Close

ત્રણ હજાર વર્ષ પૂર્વેની સ્વરૂપવાન’હેલન’ -જેના માટે ૧૦ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું

કભી કભી | Comments Off on ત્રણ હજાર વર્ષ પૂર્વેની સ્વરૂપવાન’હેલન’ -જેના માટે ૧૦ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું
હેલન.
આજથી ૩૦૦૦ વર્ષ પહેલાંના ગ્રીસની નજીક આવેલા સ્પાર્ટાની તે યુવા મહારાણી હતી. એ જમાનાની તે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. સ્પાર્ટાના રાજા મેનેલિયસની તે યુવાન, નમણી અને મારકણું સૌંદર્ય ધરાવતી પત્ની હતી. મોટી ઉંમરના રાજા મેલેનિયસ કરતાં હેલન ઘણી નાની હતી. તે વખતે બે દેશો વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા વખતે જ ટ્રોયનો રાજકુમાર પેરિસ રાજા મેનેલિયસની યુવાન પત્ની હેલનના પ્રેમમાં પડી ગયો હતો. પેરિસ ટ્રોય દેશનો રાજકુમાર હતો અને હેલન પરિણીત હોવા છતાં પ્રિન્સ ચાર્િંમગ એવા પેરિસના પ્રેમમાં પડી જાય છે. પેરિસ સ્પાર્ટાની યુવા મહારાણી હેલનને ઉઠાવીને ટ્રોય લઈ આવે છે.
સ્પાર્ટાના રાજા મેનેલિયસ માટે ઘોર અપમાન જેવી સ્થિતિ સર્જાય છે. તે સહન કરી શકતો નથી. જોેગાનુજોેગ રાજા મેનેલિયસનો ભાઈ બાજુમાં જ આવેલા માયસેનાનીયન્સ નામના બીજા એક દેશનો રાજા હતો. તેનું નામ એગમ્મેન હતું. તેને પણ ભાઈની સ્વરૂપવાન પત્નીને ટ્રોયનો રાજકુમાર ઉપાડી જાય તે ઘટનાને પારિવારિક અપમાન સમજે છે.
રાજા એગમેમનને પોતાના ભાઈને મદદ કરવા અને કુટુંબના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરવા ગ્રીસના કબીલાઓને એકત્ર કરી ટ્રોય મહાનગર પર આક્રમણ કરવાની યોજના બનાવે છે તેનો દેખાવ પૂરતો મકસદ છે. હેલનને પાછી મેળવવી, પરંતુ તેનો અસલી હેતુ હતોે ટ્રોય જીતી લઈને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું. તે સત્તા ભૂખ્યો હતો. હેલન તો યુદ્ધ માટેનું એક બહાનું હતું.
એ વખતે ટ્રોય મહાનગર પર રાજા પ્રાયેમ રાજ કરતો હતો અને પેરિસ તેનો પુત્ર હતો. ટ્રોયની ચારે તરફ મજબૂત ઊંચો કોટ હતો. પ્રિન્સ પેરિસનો મોટોભાઈ  યુવરાજ હેક્ટર ટ્રોયનો સેનાપતિ હતો. હેક્ટર બહાદુર હતો અને તેની અભેદ સુરક્ષા વ્યવસ્થા હેઠળ આજસુધી કોઈ ટ્રોય નગરમાં પ્રવેશી શક્યું નહોતું.
