Close

એન્જેલિના કે જે તેની મમ્મી વિશે વધુ પડતું જાણતી હતી

રેડ રોઝ | Comments Off on એન્જેલિના કે જે તેની મમ્મી વિશે વધુ પડતું જાણતી હતી
રોમા લંડનમાં ભણતી હતી.
પરંતુ કોલકાતાના સુપ્રસિદ્ધ યુવાન ધારાશાસ્ત્રી પ્રબુદ્ધ લાહા સાથે લગ્ન થયાં બાદ તે લંડન છોડી ભારત આવી ગઈ હતી. રોમા હવે રોમા લાહા હતી. લંડનમાં ઉછેર થયો હોવાથી તે શરાબ અને પાર્ટીઓની શોખીન હતી. પ્રબુદ્ધ લાહાનું હાવડામાં આલીશાન મકાન હતું. લંડન બાદ રોમા લાહાને બે પુત્રીઓ જન્મી. એકનું નામ એલિસ અને બીજીનું નામ એન્જેલિના, પ્રબુદ્ધ લાહાની પ્રેક્ટિસ જબરદસ્ત ચાલતી હતી. વકીલાતના કામે વારેવારે દિલ્હી જવું પડતું હતું. તેમને ઘરમાં રહેવાનો સમય જ નહોતો. આ પરિસ્થિતિમાં રોમા પાસે હરવા-ફ્રવા અને મોજ-મસ્તી તથા શરાબ પીવા સિવાય બીજું કોઈ જ કામ નહોતું.
એવામાં રોમા ફ્રી ગર્ભવતી થઈ. એણે એક પુત્રને જન્મ આપ્યો. તેને ‘ગૌરવ’ એવું નામ આપવામાં આવ્યું. ગૌરવના જન્મ બાદ પ્રબુદ્ધ લાહાનો સિતારો ચમકી ગયો. એ વખતે ભારતના એ વખતના રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝૈલસિંહ હતા. કોઈ મિત્રે ઝેલસિંહ સાથે પરિચય કરાવ્યો. જ્ઞાનીજીએ પ્રબુદ્ધ લાહાનો પરિચય રાજીવ ગાંધી સાથે કરાવ્યો. રાજીવ ગાંધીની મદદથી પ્રબુદ્ધ લાહા રાજનીતિમાં આવ્યા. એ પછી તો તેમને ઘરમાં રહેવાનો સમય જ ના રહ્યો.
રોમાએ તેની બંને પુત્રીઓ એલિસ અને એન્જેલિનાને સેન્ટ થોમસ બોર્િંડગ સ્કૂલમાં દાખલ કરી દીધી હતી. પતિ વકીલાતની ધૂમ પ્રેક્ટિસ અને રાજકારણના કામે દિલ્હી જ વધુ રહેતા હતા. દીકરીઓ ઘેર આવે તો તે જોતી કે, ‘મમ્મી તેના પુરુષ મિત્રો સાથે એક અલગ કમરામાં ડિં્રક્સ જ લેતી હોય.’ બંને દીકરીઓ હવે એટલું તો સમજતી હતી કે, ‘મમ્મી પિતાની ગેરહાજરીમાં સારું કામ તો નથી જ કરતી.’
રોમા નાનકડા પુત્ર ગૌરવને સ્તનપાન કરાવતી નહોતી. બહારથી બાળકો માટે પાઉડરનું દૂધ લાવી પીવરાવતી. એન્જેલિના પૂછતી તો તે કહેતી કે, ‘બાળકને સ્તપાન કરાવવાથી ફિગર બગડી જાય છે.’
એવામાં પિૃમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ. રાજીવ ગાંધીએ પ્રબુદ્ધ લાહાને આસનસોલ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ટિકિટ આપી. પ્રબુદ્ધ લાહા ચૂંટણી જીતી ગયા આ તરફ રાજનીતિમાં આવવાના કારણે પ્રબુદ્ધ લાહા હવે વધુ ને વધુ સમય આસનસોલ રહેવા લાગ્યા. પુત્ર ગૌરવને દાર્જિલિંગની બોર્િંડગ સ્કૂલમાં દાખલ કરી દેવામાં આવ્યો. રોમાને પહેલેથી જ બાળકો માટે કોઈ ખાસ આકર્ષણ નહોતું. તે હવે કિટી પાર્ટી, ક્લબ અને રાત્રે શરાબની પાર્ટીઓમાં જ વ્યસ્ત રહેવા લાગી.
