યુપીના હાથરસમાં ભોલે બાબા નારાયણ સાકાર ઉર્ફે સુરજપાલના સમાગમમાં ગયેલા લોકો પૈકી ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક બનાવટી બાબાઓ વર્ષોથી ભારતની ધર્મભીરુ પ્રજાને છેતરતા આવ્યા છે. હાથરસ ખાતે જે બાબાના કાર્યક્રમમાં લોકો મોતને ભેટયા એ તો એમના દુઃખો દૂર કરવા ગયા હતા. દુઃખો દૂર થવાના બદલે દુઃખ લઈને ઘેર આવ્યા. કોઈએ માતા ગુમાવી, કોઈએ પિતા ગુમાવ્યા. કોઈએ પુત્ર કે પુત્રી ગુમાવ્યા. આ શ્રાદ્ધા નહીં પણ બનાવટી બાબાએ ફેલાવેલી અંધશ્રાદ્ધા જ છે. આવું ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના બીજા ભાગોમાં અને બીજા ધર્મો કે સંપ્રદાયોમાં પણ છે. આજે અહીં યુગાન્ડાની પૂજારણ અશ્વેત સાધ્વીની વાત પ્રસ્તુત છે.
એ શુક્રવાર હતો.
યુગાન્ડાના એક નાનકડા ગામથી વહેલી પરોઢે એક બસમાં ચઢેલા તમામ ઉતારુઓના ચહેરા એક અશ્વેત સાધ્વીએ બરાબર નિહાળ્યા હતાં. બસમાં મુસાફરી કરનાર તમામ મુસાફરો એ સાધ્વીનાં શિષ્ય-શિષ્યાઓ હતાં.
સાધ્વીએ બસને વિદાય આપી. બસ ઊપડયા પછી ક્યાં ગઈ તેની કોઈને ખબર નહોતી. બસમાં કેટલાંક નાનાં બાળકો પણ હતાં. બસ ક્યાંક ચાલી ગઈ. સાધ્વીએ એક વાતનું બરાબર ધ્યાન રાખ્યું હતું કે બસમાંથી એક પણ ઉતારુ છટકીને બહાર જાય નહીં. બસ ખરેખર તો યુગાન્ડાના નિર્જન વિસ્તારમાં જઈને ઊભી રહી હતી. અહીં એક અપૂજ્ય ચર્ચ હતું. ચર્ચના એક ઓરડામાં બધાં ભેગાં થયાં. બધાંએ બ્રેકફાસ્ટ કર્યો. પ્રાર્થના કરી. બધાંએ સ્નાન કર્યું. નખ કાપી નાખ્યા. બધાંએ માથાના વાળ પણ કાપીને ટકો મૂંડો કરી લીધો. ફરી પ્રાર્થના કરી.
સાધ્વીએ અગાઉ આપેલા આદેશ અનુસાર એક રૂમમાં પડેલા કેરોસીનના કેરબાથી બધાંએ જાતે જ પોતાના શરીર પર કેરોસીન છાંટયું. નાનાં બાળકો પર પછી કેરોસીન છાંટી દેવામાં આવ્યું અને એક જણે દીવાસળી સળગાવી પોતાની જાતને ચાંપી દીધી. થોડીક વારમાં ચર્ચનો આખોયે ઓરડો એક ભયાનક આગનો ગોળો બની ગયો. લોકોએ ચિચિયારીઓ પાડી. ચર્ચની ભીતરની આગ એટલી તો પ્રચંડ હતી કે બળી રહેલી માનવીઓની ખોપરીઓ ધડાકા સાથે ફાટવા લાગી. ચર્ચ આખું બસના તમામ ઉતારુઓના સામૂહિક આપઘાતનું કબ્રસ્તાન બની ગયું.
કોઈકે યુગાન્ડાની પોલીસને ખબર આપ્યા. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ૬૦થી વધુ સ્ત્રી-પુરુષો અને બાળકોનાં ભડથું થઈ ગયેલા મૃતદેહો અહીં-તહીં પડયા હતા. પોલીસ પણ આ દૃશ્ય જોેઈને સ્તબ્ધ બની ગઈ.
ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. તપાસ કરતાં ખબર પડી કે ચર્ચમાં કોઈક ધાર્મિક વિધિ અનુસાર બળી જનારા તમામ લોકો ક્રેડોનિયા મેરીન્ડી નામની સાધ્વીના કોઈ ગેબી સંપ્રદાયનાં સભ્યો હતાં. આ નીગ્રો સાધ્વી ક્રેડોનિયાની ઉંમર બાવન વર્ષની હતી. પોલીસ પગેરું દાબતી એના ગામ પહોંચી પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં કાળી સાધ્વીએ ગામ છોડી દીધું હતું.
કહેવાય છે કે ક્રેડોનિયા આજથી ૧૦ વર્ષ પહેલાં દારૂનો બાર ચલાવતી હતી. ગળામાં તે ક્રોસ લટકાવી રાખતી હતી. દારૂ પીવા આવતા ગ્રાહકો તેના ક્રોસ સામે જોેઈ રહેતા. લોકોને એનામાં શ્રાદ્ધા વધતી ગઈ. અલબત્ત, એ અંધશ્રાદ્ધા જ હતી. લોકો જાતજાતનાં દુઃખો દૂર કરવા ક્રેડોનિયા પાસે જતાં. ધીમે ધીમે એણે પોતાનો એક કલ્ટ જ ઊભો કરી દીધો.
રોમન કેથલિકમાંથી છૂટો પડેલો એક અમાન્ય સંપ્રદાય તેણે શરૂ કર્યો હતો. દારૂનો બાર ચલાવવાની એને હવે કોઈ જ જરૂર જ નહોતી. લોકો તેની સમક્ષ આવતાં. તેની આગળ ઝૂકી જતાં. તેને હવે વ્યવસાય કરવાની કોઈ જરૂરિયાત નહોતી. ખાવા-પીવાનું બધું લોકો પાસેથી જ મળી રહેતું. ધીમે ધીમે એણે કાળાં વસ્ત્રો ધારણ કરી લીધાં. એનાં અનુયાયીઓની સંખ્યા વધતી જ ગઈ. આફ્રિકાના બિચારાં અર્ધનગ્ન, અર્ધદગ્ધ અને અર્ધભૂખમરાથી પીડિત નિગ્રો લોકો જ એનાં ચેલાચેલીઓ હતાં.
એ એના અનુયાયીઓને એકત્ર કરીને ઉપદેશ આપતી, તે કહેતી ઃ ‘હું ઈશ્વરે આપેલા ટેન કમાન્ડમેન્ટ્સને પુનઃ સ્થાપિત કરવા માંગું છું. ટૂંક સમયમાં પૃથ્વી પર પ્રલય થશે. આખી દુનિયાનો નાશ થશે. આ ટેન કમાન્ડમેન્ટ્સની પુનઃ સ્થાપના કરવા માટે તમારે ઈશ્વરને મદદ કરવી પડશે અને એના માટે તમારે બલિદાન આપવું પડશે. મૃત્યુ પામવા માટે ત્રણ પદ્ધતિઓ અપનાવવી પડશે – બળી જઈને મૃત્યુ પામવું, ચાકુ હુલાવીને મરવું અથવા ઝેર પી લેવું.’ – અને અંધવિશ્વાસુ લોકો આ સાધ્વીના આદેશને સ્વીકારી લેતાં.
પોલીસે કરેલી તપાસમાં એવી વાત બહાર આવી કે સાધ્વી ક્રેડોનિયાએ પોતાના કલ્ટના ૨,૨૦૦થી ૩,૦૦૦ માનવીઓને આ રીતે મારી નાંખ્યાં છે. પૃથ્વી પરનો ધર્મના નામે આ મોટામાં મોટો સામૂહિક હત્યાકાંડ છે.
