Close

પ્રેસિડેન્ટ લિંકન ને પીએમ મોદી વચ્ચે શું સામ્ય?

કભી કભી | Comments Off on પ્રેસિડેન્ટ લિંકન ને પીએમ મોદી વચ્ચે શું સામ્ય?
તા.૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે.
રાજનીતિમાં આવ્યા તે પછી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ તેમના સુશાસનમાં ૨૦ વર્ષ પૂરાં કર્યાં છે. ૨૦૨૪માં ફરી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને તેઓ ફરી એકવાર કેન્દ્ર સરકારમાં સત્તાના સુકાન સંભાળશે તે સુનિિૃત છે. આ પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાનું રહસ્ય શું છે તેનું કેટલુંક એકેડેમિક વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.
ધ્યેય અંગે સ્પષ્ટ
તા.૧લી મે, ૧૮૪૬.
અમેરિકામાં પીટસબર્ગ ખાતે ઇલિનૉય સ્ટેટની રિપબ્લિકન પાર્ટીની બેઠકમાં  કોંગ્રેસ માટે પક્ષના ઉમેદવાર તરીકે અબ્રાહમ લિંકનની પસંદગી કરવામાં આવી. અમેરિકામાં ‘કોંગ્રેસ’ એ પક્ષનું નામ નહીં, પરંતુ તેની સંસદનું નામ છે. ઇંગ્લેન્ડમાં જેમ પાર્લમેન્ટ છે તેમ અમેરિકામાં કોંગ્રેસ છે. ઉપલા ગૃહને સેનેટ અને નીચલા ગૃહને પ્રતિનિધિસભા કહે છે. કોંગ્રેસના નીચલા ગૃહમાં પીટર કાર્ટરાઇટ નામનો ડેમોક્રેટિક પક્ષનો એક પ્રભાવશાળી નેતા અબ્રાહમ લિંકનનો હરીફ હતો. તે ધર્મોપદેશક પણ હતો. ચૂંટણી ઝુંબેશ દરમિયાન તે અબ્રાહમ લિંકનને નાસ્તિક ઠેરવવા માંગતો હતો. લિંકન કોઈ પણ ખ્રિસ્તી ધર્મ કે સંપ્રદાયના સભ્ય નહોતા. આ બાબતે કાર્ટરાઇટ લોકોના આંખમાં ધૂળ નાંખવા માગતો હતો. એક સભામાં કાર્ટરાઇટ ધાર્મિક પ્રવચન કરવાનો હતો. એ સભામાં એણે જાણીબૂજીને લિંકનને આમંત્રિત કર્યા. મિત્રોની ના છતાં લિંકન એ ધર્મસભામાં ગયા. લાગ જોઈને લિંકનને સપડાવવા કાર્યરાઇટે યુક્તિપૂર્વકનું પ્રવચન કરતાં કહ્યુંઃ ‘જેઓ નવું જીવન જીવવા, પોતાનું હૃદય ઈશ્વરને સમર્પિત કરવા અને સ્વર્ગમાં જવા ઇચ્છતા હોય તે ઊભા થાય.’
અબ્રાહમ લિંકન સિવાયના તમામ લોકો ઊભા થયા.
તે પછી કાર્ટરાઇટે  કહ્યું ઃ ‘જેઓ નરકમાં જવા ના ઇચ્છતા હોય તે ઊભા થાય.’
આ વખતે અબ્રાહમ લિંકન સિવાયના તમામ લોકો ઊભા થયા. તે પછી ગંભીર અવાજે કાર્ટરાઇટ બોલ્યોઃ ‘ મિસ્ટર લિંકન, તમને હું પૂછી શકું કે તમે ક્યાં જવા માગો છો?’
અબ્રાહમ લિંકને ઊભા થઈને જવાબ આપ્યો ઃ ‘હું કોંગ્રેસમાં જવા માગું  છું.’
સ્વર્ગ અને નરકની વાત બાજુમાં રાખી અબ્રાહમ  લિંકને પોતાની રાજકીય ઇચ્છાની નિખાલસતાથી અને મક્કમતાથી વાત કરી. એ વાતથી એમના હરીફ કાર્ટરાઇટે ધારી હતી એ કરતાં સમાજ પર ઊલટી અસર થઈ. મોટાભાગના લોકો લિંકનની તરફેણ કરતા થઈ ગયા. અણધારી રીતે લિંકનને નવા મતદારો અને સાથીઓ મળી ગયા.
બસ, આવું જ  કંઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં બન્યું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપમાં અને એન.ડી.એ.માં વડાપ્રધાનપદના અનેક ઉમેદવાર હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોેદી ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ પોતે ક્યાં જવા માંગે છે તે અંગે તેઓ સ્પષ્ટ અને મક્કમ હતા. લિંકનના વિરોધી કાર્ટરાઇટની જેમ સ્વર્ગ કે નરકની વાતમાં  ફસાવાના બદલે તેઓ પોતાના લક્ષ્ય અંગે સ્પષ્ટ હતા.
 નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર આકરુન્દ, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ કે કોલકાતા પૂરતી મર્યાદિત નથી. તે હવે દેશના સીમાડાઓમાં ગઈ છે.
નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતના કિનારાઓ પાર કરી જાય છે. અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી, ચીનથી યુરોપ સુધી એવા લોકો જોવા મળે છે, જેઓ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કામ કરવાની શૈલી  જોઈને અચંબો પામ્યા  ન હોય.
