Close

સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

રેડ રોઝ | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું
અભિનેત્રી શ્રાીદેવીનું અચાનક અવસાન થઈ ગયું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પરંતુ એક ચાંદનીની જેમ રોશની પાથરવાવાળી, મોટી મોટી આંખોવાળી, કરોડો દર્શકોનાં દિલો પર રાજ કરવાવાળી અભિનેત્રી શ્રાીદેવી આપણી વચ્ચે નથી તે એક આઘાતજનક બીના છે. ભારત વર્ષની એ પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી વચ્ચે હોય ત્યારે તેનું મહત્ત્વ બહુ ઓછાને હોય છે અને તે જ્યારે આપણી વચ્ચેથી અદૃશ્ય થઈ જાય છે ત્યારે જ તેની કિંમત સમજાય છે.
સાચી વાત એ છે કે ફિલ્મજગતમાં પ્રતિભા સંપન્ન અભિનેત્રીઓ અનેક છે, પરંતુ શ્રાીદેવી એ બધામાં અલગ હતાં. કોઈ કહે છે કે તેઓ બ્રહ્મકમલ હતાં. બ્રહ્મકમલ એટલે જેમાં ચંચળતા, રોમાન્સ, ગંભીરતા અને સંવેદના પણ હોય. તેઓ માત્ર ૫૪ વર્ષ જીવ્યાં. પરંતુ તેમાંથી ૫૦ વર્ષ સુધી તેણે અભિનય કર્યો તે વાત વધુ મહત્ત્વની છે, કારણ કે શ્રાીદેવી માત્ર ૪ વર્ષની વયે તામિલ ફિલ્મમાં અભિનય કરવાનું શરૂ કર્યું અને ૫૪ વર્ષની વય સુધી તે અભિનય કરતાં રહ્યાં. શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તો તેમનું શરમાવું તે ગુલાબ હતું. શ્રાીદેવી અભિનીત અનેક ફિલ્મોમાં તેની નોંધપાત્ર ફિલ્મ હતીઃ ‘સદમા’ એ ફિલ્મની કથાની જેમ જ તે દેશના કરોડો ચાહકોને એક આઘાત આપીને ચાલ્યાં ગયાં. ઘણીવાર કહેવામાં આવે છે કે કુદરતે બક્ષેલી સુંદરતાને કેટલીક વાર કુદરતનું જ ગ્રહણ લાગી જાય છે. કુદરતે ઘણીવાર નિષ્ઠુર થઈને અપ્રિતમ સૌંદર્યને વહેલું મોત બક્ષ્યું છે. તેમાંથી એક હતાં મધુબાલા. ‘હાવરાબ્રિજ’ ફિલ્મથી માંડીને ‘મુઘલે-આઝમ’ જેવી ફિલ્મોમાં કામ કરી કરોડો દર્શકો પર અભિનયનો જાદુ પાથરનાર મધુબાલાનું તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ હૃદયની બીમારીનાં કારણે માત્ર ૩૬ વર્ષની વયે જ અવસાન થઈ ગયું.
એવા જ બીજાં જાદરવાન અભિનેત્રી મીનાકુમારી હતાં. ફિલ્મ ‘પાકિઝા’માં મીનાકુમારીનો કિરદાર આજે પણ લોકોને યાદ છે. અંગત જીવનમાં અનેક વમળોના કારણે શરાબનો સહારો લેનાર મીનાકુમારીનું નિધન તા. ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ થઈ ગયું ત્યારે તેઓ ૩૮ વર્ષનાં જ હતાં.
ગીતાબાલી પણ એક લાજવાબ અભિનેત્રી હતાં. તા. ૨૧ જાન્યુઆરી, ૧૯૬૫માં તેમનું મૃત્યુ થયું ત્યારે તેઓ માત્ર ૩૪ વર્ષની વયનાં હતાં.
‘મિલન’ અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર અભિનેત્રી નૂતનનું તા. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ અવસાન થયું ત્યારે તેઓ ૫૪ વર્ષની વયનાં હતાં.
