મ્યુનિકના ફિટ્ઝ બ્રાઉન નામના શિક્ષકના ઘે૨ જન્મેલી ઈવાની માતા ફેન્ઝિસ્કા આસપાસના મધ્યમવર્ગના પરિવારોમાં માનવંતું સ્થાન ધરાવતી હતી. ફેન્ઝિસ્કાની કૂખે જન્મેલી મધ્યમ વર્ગની ઈવા કોઈ દિવસ એડોલ્ફ હિટલરની પ્રેયસી બનશે એવી કોઈનેય કલ્પના નહોતી. ફેટોગ્રાફર હોફમેનની દુકાને નોક૨ી ક૨તી ઈવા હિટલ૨ના પરિચયમાં આવી ત્યા૨ે તે માંડ ૧૯ વર્ષની હતી. ધીમે ધીમે તે હિટલ૨ના અંગત નિવાસસ્થાન અને અંગત બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. ૧૯૬૫ની સાલની ૮મી સપ્ટેમ્બરે ઈવાના પિતાએ હિટલરને પત્ર લખી વિનંતી કરી હતી કે ‘હું મા૨ો અંગત પ્રશ્ન ૨જૂ ક૨વા માટે આ પત્ર લખી રહ્યો છું. હું નાનકડા સયાનના માળખામાં રહેતો સામાન્ય માણસ છું. મારી દીકરી ઈવા અને ગ્રેટલ મા૨ાથી અળગાં થઈને તમા૨ી સાથે રહે છે. તેથી મા૨ો પરિવા૨ તૂટી ગયો છે. આમ ક૨તાં પહેલાં કોઈએ મને પૂછયું પણ નહોતું. ઈવા પહેલાં પણ તમા૨ા કા૨ણે ૨ાત્રે મોડી ઘે૨ આવતી હતી તે મને ગમતું નહોતું. તમે મને કદાચ જુનવાણી ગણશો. પરંતુ જુવાન દીકરીઓની સંભાળ લેવી તે માતા-પિતાની ફરજ છે. દીક૨ી લગ્ન કરીને બાળકની તથા કુટુંબની જવાબદારી અદા કરે તે જરૂરી છે. હું આ પ્રકા૨ની આચા૨સંહિતામાં માનું છું. એ સિવાય મારી દીકરીની ગેરહાજરી મને સાલે છે. તેથી મારી ઈવાને મારા ઘેર પાછી મોકલી આપી મા૨ા ૫૨ મહેરબાની ક૨શો…’ લિ. ફિટ્ઝ બ્રાઉન
ફિટ્ઝ બ્રાઉને આ પત્ર હિટલ૨ને પહોંચાડવા હોફમેનને આપ્યો હતો. હોફમેને આ પત્ર હિટલ૨ને આપ્યો હોત તો કયામત સર્જાઈ જાત. પણ તે હોશિયાર હતો. તેથી એ પત્ર ઈવાને આપ્યો અને ઈવાએ પત્ર ફાડીને સળગાવી દીધો. પરંતુ ઈવાના પિતાએ એ પત્રની બીજી નકલ પોતાની પાસે રાખી હતી જે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ પ્રકાશમાં આવ્યો.
આ ત૨ફ્ ઈવા હિટલ૨ માટે એટલી બધી આસક્ત થઈ ચૂકી હતી, કે હવે હિટલ૨ના સાનિધ્યમાંથી પાછા ફ્૨વાનો કોઈ સવાલ જ નહોતો. આખો દિવસ ચાલતી કૉન્ફરન્સોમાંથી મોડી રાત્રે હિટલ૨ જ્યા૨ે એના શયનખંડમાં આવે ત્યા૨ે એના જ્ઞાનતંતુઓને શાંત ક૨વાનું કામ ઈવાનું હતું. ઈવાએ હિટલ૨ના બેડરૂમ પાર્ટન૨ ત૨ીકે હરેક રાત એડોલ્ફને સાથ આપ્યો હતો. હિટલ૨નો એક જ સ્વભાવ હતો કે તેની સામે દલીલ ક૨વી નહીં. તે જે કાંઈ કહે તેમાં હા પાડવી. તેની તમામ હ૨કતોની પ્રશંસા ક૨વી. તેના કોઈ પણ નિર્ણયની ટીકા ક૨વી નહીં બલકે પ્રશંસા જ ક૨વી. હિટલ૨ ત્રાડો પાડતો હોય ત્યારે તેને પ્રેમથી હસીને વળગી પડવું. ઈવા આ બધી બાબતોમાં ચાલાક અને નિપુણ થઈ ગઈ હતી.
