બેગમ પારા.
નવી પેઢીને કદાચ આ નામની પહેચાન નહીં હોય. બેગમ પારા હોલિવૂડની એક અભિનેત્રી હતી. કુદરતે એને જબરદસ્ત શરીર સૌષ્ઠવ આપ્યું હતું. ભારત ફિલ્મ સેન્સર બોર્ડ એ જમાનામાં અત્યંત રૂઢિચુસ્ત હતું. બેગમ પારાને કુદરતે ઉન્નત વક્ષઃસ્થળ આપ્યાં હતાં. ફિલ્મના એક દૃશ્યમાં એનાં વક્ષઃસ્થળ કે વસ્ત્રોથી ઢંકાયેલાં હોવા છતાં એનું કદ જોેઈને ભારતીય સેન્સર બોર્ડે ફિલ્મ રોકી રાખી હતી. સેન્સર બોર્ડને બેગમ પારાના વક્ષઃસ્થળ સામે વાંધો હોઈ બેગમ પારા ખુદ સેન્સર બોર્ડના રાભ્યો પાસેે પહોંચી ગઈ હતી અને તેમની સમક્ષ પોતાનું બ્લાઉઝ ફાડી નાંખતાં વક્ષઃ સ્થળ બતાવી કહ્યું હતું કે, ‘કુદરતે મને આ જ રૂપ આપ્યું છે તો તેમાં તમને શું વાંધો છે’??
બેગમ પારાનું અતિ આક્રમક અને રૌદ્ર સ્વરૂપ જોેઈ સેન્સર બોર્ડ પણ ચકિત થઈ ગયું હતું. બરાબર આવું જ એ જમાનામાં હોલિવૂડમાં બન્યું હતું. ૧૯૪૦નો એ સમય હતો. જેન રસેેલ નામની એક અભિનેત્રી એ જમાનાનો
સેક્સ બૉમ્બ ગણાતી હતી. મેરોલિન મનરો તો તેનાં ઘણાં વર્ષો પછી આવી. આ તેના પહેલાંની વાત છે. જમાનાના મશહૂર ફિલ્મ નિર્માતા હાવર્ડ હ્યુજીએ જેન રસેલ સાથે ફિલ્મોમાં કામ કરવા માટે સાત વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો હતો. હાવર્ડ હ્યુજીસ જેન રસેલને લઈને ‘ધી આઉટ લૉ’ નામની ફિલ્મ બનાવી હતી. ‘આઉટ લૉ’ શબ્દ બહારવટિયાઓ માટે વપરાય છે. આ ફિલ્મ આ તો ૧૯૪૧માં તૈયાર થઈ ગઈ હતી, પરંતુ અમેરિકાના સેન્સર બોર્ડે ફિલ્મ સામે વાંધો લીધો હતો. ફિલ્મમાં મારામારી હતી તે માટે નહીં, પરંતુ, અમેરિકાના સેન્સર બોર્ડને પણ જેન રસેલના વક્ષઃસ્થળ સામે વાંધો હતો. ફિલ્મમાં એક દૃશ્યમાં જેન રસેલનું ઉપરનું બ્લાઉઝ એક ખભા પરથી નીચે સરી પડેલું દર્શાવવામાં આવ્યું હતું અને તે જ દૃશ્યનાં પોસ્ટર હોલિવૂડમાં લગાડવામાં આવ્યાં હતાં. (આ કટારમાં જેન રસેલની એ ઐતિહાસિક તસવીર મૂકવામાં આવી છે.) આ છબી આજના સમય પ્રમાણે વાંધાજનક ગણાતી નથી, પરંતુ ૧૯૪૦ના જમાનામાં અમેરિકનો પણ રૂઢિચુસ્ત હતા. એ વખતે જેન રસેલ માત્ર ૧૯ વર્ષની જ હતી. અમેરિકન સેન્સર બોર્ડ જેન રસેલનાં આવાં ઉન્નત વક્ષઃસ્થળ સાચાં હોવા વિશે શંકા વ્યક્ત કરી રહ્યું હતું. માત્ર સેન્સર બોર્ડ જ નહીં, પરંતુ રોમન કેથલિક ચર્ચને પણ આ પ્રકારે વક્ષઃસ્થળ બતાવવા સામે વાંધો હતો. જેને રસેલે પોતે જ પોતાના વાઇટલ સ્ટેટિસ્ટિક્સ જાહેર