નિર્જન ચર્ચમાં મૃત્યુ પામેલા લોકોની ઘટના બાદ પોલીસે સાધ્વીના કલ્ટના બચી ગયેલા ૬૦૦ જેટલા સભ્યો પાસેથી માહિતી મેળવવા માંડી. ચર્ચમાં જે સામૂહિક હત્યાકાંડ થયો એ તો બીજા અનેક માસ મર્ડર્સ પૈકીનો એક જ હતો તપાસ કરતાં ખબર પડી કે કલ્ટ લીડર સાધ્વી ખુદ માનસિક રીતે વિકૃત હતી. તે હિંસક પ્રકૃતિ ધરાવતી હતી. તેને આગનું ઓબ્સેશન હતું.
પોલીસે તેના ગામની આસપાસ તપાસ શરૂ કરી. યુગાન્ડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કેટલાંક સામૂહિક કબ્રસ્તાન શોધી કાઢવામાં આવ્યાં. આ સાધ્વીએ પોતાની માનસિક વિકૃતિ સંતોષવા મારી નાંખેલા માનવીઓના ૯૭૯ જેટલાં શબો બહાર કાઢવામાં આવ્યાં. કહેવાય છે કે આવી બીજી કેટલીયે માસ ગ્રેવ શોધવાની હજી બાકી છે.
પોલીસતપાસમાં એ પણ બહાર આવ્યું કે યુગાન્ડાના ગરીબો કે મધ્યમ વર્ગના સભ્યો આ ખતરનાક પંથના સભ્ય બન્યા પછી પોતાની પ્રોપર્ટી વેચી દઈને એ બધું જ આ સાધ્વીના ચરણોમાં મૂકી દેતા. તેમને એવું ઠસાવવામાં આવ્યું હતું કે એક જ વર્ષના અંતમાં વિશ્વનો અંત આવશે. હવે નવી સાલ આવવાની જ નથી. તેથી તેમની મિલકતોનો અંત અત્યારથી જ લાવી દેવો જોેઈએ. કેટલાક લોકો સાધ્વીની આ વાત માની પણ લેતા હતા.
યુગાન્ડામાં મહિનાઓથી આ પંથ કાર્યરત હતો અને સાધ્વી તેમની મિલકતોનાં નાણાં હડપ કરી તેમને મોતના મુખમાં મોકલતી રહી છતાં આખી સરકાર ઊંઘતી રહી હતી.
ક્રેડોનિયા મેરીન્ડી જે ઘરમાં રહેતી હતી તેના બેડરૂમને અડીને આવેલા એક રૂમમાંથી બીજા છ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. આ મૃતદેહોને સલ્ફરિક એસિડમાં બોળી દેવામાં આવ્યા હતા. એમના મૃત્યુ માટે આ રીત અજમાવવામાં આવી હતી. બીજા એક રૂમમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા. તેમાં બધાને ઝેર આપવામાં આવ્યું હતું.
વધુ તપાસમાં બહાર આવ્યું કે તે એક પ્રકારની પ્રોગ્રામર હતી. આગથી કાંઈ ને કાંઈ બાળી નાંખવામાં તેને આનંદ આવતો હતો. ક્રેડોનિયા મેરીન્ડી જયારે ૨૦ વર્ષની હતી ત્યારે એનું અપમાન કરનાર એક આરોગ્ય અધિકારીનું આખું ઘર સળગાવી દીધું હતું. ત્યારબાદ એને સારવાર માટે બહાર મોકલી દેવામાં આવી હતી. એ પાછી આવી ત્યારબાદ એણે દારૂનો બાર શરૂ કર્યો હતો. એક વહેલી સવારે કેટલાક ગ્રાહકો બિયર પીવા આવ્યા ત્યારે એમણે જોેયું તો ક્રેડોનિયા ભોંયતળિયા પરથી લોહીના ડાઘ સાફ કરી રહી હતી. રાત્રે દારૂ પીવા આવેલા એક મોટરિસ્ટનું બારમાં સૂતો હતો ત્યારે એણે ખૂન કરી નાંખ્યું હતું.
