Close

આઝાદી બાદ ગુજરાતના સત્તાધીશો સામે ગુજરાતનાં ત્રણ પ્રચંડ આંદોલનોનો આ છે લોહિયાળ ઈતિહાસ

રેડ રોઝ | Comments Off on આઝાદી બાદ ગુજરાતના સત્તાધીશો સામે ગુજરાતનાં ત્રણ પ્રચંડ આંદોલનોનો આ છે લોહિયાળ ઈતિહાસ

૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી આજ સુધીના ગુજરાતના રાજકીય ઈતિહાસમાં જ તે વખતની સરકાર ે
સામે ત્રણ પ્રચંડ જન આંદોલનો થયાં. પહેલું આંદોલન ૧૯૫૬માં ગુજરાત અને મહારાષ્ટ્રને `દ્વિભાષી રાજ્ય’
બનાવવાના વિરોધમાં થયું. જને `મહાગુજરાત આંદોલન’ ઓળખવામાં આવે છ ે ે. બીજું જન આંદોલન ૧૯૭૧
પછી એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકાર સામે થયું. જને `નવ ે નિર્માણ આંદોલન’ તરીકે
ઓળખવામાં આવે છે. ત્રીજું જનઆંદોલન ૧૯૮૧ના સમયગાળા દરમિયાન એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી
માધવસિંહ સોલંકી સામે થયું. જ `અનામત ે વિરોધી આંદોલન’ તરીકે જાણીતું બન્યું.
મહાગુજરાતનું આંદોલન ૧૯૫૬ના ગાળા દરમિયાન કે

ન્દ્ર સરકાર દ્વારા ગુજરાત મહારાષ્ટ્રનું સંયુક્ત `દ્વિભાષી
રાજ્ય’ બનાવવાની ફોર્મ્યૂલા સામે થયું. તેની ગાથા લોહિયાળ અને નાટ્યત્મક ઘટનાઓથી ભરપૂર છે. એ વખતે
ગુજરાતમાં સર્વોચ્ચ ગણાતા મોરારજીભાઈ દે

સાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા.
તા. ૮-૮-૧૯૫૬ના દિવસે ગુજરાતનાં અખબારોમાં સમાચાર પ્રગટ થયા કે મહારાષ્ટ્ર અને મુક્ત ગુજરાતનું સંયુક્ત
`દ્વિભાષી રાજ્ય’ બનાવવામાં આવશે. આ સમાચાર બાદ હજારો વિદ્યાર્થીઓનું ટોળું દ્વિભાષી રાજ્યની રચનાના
વિરોધમાં અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે આવેલા કોંગ્રેસ ભવનની ઓફિસ સામે ધસી આવ્યું. કોંગ્રેસ ભવનની
બાલ્કનીમાં ઊભેલી પોલીસે કોઈ પણ જાતની ચેતવણી વિના બપોરના ૨-૧૦ વાગે વિદ્યાર્થીઓ પર ગોળીબાર
કર્યો. પાંચ વિદ્યાર્થીઓ ત્યાં જ શહીદ થઈ ગયા. કુલ ૩૬ ગોળીબાર થયા. ૧૦૫ વિદ્યાર્થીઓ ઘવાયા. આ સમાચાર
વાયુવેગે સમગ્ર શહેરમાં અને તે પછી આખા ગુજરાતમાં આગની જમ ફ ે ે

લાઈ ગયા. આ આંદોલન `મહાગુજરાતના
આંદોલન’ તરીકે પ્રચલિત થઈ ગયું. આ આંદોલનને ઈન્દુલાલ યા ્દુ જ્ઞિકનું નેતૃત્વ મળ્યું. પહેલાં અમદાવાદ શહેરમાં
આગ અને પથ્થરબાજીના બનાવો બન્યા. તે પછી આખા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સામે તોફાનો ફાટી નીકળ્યાં.
નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસ ભવનની બાલ્કનીમાંથી કરાયેલ ગોળીબારથી જેવિદ્યાર્થીઓ શહીદ થયા
તે વિદ્યાર્થીઓનાં લોહીલુહાણ મસ્તકને થાળીમાં મૂકી નજીકમાં જ આવેલી `ગુજરાત ક્લબ’માં બેઠે

