Close

રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની પ્રાઇવેટ લાઇફના- સિક્રેટસ

કભી કભી | Comments Off on રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની પ્રાઇવેટ લાઇફના- સિક્રેટસ
રશિયાના  પ્રેસિડેન્ટ  વ્લાદિમીર પુતિન આખા વિશ્વમાં ફરી એકવાર ચર્ચામાં છે.
તા.૭ ઑક્ટોબર, ૧૯૫૨ના રોજ લેનિનગ્રેડમાં જન્મેલા પુતિનના માતા મારિયા ઇવાનોવા શેલોમોવા એક ફેક્ટરીમાં મજૂરી કરતાં હતાં. તેમના પિતા સોવિયેત નૌકાદળમાં  કામ કરતા હતા. પુતિને ૧૯૭૫માં લેનિનગ્રાડ યુનિવર્સિટી દ્વારા સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી તે પછી તેઓ સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા ‘કે.જી.બી.’માં ભરતી થયા હતા. એ સમયગાળા દરમિયાન ગુપ્તચર અધિકારી તરીકે તેમને લેનિનગ્રાડમાં રહેતા વિદેશીઓ તથા વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ પર નજર રાખવાની કામગીરી સોંપવામાં આવી હતી. ૧૯૯૦માં પુતિનને લેનિનગ્રાડના મેયર આનાતોલી સબ્ચાકના સલાહકાર બનાવાયા. અહીંથી જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૬માં આનાતોલી સબ્ચાક મેયરની ચૂંટણી હારી જતાં તેમને મોસ્કો બોલાવી લેવાયા, જ્યાં તેમને  રશિયાના પ્રેસિડેન્ટ બોરિસ યેલ્ત્સીનના પ્રશાસન કાર્યાલયના ઉપપ્રમુખ બનાવ્યા. તે પછી રાજનીતિની સીડીઓ ચડતા ગયા. તા.૯ ઑગસ્ટે પુતિનને ત્રણ ઉપ ઉચ્ચ-પ્રધાનમંત્રીઓ પૈકીના એક બનાવાયા. એક ટેલિવિઝન પ્રસારણમાં પ્રેસિડેન્ટ યેલ્ત્સીને પુતિનને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા.  તા.૭ મે, ૨૦૦૦ના રોજ  તેઓ પ્રેસિડેન્ટ બન્યા. ૨૦૦૪માં ફરી તેઓ પ્રેસિડેન્ટ બન્યા. ૨૦૧૨માં ફરી તેઓ પ્રેસિડેન્ટ બન્યા.  વિપક્ષે તેમની પર ચૂંટણીમાં અનિયમિતતાના આરોપ મૂક્યો. ૨૦૧૮માં તેઓ ફરી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા.
તા.૨૮ જુલાઈ ૧૯૮૩ના રોજ પુતિને લેનિનગ્રાડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની લુડમિલા સાથે લગ્ન કરી લીધું. પુતિન રશિયન ઉપરાંત જર્મન ભાષા પણ જાણે છે. ઘરમાં પણ જર્મન ભાષામાં જ વાત  કરે છે. પ્રેસિડેન્ટ બન્યા પછી તેઓ અંગ્રેજી શીખ્યા. કેટલાક સમય બાદ રશિયાનાં અખબારોએ એવા સમાચાર પ્રગટ કર્યા કે, વ્લાદિમીર પુતિન રશિયાની જીમ્નાસ્ટ અલીના કાબઈવાના પ્રેમમાં છે.  આ અફવાઓનું ખંડન કરવામાં આવ્યું. પરંતુ ૬ જૂન ૨૦૧૩ના રોજ પુતિન અને લુડમિલાના લગ્ન છૂટાછેડામાં પરિણમ્યાં.
વ્લાદિમીર પુતિનનું વ્યક્તિત્વ એક કે.જી.બી. એજન્ટથી માંડીને રાજનીતિજ્ઞ સુધી વિસ્તર્યું હોવા છતાં અનેક પ્રકારનાં સ્ટેટ સિક્રેટ્સથી ભરેલું છે.
