જેનું કર્ણાટકની એક હૉસ્પિટલમાં લાંબી બીમારી બાદ મૃત્યુ થયું. કેટલાક વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના અંડરવર્લ્ડમાં તેલગી એક બહુચર્ચિત નામ હતું.
અબ્દુલ કરીમ તેલગીની બનાવટી સ્ટેમ્પ પેપર્સ છાપવાના કેસમાં ૩૦ વર્ષની સખત કેદની સજા થઈ હતી. પોલીસની લાંબી મહેનત બાદ તે ૨૦૦૧માં રાજસ્થાનના અજમેરથી પકડાયો હતો. પકડાયા બાદ તેણે સંપાદિત કરેલી વિશાળ સંપત્તિનો તેણે એકરાર કર્યો હતો. જેમાં કુલ ૩૬ પ્રોપર્ટીઝ, તથા દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ તથા ચેન્નાઈમાં ૧૨૦ જેટલા બેન્ક એકાઉન્ટ્સ હોવાનું તેણે કબૂલ્યું હતું. કોર્ટે તેને રૂ.૨૦૨ કરોડનો દંડ પણ ફ્ટકાર્યો હતો. રૂ.૩૨ હજાર કરોડના સ્ટેમ્પ કૌભાંડમાં તે કેન્દ્ર સ્થાને હતો. આજથી દોઢ દાયકા પૂર્વે અબ્દુલ કરીમ તેલગીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં અને પોલીસ ખાતામાં ભૂકંપ પેદા કરી દીધો હતો.
આૃર્ય એ વાતનું હતું કે તેલગીકાંડ ફ્ક્ત મુંબઈમાં જ નહીં પરંતુ દેશના ૧૮ રાજ્યોના ૭૦ શહેરો સુધી ફ્ેલાઈ ગયું હતું. જાણવા જેવી વાત એ છે કે તેલગી તે અટક છે, નામ નથી. તેનો જન્મ ૧૯૬૧માં કર્ણાટકના બિજાપુર જિલ્લાના તેલગી ગામમાં થયો હતો. એ કારણે એનું નામ તેલગી પડી ગયું. તેનું પ્રારંભિક શિક્ષણ તેલગી ગામમાં જ થયું. તે પછી તે બે ભાઈઓ સાથે બેલગામના ખાનાપુર ગામે જતો રહ્યો. તેલગીની માતાનું નામ શરીફબી લાડસાબ તેલગી હતું.
તેના પિતા ખાનપુર રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા હતા. તેની મા લાકડાં કાપી લાવી વેચવાનું કામ કરતી હતી. એ દરમિયાન તેના પિતા મૃત્યુ પામ્યા. હવે ઘર ચલાવવાની જવાબદારી અબ્દુલ કરીમ તેલગી અને બે ભાઈઓ અંજુમ અને રહીમ પર આવી ગઈ. એ વખતે તેલગી બેલગામની એક કૉલેજમાં ભણતો હતો. રાત્રે બેલગામ રેલવે સ્ટેશને ફ્ળ વેચતો હતો. તે ગ્રેજ્યુએટ થયો. થોડોક સમય કેન્ટીનમાં કામ કર્યું, ગોવા જતી ટ્રેનોમાં ફ્ળ વેચ્યા.પરંતુ તેલગીનું સ્વપ્ન મોટા મોટા ધનવાનોની જેમ એશઆરામની જિંદગી જીવવી. એને લાગ્યું કે પૈસા કમાવા હોય તો. મુંબઈ જ જવું પડે. એક દિવસ તે મુંબઈ આવી ગયો. શરૂઆતમાં નાનું-મોટું કામ કર્યું. પાછળથી ક્રાફ્ડ માર્કેટમાં ટ્રાવેલ એજન્સી ખોલી. એ દ્વારા લોકોને વિદેશ મોકલવા લાગ્યો. તે હવે કમાવા લાગ્યો. લોકોને નોકરીઓ અપાવવા માટે તેણે પોતે સાઉદી અરબની મુલાકાત લીધી. ત્યાં તે સાત વર્ષ રહ્યો. ત્યાં મન ના લાગતાં એક દિવસ મુંબઈ પાછો આવી ગયો.