લા વકીલોને

દે
ખાડવામાં આવ્યા. વિદ્યાર્થીઓનાં લોહીલુહાણ મસ્તક જોતાં જ વકીલોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. ઉશ્કેરાયેલા વકીલો
કોંગ્રેસ ભવન પહોંચી ગયા અને કોંગ્રેસીઓને પૂછ્યું: `કોના હુકમથી ગોળીબાર કરવામાં આવ્યો?’ એ વખતના
શહેર કોંગ્રેસના આગેવાનો પાસે કોઈ જવાબ નહોતો. એ પછી મહાગુજરાતના આંદોલનની હિંસક જ્વાળા આખા
ગુજરાતમાં ફે

લાઈ ગઈ. આ આંદોલનમાં હિન્દુ-મુસલમાનો વચ ્દુ ્ચે સ્વયંભૂ એકતાનું વાતાવરણ ઊભું થયું.
તા. ૧૧મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં ૧૩ જગાએ ગોળીબાર થયા. ૩૨૫ જટલા લોકોની ધરપકડ થઈ. ે
`લાઠી ગોલી ખાયેંગે – મહાગુજરાત લેકે રહેંગે’ નારો પ્રચલિત બન્યો. તા.૧૩મી ઓગસ્ટે `શહીદ દિન’ મનાવવામાં
આવ્યો. ૧૬ મ્યુનિસિપલ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધાં. કે

ટલાયે કોંગ્રેસીઓએ પક્ષમાંથી રાજીનામાં આપી
દીધાં. તા.૧૬મી ઓગસ્ટે શોકદિન મનાવવામાં આવ્યો. ધોળી ટોપીવાળા કોંગ્રેસીઓ ઘરમાંથી બહાર નીકળી શકતા
નહોતા.
તા. ૧૯-૮-૫૬ના રોજ અમદાવાદમાં પ્રદે

શ કોંગ્રેસ સમિતિની બેઠક મળશે અને સાંજ પાંચ વાગે મોરારજીદ ે ે
સાઈ
લાલ દરવાજા પાસેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે એવી જાહેરાત થઈ. આ જાહેરાત થતાં જ આખા ગુજરાતનું
વાતાવરણ ગરમ થઈ ગયું. મહાગુજરાત આંદોલનના અગ્રણીઓએ એ દિવસે `જનતા કર્ફ્યુ’નું એલાન આપ્યું.
તા.૧૯ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદે સજ્જડ `જનતા કરફ્યું’ પાળીને દે

શ અને દનિુ યાને જનતાની તાકાતનો
આઝાદી બાદ ગુજરાતના સત્તાધીશો સામે ગુજરાતનાં
ત્રણ પ્રચંડ આંદોલનોનો આ છે લોહિયાળ ઈતિહાસ

દે
વેન્દ્ર પટે

પરચો બતાવ્યો. કોઈ પણ વ્યક્તિ સ્વયંભૂ રીતે જ ઘરની બહાર ના નીકળી. દે
શ-વિદે
શના પત્રકારો અમદાવાદ આવી
ગયા હતા. તેઓ પણ આ જનતા કર્ફ્યુને જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. બીજા દિવસે માણેકચોકમાં કોંગ્રેસીઓનાં
ધોતિયાં ખેંચી નાંખવામાં આવ્યાં. તે પછી એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા. તેમની
લાગણી ગુજરાતની જનતા સાથે હતી, પણ કોંગ્રેસી આગેવાનોએ નહેરુની એક સભા અમદાવાદમાં ગોઠવી. તેની
સામે ઈન્દુલાલ યા ્દુ જ્ઞિકે પણ એ જ દિવસે અને એ જ સમયે અમદાવાદમાં લૉ કોલેજ પાસે સમાંતર સભા યોજી.
નહેરુની સભા પણ મોટી હતી, પરં

તુ ઈન્દુલાલ યા ્દુ જ્ઞિકની સભા તેનાથી ઘણી વિશાળ અને પ્રચંડ હતી.

