એવું નામ આપવામાં આવ્યંું. આયેશા હવે કુલ પાંચ બાળકોની મા બની ગઈ.

સમય વહેતો રહ્યો.

સલીમની પહેલી પત્નીના બાળકો હવે મોટાં થઈ ગયા. તેમાંયે મોટો પુત્ર શહેનશાહ યુવાન થઈ ગયો.

ભણવાનું પૂરું કરીને શહેનશાહ નોકરી કરવા સાઉદી અરબ ચાલ્યો ગયો. ત્યાંથી કમાઈને તે પૈસા મોકલવા લાગ્યો. સલીમના બીજાં બાળકો હજુ ભણતા હતા. આયેશા એ બધાનો જ ખ્યાલ રાખતી હતી. તેણે એ બાળકોને પોતે ઓરમાન માતા છે તેવો અહેસાસ કદી થવા દીધો નહીં. બાળકો પણ આયેશાને સગી મા જેવો જ પ્રેમ કરતા હતા.

પણ હવે સમય બદલાયો.

સલીમના આગલી પત્નીથી થયેલા બાળકો વધુ મોટા થયા. આ પરિવારની સુખશાંતિ જોઈને ઈર્ષા કરવાળા પડોશીઓએ સલીમની આગલી પત્નીથી થયેલા બાળકોના કાનમાં ઝેર રેડવા માંડયું. એ લોકો ખાનગીમાં કહેવા લાગ્યાઃ ‘એ તો તમારી ઓરમાન મા છે. આયેશા શિફાને જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ નથી કરતી. તમને એક દિવસ ઘરમાંથી કાઢી મુકાવશે.’

‘ઓરમાન’ શબ્દ દિમાગમાં આવતાં જ સલીમના આગલી પત્નીથી થયેલા બાળકો ભડક્યાં. કોઈ પણ જાતના કારણ વગર તેઓ આયેશા બેગમને નફરતની દૃષ્ટિથી જોવા લાગ્યા. પડોશીઓએ રડેલા ઝેરથી બાળકોનો દિમાગ હવે પ્રદૂષિત થઈ ચુક્યો હતો. આયેશા બેગમમાં તેમને દુશ્મન જ નજર આવવા લાગી. ઘરમાં આયેશા જે કહે તેથી વિપરીત જ બાળકો કરવા લાગ્યા. રોજેરોજ એ છોકરા આયેશા શાથે ઝઘડો કરવા લાગ્યા. તે કહેવા લાગ્યાઃ ‘તમે તમારી છોકરી શિફાને સારું સારું ખાવાનું આપો છો અને અમને વધેલું જ આપો છો.’

હકીકતમાં એમ હતું જ નહીં. સંતાનો અને આયેશા બેગમ વચ્ચેના ઝઘડા જોઈ સલીમના ઘરની ખુશીઓ પણ વિખરાવા લાગી.

કેટલાક મહિનાઓે બાદ સલીમનો મોટો પુત્ર શહેનશાહ સાઉદી અરબથી પૈસા કમાઈને પાછો ફર્યો. તેની પાસે હવે પૈસા હતા. તેના બીજા ભાઈભાંડુઓએ તેને પણ ઉશ્કેર્યા. શહેનશાહ પણ હવે તેની ઓરમાન માતાને ધિક્કારવા લાગ્યો. બચપણ જે સ્ત્રીએ જેને પોતાનો જ પુત્ર સમજી મોટો કર્યો હતો તે પણ આયેશા બેગમને ધિક્કારવા લાગ્યો. તે બેફામ પૈસા વાપરતો હતો. આયેશા બેગમે તેને પૈસા બરબાદ ના કરવા સલાહ આપી પરંતુ એ સલાહ ઓરમાન માની છે તેમ સમજીને આયેશા બેગમની સલાહ તેને કડવી લાગવા માંડી. વાતવાતમાં તે આયેશા બેગમ સાથે ઝઘડા કરવા લાગ્યો. શહેનશાહ નાનો હતો ત્યારે આયેશા બેગમે તેને ચાલતાં શીખવ્યું હતું પરંતુ શહેનશાહ હવે આયેશા બેગમને નફરત કરવા લાગ્યો.