ફિલ્મજગતમાં નવા યુગની શરૂઆત કરનાર ક્લાસિક ફિલ્મોના અભિનેત્રી સ્મિતા પાટિલનું પુત્ર પ્રતીકને જન્મ આપ્યાના બે અઠવાડિયાં બાદ એટલે કે તા. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ અવસાન થઈ ગયું. તે વખતે તેમની વય માત્ર ૩૧ વર્ષની જ હતી. ‘મધર ઇન્ડિયા’ના યાદગાર અભિનેત્રી નરગિસ પણ કૅન્સરની બીમારીનાં કારણે ઓછી ઉંમરે ચાલ્યાં ગયાં. વિશ્વ ફલક પર હોલિવૂડની અભિનેત્રી મેરિલિન મનરોએ પણ અંગત જીવનમાં હતાશાના કારણે ભરયુવાનીમાં જીવન ટૂંકાવ્યું.
સવાલ એ છે કે તમે કેટલું લાંબું જીવન જીવો છો તે અગત્યનું નથી, તમે કેવું જીવન જીવી ગયા તે મહત્ત્વનું છે. આજે શ્રાીદેવી ભલે આપણી વચ્ચે નથી, પરંતુ ફિલ્મ ‘ચાલબાઝ’ની મંજુ અને અંજુ, ‘લમ્હે’ની પૂજા, ‘મિસ્ટર ઇન્ડિયા’ની હવાહવાઈ અને ‘નગીના’ની નાગિનના વિવિધ રૂપોમાં શ્રાીદેવી સૌના હૃદયમાં ચિરંજીવ છે. ‘મિસ્ટર ઇન્ડિયા’ની સફળતા બાદ તો એવી ચર્ચા પણ ચાલી હતી કે ફિલ્મનું નામ ‘મિસ્ટર ઇન્ડિયા’ના બદલે ‘મિસ ઇન્ડિયા’ રાખવાની જરૂર હતી. શ્રાીદેવી માટે અંગ્રેજીમાં ‘વર્સેટાઈલ, એક્ટ્રેસ’ શબ્દ વાપરી શકાય. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તેઓ એક એવાં સંપૂર્ણ અભિનેત્રી હતાં જેઓ કૉમેડી, ઍક્શન, ડ્રામા અને ડાન્સમાં પણ માહેર હતાં. કૉમેડીમાં તો તેમનું ટાઇમિંગ ગજબનું હતું.
જીવનમાં ચઢાવઉતાર પણ અનેક જોયાં. એક તબક્કે તો તેમણે અમિતાભ બચ્ચનની સાથે પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો, કારણ કે તે ફિલ્મમાં તેમની ભૂમિકા બહુ નાની હતી.
દરેકના જીવનમાં ઘણી વાર કેટલીક મહત્ત્વપૂર્ણ તકો સરી જતી હોય છે તેવું શ્રાીદેવીના જીવનમાં થયું. જે મહત્ત્વપૂર્ણ પાંચ ફિલ્મો તેમના હાથમાંથી સરી જઈ તેમાં (૧) બાહુબલિ (૨) બાગબાન (૩) બાજીગર અને (૪) બેટાનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં બૉક્સ ઑફિસ પર તાબડતોબ સફળતા પ્રાપ્ત કરનાર ફિલ્મ ‘બાહુબલિ’ ફ્રેન્ચાઇઝી(૨૦૧૫-૨૦૧૭)માં શ્રાીદેવીને સમ્રાજ્ઞી શિવગામીનો યાદગાર રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ ‘બાહુબલિ’ના બદલે તેમણે દક્ષિણની એક અન્ય ફેન્ટસી ફિલ્મ પુલીને પસંદ કરી. શ્રાીદેવીના ઇનકાર બાદ એ રોલ રમ્યા કૃષ્ણનને મળ્યો. શ્રાીદેવીને ‘બાગબાન’ ફિલ્મમાં કામ કરવા માટે ઓફર મળી હતી, પરંતુ તે વખતે તેઓ ઘર-ગૃહસ્થીમાં વ્યસ્ત હોવાથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી. તે પછી એ ભૂમિકા હેમા માલિનીએ ભજવી. સ્ક્રીન પર અમિતાભ અને હેમા માલિની જોેડીએ દર્શકોને રડાવી દીધાં.
કહેવાય છે કે શ્રાીદેવીની ગુંજ હોલિવૂડ સુધી પહોંચી હતી. ‘જુરાસિક પાર્ક’ના દિગ્દર્શક સ્ટિવન સ્પીલબર્ગ શ્રાીદેવીને જુરાસિકપાર્ક(૧૯૯૩)માં લેવા માગતા હતા, પરંતુ શ્રાીદેવીએ એના વિકલ્પે હિન્દી ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું. તેમને ડર હતો કે હોલિવૂડના ફિલ્મમાં કામ કરવાથી એવો સંદેશો જશે કે તેઓ બોલૂવિડ છોડવા માંગે છે.