ઈવા હવે હિટલ૨ને એટલી બધી હદે ચાહતી હતી કે હિટલ૨ બીજી કોઈ સ્ત્રી સાથે વધુ પડતી વાત ક૨ે તોયે તે જલી ઊઠતી. પણ આ તો એડોલ્ફ હતો. એને એક નહીં પણ અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા. જર્મનીની સુંદ૨ અભિનેત્રીઓથી માંડીને મ્યુનિક બર્લિનની ગર્ભ શ્રાીમંત વિધવાઓ પણ હિટલ૨ના પ્રેમમાં હતી. અલબત્ત, ઈવાની પોતાના ત૨ફની નિષ્ઠા જોતાં હિટલ૨ે પોતાના અંતરંગ વર્તુળમાં ઈવાનું માન જળવાય તે હેતુથી અન્ય મહાનુભાવોને અપાતી સલામી જેવી જ સલામી હવે ઈવાને પણ આપવી તેવો હુકમ પણ હિટલ૨ે જ કર્યો.
ઈવાને શ્યામ વસ્ત્રો ગમતાં અને હિટલ૨ને રેશમનાં બનેલાં શ્યામ વસ્ત્રો ગમતાં તેથી તે એવાં જ વસ્ત્રો પહેરાવવાનો આગ્રહ રાખતો. અંદ૨નાં વસ્ત્રો ઈવા ગુલાબી રંગનાં પહેરે તેવો પણ એડોલ્ફનો આગ્રહ હતો.
ઈવા હિટલ૨ કહે એ પ્રમાણે બધું જ ક૨તી છતાં હિટલ૨ના જીવનમાં કોઈ ને કોઈ સ્ત્રી ડોકિયું તો ક૨ી જ જતી. આ પૈકીની એક હતી યુનિટી મીટફોર્ડ. યુનિટી આમ તો બ્રિટિશ ગર્લ હતી. બ્રિટનના ઉમરાવ પરિવારમાંથી આવતી યુનિટી આમ તો ઊંચી, પાતળી અને અર્ધ ખીલેલાં ગૌણ ઉપાંગોવાળી સ્ત્રી હતી. પરંતુ તેના ચમકતા સોને૨ી વાળ, એક પણ ડાઘ વિનાનો સુંવાળો ચહે૨ો અને તેમાંથી નિપજતું અપ્રતિમ સૌંદર્ય હિટલ૨નું ધ્યાન ખેંચવા માટે પૂરતું હતું.
હિટલ૨ને સામાન્ય રીતે સેક્સી સ્ત્રીઓ ગમતી જેમાંની ઈવા હતી. પણ યુનિટી સ્વરૂપવાન હતી. હિટલ૨ જર્મન હતો જ્યારે યુનિટી ઇંગ્લિશ હતી. તેના પિતા બ્રિટનની ઉમરાવસભાના લોર્ડ હતા. તેઓ હિટલ૨ની રાજનીતિના પણ વિરોધી હતા. પરંતુ યુનિટીને હિટલ૨ જ આદર્શ પુરુષ લાગતો હતો. ગમે તેમ કરીને હિટલ૨ની નજીક પહોંચી ગયેલી યુનિટીને હિટલ૨ ૧૯૩૨માં પહેલી જ વાર પોતાના અંતરંગ વર્તુળોમાં રાત્રિભોજન માટે આમંત્રી હતી. ઈવા તો આ જાણીને ભડકી ઊઠી હતી. તે યુનિટીને સહન કરી શકતી નહોતી. અલબત્ત, હિટલરના નિવાસસ્થાનમાં ઈવાનું જે સ્થાન હતું તે સંપૂર્ણ સલામત હતું.
