Close

ટ્રાન્સજેન્ડર રોઝ હવે ટી.વી. હોસ્ટ બની ગઈ

રોઝ.
છટાદાર વ્યક્તિત્વ ધરાવતી, પુરુષોને લોભાવતી રોઝ સ્ત્ર્રી બની એ પહેલાંની કથા ચિત્તાકર્ષક છે.
ચેન્નાઇના ચેટ્ટીયાર પરિવારમાં એક બાળકનો જન્મ થયો.
એનેે રમેશ એવું નામ આપવામાં આવ્યું. પિતાનું નામ વેંકટેશ અને માતાનું નામ રીના. રમેશ બીજાં બાળકો કરતાં જુદો હતો. તેને છોકરીઓનાં વસ્ત્ર્રો પહેરવાં ગમતાં હતાં. એને છોકરાંઓની ગેમ્સ ગમતી નહોતી. સ્કૂલમાં બધાંં એને ચીડવતાં.
ચેન્નાઇની રામક્રિશન મિશન હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તે સત્યભામા એન્જિનિયરિંગ કૉલેજમાં જોડાયો. અહીં પણ તેના મિત્રો તેમની ગર્લફ્રેેન્ડસની બાબતમાં વાતો કરતા ત્યારે રમેશને છોકરાઓ ગમવા લાગ્યા હતા, પરંતુ પરીક્ષામાં પ્રથમ દસમાં તે આવ્યો. અલબત્ત, તે સ્કૂલમાં હતો ત્યારે જ એક સંબંધીના છોકરાના પ્રેમમાં પડી ગયો હતો, પરંતુ પરિવારમાં, સ્કૂલમાં, કૉલેજમાં અને પડોશમાં બધા તેને ચીડવતાં.
કૉલેજના બીજા વર્ષમાં પણ તે મધુ નામના બીજા છોકરાના પ્રેમમાં પડયો. રમેશનું વર્તન છોકરા કરતાં છોકરી જેવું વધુ હતું, પરંતુ મધુ તેના બીજા એક મિત્ર સાથે વધુ બહાર જતો. રમેશને તેની ઈર્ષ્યા થઈ આવતી. આખી રાત તેને ઊંઘ આવતી નહીં. મધુ એને સંભાળી લે તેવી તીવ્ર ઇચ્છા થતી. એક વાર કૉલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન છોકરીનો રોલ આપવામાં આવ્યો અને આખી કૉલેજમાં તેની પર વારી ગઈ. બધા એને ‘હોટ બેબ’ કહીને બોલાવવા લાગ્યા. એને સારું લાગતું.
કૉલેજ પૂરી થયા બાદ તેને લાગ્યું કે, ‘મારા શરીરમાં કાંઈક અસાધારણ ફ્ેરફરો થઈ રહ્યા છે. હજુ તે ઈન્ટરનેટ પર સર્િંફ્ગ કરતો, લાઇબ્રેરીમાં જઈ વાંચતો. અમેરિકા જવાની તૈયારી કરતો હતો. એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ તે અમેરિકા ગયો. એને બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી ગયો. એને પોતાના શરીરના વિજ્ઞાનમાં જ રસ હતો. હોસ્ટેલમાં એને સ્પર્શની ઇચ્છા થઈ આવી. એણે એના હૉસ્ટેલ પાર્ટનરને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પરંતુ એને અપમાન અને ગાળો જ મળ્યાં. વાત પણ ફ્ેલાઈ ગઈ.
આ ઘટના બાદ એને હતાશા થઈ. એણે કૉલેજ બદલી નાખી. હવે લૂઈસિયાના ટેક. યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લીધો.
કોર્સ પૂરો કર્યા બાદ એનાં માતા-પિતાએ એનાં લગ્નનું ગોઠવી દીધું, પણ હવે તેણે પોતાની ટ્રાન્સજેન્ડર સેક્સુઅલ એબ્નોર્માલિટીની વાત પરિવારને કહી દેવાની ફ્રજ પડી. એણે કહ્યુંઃ ‘હું અંદરથી સ્ત્રી છું. છોકરા સાથે લગ્ન કરવા માટે યોગ્ય નથી.’ પરંતુ એનો પરિવાર એની વાત માનવા તૈયાર નહોતો. એમને લાગ્યું કે તેમનો દીકરો એ છોકરી સાથે પરણવા માંગતો નથી. લગ્નની તૈયારીઓ પણ થવા લાગી. સગાઈ માટે મહેમાનો આવ્યા હતા ત્યારે જ એણે બધાને ખુલ્લંખુલ્લા કહી દીધું ઃ ‘તમારી દીકરી અત્યંત સુંદર છે, પરંતુ હું તેની સાથે લગ્ન કરી શકું તેમ નથી, કારણ કે હું ખુદ અંદરથી સ્ત્રી છું. મને સ્ત્રી જેવી જ લાગણીઓ થાય છે. બધાં સ્તબ્ધ થઈ ગયાં. એની મમ્મીએ એક તમાચો ફ્ટકારી દીધો.