એ જ રીતે નિર્દેશક  જોડી અબ્બાસ મસ્તાનાની ફિલ્મ’બાજીગર’માં તેમને  જોેડિયા બહેનોની ભૂમિકા ઓફર થઈ હતી. શ્રાીદેવીએ એ રોલ કરવા ઇનકાર કર્યો. તે પછી એ ફિલ્મની કથામાં બદલાવ કરવામાં આવ્યો અને તે બાદ કાજોલ અને શિલ્પા શેટ્ટીને સાઈન કરવામાં આવ્યાં.
૧૯૯૨માં બનેલી ફિલ્મ ‘બેટા’ શ્રાીદેવીને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમના ઇનકાર બાદ માધુરી દીક્ષિતને પસંદ કરવામાં આવ્યાં. શ્રાીદેવીએ આ ફિલ્મમાં કામ કરવાની ના એટલા માટે પાડી કે તેમની પાસે અનિલ કપૂરની સાથે બીજી કેટલીયે ફિલ્મો હતી. ‘બેટા’ એ વર્ષે સુપરહિટ સાબિત થઈ. એવી જ રીતે ‘લેકિન’, ‘ડર’, ‘મોહબ્બતે’ અને ‘દિલ તો પાગલ હે’ જેવી ફિલ્મો પણ તેઓની ના પછી બીજી અભિનેત્રીઓની ઝોળીમાં ગઈ.
સાચી વાત એ છે કે શ્રાીદેવીના જીવનમાં અનેક ચડાવઉતાર આવ્યા. હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆતમાં પરિણીત એક્ટર જીતેન્દ્ર સાથેની નજદીકિયાં ચર્ચાનો વિષય રહી. વર્ષો સુધી તેમને એ ગ્રેડની ફિલ્મોમાં ઇન્તજાર કરવો પડયો. ૧૯૮૪માં ફિલ્મ ‘જાગ ઉઠા ઇન્સાન’ દરમિયાન તેમની અને મિથુન ચક્રવતી વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા, પરંતુ વાત ત્યાં જ અધૂરી રહી. પરિણીત મિથુન ચક્રવર્તી સાથેના મોહભંગ બાદ બોની કપૂર સાથે જોડાવવાનો નિર્ણય આલોચનાઓનો અંબાર લઈને આવ્યો, કારણ કે બોની કપૂરની પત્ની મોના કપૂર દરઅસલ શ્રાીદેવીની સહેલી હતી.
કહેવાય છે કે શ્રાીદેવીના બોલતા ચહેરા પાછળ એક ગજબનાક ખામોશી હતી, જે હસતી હતી. ખુશ હતી. પોતાની જ જિંદગીમાં રહેતી હતી, પરંતુ જાણે કે કોઈ અદૃશ્ય શક્તિથી તે ઘેરાતી હતી. તેની જિંદગીના નિર્ણયો પણ કોઈ અદૃશ્ય શક્તિ જ લેતી હતી. તે કશાકથી ડરતી પણ હતી. તેનાં અનેક કારણો છે, પરંતુ એક કારણ એક ડર તેને વૃદ્ધ થઈ જવાનો હતો. ઉંમર તેમને ડરાવતી હતી. દર્પણ તેને ડરાવતું હતું. પોતાની ઉંમર છુપાવવા તેમણે અનેક શસ્ત્રક્રિયાઓ કરાવી. એન્ટિ એજિંગ પ્રોડક્ટ્સ પણ લીધી. યોગ કર્યા, ડાયટકંટ્રોલ પણ કર્યો, પરંતુ ફિલ્મ ચિત્ર લેખામાં કવિ સાહિર લુધિયાનવીનું એક ગીત છે નેઃ
“મન રે કાહેના ધીર-ધીરે
ઈસ જીવન કી ચઢતી ઢલતી
ધૂપ કો કિસને બાંધા રંગ પે કિસને પહેરે ડાલે
રૂપ કો કિસને બાંધા?
કાહે યે જતન કરે…
વહ નિર્મોહી મોહ ન જાને
 જિનકા મોહ કરે*

Be Sociable, Share!