એવામાં રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ રાજીવની હત્યા બાદ પ્રબુદ્ધ લાહાની પણ ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ. વકીલાત તો તેમણે બંધ કરી દીધી હતી. બીજી ચૂંટણી આવે તે પહેલાં તેઓ રાજનીતિમાંથી ફેંેંકાઈ ગયા. નર્વસ બ્રેકડાઉન અને શારીરિક બીમારીના ભોગ બન્યા. છ મહિના સુધી પથારીવશ રહ્યા, પરંતુ રોમા હવે બિન્દાસ્ત થઈ ગઈ હતી. પતિની હાજરીમાં પણ તે પુરુષ મિત્રોને ઘેર લાવતી. બીમાર પતિ તેમના રૂમમાં હોય અને રોમા તેના પુરુષ મિત્રો સાથે દારૂ પીતી.
થોડો દિવસો પછી પ્રબુદ્ધ લાહા પણ મૃત્યુ પામ્યા.
પ્રબુદ્ધ લાહા લાખ્ખોની સંપત્તિ છોડી ગયા હતા. તેમની હજી યુવાન જેવી લાગતી પત્ની રોમાને પૈસામાં રસ હતો. પતિના મૃત્યુનો શોક થોેડાક જ દિવસ મનાવી કરી શૃંગાર કરવા લાગી. દરમિયાન વિશ્વજિત નામના એનાથી ઓછી ઉંમરના એક યુવકના તે પરિચયમાં આવી. તે તેનો નવો પુરુષમિત્ર હતો. તે ચાલાક હતો. પ્રબુદ્ધ લાહાના જે જે પૈસા બીજી બેંકોમાં હતા તે તમામ રોમા લાહાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા. તે હવે પ્રબુદ્ધ લાહાનું ભવ્ય મકાન પણ રોમાના એકલીના નામે ટ્રાન્સફર કરાવવા માગતો હતો, પરંતુ કમનસીબે એ મકાન પ્રબુદ્ધ લાહાના પિતાના નામે હતું અને વસિયત પ્રમાણે એ મકાનમાં રોમા ઉપરાંત તેની બે પુત્રીઓ એલિસ અને એન્જેલિનાનો પણ બરાબરનો હક્ક હતો.
રોમા પહેલાં તો પુત્રીઓ સાથે માત્ર ઔપચારિક જ વ્યવહાર રાખતી હતી, પરંતુ હવે પુત્રીઓ સંપત્તિમાં ભાગીદાર છે તે જાણ્યા પછી દીકરી પ્રત્યે તેની નફરત વધી ગઈ. એેલિસ અને એન્જેલિનાએ તેમની વિધવા માનાં લક્ષણો જોેઈ લીધાં હતાં. તે હવે આવી ખરાબ માંથી છૂટવા માંગતી હતી.. એલિસે ભણવાનું છોડી દીધું. એન્જેલિનાએ પણ ૧૨મું ધોરણ પતાવ્યા બાદ માત્ર એક જ વર્ષ કોલેજ કરીને કોલેજ છોડી દીધી.
એન્જેલિના નમણી અને આકર્ષક હતી. એણે મોડેલિંગ જગતમાં પ્રવેશવા નિર્ણય કર્યો. તે કોલકાતાની એક પરફોર્િંમગ આર્ટ ઇન્સ્ટિટયૂટમાં પણ દાખલ થઈ ગઈ. થોડા વખત પછી તેને મોડેલિંગનું નાનું નાનું કામ પણ મળવા લાગ્યું. એન્જેલિના જે કમાતી તેમાંથી પણ રોમા ભાગ પડાવતી હતી. એન્જેલિનાએ પૈસા આપવા ઇનકાર કર્યો તો તેની માએ પુત્રીના રૂમની વીજળી કાપી નાંખી. ફરી દીકરીએ માને જરૂર પ્રમાણે પૈસા આપવા માંડયા.
