યૂક્રેન પર એકતરફી હુમલો કરી એક નાનકડા પરમાણુ શસ્ત્રવિહોણા દેશને તબાહ કરી દેનાર રશિયા આ યુદ્ધ ભલે જીતે પરંતુ આખા વિશ્વમાં નરસંહાર માટે કુખ્યાત પ્રેસિડેન્ટ પુતિન કેવા સામ્યવાદી-તાનાશાહી શાસક છે તે આખું વિશ્વ નિઃસહાય થઈને નિહાળી રહ્યું છે. આ એ જ રશિયા છે જ્યાં ભારત જેવું વાણીસ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદી નથી. અહીં વર્તમાનપત્રો કે ટીવી મીડિયા પર તો પ્રતિબંધ છે જ પરંતુ રશિયાના જ એક નવલકથાકાર સાથે રશિયાએ કેવો વ્યવહાર કર્યો હતો તેની કથા અહીં પ્રસ્તુત છે. બોરિસ પાસ્તરનાક રશિયન લેખક અને કવિ હતા. ૧૮૯૦માં રશિયામાં મોસ્કો ખાતે જન્મેલા આ મહાન લેખક આમ તો ‘સ્અ જીૈજંીિ,ઙ્મૈકી’ પુસ્તક માટે જાણીતા હતા, પરંતુ રશિયાની બહાર ‘ડૉક્ટર ઝિવાગો’ નવલકથાથી મશહૂર બની ગયા. ડૉક્ટર ઝિવાગોની કથા ૧૯૦૫ના સમયની રશિયન ક્રાંતિ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળાની ઘટનાઓ પર આધારિત છે. એ વખતે રશિયાની પૃષ્ઠભૂમિ પર સમાજવાદની ક્રાંતિનો ચરુ ઊકળી રહ્યો હતો ત્યારે સ્વતંત્ર વિચારધારા ધરાવતા બોરિસ પાસ્તરનાકની નવલકથા પ્રગટ કરવા એક પણ રશિયન પ્રકાશન કંપની તૈયાર નહોતી. છેવટે ‘ડૉક્ટર ઝિવાગો’ની હસ્તલિખિત પ્રત છુપાવીને ઈટાલી લઈ જવામાં આવી. આ નવલકથાની હસ્તપ્રત રશિયાથી ઈટાલી લઈ જનાર બોરિસ પાસ્તરનાકના મિત્રનું નામ ડી’ એન્જેલો હતું. ડી’ એન્જેલોએ એ મેન્યુસ્ક્રીપ્ટ ઈટાલિયન પબ્લિશર ફેલ્ટ્રીનેલીને સુપરત કરી અને ઈટાલીમાં જ તે સૌપ્રથમ વાર ૧૯૫૭માં પ્રગટ થઈ. આ નવલકથા ઈટાલીમાંથી પ્રગટ થતાં સોવિયેત રશિયાએ નવલકથાના વિરોધમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી પરંતુ બીજી બાજુ ‘ડૉક્ટર ઝિવાગો’ નવલકથાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો. થોડાક જ સમયમાં તેને ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલર્સની યાદીમાં સ્થાન મળ્યું. રશિયનો બૂમો પાડતા રહ્યા પરંતુ આ નવલકથા માટે બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઈઝનો એવોર્ડ જાહેર થયો. આ ઘટનાથી રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટી અને રશિયાની કમ્યુનિસ્ટ સરકાર ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયાં. એમાંથી પદાર્થપાઠ શીખવવાના બદલે રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટી, રશિયાની કમ્યુનિસ્ટ સરકાર અને સોવિયેત રશિયાના લેખકોના યુનિયને બોરિસ પાસ્તરનાક વિરુદ્ધ જબરદસ્ત ટીકાઓની ઝુંબેશ ચલાવી. પરિણામે અનિચ્છાએ નોબેલ પ્રાઈઝ સ્વીકારવા ઈન્કાર કર્યો. બોરિસ પાસ્તરનાક ૧૯૬૦માં ફેફસાંના કૅન્સરથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી રશિયન સરકારે તેમનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે સોવિયેત રશિયાની બહાર રશિયાની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું. આમ છતાં રશિયન સાહિત્યમાં બોરિસ પાસ્તરનાક આજ સુધી ટોચનું સ્થાન ધરાવતા રહ્યા છે.‘ડૉક્ટર ઝિવાગો’ની કથા કાંઈક આ પ્રમાણે છેઃ
કથાની શરૂઆત ૧૯૦૩ના ઈમ્પિરિયલ રશિયાના કાળથી થાય છે. એ વખતે રશિયામાં ઝારનું શાસન હતું. મોસ્કોથી બહુ દૂરના એક ગામમાં નાનકડા બાળક યુરી ઝિવાગોની માતાનું મૃત્યુ થતાં નાનકડા બાળક યુરી ઝિવાગોને તેનાં કાકા અને કાકી મોસ્કો લઈ ગયાં.
