ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતનું અલગ રાજ્ય બન્યા પછી પછી ગુજરાતને જે શ્રોષ્ઠ રાજ્યપાલશ્રાીઓ પ્રાપ્ત થયા છે તેમાં પ્રવર્તમાન મહામહિમ રાજ્યપાલશ્રાી આચાર્ય દેવવ્રતજી શ્રોષ્ઠતમ અને વિદ્વતાપૂર્ણ છે. તેઓ સાચા અર્થમાં ‘આચાર્ય’ છે.આચાર્ય ડૉ. દેવવ્રતે ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ ‘સ્ત્રીભ્રૂણહત્યા’ અને ‘બેટી પઢાવો-બેટી બચાવો’ અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવાસ કર્યો છે.
મહાભારતના ભીષ્મ પિતામહનું શ્રોષ્ઠ પાત્ર આવે છે. ભીષ્મ પિતામહનું મૂળનામ પણ ‘દેવવ્રત’ જ હતું. આચાર્ય દેવવ્રત પણ ગુરુકુળ પ્રણાલિકા, પ્રાકૃતિક ખેતી અને નેચરોપથીક્ષેત્રના ‘ભીષ્મ પિતામહ’ જ છે.
માનનીય આચાર્ય દેવવ્રતજી કહે છે ઃ મારા પિતાજી કિસાન હતા અને આર્ય સમાજની વિચારધારાથી પ્રભાવિત હતા. આ કારણે તેમણે મને ગુરુકુળમાં જ ભણવા મોકલ્યો હતો. શરૂઆતમાં ગુરુકુળમાં ભણ્યા પછી ગુરુકુળ મહાવિદ્યાલય જ્વાલાપુર, હરિદ્વાર ગયો. ત્યાં મેં બી.એ. કર્યું. તે પછી પંજાબ યુનિવર્સિટી દ્વારા હિન્દીના વિષયમાં એમ.એ. કર્યું. તે પછી કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા ઇતિહાસના વિષયમાં મેં એમ.એ. કર્યું. યોગની અને નેચરોપથીની પણ ડિગ્રી લીધી.
તેઓ કહે છે ઃ ‘૨૧ વર્ષની વયે હું ગુરુકુળ પ્રવૃત્તિ સાથે જોડાયો. સ્વામી શ્રાદ્ધાનંદ દ્વારા ૧૯૧૨માં સ્થાપિત ગુરુકુળ ક્ષેત્ર સાવ બરબાદ થઈ ગયું હતું. યોગ્ય લોકો ના મળવાથી અને દાનમાં મળેલી ગુરુકુૂળની જમીન કેટલાક લોકોએ પચાવી પાડી હતી. લાલા જ્યોતિપ્રસાદ શેઠે ૧૦,૦૦૦ ચાંદીના રૂપિયા અને ૨૦૦ એકર જમીન સ્વામી શ્રાદ્ધાનંદજીને દાનમાં આપેલી હતી. પરંતુ એ સંસ્થાની હવે દયાજનક હાલત હતી. ગુરુકુળના ઓરડાની દીવાલો તૂટી ગઈ હતી. ગરીબ માતા-પિતા તેમના બાળકો માટે ફી પણ ભરી શકતા નહોતા. એવા સમયમાં હું બેરોજગાર હતો. મારી પાસે કમાણીનું કોઈ સાધન નહોતું. હું એ ગુરુકુળના આચાર્ય તરીકે જોડાયો. એ ૧૯૮૧ની સાલ હતી. હું એ ગુરુકુળમાં આચાર્ય તરીકે જોડાયો ત્યારે ૪૦-૫૦ બાળકો હતા. દિવસે હું તેમને ભણાવતો અને રાત્રે કોઈ ભજન-આરતી લઈને ગામમાં જતો હતો. લોકો ભેગા થતા. હું ભાષણ કરતો અને લોકોને તેમના બાળકોને ગુરુકુળમાં ભણવા મોકલવાનું કહેતો હતો. એ જ ગામના લોકો પાસે હું ઘઉં-ચોખા જેવું અનાજ દાનમાં માગતો હતો. જેથી બાળકોને ખવરાવી શકાય.
