Close

પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય

કભી કભી | Comments Off on પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય
હેલન કેલર. ગઈ તા.૨૭મી જૂન તેમનો જન્મદિવસ હતો.
હેલન આદમ્સ કેલર અમેરિકન લેખક, દિવ્યાંગો માટેના કાર્યકર્તા અને રાજકીય કાર્યકર હતા.
હેલન કેલરનો જન્મ તા.૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબાના ખાતેના ટસ્કમ્બિયામાં થયો હતો. હેલન કેલર ૧૯ માસની વયના હતા ત્યારે જ  તેમણે આંખોની રોશની અને શ્રાવણશક્તિ ગુમાવ્યા હતા. સાત વર્ષની વય સુધી તેઓ ઘરની ઇશારાની ભાષાથી વાત કરતા હતા. તેમના શિક્ષક એન સુલિવને તેમને વાંચતા અને લખતા શીખવ્યું હતું. તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓ માટેની બ્રેઇલ લિપિ દ્વારા તે માટેની ખાસ સ્કૂલમાં અને તે  પછી હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કૉલેજમાં ભણ્યાં. હેલર કેલર અમેરિકાના પહેલાં-પ્રજ્ઞાચક્ષુ ગ્રેજ્યુએટ બન્યા અને બીએની ડિગ્રી હાંસલ કરી હતી.
પ્રજ્ઞાચક્ષુ હેલન કેલરે તે પછી પુસ્તકો લખવાનું શરૂ કર્યું. તેમણે ૧૪ જેટલાં પુસ્તકો લખ્યાં. જુદા જુદા કાર્યક્રમોમાં જઈ ૧૦૦ જેટલા પ્રવચનો આપ્યા. પ્રાણીઓથી માંડીને મહાત્મા ગાંધીજીના વિચારો પર પણ તેમણે પ્રવચનો આપ્યાં. એ વખતના અમેરિકામાં જે દિવ્યાંગો, બહેરી સ્ત્રીઓ, શ્રામજીવીઓના હક્કો તથા શાંતિ માટે ચળવળ ચલાવી. તેઓ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયનનાં સ્થાપક બન્યાં.
હેલન કેલર અને તેમના શિક્ષિકા એન સુવિલન બંને સાથે જ રહ્યા અને સાથે જ જીવ્યા. હેલન કેલરે પોતાની આત્મકથા ‘ધી સ્ટોરી ઑફ માય લાઇફ (૧૯૦૩)  લખી. તેમાં તેમણે તેમનાં જીવનભરના સાથી શિક્ષિકા એન સુવિલન સાથેની જિંદગીની વાતો આલેખી. તેમની આત્મકથા પરથી એક નાટક પણ બન્યું. અને ‘ધી મિરેકલ વર્કર’ નામની ફિલ્મ પણ બની.  તેમના જન્મસ્થળને ‘નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્ક’ તરીકે આજે પણ સાચવી રાખવામાં આવ્યું છે.
હેલન કેલરના પિતા ‘નોર્થ આલાબામિયન’ નામના અખબારના તંત્રી હતા. તે અગાઉ તેઓ અમેરિકન આર્મીમાં પણ સેવા  બજાવી ચૂક્યા હતા.  કહેવાય છે કે પૂર્વજો સ્વિસ હતા . તેમના એક પૂર્વજ વર્ષો પહેલાં ઝુંરિચ- સ્વિટ્ઝરલેન્ડમાં બહેરાં-મૂંગા બાળકોના ટીચર હતા.