આ તરફ રોમાનું મન તેના બોયફ્રેન્ડ વિશ્વજિતથી હવે ધરાઈ ગયું હતું. એણે વિશ્વજિતને છોડી દીધો. હવે તે નવા પુરુષમિત્રની તલાશ કરવા લાગી. આ માટે નેટ પર બેસી તે પુરુષ મિત્રો શોધી આપતી વેબસાઈટ ખોલવા લાગી. પુરુષો તેને જોેઈ શકે તે માટે પોતાનો બાયોડેટા-ઉંમર- શોખ વગેરે પણ નાંખી દીધાં. વેબસાઈટ પર પુરુષમિત્રો મળી જતા તે રોજ ચેટિંગ કરવા લાગી. આ તરફ મા રંગીન મૂડમાં હતી તો પુત્રીના જીવનમાં પણ સંગીન મોડ આવ્યો. એન્જેલિના સુબ્રતો નામના એક યુવાનના પરિચયમાં આવી. સુબ્રતો કોમ્પ્યૂટર એન્જિનિયર હતો. દેખાવડો હતો અને એન્જેલિનાની ઉંમરનો જ હતો. એન્જેલિના સુબ્રતોને પ્રેમ કરવા લાગી. એવું જ સુબ્રતોનું પણ હતું. બેઉ અવારનવાર રેસ્ટોરાંમાં મળવા લાગ્યાં.
એન્જેલિનાએ સુબ્રતોને કહ્યુંઃ ‘આપણે લગ્ન કરી લઈએ, પરંતુ મોડેલિંગની દુનિયા મુંબઈમાં જ છે. તેથી આપણે મુંબઈ સ્થાયી થવું પડશે.’
સુબ્રતોએ હા પાડી, પરંતુ તેનાં માતા-પિતા તૈયાર થયા નહીં. તેઓ પ્રબુદ્ધ લાહાના પરિવારને સારી રીતે ઓળખતાં હતાં. સુબ્રતોના પિતાએ કહ્યુંઃ ‘પ્રબુદ્ધ લાહાનું પરિવાર ઘણું મોટું ગણાય. આપણા જેવા સામાન્ય માણસનું કામ નહીં.’
સુબ્રતોએ આ વાત એન્જેલિનાને કહી ત્યારે એન્જેલિનાએ કહ્યુંઃ ‘સુબ્રતો, તે તારા ડેડીને કહ્યું નહીં કે, હવે અમારી હેસિયત પહેલાં જેવી નથી. મમ્મીએ બધી દોલત મોજમસ્તીમાં ઉડાડી દીધી છે.’
સુબતોએ કહ્યુંઃ ‘ચાલ હું ફરી મમ્મી-પપ્પા સાથે વાત કરીશ. તું પણ તારી મમ્મી સાથે આપણા લગ્ન માટે વાત કર..’
એક દિવસ મોકો જોેઈને એન્જેલિનાએ એની મા રોમાને સુબ્રતો સાથે લગ્ન કરવાની ઇચ્છાની વાત કરી. પહેલાં તો રોમા એન્જેલિના પર ચીડાઈ, પણ પાછળથી સુબ્રતો વિશે પૂછપરછ પણ કરી. સુબ્રતો બહુ ઓછું કમાય છે તે જાણ્યા બાદ રોમા વધુ ચીડાઈ, પરંતુ એન્જેલિનાનો મક્કમ નિર્ધાર જાણ્યા બાદ રોમા બોલી ઃ ‘ઠીક છે, તું એને બોલાવ. હું એની સાથે વાત કરી લઈશ.’
એન્જેલિના બીજા જ દિવસે સુબ્રતોને મમ્મી સાથે મુલાકાત કરાવવા ઘેર લઈ આવી. સુબ્રતોને એક રૂમમાં બેસાડી રોમા બારણું બધુ કરી પૂછપરછ કરવા લાગી. આ દરમિયાન એન્જેલિનાને બંધ કમરામાં પ્રવેશ નહોતો. બેઉએ કેટલીયે વાર સુધી વાતો કરી. સુબ્રતો બહાર નીકળી જતો રહ્યો.