મોસ્કો ગયા પછી યુરી ઝિવાગો તબીબી કૉલેજમાં ભણવા ગયો. યુવાન ઝિવાગો તેનાં કાકા-કાકી અને પિતરાઈ બહેન તોન્યા સાથે મોસ્કોના એક ભવ્ય મકાનમાં રહી ભણતો હતો. એ વખતે મોસ્કોમાં એક ભ્રષ્ટ ધારાશાસ્ત્રી વિક્ટર કે કોમોરાવસ્કી રહેતો હતો. ૧૯૨૩ના સમયમાં રશિયામાં રશિયન ક્રાંતિ નાગરિક યુદ્ધ છેડાઈ ગયું હતું. એક બાજુ ઝાર અને બીજી બાજુ માર્ક્સવદીઓ હતા. વિક્ટર કોમોરાવસ્કી કે જે યુરી ઝિવાગોના પિતાનો ભાગીદાર હતો તેણે યુરી ઝિવાગોના પિતાના અવસાન બાદ ઝિવાગોની બધી સંપત્તિ હડપ કરી લીધી હતી. ભ્રષ્ટ વિક્ટર કોમોરાવસ્કી ફ્રાન્સથી આવેલી અમાલિયા નામની વિધવા સાથે સંબંધ ધરાવતો હતો. અમાલિયાને ૧૬ વર્ષની સુંદર દીકરી હતી લારા. વિક્ટરની તે દીકરી પર પહેેલેથી જ કુદૃષ્ટિ હતી.
સમય જતાં યુવાન બનેલી લારા પાશા નામના રશિયન ક્રાંતિકારીના પરિચયમાં આવી. પાશા આદર્શવાદી અને ઝારની રાજાશાહી તથા મૂડીપતિઓનો વિરોધી હતો. તે માર્ક્સવાદી ચળવળ ચલાવતો હતો. પાશા લારા સાથે પરણવા માંગતો હતો. એક દિવસ પાશા પોલીસ અથડામણમાં ઘવાયો. પાશા પાસે એક રિવોલ્વર હતી જે તેણે છુપાવી દેવા લારાને આપી દીધી. સાંજની એક પાર્ટીમાંથી પાછી આવતી વખતે ભવ્ય બગીમાં લારાની માતાના પ્રેમી વિક્ટર કોમોરાવસ્કીએ લારાને ચુંબન કરી દીધું. લારાની માતાને ખબર પડતાં તેની માતા અમાલિયાએ ઝેર પી લીધું પણ ડૉક્ટર ઝિવાગોએ તેનો ઉપચાર કરી બચાવી લીધી.
કેટલાક સમય બાદ વિક્ટર કોમોરાવસ્કીએ મોસ્કોની એક ભવ્ય હોટલમાં ડિનર બાદ લારાને એક રૂમમાં લઈ જઈ તેની પર બળાત્કાર કર્યો. ક્ષતવિક્ષત થઈ ગયેલી લારાને આ ન ગમ્યું. તે હવે તેની માતાના પ્રેમી વિક્ટર સાથે બદલો લેવા માંગતી હતી. લારા પાશા નામના ક્રાંતિકારી સાથે લગ્ન કરવા માંગે છે તે વાત વિક્ટર કોમોરાવસ્કીને ગમી નહીં. એક દિવસ પાશાએ છુપાવવા આપેલી રિવોલ્વર લારાએ શોધી કાઢી. એ સાંજે વિક્ટર કોમોરાવસ્કી એક પાર્ટીમાં ગયેલો હતો. લારાને ખબર પડતા તે પણ પાર્ટીમાં પહોંચી ગઈ અને અનેક લોકોની હાજરીમાં લારાએ વિક્ટર કોમોરાવસ્કી પર ગોળી છોડી તેને ઘાયલ કરી દીધો. એ વખતે ડૉ.ઝિવાગો અને તોન્યા કે જેની પિતરાઈ બહેન થતી હતી ત્યાં હાજર હતા. ડૉ. ઝિવાગોએ લોહીલુહાણ વિક્ટર કોમોરાવસ્કીને સારવાર આપી તેને બચાવી લીધો.