વ્લાદિમીર પુતિને છેલ્લા અનેક દાયકાથી રશિયા પર શાસન કર્યું છે, પરંતુ મોટામાં મોટું સિક્રેટ એ છે કે રશિયાનાં પ્રેસિડેન્ટનાં પત્ની લુડમિલા ક્યાં છે તેની રશિયનોને જ ખબર નથી. કોઈ કહે છે કે તેઓ એક મોનેસ્ટ્રીમાં છુપાયેલા છે તો કોઈ કહે છે તેમને ક્રેમલિનમાં રાખવામાં આવ્યા છે. પુતિનને બે વયસ્ક પુત્રીઓ છે. આ પુત્રીઓ કેવી દેખાય છે તેની કોઈને ખબર નથી. તેઓ કોને પરણી છે અને પરણી જ છે કે કેમ તે અંગે વિરોધીભાસી અહેવાલો છે. વ્લાદિમીર પુતિનની એક પુત્રી મારિયા પુતિનનો જન્મ ૧૯૮૫માં થયો હતો. બીજી પુત્રી યેકાતેરિના પુતિનનો જન્મ ૧૯૮૬માં થયો હતો.  પરંતુ તેમની  ચોક્કસ તસવીરો ઉપલબ્ધ નથી. આ બંને દીકરીઓ કયાં દેશમાં વસે છે તેની પણ કોઈને ખબર નથી, પુતિનની આ દીકરીઓએ આજ સુધી કોઈને પણ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. પુતિનના સિક્રેટ ફેમિલી લાઇફ્ અંગે માત્ર ગોસીપ્સ જ ચાલે છે. કોઈ ચોક્કસ માહિતી કોઈનીયે પાસે નથી.
 કેટલાક પત્રકારો પુતિનની સિક્રેટ ફેમિલી લાઇફ્ વિશે જાણવા નિષ્ફ્ળ પ્રયાસો કરી ચૂક્યાં છે. ૨૦૦૮ માં ‘મોસ્કોન્સ્કી  કોરસપોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશેે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે,’પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને પુતિન એલિના કાબાઈવા નામની ગોલ્ડ મેડલ ઑલિમ્પિક વિજેતા જિમ્નેસ્ટિક ગર્લ સાથે લગ્ન કરવાના છે. આ છોકરી પુતિન કરતાં અડધી ઉંમરની છે. આ અહેવાલ છપાયાના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. એ દિવસોમાં પુતિન ૨૪ વર્ષની એલિનાના પ્રેમમાં હોવાની વાત રશિયામાં ચર્ચાતી હતી. એલિના કાબાઈવા રશિયાની પાર્લમેન્ટની અને પુતિનની પાર્ટીની સભ્ય હતી.
 કહેવાય છે કે વ્લાદિમીર પુતિને પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો તેના થોડાક જ સમયમાં તેમનાં પત્ની લુડમિલા લોકોની નજરમાંથી અદશ્ય થઈ ગયાં હતાં. હા, ૨૦૧૧ માં બોરિસ યેલ્ત્સીનની ૮૦મી જન્મજયંતી વખતે તેઓ એક કોન્સર્ટમાં દેખાયાં હતાં. તે પછી મોસ્કોના એક ચર્ચમાં ઇસ્ટરના તહેવાર વખતે દેખાયાં હતાં. આ વર્ષે ઇસ્ટરના દિવસોમાં તેઓ ફ્રી અદૃશ્ય થઈ ગયાં.
