અમેરિકા અને ઈઝરાયેલે સાથે મળીને ઈરાન સાથે છેડેલું યુદ્ધ માત્ર લોહિયાળ જ નહીં, પરંતુ વિશ્વના અર્થતંત્રને ડહોળી નાંખનાર પણ બન્યું છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં આર્થિક બેહાલી દેખાઈ રહી છે. કોણ જાણે કેમ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શું ભૂત ભરાયું છે કે સવારથી સાંજ માત્ર યુદ્ધનાં જ ગાણાં ગાય છે.સાચી વાત એ છે કે વિશ્વમાં યુદ્ધો ચાલતાં રહે છે તે અમેરિકાની આર્થિક જરૂરિયાત છે. અમેરિકાનો મોટામાં મોટો ધંધો શસ્ત્રો વેચવાનો છે. દુનિયામાં યુદ્ધો ચાલતાં જ રહે તેની આર્થિક જરૂરિયાત છે. વિશ્વમાં પહેલો પરમાણુ બોમ્બ ઝીંકનાર પણ અમેરિકા જ હતું. વર્ષો સુધી તે ક્યૂબા સામે લડતું રહ્યું. વિયેતનામ સાથે લડતું રહ્યું. ઈરાક સામે લડતું રહ્યું. હવે ઈરાન સાથે યુદ્ધ આદરીને વિશ્વશાંતિ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી રહ્યું છે.
ઈરાન સામેનું યુદ્ધ આમ તો ઈઝરાયેલના પ્રેસિડેન્ટ નેતન્યાહુએ શરૂ કર્યું હતું, પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કારણ વગર આ યુદ્ધમાં કૂદી પડ્યા અને તેમની યુદ્ધખોર માનસિકતાનું પ્રદર્શન કર્યું. તેઓ જે દિવસથી પ્રેસિડેન્ટ બન્યા તે દિવસથી જ તેમણે યુદ્ધ શરૂ કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક સાઈકિક વ્યક્તિ છે અને બિઝનેસમેન પણ છે. તેમને યુદ્ધો દ્વારા અમેરિકાનો શસ્ત્ર-સરંજામ વેચવાનો છે અને આઈ લવ પાકિસ્તાન કહી પોતાનો ફેમિલી બિઝનેસ પણ વધારવો છે.
યુદ્ધ કદી શાંતિ લાવતું નથી.
યુદ્ધ એક ઉન્માદ છે અને માનવીના દિમાગ પર તે સવાર થાય છે ત્યારે તેને કોઈ રોકી શકતું નથી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફરી કદી યુદ્ધ ન થાય તે હેતુથી એકઠાં થયેલાં રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, પરંતુ તે સંઘ તૂટી પડ્યો અને બીજું વિશ્વયુદ્ધ થયું. લાખો માણસો હોમાયા. હવે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે ફરી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ છતાં વિશ્વમાં અનેક સ્થળે યુદ્ધો ચાલુ જ રહ્યાં. તાજેતરમાં જ યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ અને ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વિશ્વના અર્થતંત્રને ડહોળી રહ્યું છે. હજારો માણસોનાં મોત નીપજ્યાં છે.
પાછલા દાયકામાં જે યુદ્ધો ખેલાયાં તેમાં સૌથી નોંધપાત્ર યુદ્ધ ઈ.સ. 1991નું ગલ્ફ વોર હતું. તા. 2-4-90ના રોજ ઇરાકે અચાનક કુવૈત કબજે કરી લીધું હતું. આ અણધાર્યા યુદ્ધથી સમગ્ર વિશ્વ ચોંકી ઊઠ્યું હતું. આ હુમલા બાદ કુવૈતના રાજા ભાગી ગયા હતા અને કુવૈતની શેરીઓ અને તેલના કૂવાઓનો કબજો ઇરાકે લઈ લીધો હતો. આ યુદ્ધમાં 10 લાખ જેટલા લોકો અને સૈનિકો માર્યા ગયા હતા. આ યુદ્ધના કારણે ઈરાકે 1300 ટેંકો અને 800 લડાયક વિમાનો ગુમાવ્યાં હતાં. આ યુદ્ધ દરમિયાન ટાઈગ્રીસ અને યુક્રેટિસ નદીની વચ્ચે આવેલી પ્રાચીન મહામૂલી સંસ્કૃતિ નાશ પામી હતી. આ યુદ્ધમાં ચારેકોર ભયાનક આગ ફેલાવતો નેપામ બૉમ્બ ઝીંકાયો હતો. બીજાં રાષ્ટ્રો પણ મેદાનમાં આવી જતાં છેવટે ઇરાકનો પરાજય થયો હતો અને 41 દિવસ સુધીના યુદ્ધ બાદ કુવૈતને આઝાદી મળી હતી. આ યુદ્ધનો ખલનાયક ઇરાકનો સરમુખત્યાર સદ્દામ હુસૈન હતો.