આ તરફ તોન્યાને ડૉ.ઝિવાગો સાથે પરણાવવાનું તેના કાકાએ નક્કી કરી લીધું હતું.
વિક્ટર કોમોરાવસ્કીથી કંટાળી ગયેલી લારાએ રશિયન ક્રાંતિકારી પાશા સાથે લગ્ન કરી લીધાં. તેનાથી તેને કાત્યા નામની દીકરી પણ જન્મી. બીજી બાજુ ડૉ.ઝિવાગોએ તોન્યા સાથે લગ્ન કરી લીધાં.
તે પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. અંધાધૂંધી દરમિયાન લારા સાથે લગ્ન કરી દેનારા પાશા યુદ્ધના કારણે ગુમ થઈ ગયો. પાછળથી ઓસ્ટો-હંગેરિયન લશ્કરના સૈનિકોએ તેને પકડીને જેલમાં પૂરી દીધો અને એક દિવસ તે યુદ્ધના કેદીઓની જેલમાંથી ભાગી ગયો અને રશિયાની રેડ આર્મીમાં જોડાઈ ગયો. તેણે પોતાનું નામ બદલીને જનરલ સ્ટ્રેલનિકોવ રાખ્યું.
લારા હજી તેના પતિને શોધી રહી હતી. પતિને શોધવા લારા નર્સ બનીને યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવા લાગી.
આ તરફ ડૉ.ઝિવાગો સાથે લગ્ન કરનાર તોન્યા હવે એક દીકરીની માતા પણ બની ચૂકી હતી.
હવે બન્યું એવું એક દિવસ યુદ્ધ સૈનિકો ડૉ.ઝિવાગોને રસ્તામાંથી જ બંદૂકની અણીએ પકડીને યુદ્ધ ભૂમિની હોસ્પિટલમાં ઘવાયેલાઓની સારવાર કરવા ઉઠાવી ગયા જે હોસ્પિટલમાં પાશાની પત્ની લારા નર્સ તરીકે કામગીરી બજાવતી હતી. બંને જણ મહિનાઓથી પોતાના ઘર-પરિવારથી દૂર યુદ્ધ ભૂમિની હોસ્પિટલમાં કામ કરતાં હતાં. બંને એકલવાયાં હતાં. આ સમયગાળા દરમિયાન એકલવાયા જીવનથી બહાર આવવા ડૉક્ટર ઝિવાગો અને નર્સ લારા એકબીજાને ચાહવા લાગ્યાં.
આ સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિકારી ફેરફાર થયા. વ્લાદિમીર લેનિન મોસ્કો આવ્યા. યુદ્ધ શાંત થતાં લારા અને ડૉક્ટર ઝિવાગોએ પાછા ફરવાનું હતું. ડૉક્ટર ઝિવાગો લારાને ચાહતા હોવા છતાં પત્ની તોન્યાને કોઈ અન્યાય કરવા માગતા નહોતા. ડૉક્ટર ઝિવાગો મોસ્કો પાછા ફર્યા અને લારા ડૉક્ટર ઝિવાગો પ્રત્યેના પ્રેમને હૃદયમાં સંઘરીને કોઈ ગામમાં જતી રહી.