કરતાં કહ્યું હતું કે, ‘મારા વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ૩૮-૨૪-૩૬ છે. એટલે કે બ્રેસ્ટ ૩૮, કમર ૨૪ અને હિપ્સ ૩૬ની સાઇઝના છે. ફિલ્મના ડાયરેક્ટરે પણ જાહેર કર્યું હતું કે જેન રસેલ માટે અમારે ખાસ પ્રકારનું આંતરવસ્ત્ર બનાવવું પડયું હતું. ખૂબ સંઘર્ષ બાદ છેક ૧૯૪૩માં આ ફિલ્મ સાન-ફ્રાન્સિસ્કોમાં દર્શાવવાની પરવાનગી મળી હતી અને નવ અઠવાડિયાં ચાલી હતી, પરંતુ ૧૯૪૧માં બનેલી આ ફિલ્મને છેક ૧૯૪૭માં ન્યૂયૉર્કમાં પ્રદર્શિત કરવા દેવામાં આવી હતી. અમેરિકાના સેન્સર બોર્ડે ૧૯૫૦ સુધી આખા દેશમાં ફિલ્મ પ્રદર્શિત કરવા મંજૂરી આપી નહોતી. આ ફિલ્મ કોઈ ઉત્કૃષ્ટ કક્ષાની નહોતી. પરંતુ એક ખભા પરથી સરી પડેલા બ્લાઉઝના કારણે જેન રસેલ સ્ટાર બની ગઈ હતી.
જેન રસેલનો જન્મ તા. ૨૧ જૂન, ૧૯૨૧ના રોજ અમેરિકાના નોર્થ ડાકોટામાં થયો હતો. તેનું આખું નામ અર્નેસ્ટાઇન જેન જીરાલ્ડીન રસેલ હતું. તેના પિતાનું નામ ટોમ વિલિયમ રસેલ હતું. આમ તો તેનાં દાદા-દાદી કેનેડાનાં હતાં. તેના પિતા અમેરિકન આર્મીમાં ફર્સ્ટ લેફ્ટનન્ટ હતા. જેનની આ એક્ટ્રેસ હતી. પરંતુ લગ્ન બાદ જેન તેની માના ઉદરમાં હતી ત્યારે તેઓ અમેરિકા આવી જતાં જેમનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે અમેરિકન નાગરિક બની ગઈ હતી. તે પછી આખોય પરિવાર દક્ષિણ કેલિફોર્નિયાના સાન ફર્નાન્ડા વેલી ખાતે રહેવા જતો રહ્યો હતો.
જેન રસેલનાં માતાએ તેને પિયાનો શીખવા એક સંગીત સ્કૂલમાં મોકલી હતીઃ સંગીત શીખવાની સાથે-સાથે જેન રસેલે નાટકોમાં ભાગ લેવા માંડયો હતો. તે વખતે તે હાઇસ્કૂલમાં ભણતી હતી. શરૂઆતમાં તે ડિઝાઇનર બનવા માંગતી હતી. એણે કારકિર્દીની શરૂઆત રિસેપ્શનિસ્ટ તરીકે શરૂ કરી હતી. તે પછી તેણે મૉડેલિંગ શરૂ કર્યું. તે ૧૯ વર્ષની હતી ત્યારે એક ડૉક્ટરની ઓફિસમાં કામ કરતી હતી, તે વખતે હોલિવૂડના મૂવી મુગલ હાવર્ડ હ્યુજીસ સાથે તેનો પરિચય થયો હતો અને નિર્માતાએ તેને’ધી આઉટ લો’ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ આપ્યું હતું. આ ફિલ્મમાં તેના દેહ પરથી સરી પડેલા બ્લાઉઝના કારણે તે નોટોરિયસ સ્ટાર ગણાવા માંડી હતી. એ પછી એ જમાનાના વિખ્યાત કોમેડિયન બોબ હોપ સાથે પણ કામ કર્યું. તેની ઉપરોક્ત તસવીર અમેરિકન આર્મીમાં પણ લોકપ્રિય સાબિત થઈ હતી. આ તસવીર લશ્કરના સૈનિકો તેમના રૂમ કે બંકરોમાં લગાડી રાખતા હતા.
