Close

ભ્રીષ્મ પિતામહે ભગવાન શ્રાીકૃષ્ણને પૂછયું ઃ ‘મારે બાણશૈયા પર સૂવું કેમ પડયું ?’

કભી કભી | Comments Off on ભ્રીષ્મ પિતામહે ભગવાન શ્રાીકૃષ્ણને પૂછયું ઃ ‘મારે બાણશૈયા પર સૂવું કેમ પડયું ?’
મહાભારતનું આ સૌથી વધુ આદરણીય પાત્ર છે.  ભગવાન શ્રાીકૃષ્ણને પણ ભીષ્મ પિતામહ માટે અનન્ય માન હતું. એક વાર ભગવાન શ્રાીકૃષ્ણએ ભીષ્મ પિતામહને કહ્યું હતું ઃ ‘તમારા અંત કાળે હું આવીશ.’
મહાભારતનું યુદ્ધ હવે પૂરું થયું છે.
ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતેલા છે. તેમના શરીરમાં અનેક બાણ ઘૂસી ગયા છે પરંતુ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોઈ તેઓ હજુુ જીવિત હતા.  અનેક મહાનુભાવો ગંગાના કિનારે બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહના દર્શને આવ્યા હતા. મોટા મોટા ઋષિઓ પણ અહીં ઉપસ્થિત હતા. વેદવ્યાસ અને નારદજી પણ  હાજર હતા. પરશુરામ ભગવાન પણ આવ્યા હતા. સાક્ષાત કાળ પણ અહીં તેમને લેવા આવ્યો હતો પરંતુ ભીષ્મ પિતામહે કહ્યું ઃ ‘તંુ જા અહીંથી. હું તને આધીન નથી. મને તો શ્રાીકૃષ્ણ જ લેવા આવે.’
ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતાં સૂતાં શ્રાીકૃષ્ણનો ઇન્તજાર કરતા હતા ત્યારે બીજી તરફ યુધિષ્ઠિર યુદ્ધ બાદ શોકાતુર હતા. સગાંસંબંધીઓના સંહારથી તેઓ વિક્ષુબ્ધ હતા. તેમણે શ્રાીકૃષ્ણને કહ્યું ઃ ‘આપણા જ સ્વજનોના સંહારથી મળેલું આ રાજ્ય શું કામનું ?’
શ્રાીકૃષ્ણએ કહ્યું ઃ ‘તમે પિતામહને પૂછો. ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની છે. તેમની સલાહ લો.’
શ્રાીકૃષ્ણની ઈચ્છા હતી કે મૃત્યુ પહેલાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જ્ઞાન આપે. પાંચેય પાંડવો સાથે  શ્રાીકૃષ્ણ ગંગાકિનારે બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યા. શ્રાીકૃષ્ણને જોઈને ભીષ્મ પિતામહને આનંદ થયો.  યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહના ચરણોમાં વંદન કર્યાં. પિતામહની આંખો ભીની થઈ. પિતામહે કહ્યું ઃ ‘ચિંતા શાની છે? તમારા ઘરમાં તો  પ્રભુ પોતે જ બિરાજે છે.’
એમ કહી ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને  જ્ઞાન આપ્યું.
ભીષ્મ પિતામહે હવે ભગવાન શ્રાીકૃષ્ણ સામે જોયું. શ્રાીકૃષ્ણએ તેમને વચન આપ્યું હતું કે, અંતકાળે હું આવીશ. એ વચન પાળવા શ્રાીકૃષ્ણ અહીં આવ્યા હતા.