ચાર લાખ આડત્રીસ હજાર અને ચારસો છેતાલીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ઈરાક પ્રાચીન સમયમાં મેસોપોટેમિયા તરીકે જાણીતું હતું. ફરી ગલ્ફ વોર થયું. સદ્દામ હુસૈન ફરી હાર્યા. કહેવાય છે કે સદ્દામ હુસૈનનો મહેલ અમેરિકાના પ્રેસિડેન્ટના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પણ ન હોય તેવો આલિશાન હતો. આ મહેલના બાથરૂમમાં પાણીના નળ સોનામાંથી બનેલા હતા. ઇરાકના પરાજય બાદ છુપાઈ ગયેલા સદ્દામ હુસૈનને શોધી કાઢી અમેરિકાએ ઇરાકમાં ગોઠવેલી નવી સ્થાનિક સરકાર દ્વારા સદ્દામ હુસૈનને ફાંસીએ લટકાવી દીધો હતો.
આ કોણ જાણે કેમ પણ કેટલાક માનવીઓને યુદ્ધ વિના ચાલતું નથી. સાંસ્કૃતિક ક્રાંતિના નામે ચીનના સરમુખત્યાર માઓ-ત્સે-તુંગે ચીનના 40 લાખ માણસોની હત્યા કરી નાંખી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
દુનિયામાં ભવિષ્યનાં યુદ્ધોને લક્ષ્યમાં રાખી કેવાં સંશોધનો થઈ રહ્યાં છે તે જાણવા જેવું છે.
વિશ્વમાં સાવ નાનકડા રમકડા જેવું વિમાન બનાવવા અંગે સંશોધન થઈ રહ્યું છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી પાઇલટ વગરનું આ ટોય સ્પાય વિમાન તૈયાર કરી રહી છે. તે એક તોપના નાનકડા શેલ જેવું જ હશે. તેને દુશ્મનની સરહદ પર ઉડાડી શકાશે. તે દુશ્મનની સરહદ પર ઊડતાં ઊડતાં વીડિયો પિક્ચર્સ પણ મોકલશે. તેને `વાઇલ્ડ એરિયા સર્વેલન્સ પ્રોજેક્ટાઇલ’ એવું નામ આપવામાં આવ્યું છે. આર્ટિલરી શેલના 12.7 સેન્ટિમીટરના નાનકડા ખોખામાં રાખી શકાશે. આ વિમાન તોપમાંથી છૂટતા ગોળાની સાથે જ પાછળના ભાગમાં હશે. ટાર્ગેટ સુધી પહોંચતાં તે પેરાશૂટ મારફતે અલગ પડીને સ્વતંત્ર રીતે ઊડવા માંડશે. તેની સ્પ્રિંગ ખૂલી જશે અને વિમાનની બંધ કરી દેવાયેલી પાંખો આપોઆપ ખૂલી જશે. એનું નાનકડું જેટ એન્જિન પણ આપોઆપ ચાલુ થઈ જશે.
આ વિમાન સાથે બૉમ્બ અથવા તો બીજો પે લોડ મોકલી શકાશે. એ જ રીતે ઓસ્ટ્રેલિયાની એક કંપની એક મિનિટમાં દસ લાખ રાઉન્ડ છોડી શકે તેવી બંદૂક બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયાના એક એમેચ્યોર સંશોધકે આવી ગનની શોધ કરી છે. એણે વિકસાવેલી મલ્ટિ બેરલ ઇલેક્ટ્રોનિક ગનને `મેટલ સ્ટોર્મ’ એવું નામ આપવામાં આવ્યું છે. અર્થાત્ આ ગન મિનિટમાં જ ધાતુની લાખો ગોળીઓનો વરસાદ વરસાવી શકશે. આ ગન 0.01 સેકન્ડમાં 9 એમ.એમ. બુલેટના 180 રાઉન્ડ છોડી શકે છે. એક મિનિટમાં આ ગન 10 લાખ બુલેટ્સ છોડી શકે છે. અત્યારે જે લેટેસ્ટ શસ્ત્રો છે તે 1 મિનિટમાં વધુમાં વધુ 6000 બુલેટ્સ છોડી શકે છે. તેની સામે હવે આ નવી ગનમાંથી એક બુલેટ હવામાં ઊડે છે ત્યારે બીજી બુલેટ માત્ર 10 સેન્ટિમીટર જ તેની પાછળ હોય છે. અત્યારની મશીનગનોમાંથી છૂટતી ગોળીઓમાં એક બુલેટ પછીની બીજી બુલેટનું અંતર 30 મીટર રહે છે.