આચાર્ય દેવવ્રતજી કહે છે હવે મારી ઉંમર ૪૦-૪૨ વર્ષની થઈ ગઈ હતી. ૨૨ વર્ષ સુધી હું આ કામ કરતો રહ્યો. ૨૨ વર્ષ સુધી હું ગામે ગામ ફરી બાળકો માટે દાન માગતો રહ્યો. બિલ્ડિંગ માટે દાન માગ્યું. ભવન પણ બન્યા. એ પહેલાં પુરાણી છત તૂટતાં પડેલી લાકડીઓથી ચૂલો સળગાવવો પડતો હતો. પરંતુ હું દાન માગીને બાળકોને સુવિધાઓ આપતો રહ્યો. આસપાસના ગામોના લોકોને ખબર હતી કે, હું ગુરુકુળ ચલાવું છું. કોઈ મને ૧૦ કિલો ઘઉં કે ૧૦ કિલો ચોખા દાનમાં આપતો હતો. તે થેલા હું મારા ખભા પર મૂકીને ગુરુકુૂળ લાવતો હતો. હવે મારા ગુરુકુળમાં બાળકોની સંખ્યા ૨૦૦થી ૨૫૦ જેટલી થઈ ગઈ. એક વખત ગરમીની ઋતુમાં મને સખત તાવ આવ્યો. તો પણ હું કામ કરતો રહ્યો. મને ટાઇફોઇડ થઈ ગયો. આંતરડા સૂઝી ગયા. એન્ટિબાયોટિક દવાઓ લીધી. તાવ તો મટી ગયો પરંતુ આંતરડામાં લોહી વહેવા માંડયું. આ એન્ટિબાયોટિક દવાઓની સાઇડ ઇફેક્ટ હતી. હોમિયાપથી લીધી પણ હું સાજો ના થયો. મારી પત્ની મારી હાલત જોઈ ડરી ગયાં. એ પછી એક મહિના સુધી મેં કોઈ દવા ના લીધી. મારું વજન ૮૦ કિલોગ્રામથી ઘટીને ૫૩ કિલોગ્રામ થઈ ગયું. દિલ્હીમાં બનેલી ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં પણ મને લઈ જવાયો. છેવટે ચંડીગઢ પીજીઆઈમાં મને લઈ જવાયો. મારી અન્ડોસ્કોપી કરવામાં આવી. તેમાં નિદાન થયું કે મને અલ્સરેટિવ કોલાઇટિસ-ક્રોનિક છે. મારા આંતરડામાં છીંદ્રો પડી ગયા હતા. ડૉક્ટરોએ કહ્યું કે, મારું આયુષ્ય હવે એક કે બે વર્ષનું જ છે. ડૉક્ટરોએ મારા આંતરડા કાઢી નાખી તેની જગ્યાએ એક થેલી લગાડવી જરૂરી છે. હું ડરી ગયો. મને શ્રાીમદ્ ભગવત ગીતાના વિધાનો યાદ આવી ગયા- ‘શરીર મરે છે, આત્મા નહીં’. આ વિચારે મને જબરદસ્ત તાકાત બક્ષી. આમ તો હું પથારીમાંથી ઊભો થઈ શકતો નહોતો. હું મારા ગામ ગયો. મારા પિતાજીના ખેતરમાં બે નાના ઓરડા હતા. મારા ગામનું નામ પાવટી છે. તે પાણીપત જિલ્લામાં આવેલું છે. બધાને મારું મૃત્યુ નજીક દેખાતું હતું. મારા પરિવારજનો દુઃખી હતા. એવામાં એક ઘટના બની. ૯૪ વર્ષની વયના સ્વામી જગદીશરાનંદજી નેચરોપથીના નિષ્ણાત હતા. મેરઠ પાસે એક ગામમાં તેમનું પ્રાકૃતિક ચિકિત્સાલય હતું. કેટલાક સમય પહેલાં એ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે મને બોલાવવામાં આવ્યો હતો. મારા પ્રવચનથી સ્વામી જગદીશરાનંદજી બેહ્દ પ્રસન્ન થયા હતા. બન્યું એવું કે એક રાત્રે હું ખેતરમાં સૂતો હતો ત્યારે મને સ્વપ્નમાં સ્વામીજી દેખાયા. સ્વામીજી સ્વપ્નમાં મને કહી રહ્યા હતા, ‘બેટા, તું પરેશાન ક્યોં હો રહા હૈ? મેરે પાસ આજા. ઠીક હો જાયેગા.’ મારી આંખો ખૂલી તો ખબર પડી કે આ તો ખેતર છે અને પેલું તો સ્વપ્ન હતું.