ભીષ્મ પિતામહને બધું યાદ આવી ગયું ઃ ‘અરેરે ! યુદ્ધમાં શ્રાીકૃષ્ણ અર્જુનના સારથી તરીકે બિરાજ્યા હતા ત્યારે એ શ્રાીકૃષ્ણ ઉપર મેં બાણ માર્યાં હતા. પણ તેમણે મને એક પણ બાણ માર્યું નહોતું. એનું પણ  કારણ હતું. યુદ્ધ વખતે દુર્યોધને મને ઠપકો આપ્યો હતો કે અત્યાર સુધી તમે મારા ઘરનું ખાધું છે છતાં યુદ્ધમાં તમે પાંડવો પ્રત્યે આટલું નરમ વલણ શા માટે રાખો છો ? દુર્યોધનને એ પછીનાં  ઉગ્ર ઉચ્ચારણો બાદ મેં નિર્ણય કર્યો હતો કે કાલે યુદ્ધમાં અર્જુનની ખબર લઈ નાંખીશ. અર્જુનને બાણ મારીશ. પરંતુ બીજા દિવસે યુદ્ધમાં ઉતરતાં જ મને  ખ્યાલ  આવ્યો કે ભગવાન શ્રાીકૃષ્ણ અર્જુનના રથમાં બિરાજેલા છે તે માટે જ અર્જુનની જીત થાય છે. આ કૃષ્ણ રથમાંથી ઊઠી જાય તે પછી હું અર્જુનને  બાણ મારીશ. આવા ખ્યાલથી મેં રથમાં સારથી રૂપે બિરાજેલા શ્રાીકૃષ્ણને બાણ માર્યું હતું. શ્રાીકૃષ્ણ ઘાયલ થયા હતા. તેમના શ્રાીઅંગમાંથી લોહી વહેવા લાગ્યું હતું….. ‘અરેરે … ! મેં તો એ યુદ્ધમાં શ્રાીકૃષ્ણને વિવેક વગર બાણ માર્યા હતા. અને એ  જ શ્રાીકૃષ્ણ આજે મારું મરણ સુધારવા અહીં આવ્યા છે. ભગવાન કેવા દયાળું છે ? ધિક્કાર છે મને કે મેં શ્રાીકૃષ્ણને બાણ માર્યા ?’
એ પછી પસ્તાવોે કરતાં ભીષ્મ પિતામહે બે હાથ જોડયા અને બોલ્યા ઃ ‘પ્રભુ ! તમે ઊભા રહો.’
શ્રાીકૃષ્ણએ કહ્યું ઃ ‘ક્યાં સુધી ઊભો રહું.’
ભીષ્મ પિતામહ બોલ્યા ઃ ‘આ શરીર છોડીને ધામમાં ના જાઉં ત્યાં સુધી.’
શ્રાીકૃષ્ણએ સ્મિત કર્યું. શ્રાીકૃષ્ણએ કહ્યું  ઃ ‘ધર્મરાજા યુધિષ્ઠિરને કાંઈ પૂછવું છે.’
ભીષ્મ પિતામહની વિશ્વના સર્વશ્રોષ્ઠ જ્ઞાની પુરુષ તરીકેની હતી. તેમણે શ્રાીકૃષ્ણને કહ્યું ઃ ‘ધર્મરાજાને જે પૂછવું હોય તે પૂછો પણ મારા મનમાં એક પ્રશ્ન છે. તેનો જવાબ આપો. મેં જીવનમાં તનથી કે મનથી કોઈ પાપ કર્યું નથી. પવિત્ર જીવન જીવ્યો છું. છતાં મને આવી સજા કેમ ? મારે બાણની શૈયા પર  સૂવાનો વખત કેમ આવ્યો ?’
શ્રાીકૃષ્ણએ કહ્યું ઃ ‘પિતામહ, આપે પાપ કર્યું નથી પણ એકવાર પાપ જોયું છે તેની આ સજા છે.’
‘કયું પાપ મેં જોયું છે?’ ભીષ્મ પિતામહે પૂછયું.