 આૃર્યની વાત એ હતી કે આ વખતે ચૂંટણીના દિવસે ફ્રી વ્લાદિમીર પુતિન તેમનાં પત્ની લુડમિલા સાથે મતદાન મથક પર એકસાથે દેખાયાં હતાં, પુતિન મતદાન કરીને મીડિયા સમક્ષ જતા રહ્યા અને તેમનાં પત્ની પાછળ પેપરવર્ક કરી રહ્યાં હતાં. જતી વખતે પુતિને તેમનાં પત્નીના હાથને પકડયો. તેની તસવીર લેવાઈ. બીજાં દિવસનાં અખબારોમાં એ તસવીર નીચે એક લાઇન લખવામાં આવી ઃ ‘બીજાં છ વર્ષ પછી ફ્રી ચૂંટણી આવે ત્યારે એ દેખાશે.’ ૨૦૧૦ માં લુડમિલા તેમનાં પત્ની સાથે છેલ્લા દેખાયાં હતાં અને ચૂંટણી વખતે ફ્રી થોડીવાર દેખાઈને ગુમ થઈ ગયા. પુતિન અને તેમનાં પત્ની વર્ષોથી અલગ રહે છે, પણ લુડમિલા ક્યાં રહે છે એ વાત રશિયામાં કોઈ જાણતું નથી. પુતિનના પરિવારની ખાનગી વાતો એટલી બધી ખાનગી રાખવામાં આવે છે કે પુતિનની બે દીકરીઓ બીજા જ કોઈ નામે કૉલેજમાં ભણતી હતી. કૉલેજમાં તેમની સાથે ભણતી બીજી વિદ્યાર્થિનીઓને કે વિદ્યાર્થીઓને પણ ખબર નહોતી કે આ બંને યુવતીઓ રશિયાના પ્રેસિડેન્ટની દીકરીઓ છે.
આ બંને યુવતીઓ ફ્ેસબુક જનરેશનમાં ઊછરી હોવા છતાં ફ્ેસબુકમાં કે સોશિયલ નેટવર્િંકગ સાઇટસ પર ક્યાંયે નજર આવતી નથી. પુતિનની આ બંને પુત્રીઓની બચપણની જ થોડીક તસવીરો ક્યાંક ઉપલબ્ધ છે. એ તસવીરો પછી તો એ બંને છોકરીઓ એટલી મોટી થઈ છે કે આજના રશિયનો તેમને ઓળખી જ શકે નહીં. આ અંગે રશિયન પત્રકારો કહે છેઃ ‘પુતિનના ફેમિલી અંગે જાણવું તે કરતાં રશિયાની સિક્રેટ નેશનલ સિક્યોરિટી વિશે જાણવું સરળ છે.’ પુતિનના અંગત જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરવો તે એક ભયંકર જોેખમ ગણાય છે. તે ગંભીર પરિણામો લાવી શકે છે.
રશિયાના પ્રેસિડેન્ટ પુતિને તાજેતરમાં જ પોતાના જીવન અને કાર્ય અંગે એક દસ્તાવેજી ફ્લ્મિ બનાવવા જર્મન ફ્લ્મિ મેકરને મંજૂરી આપી હતી. ફ્લ્મિ મેકરનું નામ હર્બટ સેઇયેલ છે પરંતુ પુતિને ફ્લ્મિ મેકરની તેની પ્રાઇવેટ લાઇફ્માં ડોકિયું ના કરવા સૂચના આપી હતી. ગયા ફ્ેબ્રુઆરી માસમાં આ ૈં ષ્ઠર ઁેંૈહ ના ટાઈટલ હેઠળ જર્મનીમાં બ્રોડકાસ્ટ થઈ. આ ફ્લ્મિ નિહાળ્યા પછી લોકોને લાગ્યું કે રશિયાના આ શક્તિશાળી નેતા એકલવાયું જીવન જીવે છે. તે એકાંત પ્રિય છે. પુતિન સાથે તેમના ફ્ૅમિલી મેમ્બર્સના બદલે બૉડીગાર્ડ્સ અને તેમનો કૂતરો જ સાથે હોય છે. ફ્લ્મિ મેકર હર્બટ કહે છે ઃ ‘આ ડૉક્યુમેન્ટરી ફ્લ્મિ બનાવવા મેં એક વર્ષ સુધી સેંકડો કલાક પુતિન સાથે ગાળ્યા. આખા વર્ષ દરમિયાન મને તેમના પરિવારનો એક પણ સભ્ય જોવા ના મળ્યો.’ ફ્લ્મિ મેકરને પુતિન એક આઇસોલેટેડ વ્યક્તિ લાગ્યા. પુતિનની સૂચના છતાં ફ્લ્મિ મેકરના પુતિનના ફ્ૅમિલી અંગેના એક સંવેદનશીલ પ્રશ્નના જવાબમાં પુતિન બોલ્યા ઃ ‘તે (મારું પરિવાર) છે. તેમના ફેન પણ આવે છે. તેઓ ઉપલબ્ધ પણ છે.’