ડૉક્ટર ઝિવાગોએ જોયું તો મોસ્કોમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ઝાર હવે જેલમાં હતો. સામ્યવાદીઓએ ડૉક્ટર ઝિવાગોના કાકાના ભવ્ય મકાનનો કબજો લઈ તેમના માટે એક જ રૂમ ફાળવ્યો હતો. બાકીના ખંડ અન્ય લોકોને ફાળવી દીધા. એક સામ્યવાદી અધિકારીએ ડૉક્ટર ઝિવાગોને કહ્યું કે, અત્યારથી જ નોકરી પર લાગી જાવ નહીંતર રેશનકાર્ડ નહીં મળે. શહેરમાં ખતરનાક ચેપી રોગ ફેલાયો છે.
ડૉક્ટર ઝિવાગોએ એક બીમાર દર્દીને તપાસીને કહ્યું કે, ‘એને કોઈ બીમારી નથી. બીમારી તો મોસ્કોમાં ભૂખમરાની છે.’
સામ્યવાદી અધિકારીને ડૉક્ટર ઝિવાગોની આ વાત ગમી નહીં. એ પછી એ સામ્યવાદી અધિકારીએ ડૉક્ટર ઝિવાગોને કહ્યું કે, તમે જે કવિતાઓ લખો છો તે સોવિયેત સામ્યવાદી સરકારને પસંદ નથી.
આ ચેતવણી આપનાર ડૉક્ટર ઝિવાગોનો સગો ભાઈ હતો. આ ઓળખ છતી થતાં તેણે ડૉક્ટર ઝિવાગોને મોસ્કોથી દૂર યુરલ પર્વત પાસે આવેલા એક ગામ જતા રહેવા જરૂરી દસ્તાવેજો બનાવી આપ્યા. ડૉક્ટર ઝિવાગો તોન્યા અને દીકરી સાથે યૂરલ પર્વત તરફ જવા એક ટ્રેનમાં રવાના થયા. રસ્તામાં એક વીઆઈપી ટ્રેનને જવા દેવા ટ્રેન ઊભી રહી. સંજોગવશાત્ એ ટ્રેનમાં પાશા કે જે હવે રેડ આર્મીનો કમાન્ડર બની ગયો હતો તેનો ભેટો થઈ ગયો. ડૉક્ટર ઝિવાગો ઓળખી ગયા કે આ કમાન્ડર બીજું કોઈ નહીં પણ પાશા જ છે.
ડૉક્ટર ઝિવાગો અને તેનો પરિવાર હવે યુરલ પર્વત પાસે એક ગામમાં રહેવા જતો રહ્યો. બન્યું એવું કે ડૉક્ટર ઝિવાગો અલ્પ સમય માટે જેના પ્રેમમાં પડયા હતા તે નર્સ લારા પણ નજીકના જ એક ટાઉનમાં રહેતી હતી. ડૉક્ટર ઝિવાગો અને લારા ફરી એકબીજાને મળ્યાં. તે લારાને પણ ચાહતા હતા અને પત્ની તોન્યાને પણ. આમ છતાં ચૂપચાપ તેઓ લારાને મળવા જવા લાગ્યા. એક દિવસ ફરી રેડ આર્મીના સૈનિકો રસ્તામાંથી જ ડૉક્ટર ઝિવાગોને ઘાયલ દર્દીઓની સારવાર કરવા રસ્તામાંથી જ ઉઠાવી ગયા. બહાર સખત ઠંડી હતી. બરફવર્ષા થતી હતી. બર્ફીલી ભૂમિ પર સૈનિકો મરતા હતા. એક દિવસ ડૉક્ટર ઝિવાગો થાકેલા સૈનિકોથી અલગ થઈ પોતાની પત્નીને શોધવા ઘેર આવવા નીકળ્યા. યુરલ પર્વત પાસેના ઘેર જઈ જોયું તો પત્ની તોન્યા કે તેની દીકરી અહીં નહોતાં. પરિવારથી વિખૂટા પડયે બે વર્ષ થઈ ગયાં હતાં. અહીંથી તે નજીકના ટાઉનમાં રહેતી તેમની પ્રેમિકા લારાના ઘેર ગયા. લારા મળી. લારાએ ડૉક્ટર ઝિવાગોને કહ્યું કે, ‘તમારા ગયા બાદ તમારાં પત્ની તોન્યાનો મારી પર પત્ર આવ્યો હતો. તોન્યા અને તમારાં દીકરીને દેશનિકાલ કરવામાં આવ્યાં છે. તેઓ પેરિસ રહેવા જતાં રહ્યાં છે. તોન્યા તમને શોધવા અહીં આવી હતી. તે હવે રશિયામાં નથી.’