પૂર્વ ભૂમિકા એવી છે કે હેલન કેલર ૧૯ મહિનાના હતા ત્યારે તેઓ એક અનજાન બીમારીનો ભોગ બન્યા હતા. તેમની હોજરીમાં અને મગજમાં એક્યૂટ કન્જેશન જોવા મળ્યું હતું. એ વખતના તબીબોનું કહેવું હતું કે, હેલન કેલરને મેનેન્જાઈટિસ થયો હતો. આ બીમારી એક પ્રકારના બેક્ટેરિયાથી થાય છે. કેટલાક તબીબો માનતા હતા કે હેલન કેલરને હેમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા થયો હતો. એ સબબે આ બીમારીથી ૯૭ નાનાં બાળકો મૃત્યુ પામતા હતા. આ અનજાન બીમારીથી હેલન કેલર બચી તો ગયા પરંતુ તેઓ સંપૂર્ણ આંધળાં  અને બહેરા થઈ ગયા. તે પછી તેઓ ઘરમાં ૬૦ જેટલી હોમ સાયન્સ ઇશારાથી વાત  કરવા લાગ્યા છતાં કોઈ વ્યક્તિ આવે તો તેનાં પગલાં પરથી જ  અને વાઇબ્રેેશનથી જ તેને ઓળખી જતાં.
તેમના માતા-પિતા ફરી એકવાર તેમને જે. જુલિઅન ચીસ્સોમ નામના  ફિઝિશિયન પાસે લઈ ગયાં.  જેઓ અલ્ટીમોરિયો આંખ, કાન, નાક અને ગળાના નિષ્ણાત હતા. ડૉક્ટરે તેમને એકેલ્ઝાન્ડર ગ્રેહામ પાસે  મોકલ્યાં. જેઓ એ સમયે બહેરાં બાળકો માટે કામ કરતા હતા. બેલે તેમને ‘પર્કિસન ઇન્સ્ટિટયૂટ ફોર ધી બ્લાઇન્ડ’ નામની સ્કૂલમાં મોકલ્યાં. અહીં તેમનો પરિચય ૨૦ વર્ષની વયના એલન સુવિલન સાથે થયો  કે ખુદ પ્રજ્ઞાચક્ષુ હતા. એન  સુવિલન જ તેમનાં શિક્ષિકા બન્યા. તે એમના અને એન સુલિવનના ૫૦ વર્ષ લાંબા એકબીજાના સાથી તરીકેના જીવનનો આરંભ હતો.  એન સુવિલને શરૂઆતમાં હેલન કેલરના ગવર્નેસ (કાળજી રાખનાર-કેરટેકર) તરીકે શરૂઆત કરી અને પાછળથી  હેલન કેલરના કમ્પેનિયન બન્યા.
તા.૫ માર્ચ ૧૮૮૭ના રોજ એન સુલિવન હેલન કેલરના ઘેર આવ્યા અને હેલન કેલરને ઇશારાથી સ્પીચ અને સ્પેલિંગ્સ શીખવ્યા. સુવિલનના હાથના ઇશારાની નકલ કરતાં કરતાં હેલન કેલર અભિવ્યક્તિ કરતાં શીખ્યાં.
૧૮૯૪માં હેલન કેલર અને એન સુલિવન ન્યૂયોર્ક ગયા અને બહેરાં મૂંગાની શાળામાં ગયા. તે પછી આગળને આગળને ભણતા ગયા અને ૧૯૦૦ની સાલમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા બીએની ડિગ્રી પણ હાંસલ કરી. ખાસ પ્રકારની તાલીમ દ્વારા હવે તેઓ બોલતા પણ શીખી ગયા અને પ્રવચનો કરવાનો પણ આરંભ કર્યો.
૧૯૦૫માં તેમનાં ટીચર એન સુવિલને  જ્હોન મર્સી સાથે લગ્ન કર્યાં ત્યાં સુધી તેઓ બન્ને એકબીજાના સાથી બનીને રહ્યા.
તે પછી હેલન કેલરે ફોરેસ્ટ હિલ્સ ખાતે સ્થળાંતર કર્યું અહીં પણ અમેરિકન ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ માટેની કામગીરી ચાલુ રાખી.