પોતાની જીવન કથા આગળ વધારતા આચાર્ય દેવવ્રતજી કહે છે ઃ પ્રાકૃતિક ચિકિત્સાલયના મુખ્ય ડૉક્ટર કાશીનાથ પાસે મને લઈ જવામાં આવ્યો. મેં કહ્યું ઃ ‘મારે સ્વામીજીને મળવું છે? પણ મને કહેવામાં આવ્યું કે સ્વામીજી તો ઉજ્જૈન ગયા છે. ત્યાં પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પ યોજી લોકોની સેવા કરે છે. તે પછી તેઓ ભંડારા (મહારાષ્ટ્ર) જશે. છેવટે મહારાષ્ટ્રના ભંડારા ગામ ગયેલા સ્વામીજીને મળવા મને એક જીપમાં બેસાડીને લઈ જવામાં આવ્યો. વાત એમ બની હું જઈ રહ્યો હતો તો રસ્તામાં એક મુસ્લિમ ગામ આવ્યું. રસ્તામાં ટ્રકની ટક્કરથી એક મરેલી ભેંસ પડી હતી. મને લાગ્યું કે મારા પણ આ જ હાલ થશે. મુસ્લિમ ગામમાં કોઈ મુસ્લિમનું મૃત્યુ નિપજ્યું હતું. તેનો જનાજો જોઈને મને લાગ્યું કે હવે થોડા જ સમયમાં મારી પણ આ જ હાલત થશે. છેવટે મને સ્વામીજી પાસે ઈલાજ માટે લઈ જવામાં આવ્યો. મને ૨૧ દિવસ સુધી ઉપવાસ કરાવ્યો. માત્ર પાણી પર જ રાખવામાં આવ્યો. ધીમે ધીમે મારું બ્લડ પ્યોરિફાઇ થઈ ગયું અને હું મારા આંતરડાના જખમ.રુઝાઈ ગયા. થઈ ગયા. મને માત્ર ઘઉંના જ્વારાનો રસ અને પ્રાકૃતિક રીતે જ ઈલાજ કરવામાં આવ્યો. પોણા ત્રણ મહિના માં હું પ્રાકૃતિક ઈલાજથી ઠીક થઈ ગયો. સ્વામીજીએ મને આપેલી પ્રેરણાથી મેં ગુરુકુળ પરિસરમાં જ પ્રાકૃતિક ચિકિત્સા હૉસ્પિટલ બનાવી. મૃત્યુ નજીક પહોંચેલા કેટલાયે લોકોને મે જ પ્રાકૃતિક ચિકિત્સા શીખીને સારવાર આપી એ બધાને બચાવી લીધા.
આચાર્ય દેવવ્રતજી કહે છે ઃ ‘હવે તો મારા ગુરુકુળમાં ૧,૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા. પણ તે પહેલાં મારું જીવન સંઘર્ષમય રહ્યું. મેં પહેલીવાર જ સાઇકલ ખરીદી ત્યારે પ્રસાદ વહેંચ્યો હતો. ગુરુકુળમાં એટલી ગરીબી હતી કે ૬ હજાર રૂપિયામાં જ આખા ગુરુકુળની સેલરી હતી. એ વખતે મારી સેલરી માત્ર રૂ.૨૭૫ હતી. ધીમે ધીમે ગુરુકુળની જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓ સાથે કાનૂની સંઘર્ષ કરી ગુરુકુળની ૧૭૦ એકર જમીન છોડાવી લીધી. ભણવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું તો સારાં હોંશિયાર બાળકો પણ આવવા લાગ્યાં જ્યાં કોઈ ભણવા આવતું નહોતું. ત્યાં અત્યારે પ્રવેશ પરીક્ષાની સિસ્ટમ શરૂ કરવી પડી.