નિષ્ણાતો કહે છે કે, આ નવી મેટલ સ્ટોર્સ મશીનગન દુશ્મન તરફથી આવી રહેલી મિસાઇલથી કોઈ પણ નૌકાયુદ્ધ જહાજને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી શકે છે.
આવનારા દિવસોને ખ્યાલમાં રાખીને દુનિયા હવે એવી મિસાઇલો બનાવી રહી છે કે જે દુશ્મનના ઘરના દરવાજે જ જઈને પડે. રાત્રે જ દેખી શકે તેવા નાઇટ વિઝન વિમાનો અને અત્યંત બુદ્ધિપૂર્વક વર્તે તેવા સ્માર્ટ બૉમ્બસ.
ગલ્ફ વોર પછી જ આવા સ્માર્ટ બૉમ્બની જરૂરિયાત ઊભી થઈ હતી. ઇરાક પર અમેરિકા અને સાથીદળોએ જ્યારે હજારોની સંખ્યામાં હવાઈ હુમાલાઓ કર્યા ત્યારે વિમાનમાંથી છોડવામાં આવેલા કેટલાક બૉમ્બ આકાશમાં પવનની ગતિના કારણે લક્ષ્ય ચૂકી ગયા હતા. આ વિમાનો હાઈ ઓલ્ટિટ્યુડ્સ પર ઊડતાં હોઈ આમ થયું હતું. આ મુશ્કેલીને દૂર કરવા માટે અમેરિકાની લોકહીડ માર્ટિન કંપનીએ `વીન્ડ કરેક્શન મ્યુનિશન ડિસ્પેન્સર’ બનાવ્યું છે. તેને ટૂંકું `ડબલ્યુસીએમડી’ એવું નામ આપવામાં આવ્યું છે. રાત્રિના સમયે ગમે તેવા ખરાબ હવામાનમાં પણ વિમાન જ્યારે બૉમ્બ ફેંકે ત્યારે આ `ડબલ્યુસીએમડી’ ઉપકરણ તેના પૂંછડે લગાડી દેવાનું રહેશે. બૉમ્બ જ્યારે જમીન તરફ ધસતો હશે ત્યારે ગમે તેવા પવનના ઝપાટામાં પણ બૉમ્બને કઈ દિશામાં જવું તેનું માર્ગદર્શન આપશે. આ ઉપકરણ પવનની દિશા અને ગતિ માપતું રહેશે. અમેરિકાનું બી-52 ફાઈટર વિમાન આ ડબલ્યુસીએમડી ઉપકરણથી સૌ પ્રથમ વાર સજ્જ કરાશે. ત્યાર પછી બી-1, એફ-117, એફ-16 અને એફ-5 વિમાનોને પણ ડબલ્યુસીએમડીથી સજ્જ કરાશે. ટૂંકમાં, વિમાનમાંથી ફેંકાયેલો એક પણ બોમ્બ લક્ષ્ય બહાર પ્રહાર કરશે નહીં.
એ જ રીતે માઈક્રોપ્રોસેસિંગ ક્ષેત્રે જે નવાં સંશોધનો થયાં છે તેના કારણે યુદ્ધ માટેનાં નાનાં નાનાં વોર હેડ્સ બનાવી શકાશે, જે આજના કરતાં વધુ સંહારિક સાબિત થશે. અમેરિકા માનવ રહિત એવાં વિમાનો બનાવી રહ્યું છે કે જે પાઈલટ વગર એકલું જ દુશ્મન દેશ પર ઊડીને મોજણી કરશે. પછી સૂચના પ્રમાણે બૉમ્બ ફેંકશે. આને `ટેક્નિકલ અનમેન્ડ એર વેહિકલ’ એવું નામ આપવામાં આવ્યું છે. તે ઓટોમેટિક ટેક ઓફ કરી દુશ્મનની સરહદમાં ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા એરિયામાં ઊતરી પણ શકશે.
ફાઈટર વિમાનના પાઇલટોને તેમના લક્ષ્ય અંગે ચોક્કસ માહિતી આપે તેવી ઇલેક્ટ્રોનિક વોર્નિંગ સિસ્ટમ, દિશાસૂચક ટેક્નિક અને સર્વેલન્સ રડાર પર સ્માર્ટ એપની મદદથી તૈયાર થઈ રહ્યાં છે. વળી, યુદ્ધભૂમિ પર પોતાને કે મૈત્રીદળો અને દુશ્મન દળોને વિમાનમાંથી ઓળખવાં મુશ્કેલ હોય છે. આ માટે `યુરોફાઈટર ટાયફૂન’ બનાવવામાં આવ્યું છે.