કહેવાય છે કે ૩૦ વર્ષની વય પછી હેલન કેલરને કોઈની સાથે પ્રણય સંબંધ બંધાયો તે અને હેલન કેલર  જીવનભર એકબીજાના સાથી બનીને રહ્યા. પરંતુ હેલન કેલર હવે આખા વિશ્વમાં જાણીતાં લેખિકા અને વક્તા બની ચૂક્યા હતા. તેઓ આખી જિંદગી દિવ્યાંગો માટે કામ કરતાં રહ્યા.  હેલન કેલરે ૨૫ જેટલાં દેશોમાં જઈ બહેરાં-મૂંગા અને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સમાજને મદદરૂપ થવા પ્રવચનો આપ્યાં. ૧૯૧૫ની સાલમાં હેલન કેલર અને જ્યોર્જ એ. કેસલરે ‘હેલન કેલર ઇન્ટરનેશનલ ઓર્ગેનિઝેશન’ની સ્થાપના કરી. ૧૯૨૦માં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનની સ્થાપનમાં તેઓએ મુખ્ય રોલ ભજવ્યો. તે પછી તેઓ ૪૦ દેશોમાં ગયા. જાપાન તેમને સૌથી વધુ પ્રિય દેશ હતો. તેઓ એ વખતના અમેરિકન પ્રેસિડેન્ટસ જ્યોર્જ કેલ્વલેન્ડથી માંડીને લિન્ડન જોહનસનને પણ મળ્યા. એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, ચાર્લી ચેપ્લિન અને માર્ક ટ્વેઇન પણ તેમના મિત્ર હતા.
તેઓ વિચારધારાથી ડાબેરી હતા. તેઓ માનતા હતા કે ઉદ્યોગપતિઓ ગરીબોનું શોષણ કરે છે. ૧૯૦૯માં તેઓ સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. ૧૯૧૨માં તેઓ ‘ઇન્ડસ્ટ્રિયલ વર્કસ ઑફ ધી વર્લ્ડ’માં જોડાયા.
હેલન કેલરે  ૧૯૧૧માં કહ્યું હતું ઃ ‘દેશનો વહીવટ માત્ર ધનવાનો અને કોર્પોરેશન્સ અને બેન્કર્સ માટે જ થાય છે. જેઓ શ્રામજીવીઓનું શોષણ કરે છે. દેશમાં (અમેરિકામાં) સૌથી મોટો વર્ગ વર્િંકગ ક્લાસ છે.’
હેલન કેલરના વિચારો આ પ્રમાણે છે ઃ
‘વિશ્વની સૌથી સુંદર ચીજો જોઈ શકાતી નથી પણ તેને દિલથી મહેસૂસ કરી શકાય છે. હું એકલી છું. પરંતુ હું તો છું જ. હું બધું કરી શકતી નથી પરંતુ હું કાંઈક તો કરી શકું છું. હું મહાન અને સારા કામ કરવા માગું છું પરંતુ મારું એ પરમ કર્તવ્ય છે કે હું નાના પણ એવાં કામ કરું  કે જેે મહાન અને પ્રામાણિક હોય. હું જ્યારે મારી ખામીઓની બાબતમાં વિચારું છું પરંતુ એ મને દુઃખી કરતી નથી. હા, ક્યારેક થોડીક પીડા થાય છે પરંતુ તે જાણે કે ફૂલોની વચ્ચે એક લહર આવી જતી રહે છે. આપણે એકલાં થોડુંક હાંસલ કરી શકીએ છીએ પણ બધાની સાથે વધુ આખી દુનિયા કષ્ટોથી ભરેલી છે અને તેને પાર પણ કરી શકાય છે.
ચારિત્ર્યનો વિકાસ સરળતાથી થઈ શકતો નથી. તે તો કેવળ પરીક્ષણ પીડા અને અનુભવથી આત્માને મજબૂત કરીને જ અને મહત્ત્વકાંક્ષા સાથે જ કરી શકાય છે.
વિશ્વાસ એ શક્તિ છે. જેનાથી ઉજ્જડ થઈ ગયેલી દુનિયા પણ ફરી પ્રકાશિત થઈ શકે છે.
આવાં હેલન કેલરનું ૧  જૂન, ૧૯૬૮ના રોજ ૮૭ વર્ષની વયે અવસાન થયું.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!