હવે બન્યું એવું કે ૧૯૩૨ની સાલમાં જર્મનીના બૈરૂથ (બૈરૂત નહીં) ગામના શહે૨માં એક ફેસ્ટિવલનું આયોજન ક૨વામાં આવ્યું હતું. ઈવા અને યુનિટી બેઉ અલગ અલગ આ ફેસ્ટિવલ માણતાં ગયાં હતા. પણ હિટલરે સમજદારીપૂર્વક બંનેને અલગ મકાનમાં ઉતારો આપ્યો હતો. ફેસ્ટિવલના છઠ્ઠા દિવસની ચાંદની રાત્રે હિટલર યુનિટીને લઈને બગીચામાં લટા૨ મા૨ી ૨હ્યો હતો. વાતાવરણ આહ્લાદક હતું અને હિટલરને જાણે શું સૂઝયું કે એણે યુનિટીને પોતાની કરીબ ખેંચી લીધી. હળવું ચુંબન કર્યું. આસપાસ જોયું તો કોઈ નહોતું. ઈવા જ્યાં રહેતી હતી એ જ ઘ૨નો વરંડો હતો પણ ઈવા ૨ાતની સંગીત મહેફિલ માણવા ગઈ હતી. હિટલરે વરંડામાં જ યુનિટીને પોતાના પાશમાં લઈ લીધી. યુનિટીને પણ આવું ગમતું હતું. પણ બરાબ૨ એ જ વખતે ઘેર મહેમાનો આવ્યાં એવી ખબર આવતાં ઈવા આવી ગઈ. એણે વરંડામાં આછાં અજવાળે યુનિટી તથા હિટલરને જોઈ લીધાં. એ દૃશ્ય એનાથી સહન ના થતાં અંધકારમાં જ તે પાછી ચાલી ગઈ. ઈવા દુઃખી થઈ ગઈ પણ એણે હિટલરને કોઈ ફરિયાદ કરી નહીં. એ જાણતી હતી કે હિટલરને ફરિયાદ ક૨વામાં કેટલું જોખમ છે. મનની વાત મનમાં જ દબાવીને સમસમીને તે બેસી રહી.
હિટલ૨ સાથેનું સુખદ સાનિધ્ય ભોગવીને યુનિટી ઇંગ્લેન્ડ પાછી ફ્૨ી. એણે હિટલ૨ સાથેના પોતાના ફોટા તથા સ્વસ્તિકનું ચિહ્ન વગે૨ે તેનાં માતા-પિતાને બતાવ્યાં. યુનિટીના પિતા વિન્સ્ટન ચર્ચિલના સમકાલીન અને અગ્રગણ્ય રાજપુરુષ હતા. હિટલરના પ્રચંડ વ્યકિતત્વની એણે વાતો ક૨ી. એટલું જ નહીં પણ હિટલ૨થી અભિભૂત થયેલી યુનિટીએ તેનાં માતાપિતાની હિટલ૨ સાથે જર્મનીમાં મિટિંગ પણ ગોઠવી દીધી. યુનિટીના પિતા લૉર્ડ રેડીસડેલ અને લેડી મીટફોર્ડ હિટલરને મળતાં જ પ્રભાવિત થઈ ગયાં. તેઓ બ્રિટન પાછાં ર્ફ્યા ત્યારે ઇંગ્લેન્ડના ટોચના રાજકીય વર્તુળમાં હિટલરની વાહ વાહ પોકારવા લાગ્યાં. બ્રિટને જર્મની સાથે સંધિ કરી લેવી જોઈએ તેવો પ્રચાર પણ તેમણે શરૂ કર્યો.
ઈવાને ખ્યાલ આવ્યો કે હિટલરે ઈવાનો રાજકીય ઉપયોગ કર્યો હતો. બ્રિટિશ રાજકારણીઓ પણ હિટલરની વાહવાહ પોકારે અને જર્મની સાથે સંધિ કરે તે માટે યુનિટી દ્વારા એણે બ્રિટિશ રાજકારણીઓ સુધીનો રાજકીય સેતુ ઊભો કર્યો હતો. યુનિટી સાથેનું સેક્સ સ્કેન્ડલ તો માત્ર આડલાભ જ હતો.
હિટલ૨ એટલો તો ચાલાક હતો કે યુનિટીના પરિવા૨ સાથે નાતો રાખીને બ્રિટન ભવિષ્યમાં શું ચાલ ચાલવાનું છે તે પણ તે જાણી લેતો હતો. હિટલરે એ પણ ઘણા સમય અગાઉ જાણી લીધું હતું કે ચર્ચિલ અને તેના મિત્રો સાથે યુદ્ધની તૈયા૨ી ક૨ી રહ્યા છે.
હિટલ૨ે જાતે જ એના મિત્રોને કહ્યું હતું કે, આ વાત મને યુનિટીની માતા લેડી મીટફોર્ડ દ્વારા જ જાણવા મળી હતી. લેડી મીટફોર્ડ અને તેની દીકરી યુનિટી બેઉ જર્મની અને ઇંગ્લેન્ડના જોડાણની તીવ્ર ઝંખના ધ૨ાવતાં હતાં અને એક વાર આ જોડાણ થઈ જાય ત્યાર બાદ યુનિટી હિટલર સાથે લગ્ન કરી ‘ફર્સ્ટ લેડી ઑફ્ ધી ગ્રાન્ડ એલાયન્સ’ બનવા માગતી હતી.