મુંબઈમાં કોલાબાના એક ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરવા લાગ્યો. એ દરમિયાન તેની મુલાકાત ગેસ્ટહાઉસના માલિકની સાળી શાહિદા બેગમ સાથે થઈ. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. બંનેએ લગ્ન કરી લીધા બાળકો થયા પુત્રીને સાના એવું નામ આપવામાં આવ્યું. સાનાના નામથી તેલગીએ સાના ફ્લ્મિ ફઈનાન્સ કોર્પોરેશન લિ. નામની એક કંપની પણ બનાવી.
અબ્દુલ કરીમ તેલગી હવે પ્રતિમાસ લાખો રૂપિયા કમાવા લાગ્યો. પૈસા કમાવા તેણે ખોટા રસ્તા પણ અપનાવ્યા હતા. છેતરપિંડીના એક કેસમાં તેની ધરપકડ થઈ. જેલમાં ગયો. જેલમાં તેની મુલાકાત એક શૅરબોકર સાથે થઈ, જેને નકલી શૅર બનાવીને વેચવાના આરોપસર ગિરફતાર કરવામાં આવ્યો હતો. જેલમાં તેલગી આ શેરબ્રોકર પાસેથી ઘણું શીખ્યો. તેલગીએ જેલમાં રહેલા શૅરબ્રોકરને પોતાના ગુરુ માની લીધા.
જામીન પર છૂટીને ઘેર આવ્યા બાદ તેલગીએ જેલમાં બંધ શૅરબ્રોકરે બતાવેલા માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું. તે મુંબઈથી સીધો નાસિક પહોંચ્યો. નાસિકમાં ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસમાં કેટલાક કર્મચારીઓને મોટી રકમ આપી તેણે કેટલાંક જૂની પ્રિન્ટિંગ યંત્ર સામગ્રી ખરીદી લીધી. એ વખતના નિયમ મુજબ એવા જૂના પ્રિન્ટિંગ મશીનો નષ્ટ કરી દેવાતા હતા. વેચવામાં આવતા નહોતા. પરંતુ તેલગી એ જૂના પ્રિન્ટિંગ મશીનો ખરીદી લેવામાં સફ્ળ થયો. એણે લાંચ આપીને એવી વ્યવસ્થા પણ ગોઠવી કે સ્ટેમ્પ વિક્રેતાને સિક્યોરિટી પ્રેસમાં ઓર્ડર આપ્યા બાદ પણ તરત જ સ્ટેમ્પ ના મળે પરિણામે તેલગી જે નકલી સ્ટેમ્પ પેપર છાપવા લાગ્યો હતો તે જ ખરીદવાની સ્ટેમ્પ વિક્રેતાઓને ફ્રજ પડે.
શરૂઆતમાં તેલગીએ આ જૂના મશીનો . ૫૨ હજારો કરોડના નકલી સ્ટેમ્પ પેપર્સ છાપી દીધા. તપાસ એજન્સીઓના માનવા મુજબ તેલગીએ રૂ. ૩૨ હજાર કરોડના નકલી સ્ટેમ્પ પેપર્સ છાપ્યા હતા.
આજથી દોઢ દાયકા પૂર્વે પોલીસને મળેલી બાતમી અનુસાર તેલગીના કેટલાંક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા તેમાં નકલી સ્ટેમ્પ મળી આવ્યાં. તેમાં મહારાષ્ટ્રમાંથી રૂ.૩,૦૦૦ કરોડના નકલી સ્ટેમ્પ, કર્ણાટકમાંથી રૂ.૨૪૦ કરોડના નકલી સ્ટેમ્પ, દિલ્હીથી રૂ.૨૯૨ કરોડના નકલીસ્ટેમ્પ, ચંડીગઢથી રૂ.૫૨ કરોડના નકલી સ્ટેમ્પ, બિહારથી રૂ.૯૩ કરોડના નકલી સ્ટેમ્પ અને આંધ્ર પ્રદેશથી રૂ.૧૦ કરોડના નકલી સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા.