 પણ તેમનાં પત્ની અને મોટી થઈ ગયેલી દીકરીઓ ક્યાં છે તેની રશિયનોને તો ઠીક પણ અમેરિકાની જાસૂસી સંસ્થાઓને પણ ખબર નથી. પુતિનની પ્રાઇવસી ‘રશિયન સ્ટાઇલ’ની છે. પિૃમના નેતાઓની પત્નીઓ અને સંતાનો જાહેરમાં દેખાડવામાં આવે છે પરંતુ પુતિન રશિયન સ્ટાઇલની ગુપ્તતામાં માને છે. રશિયાના પૂર્વ શાસક અને સરમુખત્યાર સ્ટેલિનની દીકરી સ્વેતલાનાએ બચપણમાં પબ્લિક લાઇફ્ માણી હતી, પરંતુ પાછળથી તે અમેરિકા જઈ ત્યાં રાજ્યાશ્રાય લીધો હતો. યેલ્ત્સીનનાં પત્ની નાઈના ભાગ્યે જ જાહેરમાં દેખાયાં હતાં. એ જ રીતે પુતિનને પણ પોતાની પ્રાઇવસીના અધિકાર પર ભાર મૂક્તાં એક વાર જણાવ્યું હતું ઃ ‘સમાજને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ વિશે જાણવાનો અધિકાર છે, પરંતુ તેમાં પણ કોઈ મર્યાદા છે. કોઈની પ્રાઇવેટ લાઇફ્માં પ્રવેશવાનો કોઈને અધિકાર નથી. બધા જ નેતાઓ કાચના ઘરમાં રહે છે તે વાત હું જાણું છું.’
આખા રશિયામાં પુતિનના પરિવાર વિશે વાત કરવી તે સૌથી વધુ સંવેદનશીલ અને જોખમી વિષય ગણાય છે. ઈટાલીમાં એક પત્રકાર પરિષદ વખતે પુતિન પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે એક રશિયન પત્રકારે કોઈ સંવેદનશીલ પ્રશ્ન પૂછયો ત્યારે પુતિનની પાછળ ઊભેલા એક બૉડીગાર્ડના હાથની આંગળીઓ મશીનગનના ટ્રીગરને સ્પર્શી રહી હતી.
પુતિનના પરિવારની આ ગજબનાક સિક્રસીના કારણે રશિયામાં જાત જાતની અફ્વાઓ પણ ચાલે છે. કોઈ કહે છે કે લોકો ઓળખી ના જાય એટલા માટે પુતિનની પુત્રીઓએ ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી છે. બંને દીકરીઓ જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે એક બોટ પર પિતા સાથે ઊભેલી છે તેવી એક દુર્લભ તસવીર ઉપલબ્ધ છે. કહેવાય છે કે, પુતિનની બંને પુત્રીઓએ રશિયાની સેંટ પીટર્સ બર્ગ યુનિવર્સિટી અને જર્મન લેન્ગ્વેજ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મારિયા બાયોલોજી ભણેલી છે અને યેનતેરિનાએ  એશિયન સ્ટડીઝમાં ડિગ્રી હાંસલ કરેલી છે. મોસ્કોમાં આવેલી કોરિયાના રાજદૂતની કચેરીના એક સાઉથ કોરિયન યુવકે યેનતેરિના  સાથે ડેટિંગ કર્યું હોવાનો દાવો કર્યો છે. જ્યારે મારિયા એક ડચ યુવાનના પ્રેમમાં હોવાની વાતો બહાર આવી છે. પુતિનની બંને પુત્રીઓ વિદેશીઓ સાથે રોમાન્સ કરતી હોવાનું રશિયામાં ચર્ચાઈ રહ્યું છે. વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના મિત્રો પણ પુતિનના ફ્ૅમિલી લાઇફ્ અંગે ચર્ચા કરવાથી દૂર રહે છે.
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની ફેમિલી લાઇફ્ એક ‘સ્ટેટ સિક્રેટ’ છે. પુતિનની જ પાર્ટીના ઉપનેતા શ્રાીમતી ઓલ્ગાએ પહેલી જ વાર બોલવાની હિંમત કરી છે કે ઃ ‘તમારે ફ્ૅમિલી જ ના હોય તો તમે રાષ્ટ્રના પિતા કેવી રીતે બની શકો?’
આવી છે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઇફ.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!