Close

લોહી નીતરતો ઊગશે સૂરજ🔥 A NOVEL BY DEVENDRA PATEL

આમિરખાન ત્યારે શાયદ ચાર પાંચ વર્ષના હશે..આ કથા ‘ટાઇટેનિક’ ફિલ્મ આવ્યાના 35 થી 40 વર્ષ પહેલાં લખાઈ હતી. પરંતુ આ કથા પર ફિલ્મ એ કારણે ના બની શકી કે, મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે મહાસાગરમાં જળસમાધિ લેતાં ‘ ટાઇટેનિક’ વાતનું જે રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું તે પ્રકારની ટેકનોલોજી નહોતી.. કથાની માંગ પ્રમાણે ટેકનોલોજીના અભાવે ફિલ્મ ના બની જેથી ફિલ્મ માટે બનેલી આ પટકથાને પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે નવલકથામાં રૂપાંતરિત કરી નાખી…
આમિરખાનના  પિતા તાહિર હુસેને લગભગ ચાર દાયકા અગાઉ  દેવેન્દ્ર પટેલ પાસે ફિલ્મ માટે વાર્તા માંગેલી ત્યારે આ કથાનો ઘાટ ઘડાયો હતો.. આ નવલકથા વાંચીએ ત્યારે એવું લાગે કે જાણે એક પછી એક દૃશ્ય આપણી નજર સમક્ષ ભજવાઈ રહ્યા હોય. ગામડું, ગામડાનો અવાજ, ભાથીગળ મેળો, ગ્રામીણ સંસ્કૃતિ, ગ્રામીણ પ્રજા.. એના એક જીવતા જાગતા દસ્તાવેજની આ કથા છે.. ગામડામાં જેમ ભોળા લોકો હોય છે, એ જ રીતે કેટલાક લુચ્ચા અને ચૌદશિયા પણ હોય છે.. વિકાસ અને સમૃદ્ધિની ભીતર ક્યારેક ક્યારેક ત્યાગ અને બલિદાનથી  ભરેલી લોહિયાળ અને લાગણીભીની ઘટનાઓ પણ ધરબાયેલી હોય છે અને કાળક્રમે ભૂલી જવાતી હોય છે..
આ નવલકથાની પૃષ્ઠભૂમિમાં  ગામના મુખી અને સરપંચ પણ છે તો, બીજી બાજુ મનસુખ જેવો ખલનાયક પણ છે..મધુ જેવી નિખાલસ પ્રેમિકા છે,તો મંગુ અને શોભના જેવી તેની નિઃસ્વાર્થ બહેનપણીઓ પણ છે..
આ એક પ્રેમકથા છે. જેનું એક આગવું મિશન છે. મિશનની સફળતા પાછળ એક સરકારી અધિકારીના ત્યાગ અને બલિદાનની કથા પણ છે.. અહીં વિકાસની, પહાડોની અને કાળ ભૈરવની ઊંડી ખીણોની વાત છે, તો રેસ્ક્યું અને મહાપૂરની સાથે સાથે ભૂકંપની પણ વાત છે..
અને આ રીતે રીતે સર્જાઈ છે, એક કરૂણ પ્રેમકથા..
જેનું નામ છે…
‘લોહી નિતરતો ઊગશે સૂરજ’
આ કથા પૂરા બે કલાક સુધી સાંભળ્યા બાદ ફિલ્મ સર્જક તાહિર હુસેન બોલ્યા કે,, ”આજ તક મૈને ઐસી અનોખી કહાની નહિ સુની”
કથાના દરેક પ્રકરણમાં પોતાનું એક આગવું  અને, સર્વશ્રેષ્ઠ__ ઉત્તમોત્તમ તેમજ સંદેશાત્મક  કથાનક  છે, જે વાચકની ઉત્સુકતાને પરાકાષ્ઠા સુધી જગાડી_ વાચકની તમામ ધારણાઓને પરે લઈ જાય છે,
જ્યાં સુધી કથાનકનો અંત ન આવે ત્યાં સુધી વાચકને શાતા અનુભવાતી જ નથી,, કથાનકમાં આગળ શું થશે ! એની જિજ્ઞાસા વાચકને આતુરતા પ્રેરનારી છે..! છેવટે  કથાનકના અંતે વાચકને સાહિત્યના તમામે તમામ મતલબ કે નવ રસની ઉત્તપતી આપમેળે થઈ જાય છે..!!
કથાના પાત્રોની વાત કરીએ તો, દરેક પાત્ર પોતાની આગવી વિશેષતાઓને લઈને આગળ ધપે છે, વાચકને દરેક પાત્રમાં વિવિધતા સભર અને ઉપદેશાત્મક ગુણો જોવા મળે છે..! હરેક પાત્રમાંથી વાચકને કોઈને કોઈ સીધો સંદેશ મળે છે,, જે વાચકના જીવનધોરણને બદલનાર તેમજ દિશા નિર્દેશ કરનાર હોય છે..!!
નવલકથાના પાત્રો વચ્ચેના અરસ્પરના  સંવાદ પણ લાજવાબ, બેહતરીન અને શાનદાર તેમજ યથાયોગ્ય છે, જે વાચકની ઊર્મિઓને ઢંઢોળી રોમે રોમ પ્રજ્વલિત કરનાર છે,,સંવાદ વાચકોમાં લાગણી અને ઘૃણા અથવા તો પ્રેરણાનું ઉદ્દીપક બને છે..!!
રચનાની પૃષ્ઠભૂમિ વિશે જોઈએ તો કથાનકમાં જે પણ સમય, કાલ અને વાતાવરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે દેશકાળ અને વાતાવરણ કથાનક અને પાત્રોને સ્પર્ષનાર તેમજ વાચકને એની નજર સમક્ષ ખડું કરી દેનાર છે.. જાણે કે વાચક પોતે જ એ પૃષ્ઠભૂમિનો એક ભાગ હોય, યા તો પોતે પણ કોઈ પાત્રની ભૂમિકા ભજવતો હોય..!
રચનાની ભાષા શૈલી મોટેભાગે જાનપદી છે, તળપદી છે, જે વાચકને પોતીકાપણાનો અહેસાસ કરાવે છે..! જાણે કે, વાચક કથાનકનો પોતે જ એક હિસ્સો હોય.. જેના કારણે વાચકને એવું જ લાગ્યા કરે કે આગળ ને આગળ વાચયા જ રહીએ… વાચકની આતુરતાની નાડ
લેખક ઓળખી લઈને આગળ ધપ્યા છે..જેના કારણે જ લેખકને ગ્રામીણ અને શહેરી એમ બંને પરિવેશના વાચકો અનહદ ચાહે છે..!!
રચનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો,
ઉદ્દેશ્ય મોટેભાગે વાચકની મનઃસ્થિતિ અથવા તો એની મનોદશા પર નિર્ભર હોય છે, તેમ છતાં લેખકે રચનામાં એટલો ખ્યાલ ચોક્કસ નિર્દિષ્ટ કર્યો છે કે વાચક એને સહેલાઈથી ગળે ઉતારી શકે અથવા તો સહેલાઈથી સમજી શકે..!
 આ થ્રીલર, રોમાંચ અને રહસ્યો જાણવા માટે આપે નવલકથા વાંચવી જ રહી…!!
ભાવેશ ચૌધરી🙏

Be Sociable, Share!