શહેનશાહ હવે શાદી કરવા માગતો હતો. તેણે જાતે જ પોતાના માટે છોકરીઓની શોધ શરૂ કરી. એણે પડોશના જ મહોલ્લામાં રહેતી એક છોકરી પસંદ કરી લીધી. આયેશા બેગમે તપાસ કરી તો ખબર પડી કે શહેનશાહે જે છોકરી પસંદ કરી છે તે બરાબર નથી. તે છોકરીની ચાલચલગત સારી નહોતી. આયેશાએ આ વાત એના પતિ સલીમને કહી. સલીમે પણ આયેશાની વાત સ્વીકારીને પુત્ર શહેનશાહને એણે પસંદ કરેલી છોકરી સાથે લગ્ન ના કરવા સલાહ આપી.

આ ઘટનાથી શહેનશાહ વધુ ગુસ્સે ભરાયો એને પડોશીઓએ ઉશ્કેર્યોઃ ‘આયેશા બેગમ તારી ઓરમાન મા છે. તું તારી પસંદગી પ્રમાણે શાદી કરે તેવું તે કદી ના ઈચ્છે ?’

શહેનશાહ હવે આયેશા બેગમ પ્રત્યે ખફા રહેવા લાગ્યો. એક દિવસે સવારે તે ઊઠયો તે સવારે આયેશા બેગમે બનાવેલા નાસ્તાની ડિશ ફેંકી દેતા તે બોલ્યોઃ ‘તમે તમારી દીકરીને પસંદ છે તે જ નાસ્તો બનાવો છો. અમારી તો તમને કોઈ પરવા જ નથી.’

શહેનશાહ ગુસ્સે થઈને ઘરની બહાર ચાલ્યો ગયો. એક કલાક બાદ તે પાછો આવ્યો ત્યારે ઘરમાં પોતું થઈ રહ્યું હતું. આયેશા બેગમે તેને ભીની ફર્શ પર જુતાં પહેરીને નહીં ચાલવા કહ્યું. શહેનશાહે આયેશા બેગમને કહ્યું: ‘તારા બાપનું ઘર નથી.’

તુંકારો સાંભળીને આયેશા બેગમે તેને ખખડાવી નાખ્યોઃ ‘તારી મા સાથે આવી ભાષામાં વાત કરે છે ?’

શહેનશાહ બોલ્યોઃ ‘તું અમારી બાપની ઔરત છે, અમારી મા નથી, સમજી ?’

આયેશા બેગમે ગુસ્સે થતાં કહ્યું: ‘ચૂપ થઈ જા, નહીંતર સાંજે તારા પિતાને કહી દઈશ કે તું શું બોલ્યો હતો?’

આ સાંભળીને શહેનશાહ વધુ ક્રોધે ભરાયો. એ બોલ્યોઃ ‘તારા માટે હું સાંજ જ નહીં પડવા દઉં.’- એમ કહીને એણેે કિચનમાં પડેલો છુરો ઉઠાવ્યો અને આયેશા બેગમના માથાના વાળ પકડી તેની ગરદનમાં છુરો ભોંકી દીધો.

આયેશા બેગમ લોહીલુહાણ થઈ ગઈ. તે ફર્શ પર ઢળી પડી. થોડી જ મિનિટોમાં તરફડીને તે મૃત્યુ પામી.

ઓરમાન માતાની હત્યા કર્યા બાદ શહેનશાહ ભાગી ગયો. સાંજે સલીમ ઘેર આવ્યો ત્યારે પત્નીને મૃત અવસ્થામાં નિહાળી. જે બાળકોને સાચવવા- મોટા કરવા તે આયેશા બેગમને પત્ની બનાવીને ઘરમાં લાવ્યો હતો તે જ સંતાનોના ખૌફના ભોગ આયેશા બેગમ બની હતી.

શહેનશાહ પકડાઈ ગયો પણ સલીમનો ઘર પરિવાર બરબાદ થઈ ગયો.

સમાજમાં આવા અકૃતઘ્ન પુત્રો પણ હોય છે, જેઓ માતા પ્રેમને સમજી શકતા નથી, પછી ભલે તે ઓરમાન માતા હોય. બધી જ ઓરમાન માતાઓ ખરાબ હોતી

 

Be Sociable, Share!