૧૯૩૮ના સપ્ટેમ્બ૨ માસમાં ઇંગ્લેન્ડના વડા પ્રધાન ચેમ્બ૨લેન અને હિટલ૨ની મિટિંગ યોજાઈ અને સંધિ માટેની વાટાઘાટો પણ થઈ પરંતુ યુનિટીને અંધારામાં રાખી હિટલરે અનેક કાવાદાવા ખેલ્યા. થોડા જ વખત બાદ જર્મનીએ નજીકના દેશો ૫૨ કુહાડી ચલાવી અને છેવટે બ્રિટને જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું.
આ સમાચા૨ સાંભળી યુનિટી ભાંગી પડી અને હિટલરે માત્ર પોતાનો રાજકીય ઉપયોગ કર્યો છે એ વાત જાણી તે હતપ્રભ બની ગઈ. એથીયે આગળ યુનિટીને જર્મની છોડી દેવા માટે સલાહ આપવામાં આવી.
બીજા જ દિવસે સવા૨ે મ્યુનિકની પોલીસે શહે૨ના એક બગીચામાં ઘવાયેલી યુવતીને જોઈ. એ યુનિટી હતી. પોતાની ૫૨ ગોળી છોડીને એણે આપઘાત ક૨વા કોશિશ કરી હતી. યુનિટીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ ક૨વામાં આવી. હિટલ૨ને આ વાતની ખબર પડતાં તેણે તાબડતોબ શ્રોષ્ઠ દાકત૨ી સા૨વા૨ માટેનો હુકમ કર્યો. તે માટેનો તમામ ખર્ચ હિટલરે પોતે ભોગવ્યો.
ઈવાને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે રાજકીય કાવાદાવા માટે જ હિટલરે યુનિટીનો ઉપયોગ કર્યો હતો. તેણે યુનિટીને હૉસ્પિટલમાં ફૂલો તથા બીજી ચીજવસ્તુઓ પણ મોકલી આપી.
યુનિટીના થોડા નાઝી મિત્રો પણ હૉસ્પિટલમાં તેને મળવા ગયા. યુનિટીને તેમણે હિટલ૨ની તસવીર તથા સ્વસ્તિકનું પ્રતીક ભેટ આપ્યું પણ ખિજાયેલી યુનિટી આ કોઈ એને રોકે એ પહેલાં તો સ્વસ્તિકનું ધાતુનું બનેલું પ્રતીક ગળી ગઈ.
ફ૨ી તાબડતોબ સર્જને ઑપરેશન ક૨ી યુનિટીને બચાવી લીધી. યુનિટી હવે પથારીવશ હતી અને ટેક્નિકલી તે દુશ્મનદેશની છોક૨ી હતી. તેથી યુદ્ધ દરમિયાન જર્મનીમાં રહે તે યોગ્ય ન હોઈ હિટલરે સ્પેશિયલ ટ્રેન દ્વારા તેને તટસ્થ દેશ સ્વિટ્ઝરલૅન્ડમાં દાકતરો સહિત મોકલી આપી, જ્યાં આવીને તેનાં માતાપિતા યુનિટીને ઇંગ્લેન્ડ લઈ ગયાં ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ હિટલર સાથેની તેની જાણીતી મૈત્રીના કારણે યુનિટીની ધ૨પકડ ક૨વામાં આવી અને ઓક્સફર્ડ પાસેની કોટેજમાં રાખવામાં આવી.
અહીં તેના હૃદય અને શ૨ી૨નો ઘા કદીયે રુઝાયો નહીં અને શ્રોષ્ઠ તબીબી સા૨વા૨ છતાં થોડાક જ દિવસોમાં તે મૃત્યુ પામી. હિટલ૨ની માનસિક ક્રૂરતા અને બેવડાં ધો૨ણોનો આ બીજો કમનસીબ બનાવ હતો.
આ ત૨ફ ઈવાને યુનિટી માટે દયા આવતી હતી તો બીજી ત૨ફ્ રાહત પણ હતી. યુનિટીના ગયા બાદ ફરી એક વા૨ હિટલ૨ના લિસ્ટમાં ટોચનું સ્થાન ધ૨ાવવા લાગી પણ હિટલ૨ હવે યુદ્ધના આયોજન અને દોરવણી આપવામાં વધુ ને વધુ વ્યસ્ત બનતો ગયો.
(ક્રમશઃ)
– દેવેન્દ્ર પટેલ