આ લડત લાંબી ચાલી. છેવટે તા.૧૯મી એપ્રિલ ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યનું વિભાજન કરી ગુજરાત અને
મહારાષ્ટ્રનું અલગ રાજ્ય બનાવવાના બિલને પહેલાં લોકસભાએ અને પછી રાજ્યસભાએ પણ પસાર કરી દીધું.
તા.૨૫મી એપ્રિલે રાષ્ટ્રપતિએ પણ મુંબઈ રાજ્યના વિભાજનના ખરડા પર સહી કરી દીધી અને તા.૧મે, ૧૯૬૦ના
રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ રાજ્યની રચના થઈ.
હવે નવનિર્માણના આંદોલનની વાત
તા. ૧૭ જુલાઈ, ૧૯૭૩માં ગુજરાતમાં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી એ વખતના વડાપ્રધાન
ઈન્દિરા ગાંધીની ઈચ્છા વિરુદ્ધ ચીમનભાઈ, પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં. એ પહેલાંની વાત એમ હતી કે
, હવે
નવા મુખ્યમંત્રી કોને બનાવવા તે સવાલ હતો. કહેવાય છે કે ૧૯૭૩ના જૂન માસના છેલ્લા સપ્તાહમાં ચીમનભાઈ
પટેલ પોતાની દાવેદારી પેશ કરવા ઈંદિરા ગાંધીને મળવા ગયા. જગા હતી મુંબઈનું રાજભવન. ઈંદિરા ગાંધી સાથે
તેમની મિટિં

ગ ૨૦ મિનિટ ચાલી. આ મુલાકાતમાં ઉગ્ર ચર્ચાઓ થઈ. કહેવાય છે કે ચીમનભાઈ પટેલે ઈંદિરા ગાંધીને

સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે

, `ગુજરાતમાં વિધાયકોના નેતા કોણ બનશે તે તમે નક્કી કરી શકો નહીં. આ બાબતે
તો ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોનો અધિકાર છે.’- સ્વાભાવિક છે કે ઈંદિરા ગાંધી આવી વાત સહન ના કરે તેવી
તેમની પ્રકત
ૃિ હતી. છતાં તેઓ મૌન રહ્યાં અને તેમણે ચીમનભાઈ પટેલને એ વખતના વિદે

શમંત્રી સ્વર્ણસિંહને મળવા

કહ્યું. સ્વર્ણસિંહ એ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.
ચીમનભાઈ પટેલ મુંબઈથી ફ્લાઈટ પકડી સ્વર્ણસિંહને મળવા દિલ્હી પહોંચ્યા. સ્વર્ણસિંહ સાથે મુલાકાત થઈ
અને એવું નક્કી થયું કે ગુજરાતમાં વિધાયક દળના નેતા કોણ બને તે માટે ગુપ્ત મતદાન થશે. આ ચૂંટણી પર નજર
રાખવા સ્વર્ણસિંહ પોતે દિલ્હીથી ગુજરાત આવ્યા.
ગાંધીનગરમાં કોંગ્રેસના બધા જ ૧૩૯ ધારાસભ્યોને એકત્ર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી પદ માટે બે ઉમેદવારો
હતા. એક તો ચીમનભાઈ પટેલ અને બીજા કાંતિલાલ ઘીયા. ગુપ્ત મતદાન થયું. મતપેટી લઈને સ્વર્ણસિંહ સીધા
દિલ્હી આવ્યા. કોંગ્રેસમાં આવું પહેલી જ વાર થઈ રહ્યું હતું. સભ્યોના મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ ઈંદિરા ગાંધી જ
કરતાં હતાં, પરં

તુ આ વખતે પહેલી જ વાર મતદાનનો આશરો લેવાયો હતો. દિલ્હીમાં બેલેટ બોક્સ ખોલવામાં આવ્યું
તો ચીમનભાઈ પટેલને સાત મતની સરસાઈથી વિજયી જાહેર કરવામાં આવ્યા. કહેવાય છે કે તે પછી ૧૯૭૪માં
ઉત્તર પ્રદે
શમાં વિધાનસભાની ચૂંટણીઓ થનાર હતી અને ચીમનભાઈ પટેલના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધોને
કારણે ઈંદિરા ગાંધીને પણ ચીમનભાઈ પટેલની જરૂર હતી. બીજી બાજુ ઈંદિરા ગાંધી અંદરથી નારાજ હતાં અને
ચીમનભાઈ પટેલને પદાર્થપાઠ પણ ભણાવવા માંગતાં હતાં.
૧૯૭૧નું ચૂંટણીયુદ્ધ ઈંદિરા ગાંધી `ગરીબી હટાવો’ ના નારા પર જીત્યાં હતાં. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના
યુદ્ધ દરમિયાન ઈંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે લશ્કરી પગલાં લઈ પાકિસ્તાનના બે ટુ

કડા કરી નાખ્યા.

