Close

અવિસ્મણીય : ‘એક વૈશાખી કોયલ’ ને બીજાં ‘બા

ચીની કમ | Comments Off on અવિસ્મણીય : ‘એક વૈશાખી કોયલ’ ને બીજાં ‘બા

કેટલાક વર્ષો પહેલાં અમદાવાદના ઠાકોરભાઈ હોલમાં એક કાર્યક્રમ હતો. રંગમંચના અભિનેત્રી સરિતા જોશી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં સંચાલિકાએ કહ્યું કે, હવે સરિતા જોશી સંબોધન કરશે !

સ્ટેજ પર બેઠેલાં સરિતા જોશી ઊભાં થયા અને લાકડાંના પોડિયમ પરથી ઔમાઇક્રોફોન હાથમાં લઈ પોડિયમની બાજુમાં ગયા. શ્રોતાઓની સામે ઊભા રહીને બોલ્યાં : ‘મને આખાને આખા દેખાવાનો શોખ છે ને એટલે પોડિયમની બાજુમાં આવી.’

અને તેમનું આ બોલ્ડ સ્ટેટમેન્ટ સાંભળી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં.

સરિતા જોશીના અભિનીત જાણીતા નાટકોમાં (૧) અમે પરણ્યા (૧૯૪૮-૫૦) (૨) દિલ કી પ્યાસ (૩) રા માંડલિક (૪) માલવપતિ મુંજ (૫) પૃથ્વીરાજ ચૌહાણ (૬) બાલકનૈયો (૭) મંગલમૂર્તિ (૮) જો જો મોડા ના પડતા (૧૯૬૨) (૯) પૃથ્વી વલ્લભ (૧૦) મોતી વેરાણાં ચોકમાં (૧૧) મોગરાના સાપ (૧૯૬૩) (૧૨) ચંદરવો (૧૯૬૩) (૧૩) સપ્તપદી (૧૪) સાહેબો ગુલાબનો છોડ (૧૫) ધુમ્મસ (૧૬) સપનાના વાવેતર (૧૭) વૈશાખી કોયલ (૧૮) શરત (૧૯) મંજુ મંજુ (૨૦) સંતુ રંગીલી (૧૯૭૩) (૨૧) કુમારની અગાશી (૧૯૭૫) (૨૨) મૌસમ છલકે (૨૩) લેડી લાલકુંવર (૨૪) સવિતા દામોદર પરાંજ્પે અને (૨૫) અવસર આવીને ઊભો આંગણે વગેરેનો સમાવેશ થાય છે.

તેમની જાણીતી ફિલ્મોમાં (૧) કન્યાદાન (૨) જનમટીપ (૩) ત્રિમૂર્તિ (૪) ખમ્મા મારા લાલ (૫) કર્મયોદ્ધા (૬) નજર (૭) ડરના જરૂરી હય (૮) ગુરુ (૯) દસવીદાનિયાં (૯) બોલિવૂડ બીટ્સ (૧૦) ગંગુબાઈ (૧૧) સિંઘમ રિટર્ન્સ અને (૧૨) ૨૦૧૮માં બનેલી સિંબાનો સમાવેશ થાય છે.

તેમને ૨૦૨૦માં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ‘પદ્મ શ્રી’નો એવોર્ડ એનાયત થયો. તે અગાઉ ૧૯૮૮માં તેમનાં ભારતની સંગીત નૃત્ય નાટકની અકાદમી તરફથી ગુજરાતી નાટકોમાં યોગદાન બદલ એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત મુંબઈ નગરપાલિકા તરફથી સુવર્ણચંદ્રક અને ૧૯૯૦માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર પણ એનાયત થયો, ૧૯૯૮માં ગુજરાત સરકાર તરફથી પણ એવોર્ડ અપાયો,

હવે તેમનાં મોટા બહેન પદ્મારાણીની વાત. 