 રાજા મેનેલેયસ તથા તેના ભાઈ એગમેમનને હજારો ગ્રીક યોદ્ધાઓ સાથે ટ્રોય પર આક્રમણ કરી દીધું હતું તે પહેલાં ટ્રોયના તોતિંગ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. ટ્રોયની એક તરફ દરિયો હતો તો બીજા તરફ જમીન, ગ્રીક યોદ્ધાઓએ સેંકડો વહાણો દરિયામાં ખડકી દીધાં. ગ્રીક યોદ્ધાઓએ ટ્રોયને ઘેરો ઘાલ્યો. ટ્રોય આપત્તિઓથી ઘેરાઈ ગયું. કારણ કે આ યુદ્ધ ૧૦ વર્ષ સુધી ચાલ્યું. પૂરા ૧૦ વર્ષ સુધી ગ્રીક લશ્કરનો ટ્રોયની આસપાસ ઘેરો રહ્યો. ટ્રોયના નાગરિકો શહેરની બહાર નીકળી શકતા નહોતા. કારણ કે બહાર ગ્રીક સૈનિકોની સંખ્યા ઘણી મોટી હતી અને તેમાંયે ગ્રીક યોદ્ધા વીર એકિલિસનો સામનો કરવાની કોઈની તાકાત નહોતી. એકિલિસ ગ્રીક સૈન્યનો સેનાપતિ હતો. તેની પાસે દૈવી શક્તિઓ હતી. આ યુદ્ધનો અસલી હીરો જ વીર એકિલિસ હતો અને યુદ્ધના ૧૦માં વર્ષે ટ્રોયનો પરાજ્ય થયો. ભારે રક્તપાત થયો. પ્રાચીન સમયમાં યુદ્ધમાં પ્રાપ્ત થયેલું ધન અને કેદીઓ વહેંચી લેવાનો રિવાજ હતો. ગ્રીક સૈનિકોએ ક્રીઆ નામના શહેરને પણ લૂંટયું. તે વખતે સૂર્યદેવ એપોલોના મંદિરને પણ લૂંટવામાં આવ્યું. તેમાં એપોલોના પૂજારી કાયસીસની પુત્રીનો પણ સમાવેશ થાય છે. એપોલોની કન્યા મહારાજા એગમેમ્નના ભાગે આવી. મહારાજી એગમેમ્નને વીર એકિલિસને મોટો અન્યાય કર્યો. વીર એકિલિસ  રાજા એગમેમનને પૂજારીની કન્યા પાછી આપવાનું કહે છે. ભારે વાદ વિવાદ બાદ રાજા એગમેમનન પૂજારીની કન્યા પાછી આપવાનું સ્વીકારે છે પરંતુ તેના બદલામાં વીર એકિલિસના યુદ્ધના ભાગે મળેલી કન્યા બાસિઇસને તે પડાવી લે છે.
રોષે ભરાયેલો એકિલિસ યુદ્ધનો ત્યાગ કરે છે.
પરંતુ ગ્રીક લોકોને છેવટે એકિલીસની જરૂર પડે જ છે. યુદ્ધમાં પાછા ભાગી આવેલા પેરિસને હેલન ઠપકો આપે છે. હેક્ટર અને પેરિસ બંને ભાઈ ફરી યુદ્ધ કરવા જાય છે. એકિલિસ ફરી દૈવી બખ્તર ને  શસ્ત્રો ધારણ કરી યુદ્ધે ચડે છે અને પેરિસના ભાઈ હેક્ટરને મારી નાંખે છે. ટ્રોય નગર  શોકમગ્ન બની  જાય છે. પરંતુ  હેક્ટરના પિતા રાજા પ્રાયેમ એક અનુચરને લઈ રાત્રે દુશ્મન છાવણીમાં એકિલિસ પાસે જાય છે. એકિલિસ હેક્ટરનું શબ પાછું આપે છે. ૧૨ દિવસનો યુદ્ધ વિરામ જાહેર થાય છે ને હેક્ટરના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવામાં આવે છે. રાજા પ્રાયેમ કહે છેઃ ‘જાવ નગરજનો! ગ્રીક લોકોના હલ્લાના ડર વગર જાવ, અને અગ્નિદાહ માટે કાષ્ટ જા લઈ આવો. એકિલિસે વચન આપ્યું છે. બાર દહાડા સુધી તે  યુદ્ધને રોકી રાખશે.’