બાંગ્લાદે
શનો જન્મ થયો, પરં

તુ યુદ્ધના કારણે દે

શ પર આર્થિક બોજ પણ પડ્યો હતો. ખાવા-પીવાની ચીજવસ્તુઓના

ભાવ આસમાને પહોંચી ગયા હતા. કે

ન્દ્ર સરકારે આર્થિક સંકટને પહોંચી વળવા લોકોની ભલાઈ માટે ચાલતી કે
ટલીક

યોજનાઓમાં કાપ મૂક્યો. આ કાપનો મોટો ઘા ગુજરાત પર કરવામાં આવ્યો. કે

ન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળતા
ઘઉંના કોટામાં ભારે મોટો કાપ મૂક્વામાં આવ્યો. ૧૯૭૨ સુધી ગુજરાતને દર વર્ષે એક લાખ ટન ઘઉં મોકલવામાં
આવતા હતા તેને કાપીને એ કોટા ૫૫,૦૦૦ ટન કરી દે

વાયો. પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં ઘઉંના ભાવ આસમાને

પહોંચી ગયા. રેશનની દકાને પહ ુ ેલાં કિલો ઘઉંની કિં

મત ૭૦ પૈસા હતી. તે પણ કિલોએ રૂ. પાંચ થઈ ગઈ. આ કારણે
ગુજરાતમાં લોકોમાં ભયંકર અસંતોષ ઊભો થયો. પરિણામે કોલેજોનાં છાત્રાલયોમાં ચાલતા રસોડા-મેસનું બિલ
વધારવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં નારાજગી ફે

લાઈ ગઈ અને રાજ્ય સરકારના વિરોધની ચિનગારી અમદાવાદની

એલ. ડી. એન્જિનિયરિં

ગ કોલેજથી શરૂ થઈ. ચીમનભાઈ સરકાર સામેના આ `નવનિર્માણ આંદોલન’ને સખ્તાઈથી

દાબી દે
વા સરકારે પ્રયાસ કર્યો. કુલ ૮,૦૫૩ લોકોને જલમાં પ ે ૂરવામાં આવ્યા. ૧,૬૪૫ વખત લોકો પર લાઠીચાર્જ

થયો. ૪,૩૪૨ જટલા ે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા. ૨૦ ડિસેમ્બર, ૧૯૭૩ના દિવસે અમદાવાદની લાલભાઈ
દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન બિલમાં ૨૦ ટકાનો વધારો થવાથી હડતાલ
પર ઊતરી આવ્યા, જમાં ે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઈ. જનાથી સમગ્ર ગુજરાતમાં ે વિદ્યાર્થી
આંદોલન શરૂ થયાં. આ આંદોલનને માર્ગદર્શન આપવા માટે નવનિર્માણ લોકસમિતિની રચના થઈ, જ પાછળથી ે
`નવનિર્માણ આંદોલન’ તરીકે ઓળખાયું. આંદોલનકારીઓએ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણી કરી.
૧૦ જાન્યુઆરીએ અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની. ૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ
આયોજિત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણોની ઘટના બની. સરકારે
૪૪ શહેરોમાં કર્ફ્યુ લાદ્યો અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું. ૨૮ જાન્યુઆરી, ૧૯૭૪ના રોજ
અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું. પોલીસે ૧૪૦૫ રાઉન્ડ ગોળીબાર કર્યા. ૩૧૦ લોકો ઘાયલ થયા.
૧૦૫ લોકોનાં મોત નીપજ્યાં, જમાંથી ૬૧ તો ે વિદ્યાર્થીઓ હતા. પરિસ્થિતિ વણસી ગઈ. આંદોલનના કારણે ઈંદિરા
ગાંધીએ ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે ૯ ફે