આ વાત સાંભળી ડૉક્ટર ઝિવાગો દુઃખી થઈ ગયા. તેઓ હવે લારા સાથે જ રહેવા લાગ્યા પરંતુ એક રાત્રે લારાની માતા સાથે સંબંધ રાખનાર વિક્ટર કોમોરાવસ્કી કે જે હવે મોટો પ્રધાન બની ગયો હતો તે લારાને શોધતાં અહીં આવી ગયો. એણે લારા અને ડૉક્ટર ઝિવાગોને કહ્યું કે, ‘ડૉક્ટર ઝિવાગો, તમે ક્રાંતિકારીઓ વિરુદ્ધ જે કવિતાઓ લખો છો તે સામ્યવાદી સરકારને પસંદ નથી. ક્રાંતિકારીઓની નજર તમારી પર છે. બહેતર છે કે તમે રશિયા છોડી દો.’
લારા અને ડૉક્ટર ઝિવાગોએ રશિયા છોડવા ઈન્કાર કરી દીધો પરંતુ તેઓ જે નાનકડા શહેરમાં રહેતાં હતાં તે છોડી ફરી યુરલ પર્વત પાસેના ગામના જૂના મકાનમાં જતાં રહ્યાં.
એક દિવસ વિક્ટર કોમોરાવસ્કી ફરી અહીં આવી પહોંચ્યો. એણે લારાને કહ્યુંઃ ‘તારો પતિ પાશા કે જે કમાન્ડર હતો તેનાથી સરકાર નારાજ હતી. તેને ફાંસી અપાઈ તે પહેલાં તેણે આપઘાત કરી લીધો છે. તું એક કમાન્ડરની પત્ની હોઈ સામ્યવાદી સરકાર તને પણ શોધે છે. તારું જીવન ભયમાં છે.’
ડૉક્ટર ઝિવાગોએ લારાને વિક્ટર કોમોરાવસ્કી સાથે જવા અને આ સ્થળ છોડી દેવા સલાહ આપી. અને લારાને કહ્યુંઃ ‘હું તને પછીથી મોસ્કોમાં મળીશ.’
અનિચ્છાએ લારા ડૉક્ટર ઝિવાગોને છોડી વિક્ટર કોમોરાવસ્કી સાથે મોસ્કો ગઈ. સમય વહેતો ગયો. ડૉક્ટર ઝિવાગો પણ હવે મોસ્કો રહેવા જતા રહ્યા. ડૉક્ટર ઝિવાગોનું સ્વાસ્થ્ય પણ હવે કથળવા લાગ્યું હતું. તેઓ લારાને શોધતા મોસ્કોમાં ભટકી રહ્યા હતા. એક દિવસ ટ્રામમાંથી તેમણે લારાને રસ્તા પરથી જતાં જોઈ તેઓ ટ્રામમાંથી ઊતરી લારાની પાછળ પાછળ જવા લાગ્યા પરંતુ એ જ વખતે ડૉક્ટર ઝિવાગોને હૃદય રોગનો હુમલો આવતાં તેઓ મોસ્કોના રાજમાર્ગો પર જ ઢળી પડયા. દૂર દૂર ચાલી રહેલી લારાને આ વાતની ખબર જ ન પડી. લારા આ ઘટનાથી સાવ અજાણ હતી.
અલબત્ત, હવે રશિયામાં સ્ટેલિન સરકાર આવતાં ડૉક્ટર ઝિવાગોએ લખેલી કવિતાઓ પ્રગટ થઈ ચૂકી હતી. રસ્તા પર પડેલો મૃતદેહ ડૉક્ટર ઝિવાગોનો છે એ વાતનો ખ્યાલ આવતાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી. લારાએ પણ એમાં હાજરી આપી એ પછી લારા ક્યાં જતી રહી એ વાતની કોઈનેય ખબર ન પડી.