એના પંથમાં જોેડાવાની ના પાડનાર એક ખેડૂતના ઘર પર એણે પોતાના અનુયાયીઓ દ્વારા હુમલો કરાવી દઈ તેનું કેળાંનું આખું ખેતર સળગાવી દીધું. એને ત્રણ ભાઈઓ હતા. બધા જ વારાફરતી રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા. ધીમે ધીમે એ બધી જ પ્રોપર્ટીની માલિકણ આ ખતરનાક બહેન બની ગઈ હતી.
એની મોડેસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. જે લોકો એના પંથના સભ્ય બને તેમના અંતિમ નિકાલનો દિવસ તે ખુદ નક્કી કરતી. આવા ફાઇનલ એક્ટ પહેલા તે બધાં સભ્યોને એક સ્થળે એકત્ર કરતી. તે બધાને વહેલી પરોઢે ત્રણ વાગે જગાડવામાં આવતાં. રોજ સવારે બે કલાક પ્રાર્થના કરાવવામાં આવતી. પહેલા અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કરાવવામાં આવતા. બીજા અઠવાડિયામાં સતત પાંચ દિવસ સુધી બધાને ભૂખ્યા રાખવામાં આવતા. બાળકો ભૂખ્યાં હોય ને રડવા માંડે તો તેમને માર મારવાનો આદેશ હતો. નાસમજ બાળકો ભૂખ સહન ના થતાં ઓરડીમાં ફરતા વંદા પકડીને ખાવા જાય તો પણ તેમને શિક્ષા કરવામાં આવતી. અનુયાયીઓએ સખત ગરીબી ચારિત્ર્યનું અને શિસ્તનું પાલન કરવું પડતું. બધાંએ ઓરડામાં કાંઈપણ પાથર્યા વિના નીચે જ સૂઈ જવું પડતું. કપડાં ધોવાના સાબુથી નહાવાનું અને બધો જ સમય સખત મૌન પાળવાનુું. કોઈએ એકબીજા સાથે વાત જ કરવાની નહીં. થાક, ભૂખ અને અપશ્રાદ્ધાને કારણે તેઓ આંધળી ભક્તિમાં જોેડાઈ જતાં.
સાધ્વીના પંથમાંથી બહાર આવી ગયેલી ૭૨ વર્ષની કેટેરિના નામની એક વૃદ્ધા કહે છે ઃ ‘મને તો હજીયે ક્રેડોનિયામાં શ્રાદ્ધા છે. દુનિયાનો અંત આદર્શ છે તે પહેલાં કેડોનિયા જ અમને સ્વર્ગમાં લઈ જશે.’
કેડોનિયા મેરીન્ડી યુગાન્ડાના કાનુનગુ નામના ગામમાં રહેતી હતી અને એક ગુફામાં એણે વર્જીન મેરીને જોેયાં હતાં તેવો તેનો દાવો હતો. પહેલાં એણે ગામના બે માણસોને પોતાના સાગરીતો બનાવ્યા હતા અને એ લોકોએ ક્રેડોનિયાની વર્જીન મેરીનાં દર્શનની વાત ફેલાવી હતી, જેના કારણે બીજા લોકો ધીમે ધીમે તેના અનુયાયીઓ બની ગયા હતા. પૈસાની ભૂખી અને માનસિક રીતે વિકૃત એવી આ અશ્વેત સાધ્વીએ આ રીતે સેંકડોને મોત બક્ષ્યું હતું. છતાં આજેય એવા સેંકડો લોકો છે જેઓ એમ માને છે કે ક્રેડોનિયા જ વર્જીન મેરી પાસેથી સંદેશા પ્રાપ્ત કરે છે.
યુગાન્ડાની સરકાર માને છે કે એ કોંગો ભાગી ગઈ છે. પોલીસ ક્રેડોનિયાને શોધી રહી છે.
યાદ રહે કે ક્રેડોનિયા મેરીન્ડીના આ સંપ્રદાયને રોમન કેથલિક ધર્મના સાચા ધર્મગુરુઓ તરફથી કોઈ માન્યતા મળેલી નહોતી.
દેવેન્દ્ર પટેલ
|
ReplyForward