પદ્મારાણી ગુજરાતી નાટકો અને ગુજરાતી ફ્લ્મિોમાં, મોટી સંખ્યામાં પીઢ અભિનેત્રીની ભૂમિકા માટે જાણીતા હતા. કેટલીક બોલિવૂડની ફ્લ્મિોમાં પણ તેઓએ પીઢ અભિનેત્રીનું પાત્ર ભજવેલ છે. તેઓ સ્ટેજ તરફ વધુ પ્રખર હતા અને ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. પરિવારની નાણાકીય સમસ્યાઓના કારણે, તેઓની બહેન સરિતા જોશી સાથે નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેઓના લગ્ન ૧૮ વર્ષની ઉમરે પારસી પરિવારમાં, નામદાર ઈરાની સાથે થયા હતા. નામદાર ઈરાની જાણીતા જમીનદાર હતા અને પછી નાટકોના દિગ્દર્શક બન્યા હતા. તેઓ નામદાર સાથે પ્રેમમાં હતા, એટલે નાની ૧૮ વર્ષની ઉમરમાં લગ્ન કર્ર્યા હતા. તેઓની માતૃભાષા મરાઠી અને નામદાર, જેઓ પારસી હતા અને તેઓની માતૃભાષા ગુજરાતી હતી. જે કારણે મરાઠી અને ગુજરાતી, બંને ભાષામાં પ્રભુત્વ હોવાને કારણે ગુજરાતી અને મરાઠી, બંને ભાષાના નાટકો અને ફ્લ્મિમાં કામ કર્યું છે. તેઓની પુત્રી, ડેઈઝી ઈરાની પણ અભિનેત્રી છે. ડેઈઝી તેના લગ્ન પછી સિંગાપુરમાં સ્થાયી થયા હતા. તેમણે ગુજરાતી નામાંકિત અભિનેતા અરવિંદ રાઠોડ સાથે અનેક નાટકોમાં કામ કર્યું છે. ‘બા રિટાયર્ડ થાય છે’ એ તેઓનું જાણીતું નાટક છે. પદ્મારાણીએ ફ્લ્મિોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશાં તેમને પ્રિય રહ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, સ્ટેજ તેના માટે ખાસ મમત્ત્વ હતું, તેઓએ રવિવારે ફ્લ્મિો માટે શૂટ ક્યારેય કર્યું નહોતું, કારણ કે રવિવારે તેઓ સ્ટેજ પર કોઈ ને કોઈ નાટક માટે મુંબઈમાં હાજર જ હોય. તેમણે કુલ ૬,૦૦૦ નાટકના શો કર્યા છે. તેઓ ના ખૂબ પ્રચલિત નાટકો – ‘બા રિટાયર્ડ થાય છે’. ‘બા એ મારી બાઉન્ડ્રી’, ‘કેવડાના ડંખ’, ‘સપ્તપદી’, ‘ચંદરવો’, ‘ફાઈવ સ્ટાર આન્ટી’, ‘વચન’… છેલ્લા થોડા દાયકાઓમાં, તેમણે માતાની મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઘણી વખત નિરુપા રોય સાથે સરખાવવામાં આવેલ છે.

પ્રથમ ફ્લ્મિ, ૧૯૬૧માં નરસૈયાની હૂંડી હતી. તેમની બીજી આગામી ફ્લ્મિ ૧૯૬૩માં આશા પારેખના મુખ્ય પાત્ર વળી ફ્લ્મિ, અખંડ સૌભાગ્યવતી હતી. તે સમયમાં તેઓના લગ્ન થયા. ગુજરાતી કવિ – સુરસિંહજી તખતસિંહજી ગોહિલ (કલાપી)ના જીવન પર આધારિત ફ્લ્મિ – કલાપીમાં (૧૯૬૬) સંજીવકુમાર સાથે ભૂમિકામાં હતા. પાતળી પરમાર (૧૯૭૮ – ઉપેન્દ્ર ત્રિવેદી), ગંગાસતી (૧૯૭૯), લોહીની સગાઈ (૧૯૮૦), કસુંબીનો રંગ, શામળશાહનો વિવાહ જેવી અનેક ફ્લ્મિોમાં તેઓએ અભિનય કર્યો છે. ઔતા. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ તેમનું અવસાન થયું.

Be Sociable, Share!