શ્રાીકૃષ્ણએ કહ્યું ઃ ‘દુઃશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો હતો અને એ સભામાં આપ બેઠા હતા. દુઃશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો અને આપ તે પાપ જોઈ રહ્યા હતા. એક મહાન પતિવ્રતા સ્ત્રી આર્યસન્નારી અને તમારા ઘરની પુત્રવધૂના વસ્ત્રો ખેંચાતા હતા. ત્યારે આપના જેવા જ્ઞાની  પુરુષો ચૂપ થઈ બેસી રહે એ કેવું ? આપે એ પાપ કર્યું નથી પરંતુ એ પાપ નિહાળ્યું છે તેની આ સજા છે.’
ભીષ્મ પિતામહે પોતાની ભૂલ કબૂલ કરી. એ પછી શ્રાીકૃષ્ણએ પ્રેમ ભરી નજર ભીષ્મ પિતામહ પર નાંખી ભીષ્મ પિતામહની વેદના હવે શાંત થઈ.
પિતામહે વિચાર્યું કે, જતાં જતાં ભગવાનને શું ભેટ આપું ?
ખૂબ વિચાર્યા  બાદ ભીષ્મ પિતામહ બોલ્યા ઃ ‘શ્રાીકૃષ્ણ ! હું આપના શરણે આવ્યો છું. હું મારી નિષ્ક્ષમ બુદ્ધિ અને મારું નિરપેક્ષ મન આપને અર્પણ કરું  છું. મને હવે  મનનીયે જરૂર નથી. હવે  સંસારનું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. મારા મન, બુદ્ધિ આપને  અર્પણ કરીને મારે  કાંઈ માંગવું નથી. મારા પર કૃપા કરો.’
એ સાંભળી લીધા બાદ શ્રાીકૃષ્ણએ એક ગંભીર પ્રશ્ન પૂછયો ઃ ‘પિતામહ, આજે તો તમે એમ કહો છો કે, હું શરણે આવ્યો છું. હું તમારો છું. પરંતુ તમે મારા હતા તો પાંડવોના પક્ષમાં અમારી સાથે રહીને કૌરવો સામે યુદ્ધ કેમ ના કર્યું?’
ભીષ્મ પિતામહ  આર્દ્ર થતા બોલ્યા ઃ ‘શ્રાીકૃષ્ણ મારી આ શક્તિ કૌરવોમાં નહીં પરંતુ આપના માટે હતી. હું જો આપના પાંડવોના પક્ષમાં રહીને કૌરવો સામે લડયો હોત તો મને આપના સીધા દર્શન કેવી રીતે થાત ? મને તો અર્જુનના રથના સારથી તરીકે બિરાજેલા આપનું પાર્થસારથી તરીકે સ્વરૂપ જ નિહાળવું હતું. આપનું પાર્થ સારથી તરીકેનું સ્વરૂપ મન પ્રિય છે. એ વખતે આપના એક હાથમાં ચાબુક અને એક હાથમાં લગામ હતી. એક હાથ અર્જુનના માથે એક  બીજો હાથ  જ્ઞાનની મુદ્રાવાળો  હું તો એ અલૌકિક દૃશ્યના દર્શન કરવા જ  સામે પક્ષે હતો. હું આપના દર્શન કરતાં કરતાં યુદ્ધ કરી રહ્યો હતો.’
શ્રાીકૃષ્ણને પણ ખબર હતી કે  ભીષ્મ પિતામહ હૃદયથી બોલી રહ્યા હતા.
એે પછી શ્રાીકૃષ્ણના ચહેરા પર પણ અલૌક્તિ સંતુષ્ઠી હતી. ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી. તેમણે અંદર અને બહારથી નારાયણના દર્શન કર્યાં…. અને શ્રાીકૃષ્ણના સાનિધ્યમાં જ તેઓ બ્રહ્મલીન થયા. દેવોએ પણ જય જયકાર કર્યો. પુષ્પવૃષ્ટિ થઈ.
ભીષ્મ પિતામહ જેવો મહાન પુરુષ થયો નથી અને થશે નહીં.
 દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!