તેઓ કહે છે કે ‘ગુરુકુળની ગૌશાળામાં માત્ર ત્રણ ગાય હતી. ધીમે ધીમે ગૌશાળા પણ વિકસાવી ગાયો વધુ દૂધ આપે તે માટે ક્રોસબ્રીડ પર જોર લગાવ્યું. ગાયો વધુ દૂધ આપતી થઈ ગઈ. હવે અમારી ગાયો રોજનું ૪૫ લિટર દૂધ આપતી થઈ ગઈ. હવે ગુરુકુૂળની ગૌશાળામાં ૩૫૦ ગાયો છે.’
તેઓ કહે છે ઃ ‘તે પછી અમે પ્રાકૃતિક ખેતી વિકસાવી. પૂરા ૧૮૦ એકર જમીનમાં હવે પ્રાકૃતિક ખેતી થાય છે. દેશી ગાયપાલન અને પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ તથા વ્યસનમુક્ત સમાજ તે મારું મિશન છે.’
અને છેલ્લે અદ્ભુત ઘટના. તેઓ કહે છે ઃ ‘હું કુરુક્ષેત્રમાં પીપલી ખાતે ગુરુકુૂળ ચલાવતો ગતો. એ વખતે ત્યાં પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નહોતો. એક અંધારી રાત્રે હું લુધિયાણા-પંજાબથી દાન લઈને ગુરુકુૂળ આવી રહ્યો હતો આખો દિવસ ફરીને રૂ.૨૧ હજારનું દાન એકત્ર કર્યું હતું. રાત્રે ૧૧-૩૦ વાગે હું પીપલી ઉતર્યો. ગુરુકુૂળ જવાનો રસ્તો જંગલમાં થઈ ગુજરતો હતો. કોઈ વસતી નહોતી. અંધારી રાત્રે મેં ચાલવા માંડયું. રાત્રે ૧૨ વાગે બે લોકો રસ્તામાં આવી ગયા. એક ઝાડ પાછળ તેઓ છુપાયેલા હતા. તેમણે મને કહ્યું ‘રૂકજાવ’. તુમ્હારા પાસે જો હૈ હમે દૈં દે. મારી પાસે ઘડિયાળ હતી. તેને તે લૂંટારાઓને આપી દીધી. હાથમાં થેલો હતો તે પણ આપી દીધો.
તેમણે મને પૂછયું ઃ ‘કૌન હોં?’
મેં કહ્યું ઃ ‘ભૈયા, મેં યહાં ગુરુકુળ મેં બચ્ચોં કો પઢાતા હું. મેં ગુરુકુળ કા આચાર્ય હું. મૈંને બચ્ચોં કે લીયે દાન ઇકઠ્ઠા કર આ રહા હું. તુમ્હે ઇસકી જરૂરત હોં તો યે ભી લે જાવ. મેં ઇતના બોલા ઔર વો દોનો લોંગ મેરે પૈરો મેં ગીર પડે, મેરી માફી માગ કર ઉન્હોને મેરે પાસસે જો ભી લે લિયા થા તો મુઝે વાપસ દે દિયા ઓર ઉલ્ટે પાંવ ચલે ગયે. યે ઘટના મેરે જીવન કી અદ્ભુત ઘટના હતી.’
આચાર્ય દેવવ્રતજીના જીવન અને કવન વિશે હજુ ઘણી બધી વાતો લખી શકાય તેમ છે. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે આવી શ્રોષ્ઠ પ્રતિભા ધરાવતા રાજ્યપાલશ્રાી મળ્યા છે.
|
ReplyForward |