ત્યાર બાદ તેણે બે ડઝન જેટલી અમેરિકન ફિલ્મોમાં કામ કર્યું. તેના ‘પેઇલફેસ’, ‘સન ઓફ પેઈલ ફેસ’, ‘જેન્ટલમેન પ્રીફર્સ બ્લોન્ડેસ’, ‘ટુ લિટલ ગર્લ્સ ફ્રોમ લિટલ રોક્સ’ વગેરેનો સમાવેશ થાય છે. માટો ભાગની તેની ફિલ્મો સંગીતપ્રધાન હતી. પાછળથી તે સંગીતની દુનિયામાં આવી ગઈ હતી. ૧૯૫૭માં લાસવેગાસના એક જુગારખાનનામાં તેણે તેનો પહેલો સોલો મ્યુઝિકલ શૉ આપ્યો હતો. રેડિયો પર તેનાં ગીતો ખૂબ લોકપ્રિય હતાં. ફ્રેન્ક સિનાત્રા સાથે પણ તેનાં ગીતોની રેકોર્ડસ બહાર પડી હતી.
જેન રસેલ ત્રણ વખત પરણી હતી. તેને પોતાનું કોઈ સંતાન નહોતું. તેથી તેણે અને તેના છેલ્લા પતિ બોબ વોટરફિલ્ડે એક બાળકી દત્તક લીધી હતી. ૧૯૫૨માં ફરી એક ૧૫ વર્ષના ગરીબ બાળકને દત્તક લીધો. ૧૮૫૬માં પણ ગરીબીમાં સપડાયેલા પરિવારના એક વધુ બાળકને તેમણે દત્તક લીધો. ૧૯૫૫માં જેન રસેલે ‘વલ અડોપ્શન ઇન્ટરનેશનલ ફંડ’ સંતાનવિહીન પરિવારો બાળકો દત્તક લઈ શકે તે બાબતમાં આ સંસ્થા સહાયભૂત થતી હતી. ખાસ કરીને બીજા દેશોનાં બાળકો અમેરિકનો દત્તક લે તેવી વ્યવસ્થા જેન રસેલ કરતી હતી. આ સંસ્થાની તે ખુદ પ્રેસિડેન્ટ હતી.
એક જમાનામાં સેક્સ બોમ્બ ગણાતી જેન રસેલે તેની પાછલી વયમાં હોેલિવૂડ ક્રિિૃયન ગ્રૂપની સ્થાપના કરી હતી. આ સંસ્થા હોલિવૂડમાં કામ કરતા ખ્રિસ્તીઓને બાઇબલનું શિક્ષણ આપવાનું કામ કરતી હતી. પાછળની જેન રસેલ ખુદ ક્રિિૃયન ટેલિવિઝન ચેનલ પરથી ‘પ્રેઇઝ દ લૉર્ડ’ પ્રોગ્રામ હેઠળ ધાર્મિક ઉપદેશ આપતી હતી. તે રિપબ્લિકન પાર્ટીની સભ્ય બની. હતી. તે એ વખતના અમેરિકાના પ્રમુખ આઈઝન હોવરની સભાઓમાં પણ જતી હતી. શરૂઆતમાં ખૂબ શરાબ પીનાર આ અભિનેત્રી પાછળથી ટીટોટલર-વ્યસનમુક્ત બની ગઈ હતી. રસેલે એની આત્મકથામાં લખ્યું છે કે, ‘હું વૃદ્ધ થતી હોઈ મેં જાતે જ ફિલ્મો છોડી દીધી હતી. એ જમાનામાં તમે ૩૦ વર્ષની વય વટાવી ગયા હોવ તો અભિનેત્રી તરીકે રહેવા લાયક રહેતાં નથી એમ લાગતાં મેં ફિલ્મોને બાય બાય કરી દીધું હતું.’ કોઈ જમાનામાં સેક્સ બૉમ્બ ગણાતી અભિનેત્રીએ પાછલી વયમાં ધર્મનો ઉપદેશ આપ્યો હોય તેવું આજ સુધી સાંભળ્યું નથી. જેન રસેલ સાચા અર્થમાં ધાર્મિક વૃત્તિવાળી બની ગઈ હતી.
આવી જેન રસેલનું તા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ ૮૯ વર્ષની વયે સાન્તા મારિયા કેલિફોર્નિયા ખાતે અવસાન થયું ત્યારે ફરી એકવાર આખા હોલિવૂડે તેના સેન્સરશિપના એપિસોડને યાદ કરી રસેલને શ્રાદ્ધાંજલિ આપી. તેના હાથ અને પગની છાપ હોલિવૂડના ‘વૉક ઑફ ફેમ’માં સાચવી રાખવામાં આવી છે.
દેવેન્દ્ર પટેલ