એવી રીતે `ડે નાઈટ થર્મલ સાઈટ સિસ્ટમ’ અમેરિકાએ તૈયાર કરી છે. આ સિસ્ટમની મદદથી ગમે તેવા ખરાબ હવામાનમાં, ધુમ્મસમાં, વાદળોમાં, વરસાદમાં કે ઝાડ-પાનની ભીતર પણ છુપાયેલા દુશ્મનના સૈન્યને કે તોપોને આકાશમાંથી જ શોધી શકાશે. ખાસ કરીને રાત્રિના સમયે પણ યુદ્ધભૂમિનું દિવસની જેમ જ નિરીક્ષણ કરી શકાશે.
ખાસ કરીને દરિયામાં ઘૂમતાં નૌકા યુદ્ધજહાજો માટે એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. પૃથ્વીના પ્રત્યેક કિલોમીટરની જગ્યાને એક કમ્પ્યૂટરમાં સ્ટોર કરેલી માહિતીરૂપે સાચવી રાખી શકાશે. તેને `એરિયા એર ડિફેન્સ કમાન્ડ મોડ્યુલ’ એવું નામ આપવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રના આયોજકોને એક જ મિનિટમાં પૃથ્વીના કયા એરિયામાં શું ચાલી રહ્યું છે, કોની પાસે કઈ વેપન સિસ્ટમ છે તેની માહિતી સ્ક્રીન પર જોઈ શકાશે. તેનો સામનો કરવાનો ઓપરેશનલ નિર્ણય પણ તે જ મિનિટમાં લઈ શકાશે. જાણે કે એક પ્રકારની તે વીડિયો ગેમ હશે, પરંતુ રમકડાં નહીં પણ સાચાં શસ્ત્રોની.
અમેરિકાનું લશ્કર પ્રિસીઝન ગાઈડેડ વેપન્સ પર પણ કામ રહ્યું છે. તે કમ્પ્યૂટર વાઇરસ પેદા કરે તેવા ઇલેક્ટ્રોનિક પ્રહારો પણ કરશે. આ ઇલેક્ટ્રોનિક પ્રહારો એવા હશે, જે ઈલેક્ટ્રોનિક પલ્સ દ્વારા દુશ્મનોના રડાર્સ, ઇલેક્ટ્રોનિક સાધનો અને દુશ્મનોએ સાચવી રાખેલી માહિતી નષ્ટ કરી દેશે.
ચીનના વૈજ્ઞાનિક લૅબોરેટરીમાં વાઇરલ બીમારીઓ ફેલાવે તેવાં શસ્ત્રો બનાવી રહ્યા હતા. ત્યારે અકસ્માતે આ વાઇરસ બહાર છટકી ગયો હતો.
`બાયોહેઝાર્ડ’ પુસ્તકમાં એવો ઉલ્લેખ પણ છે કે, ખુદ રશિયાએ જ એવું એન્થ્રેક્સ બનાવ્યું છે કે જેનો છંટકાવ કરવામાં આવે તો માનવી પાંચ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિકાર કરતો થઈ જાય. અર્થાત્ જે તે માનવી બીમાર પડે તો તેની પર પાંચ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ કામ જ ન કરે. આ પુસ્તકમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, રશિયાએ 1985માં ગુપ્ત રીતે અમેરિકામાંથી એઈડ્સ વાઇરસ ચોરી લીધો છે અને તેને એક શસ્ત્રનું સ્વરૂપ આપવાની દિશામાં કામ કરી રહ્યું છે.
અમેરિકા અને ઈઝરાયેલે સાથે મળીને ઈરાન સાથે છેડેલું યુદ્ધ માત્ર લોહિયાળ જ નહીં, પરંતુ વિશ્વના અર્થતંત્રને ડહોળી નાંખનાર પણ બન્યું છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં આર્થિક બેહાલી દેખાઈ રહી છે. કોણ જાણે કેમ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શું ભૂત ભરાયું છે કે સવારથી સાંજ માત્ર યુદ્ધનાં જ ગાણાં ગાય છે.
સાચી વાત એ છે કે વિશ્વમાં યુદ્ધો ચાલતાં રહે છે તે અમેરિકાની આર્થિક જરૂરિયાત છે. અમેરિકાનો મોટામાં મોટો ધંધો શસ્ત્રો વેચવાનો છે. દુનિયામાં યુદ્ધો ચાલતાં જ રહે તેની આર્થિક જરૂરિયાત છે. વિશ્વમાં પહેલો પરમાણુ બોમ્બ ઝીંકનાર પણ અમેરિકા જ હતું. વર્ષો સુધી તે ક્યૂબા સામે લડતું રહ્યું. વિયેતનામ સાથે લડતું રહ્યું. ઈરાક સામે લડતું રહ્યું. હવે ઈરાન સાથે યુદ્ધ આદરીને વિશ્વશાંતિ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી રહ્યું છે.

v