 મોદીની આંતરરાષ્ટ્રીય યાત્રાઓના કારણે અનેક ભારતીયોના ચહેરા પર ખુશીની લહેર આવી છે. તેઓએ વ્યક્તિગત રીતે જિનીવા જઈને, ૫૦ કરતાં પણ વધારે વર્ષો બાદ, સ્વિટ્ઝર્લેન્ડથી સ્વર્ગીય સ્વાતંત્ર્યસેનાની શ્રાી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિકળશની પુનઃપ્રાપ્તિ કરી.
પોતાની જ રૂલબુક
હવે તેમની રાજનીતિની વાત, રાજનીતિમાં વડાપ્રધાન મોદી કોઈનીયે રૂલબુકને અનુસરતા નથી. તેમણે પોતાની જ રૂલબુક બનાવી છે. શાયદ એ રૂલબુક ભવિષ્યમાં બીજી રાજનીતિઓ માટે પણ એક આદર્શ બની શકે છે. હા, એ રૂલબુક શિવના ધનુષ્ય જેવી હોય છે. કારણ કે શિવના ધનુષ્યને ઊંચકવા માટે અસાધારણ તાકાત જોઈએ અને પીએમ મોદી જેટલી જ પ્રચંડ લોકપ્રિયતા પણ જોઈએ. એમ થાય તો જ એ રૂલબુક કોઈના કામમાં આવી શકે.
સર્ર્પરાઇઝ
વડાપ્રધાન મોદી એલીમેન્ટ ઓફ સર્ર્પરાઇઝમાં માને છે. એક રાત્રે અચાનક જ તેમણે નોટબંધી જાહેર કરીને  બે નંબરનું નાણું  સંઘરીને બેઠેલાઓને ઠેકાણે લાવી દીધા. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાન અને આતંકવાદના આકાઓને સખત મેસેજ મોકલી આપ્યો. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ કરીને જમ્મુ-કાશ્મીરનું સ્પેશિયસ સ્ટેટસ ખતમ કરી નાખ્યું. કયા મુખ્યમંત્રીને તેઓ ક્યારે બદલી નાખશે તે કોઈ કળી શકતું નથી. ભાજપમાંથી તેમણે વંશવાદનો અંત લાવી દીધો. પોતાના જ પરિવારને સત્તાના રાજકારણથી દૂર રાખ્યું. પોતાના પરિવારમાંથી કોઈ પણ સભ્યને વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા લડવા ટિકિટ આપી નહીં,
ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકાર અને ૮૦ વર્ષની વયે પણ ઘોડેસવારી કરતા ‘ઉમાસૃષ્ટિ’ના સંપાદક ડૉ. પ્રભુદાસ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના સામયિકના મુખપૃષ્ઠ પર એક સુંદર સંસ્કૃત શ્લોક આલેખ્યો છે. જેનો અનુવાદ આ પ્રમાણે છેઃ ‘આ પૃથ્વી પર ‘દામોદર’ એવું નામ છે, જે સુંદર  પ્રતિભાથી સુપ્રસિદ્ધ છે અને કુળમાં દીપક સમાન રાધિકા તુલ્ય (મા) ‘હીરાબા’ છે. તે બંનેનાં દુઃખો દૂર કરવા મારા  સુપુત્ર ‘નરેન્દ્ર’ છે, જે  ગાય-બ્રાહ્મણ અને વિદ્યાનું પૂજન કરે છે એવા નરપુંગવ હંમેશાં વિજય પામો.
ડૉ. પ્રભુદાસ પટેલ આ સામયિકમાં નોંધે છે,’ચાણક્યએ એક સરસ વાત કહી છે કે, ‘યુગ ગમે તે હોય, સમય અનેક સ્થિતિ ગમે તે હોય, પણ જનતાને એક શક્તિશાળી નેતા જ ગમે છે’ ભારતની પ્રજાએ આ વિધાનને સાર્થક કરી બતાવ્યું. પહેલાં મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે મોદીને પસંદ કરીને પ્રજાએ એની સૂઝ-બૂજ અને શાણપણનો પરિચય આપ્યો. મોદી હવે નામ મટીને ઇતિહાસ બની ગયા છે. પીએમ મોદીના દમ પર જ ભાજપની તાકાત અઢીગણી થઈ ગઈ. ‘ટાઇમ મેગેઝિન’ અને ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ ના કવર પેજ પીએમ મોદીની તસવીર મૂકીને લખ્યું હતુંઃ ‘ઉર્ઙ્મઙ્ઘ’જ ર્દ્બજં ન્ર્દૃીઙ્ઘ ટ્વહઙ્ઘ ર્દ્બજં ર્ૅુીકિેઙ્મ ઙ્મીટ્વઙ્ઘીિ ૈજ રટ્વદૃી ંર્ હ્વઙ્મીજજ ેજ.’ અને એ રીતે જ ‘ઉમાસૃષ્ટિ’ના કવરપેજ પર પીએમ મોદીની તસવીર મૂકી ડૉ.પ્રભુદાસ પટેલે લખ્યું છે ઃ ‘ગુજરાતનું છે ગૌરવ મોટું, ભારતનું હીર છે નરેન્દ્ર  આભ તૂટે કે ધરતી ધ્રૂજે વજ સમો નરવીર નરેન્દ્ર ગાંધી ને સરદારનો  વારસ. વિવેકાનંદ  નરેન્દ્ર મહાભારતનો લાડકવાયો અર્જુન શો શિરમોર નરેન્દ્ર !
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મદિનની શુભકામના

Be Sociable, Share!