બ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું. રાજ્યપાલે
વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. વિરોધ પક્ષેવિધાનસભા
વિખેરી નાખવાની માગણી કરી. કોંગ્રેસ વિધાનસભામાં ૧૪૦ સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસ(ઓ)ના ૧૫ સભ્યોએ
૧૬ ફે
બ્રુઆરીના રોજ રાજીનામાં આપ્યાં. જને કારણે આંદોલને વેગ પકડ્ ે યો. જનસંઘના ૩ ધારાસભ્યોએ પણ
રાજીનામાં આપ્યાં. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૬૭માંથી ૯૫ રાજીનામાંઓ મેળવ્યાં. કોંગ્રેસ(ઓ)ના પ્રમુખ
મોરારજી દે

સાઈ, ૧૨ માર્ચથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઊતરી ગયા. ૧૬ માર્ચના રોજ વિધાનસભાને

વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.
હવે અનામત વિરોધી આંદોલનની વાત
૧૯૮૧ના સમયગાળા દરમિયાન માધવસિંહ સોલંકી ગુજરાતના ૭મા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ `ખામ’
થિયરી માટે જાણીતા બન્યા હતા. અગાઉ ૧૯૭૪માં તેઓ ગુજરાત પ્રદે

શ કોંગ્રેસના પ્રમુખ તરીકેનિમાયા હતા.
૧૯૮૧માં ગુજરાત સરકાર દ્વારા સામાજિક, બક્ષીપંચ આધારિત સામાજિક અને આર્થિક પછાત વર્ગ માટે અનામત
આપવાની ભલામણો આધારિત જ પ્રસ ે ્તાવ રજૂ થયો, તે કારણે ગુજરાતમાં અનામત વિરોધી પ્રચંડ આંદોલન થયું
હતું. જ પાછળથી કોમી રમખાણોમાં પણ પ ે રિવર્તિત થઈ ગયું હતું. આ આંદોલન દરમિયાન ગુજરાતમાં અને ખાસ
કરીને અમદાવાદ જવા શહ ે ેરને દિવસોના દિવસો સુધી કર્ફ્યુમાં કે

દ રહેવું પડ્યું હતું. આગચંપી, ગોળીબાર અને
ખંજરબાજીથી ત્રસ્ત ગુજરાતે બહુ આકરા દિવસો જોવા પડ્યા હતા. તેમની `ખામ’ થિયરી (ક્ષત્રિય, દલિત, આદિવાસી
અને મુસ્લિમ) મતદારોને વોટબેંક બનાવવાના કારણે માધવસિંહ સોલંકી સામેનું અનામત વિરોધી આંદોલન ખૂબ
લાંબું ચાલ્યું હતું. કુલ ૭૩ દિવસ હડતાલ પડી હતી. ૧૯૮૫માં ૮૫ પાટીદારોએ આ આંદોલનમાં જીવ ગુમાવ્યો
હતો. ગુજરાતમાં પહેલી જ વાર વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા
હતા. આ આંદોલનના કારણે ૧૯૮૫માં તેમણે મુખ્યમંત્રીપદે

થી રાજીનામું આપી દે

વું પડ્યું હતું.

અલબત્ત, ફરી ચૂંટણી થતાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો સાથે તેઓ ફરી સત્તા પર
આવ્યા હતા.
તેમના સમયમાં શરૂ થયેલા એન્ટિ રિઝર્વેશન આંદોલન દરમિયાન ગુજરાતના પાટીદારો અને ઉચ્ચ વર્ણના
મોટાભાગના લોકો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા.
પરં
તુ માધવસિંહ સોલંકીના સમયગાળા દરમિયાન તેમની `ખામ’ થિયરી સામે શરૂ થયેલા અનામત વિરોધી
આંદોલન દરમિયાન અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં અનેક હિંસક ઘટનાઓ ઘટી. રોજ ખંજરબાજી થતી. રોજરોજ ે
કર્ફ્યુ નાંખવો પડતો હતો. ગોળીબારો પણ થયા. પત્રકારોને કાયમ માટે કર્ફ્યુ પાસ ખિસ્સામાં રાખીને ફરવું પડતું
હતું. અનેક નિર્દોષ નાગરિકોની ધરપકડ થઈ. અમદાવાદના એક સુપ્રસિદ્ધ અખબારને કે