નવ નવ દિવસો સુધી ટ્રોયના નગરજનોએ કાષ્ટ એકત્ર કર્યું અને દસમા દહાડે હેકટરના શબને ચિતા પર મૂકી અગ્નિદાહ આપવામાં આવ્યો. જનમેદની ચિતાને ઘેરી વળે છે. ચિતાની જ્વાળા શમી ગયા બાદ તેમાંથી અસ્થિ કાઢી તેને ચરુમાં મૂકી ટ્રોજનો મોટો સ્તૂપ રચે છે.
એક સ્ત્રી માટે બે મહાન સંસ્કૃતિઓ નાશ પામી હતી.
– આ કથા છે અંધ મહાકવિ હોમર કૃત ‘ઈલિયડ’ની.
ભારતમાં રામાયણ, મહાભારત, શાકુન્તલય, મેઘદૂત કે રઘુવંશ જેવા મહાકાવ્યો જેટલા સુપ્રસિદ્ધ છે તેટલું જ
સપ્રસિદ્ધ કવિ હોમરનું ‘ઈલિયડ’ છે. હોમર ગ્રીક મહાકવિ હતો. ઈસુના પણ જન્મ પૂર્વેના ૧૨૦૦ વર્ષ પહેલાંની આ કથાને લઈને હોલિવૂડે ફરી એકવાર આ મહાકાવ્યને સેલ્યુલોઇડની – કચકડાની પટ્ટી પર ઉતાર્યું છે. બેનહર, ધી ટેન કમાન્ડમેન્ટર, સ્પાર્ટેક્સકે અલસીડ જેવા ચિત્રો બન્યાને ૪૦ થી ૫૦ વર્ષ થઈ ગયા. ત્યાર પછી એપિક ફિલ્મોનો યુગ પૂરો થઈ ગયો હતો, પરંતુ ૨૦૦૦ની સાલમાં  ગ્લેડિયેટર ફિલ્મ બની, અને ધૂમ ચાલી. બોક્સ ઓફિસ પર તેની સફળતાથી પ્રેરાઈને હવે મહાકવિ હોમરનું ‘ઇલિયડ’ને ‘ટ્રોય’ નામના શીર્ષક હેઠળ ૨૦૦ મિલિયન ડોલરના ખર્ચે એક જબરદસ્ત ફિલ્મ બનાવવામાં આવી. ટૂંકમાં રૂા. ૯૦૦ કરોડના ખર્ચે આ ફિલ્મ તૈયાર થઇ છે.
હોલિવૂડમાં બનેલી આ ફિલ્મનું નિર્દેશન જર્મન દિગ્દર્શક વોલ્ફગેંગ પેટરશને કર્યું છે. મજાની વાત એ છે કે બ્રાડ પીટ  વીર એકિલીસનો રોલ ભજવે છે. વોર્નર બ્રધર્સે આ ચિત્રનું નિર્માણ કર્યું છે. જે સ્ત્રી માટે ૧૦ વર્ષ સુધી ટ્રોયની આસપાસ-યુદ્ધ ચાલ્યું તે હેલનનો રોલ નવોદિત જર્મન અભિનેત્રી ડાયેના ક્રૂગરે કર્યો છે. એ જમાનામાં એકિલિસને અર્ધ દેવતા ગણવામાં આવતો હતો. ઓસ્ટ્રેલિયન એક્ટર એરિક બાનાએ હેક્ટરનો રોલ અદા કર્યો છે
હેલનના પ્રેમી પેરિસનો રોલ ઓર્લાન્ડો બ્લૂમે કર્યો છે. ટ્રોયના મહારાજ પ્રાયેમનો અભિનય હોલિવૂડના લબ્ધપ્રતિષ્ઠિત એક્ટર પીટર ઓટુલેએ કર્યો છે. ફિલ્મમાં જુલી ક્રીસ્ટી અને બ્રિયાન કોકસ પણ છે.