ડૉક્ટર ઝિવાગો ન તો પત્ની કે દીકરીને મળી શક્યા કે ન તો તેમની પ્રેયસીને.
આ છે બોરિસ પાસ્તરનાકની કૃતિ ‘ડૉક્ટર ઝિવાગો’ની કહાણી. અનેક આરોહ અવરોહ અને નાટયાત્મક ઘટનાઓથી ભરપૂર આ કથાની પૃષ્ઠભૂમિ પોલિટિકલ હોવા છતાં તે હૃદયંગમ છે. લેખક અહીં સમાજ કરતાં વ્યક્તિની ચિંતા વધુ કરે છે. બોરિસ પાસ્તરનાકની આ નવલકથા પર સોવિયેત રશિયાની સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, છતાં દુનિયાભરની અન્ય ભાષાઓમાં તે છપાઈ અને મશહૂર થઈ ગઈ. આ નવલકથા લખવા બદલ બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ ત્યારે બોરિસ પાસ્તરનાકે સ્વિડિશ એકેડેમીને ટેલિગ્રામ કર્યોઃ ‘ૈંહકૈહૈંીઙ્મઅ ખ્તિીટ્વંકેઙ્મ, જેિૅિૈજીઙ્ઘ, ર્દૃીિુરીદ્બંીઙ્ઘ.’
એ પછી સોવિયેત સરકારે કેજીબી દ્વારા બોરિસ પાસ્તરનાકને તેમની ધરપકડ કરવાની ધમકી આપી અને તેમની મિસ્ટ્રેસ ઓલ્ગાને દૂર ક્યાંય ધકેલી દેવાની પણ ધમકી આપી. એથીયે આગળ તેમને કહેવાયું કે જો તમે નોબેલ પ્રાઈઝ લેવા સ્ટોકહોમ જશો તો તમને પાછા રશિયામાં પ્રવેશ નહીં મળે.
એ ધમકી બાદ લેખકે પોતાની તકલીફ જણાવી કમિટીને જાણ કરી કે ‘હું એ નોબેલ પ્રાઈઝ માટે સક્ષમ નથી.’
એ પછી નોબેલ પ્રાઈઝ નક્કી કરતી સ્વિડિશ એ
નોબેલ પ્રાઈઝ નહીં સ્વીકારવાની જાહેરાત બાદ પણ બોરિસ પાસ્તરનાકના સમકાલીન લેખકોનું યુનિયન રશિયાના મીડિયામાં તેની વિરુદ્ધ લખતું જ રહ્યું. એટલું જ નહીં પણ સરકારે તેમને રશિયામાંથી દેશનિકાલ કરી દેવાની ધમકી પણ આપી. એ પછી બોરિસ પાસ્તરનાકે સોવિયેત રશિયાના વડા નિકિતા ખ્રુશ્ચોવને સીધો પત્ર લખી જણાવ્યુંઃ ‘મારી માતૃભૂમિ છોડવી એ મારા મૃત્યુ બરાબર છે. હું રશિયા સાથે જન્મથી, જીવનથી અને કામથી સમર્પિત છું.’
બોરિસ પાસ્તરનાકે નોબેલ પ્રાઈઝ લેવા જવા ઈન્કાર કર્યો. છતાં રશિયાના એ વખતના ઈર્ષાળુ લેખકોના યુનિયન તથા રશિયન મીડિયાએ રશિયન સરકાર પર બોરિસ પાસ્તરનાકને દેશનિકાલ કરવા દબાણ કર્યું. આ વાતની ખબર પડતાં ભારતના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રશિયાના વડા નિકિતા ખ્રુશ્ચોવને પત્ર લખી જણાવ્યું કે, ‘એક લેખકને દેશનિકાલ કરવાથી રશિયા અને તમે બહુ નાના દેખાશો. આ નિર્ણય બદલો.’ અને રશિયાના વડા નિકિતા ખ્રુશ્ચોવે નહેરુની વાત સ્વીકારી અને બોરિસ પાસ્તરનાકને દેશનિકાલ કરવાની યોજના પડતી મૂકી.
તા.૩૦ મે, ૧૯૬૦ના રોજ બોરિસ પાસ્તરનાકનું અવસાન થયું.
|
ReplyForward
|