ટલાક સરકાર તરફી તત્ત્વોએ
સળગાવી દીધું. પૂરા ૧૪ દિવસ સુધી હું ભૂગર્ભમાં રહ્યો. એ અખબારના માલિકો પણ તેમનું નિવાસસ્થાન છોડી
સલામત જગાએ જતા રહ્યા. એ પછી એ અખબારના માલિકો અને હુંદિલ્હી ગયા. એ વખતના વડાપ્રધાન રાજીવ
ગાંધીને પણ કોઈ કોંગ્રેસ સરકારવાળા રાજ્યમાં કોઈ અખબારને જલાવી દે તે તેમને પસંદ નહોતું. તેમણે અમદાવાદ
પાછા જઈ અખબાર ફરી ચાલુ કરવા કહ્યું. જરૂરી પોલીસ બંદોબસ્ત પણ આપ્યો અને માત્ર એક જ મશીન દ્વારા એ

અખબાર ફરી પ્રગટ થયું ત્યારે મેં પહેલા પાને લખ્યું: `બળી ગયેલા અખબારની રાખમાંથી સ્યાહી બનાવીને અમે
કલમ ચલાવીશું.’
એ દિવસોને હું યાદ કરું છું ત્યારે આજ પણ શરીરમાં ધ્ ે રુજારી આવે છે. સમય વહી ગયો છે. માધવસિંહ સોલંકીની
ખામ થિયરીના વિવાદને બાદ કરતાં એ પણ એક હકીકત છે કે માધવસિંહ સોલંકી સુશિક્ષિત, શાંત અને વિવેકપૂર્ણ
પ્રકત
ૃિના માનવી હતા. ધીરજ, સહનશક્તિ અને હાજરજવાબીના ગુણો તેઓ ધરાવતા હતા. કુશાગ્ર બુદ્ધિ અને
કુનેહથી કામ લેવાની તેમનામાં આવડત હતી. તેઓ સાહિત્યના જીવ પણ હતા. સામા માણસને દ:ખ થાય ક ુ ે ચોટ
લાગે તેવી ભાષાનો સીધો પ્રયોગ તેઓ કદી કરતા નહીં. સામેની વ્યક્તિને કાંઈ કહેવું હોય તો માર્મિક ભાષામાં
કહેવાની તેમની આગવી શૈલી હતી. વાત કરતી વખતે સ્મિત સદાયે તેમના ચહેરા પર ફરકતું હતું.
માધવસિંહ સોલંકી એક બાહોશ પ્રતિભા હતા. પુષ્કળ વાંચતા હતા. રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ
સૌથી વધુ સમય ગાંધીનગરમાં તેમના બંગલાની લાઈબ્રેીમાં ગાળતા હતા. તેમની લાઈબ્રેીમાં હજારો પુસ્તકો
હતાં. મુલાકાતીઓ અને પત્રકારો સાથે તેઓ રસપ્રદ વાતો કરતા અને લિંકનના જોક્સ કહી સૌને હસાવતા હતા. એ
જ રીતે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજનની યોજના શરૂ કરનાર પણ તેઓ જ હતા, જ આજ ે પણ ે
ચાલુ છે. મહેસૂલ વિભાગ અને વહીવટીતંત્ર પર તેમની જબરદસ્ત પકડ હતી. તેમની પાસે પોતાની કે

ટલીક આગવી
લાક્ષણિકતાઓ હતી. જો તેમણે જ્ઞાતિ આધારિત વોટ બેન્ક માટે `ખામ’ થિયરી અપનાવી ના હોત તો તેઓ લાંબા
સમય માટે ગુજરાતના જાહેરજીવનમાં કાર્યરત રહેત અને કોંગ્રેસને પરાજિત કરવી મુશ્કેલ બની જાત.
રાજનીતિમાંથી નિવૃત્ત થયા બાદ માધવસિંહ સોલંકી જાહેર જીવનમાં પાછા ના ફર્યા. તા. ૯ જાન્યુઆરી,
૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું.

– www.devendrapatel.in

Be Sociable, Share!