આ ચિત્રનું શૂટિંગ અમેરિકા, માલ્ટા અને મેક્સિકોમાં કરવામાં આવ્યું હતું મોડર્ન ફિલ્મોના ઈતિહાસમાં ૪૦ વર્ષ બાદ મોટામાં મોટો સેટ લગાડવામાં આવ્યો હતો.
૪૦ ફૂટ ઊંચો ટ્રોજન હોર્સ તેનો બેનમૂન નમૂનો છે. જોકે ૧૯૫૦માં આજ વિષય પર ‘હેલન ઓફ ટ્રોય* નામની ફિલ્મ બની હતી. પરંતુ તેમાં કથા હેલનની આસપાસ વધુ હતી. હવે આવી રહેલી ‘ટ્રોય’ ફિલ્મમાં ‘ઇલિયડ’. આખા મહાકાવ્યને આવરી લેવાયું છે. અહીં એકિલિસને પ્રતાડીત હીરો તરીકે વર્ણવવામાં આવ્યો છે. અમેરિકા યુરોપની સ્કૂલોમાં પણ  ગ્રીક સાહિત્ય ભણાવવામાં આવે છે. ભારતની યુનિવર્સિટીઓમાં પણ ગ્રીક મહાકવિ હોમરને ભણાવવામાં આવે છે. ગુજરાત માટે એ સુખદ આૃર્ય છે કે  છેક ૧૯૬૦માં શ્રાીમતિ લીનાબેન મંગલદાસે તેમની’શ્રોયસ’ સ્કૂલમાં ‘ઇલિયડ’ મહાકાવ્યને આખા વર્ષ માટે બાળકોના અભ્યાસનો એક ભાગરૂપ ગણીને ભણાવ્યું હતું અને વર્ષના અંતે ૧૫૦થી સ્કૂલના બાળકો તથા શિક્ષકો દ્વારા ૮૦ ફૂટ લાંબા, ૨૮ ફુટ ઊંચા અને ૨૭ ફૂટ ઊંડાઈ ધરાવતાં રંગમંચ પર ‘ઈલિયડ’ ભજવ્યું હતું. પાંચ હજાર પ્રેક્ષકોએ એ નાટક માણ્યું હતું અને ૧૨ વર્ષથી નાનાં બાળકોને ‘ઈલિયડ’ સૌથી વધુ રૂચિકર લાગ્યું હતુું. ઈલિયડનું ગુજરાતીમાં નાટય રૂપાંતર ને દિગ્દર્શન પણ લીનાબેને કર્યું હતું.
‘ટ્રોય’  ફિલ્મમાં એકિલિસનો રોલ ભજવનાર બ્રાડ પીટે છ મહિના સુધી એકિલિસ જેવા યોદ્ધા બનવા માટે શરીર તૈયાર કર્યું હતું અને ફાઈટ કલબમાં જઈ તાલીમ લીધી હતી. એકિલિસનો રોલ કરવા માટે બ્રાડ સ્પીટને ભારતીય ચલણ પ્રમાણે ગણીએ તો રૂા. ૬૫થી ૯૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
આ ચિત્રમાં યુવા રાણી હેલન માટેના સુવર્ણલંકારો હોલિવૂડના નિર્માતાઓેએ મુંબઈમાં અને હેલનના સ્ફટિક સૌંદર્યને ઉજાગર તેવાં પારદર્શક ગાઉન દિલ્હીમાં તૈયાર કરવામાં આવ્યા હતા.
ત્રણ્ા હજાર વર્ષ પહેલાંની એક અતિ સ્વરૂપવાન સ્ત્રી માટે ૧૦ વર્ષ સુધી ચાલેલા યુદ્ધ, રક્તપાત, પસીના અને બદલાની છતાં એક વીર સૈનિકની કથા આલેખતું ‘ટ્રોય’ ચિત્ર ફરીથી હોલિવૂડના ૪૦-૫૦ વર્ષ પહેલાંના સુવર્ણકાળની યાદ અપાવે છે.

Be Sociable, Share!