તે દિવસ બાદ સુબ્રતો એન્જેલિના સાથે થોડુંક અંતર રાખવા લાગ્યો. સુબ્રતો એન્જેલિનાને મળવાનું ટાળતો. ઘેર ફેન આવે તો ઉપાડતો નહીં. કોઈને કોઈ બહાનું કાઢીને તે મળવાનું ટાળતો.
એક દિવસ બપોરના સમયે એન્જેલિના અચાનક ઘેર આવી ગઈ તો ખબર પડી કે, બેડરૂમમા તેનો પ્રેમી સુબ્રતો તેની મમ્મી રોમા સાથે કલાકોથી અંદર બંધ છે. એન્જેલિનાએ બારણું ખખડાવ્યું. બારણું ખૂલ્યું તો સબ્રતોના ચહેરા પર અપરાધના ભાવ હતા, પરંતુ રોમાના ચહેરા પર એવા કોઈ જ ભાવ નહોતા. એની આંખોમાં બેફ્કિરાઈ હતી કે,’મારે જે કરવું હશે તે જ કરીશ.’
સુબ્રતો બોલ્યા વગર જ જતો રહ્યો.
એ પછી તો સુબ્રતોએ એન્જેલિનાને મળવાનું જ બંધ કરી દીધું. સુબ્રતો હવે રોજ બપોરના સમયે ઘેર આવવા લાગ્યો હતો. કલાકો સુધી તે રોમા સાથે કમરામાં બંધ રહેતો. એન્જેલિનાને હવે ખ્યાલ આવી ગયો કે, ‘મારો પ્રેમી હવે મારી મમ્મીને પ્રેમ કરવા લાગ્યો છે.’
એન્જેલિના ભાંગી પડી. હતી તો તે ૨૦ વર્ષની જ હતી. સુબ્રતો ૨૨ વર્ષનો હતો. જ્યારે મમ્મી ૪૩ વર્ષની હતી. એન્જેલિનાની નજર સમક્ષ જ તેની મા અને સુબ્રતો દારૂ પીતાં. સિગારેટ ફૂંંકતાં અને બેડરૂમનું બારણું બંધ થઈ જતું. એન્જેલિના અંદર ને અંદર સળગી જતી હતી, પરંતુ તેની મમ્મીને કહેવાની તેની તાકાત નહોતી, કારણ કે તેનો પ્રેમી જ તેની મમ્મી સાથે લપેટાઈ ગયો હતો.
છતાં એક દિવસે એણે સુબ્રતોને ઘરમાં જ ઊભો રાખી કહી દીધું ઃ ‘સુબતો, તને ખબર છે તું શું કરે છે. તું જેની પાસે જાય છે તે તારા કરતાં બે ગણી મોટી ઉંમરની છે અને મારી મમ્મી છે.’
સુબ્રતો એટલું જ બોલ્યોઃ ‘તેથી મને કોઈ જ ફરક પડતો નથી.’
-એમ કહી તે રોમાના બેડરૂમમાં જતો રહ્યો.
છેક સવારે સુબ્રતો રોમાના બેડરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે ડ્રોઇંગરૂમના પંખા પર દુપટ્ટો બાંધેલી મૃત એન્જેલિના લટકતી હતી. રોમા અને સુબ્રતોએ પોલીસને એન્જેલિનાના આપઘાત વિશે જાણ કરી. પોલીસે એન્જેલિનાના મૃત્યુ અંગે તપાસ કરી તો અસલિયત બહાર આવી. એન્જેલિનાએ આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેની માતા રોમાએ પોતાની શરમજનક ભૂલોને છૂપાવવા પોતાની તમામ હરકતો જાણતી એન્જેલિનાને સુબ્રતોની મદદથી પહેલાં મારી નાંખી હતી અને પછી આત્મહત્યામાં ખપાવવા તેને પંખા પર લટકાવી દીધી હતી.
કળિયુગમાં આવી માતાઓ પણ હોય છે. પોતાની મા વિશે વધુ પડતી જાણકારી તેન મોતનું કારણ બની ગઈ.
 દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!