૨૦૦૨થી ૨૦૦૩ ના સમયગાળામાં તેલગી અલગ અલગ કેસોમાં આરોપના કારણે ચાર મહિના પોલીસની હિરાસતમાં હતો. છતાં એક દિવસ પણ તે હવાલાતમાં રહ્યો નહીં. આ પોલીસ સાથેની તેની ગોઠવણનું પરિણામ હતું. આ દરમિયાન કાં તો તે ઘેર રહ્યો અથવા હૉટેલમાં રહ્યો. વચ્ચે વચ્ચે તે ગોવા પણ ફ્રી આવ્યો. બેંગ્લુરુની જેલમાં તો તેની પાસે મોબાઈલ ફેનની પણ સુવિધા ગોઠવી રાખી હતી. તે જેલની અંદર જ રહી રાજનેતાઓ સાથે ફેન પર વાત કરતો હતો. ફેન પર તેણે કરેલી ચાલાકી એ હતી કે તેના બધા જ ફેન તે ખુદ ટેપ કરતો હતો જેથી બધાને બ્લેકમેલ કરી શકાય.
બેંગ્લુરુ જેલમાં જતા પહેલાં તે જ્યારે મુંબઈમાં હતો ત્યારે નિયમિતરૂપે મુંબઈના ડાન્સબારમાં જતો હતો. બાર બાળાઓ પર લાખો રૂપિયા ઉડાવી દેતો હતો.
આવી હતી અબ્દુલ કરીમ તેલગીની જિંદગી જેના માટે ગુનાખોરી શીખવા જેલ જ એક યુનિવર્સિટી બની ગઈ હતી. તેલગીના જીવન પરથી ‘મુદત’ નામની એક ફ્લ્મિ પણ બની હતી પરંતુ ૨૦૦૮માં તેલગીએ તેની સામે કાનૂની પડકાર ફ્ેંકતા ફ્લ્મિ રિલીઝ થઈ શકી નહોતી.
તેલગી મૅનેજાઈટીસ, ડાયાબિટીસ અને એઈડ્સથી પીડાતો હતો. ગઈ તા.૨૬ ઑક્ટોબર, ૨૦૧૭ ના રોજ બેંગ્લુરુની વિક્ટોરિયા હૉસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું. કહેવાય છે કે તેલગીના મોત સાથે તેનાં ઘણાં અને વ્યવસાયિક રહસ્યોને સાથે જ રાખીને કબરમાં પોઢી ગયો. તેલગીના કયા પોલીસ અધિકારીઓ, બ્યૂરો કેટ્સ અને મહારાષ્ટ્રના મોટા પોલિટિકલ ગોડફધર્સ સાથેના તેના કનેક્શન્સ હવે તેની સાથે જ કબરમાં ધરબાઈ ગયા છે. તેલગી શરૂઆતમાં એક નાનો ગુનેગાર હતો પરંતુ જેલમાં તેને એક ગુરુ મળી જતાં મોટા ગુના કરવાની તરકીબો શીખી ગયો અને તેના માટે જેલ જ ગુનાખોરી શીખવાની યુનિવર્સિટી બની ગઈ.
મીડિયાના અહેવાલો મુજબ એ સમયની મુંબઈની જાણીતી બાર ગર્લ તરન્નુમ ખાન તેલગીની ગર્લ ફ્રેન્ડ હતી. તરન્નુમના પિતા એક નાનકડી દુકાન ચલાવતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ અસમર્થ હતા. એના પરિવારમાં ભાઈ-બહેન સહીત છ સભ્યો હતા. પોલીસના કહેવા મુજબ તેલગીએ તરન્નુમનો ડાન્સ દેખતી વખતે એક જ રાતમાં ૯૩ લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. ૧૯૯૨માં સાંપ્રદાયિક દંગા વખતે તરન્નુમનું ઘર અને દુકાન લૂંટી લેવામાં આવ્યા હતાં. એ કારણે તેઓ બધાં શરણાર્થીઓની શિબીરમાં રહેવા લાગ્યા હતા. આ આઘાતથી તરન્નુમના પિતાને હૃદયરોગનો હુમલો થયો, તેઓ પથારીવશ થયા. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોવાના કારણે તરન્નુમને ડાન્સ બારમાં કામ કરવાની ફરજ પડી હતી. તેલગીના કારણે જ તરન્નુમ મુંબઈની સૌથી અમીર બાર ગર્લ બની ગઈ હોવાનું કેટલાક માને છે. છેલ્લે છેલ્લે તેલગીને એઇડ્સ થઈ ગયો હોવાનું પણ કેટલાક માને છે. તેલગીના મોતની સાથે અનેક રહસ્યો કબરમાં ધરબાઈ ગયા.
દેવેન્દ્ર પટેલ