એનેે ઘરમાંથી બહાર જતા રહેવા કહેવામાં આવ્યું. તેનાં ખિસ્સાં ખાલી હતાં. એણે એના જેવા જ ટ્રાન્સસેક્સુઅલ દોસ્ત રાજેશ સાથે રહેવાનું શરૂ કર્યું. એણે અમેરિકન એસેન્ટનું અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું, પરંતુ ફ્રીથી એકાકી જીવનમાંથી મુક્તિ મળી. એના પરિવારે પાછા ફ્રવા આમંત્રણ આપ્યું અને તેને સ્ત્ર્રી જેવાં વસ્ત્ર્રો પહેરવાની છૂટ અપાઈ. હવે તેને રોઝ એવું નામ આપવામાં આવ્યું.
તેે હવે છોકરી જ બની ગઈ. ટ્રાન્સજેન્ડર્સની બ્યુટી સ્પર્ધામાં રોઝે ‘મિસ સહોદરન’ ટાઇટલ જીતી લીધું. બીજા દિવસનાં અખબારોમાં રોઝની તસવીરો પ્રગટ થઈ. તે સુંદર અને પ્રભાવશાળી લાગતી હતી. એની તસવીર જોઈ ઘણા યુવાનો રોઝને પામવા તેની પાછળ પડયા. રતીષ નામનો છોકરો તો તેની સાથે પરણવા તૈયાર થઈ ગયો. રોઝ અને રતીષ વચ્ચે સંબંધ પણ બંધાયો.
ઘરમાં અને સમાજમાં આ સંબંધોનો જબરદસ્ત વિરોધ થયો. રતીષને પણ એના પરિવારમાંથી ફરેગ થવું પડયું. રોઝ અને રતીષ સમાજમાંથી બહાર ફ્ેંકાઈ જતાં બંનેએ એક એનજીઓની ઑફ્સિમાં જઈ રહેવું પડયું. આ એનજીઓ  પણ શેખર નામનો એક ટ્રાન્સજેન્ડર જ ચલાવતો હતો. અહીં બીજા એવા જ ટ્રાન્સજેન્ડર રહેતાં હતાં. પરંતુ રોઝ સૌથી વધુ ભણેલી અને અમેરિકન યુનિ.ની ડિગ્રી ધરાવતી હતી. રોઝે કહ્યું ઃ ‘રતીષ મારો બોયફ્રેન્ડ છે.’ છતાં બીજાં લોકો તેને પરેશાન કરવા લાગ્યા.
એેક સાંજે રોઝ એકલી ઘેર હતી ત્યારે રતીષના જ કેટલાક ગુંડા જેવા મિત્રોએ રોઝનું અપહરણ કર્યું. તેને અંધારા સ્થળે લઈ જઈ વારાફ્રતી તેની પર બળાત્કાર કર્યો. રોઝ એકલી હોઈ તે તેમનો સામનો કરી શકી નહીં. રોઝની મોટરબાઈક પણ ઉઠાવી ગયા.
રાત્રે રતીષ પાછો આવ્યો ત્યારે રોઝે બધી વાત કરી. તેઓ ફ્રિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે ફ્રિયાદ ના નોંધી, પરંતુ તેની મોટરબાઈક પાછી અપાવવાની ખાતરી આપી.
એ પછીની ઘટના રોઝના જીવનમાં આઘાતજનક હતી. એક દિવસ તેના બોયફ્રેન્ડ રતીષે કહ્યું ઃ ‘રોઝ ! હું કોઈ અન્ય છોકરીના પ્રેમમાં છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું. અલબત્ત, હું તારી પણ કાળજી રાખીશ.’
રોઝ સ્તબ્ધ બની ગઈ.
એનેે ખ્યાલ આવ્યો કે, રતીષે પણ માત્ર તેનું શારીરિક શોષણ જ કર્યું. તે રડી પડી. રતીષને તેના માટે કોઈ જ પ્રેમ નહોતો. રતીષ માટે તો એણે ઘર છોડયું હતું.
રોઝે હવે પોતાની રીતે જ પોતાની કારકિર્દી બનાવવા નિર્ણય કર્યો. તે ટ્રાન્સજેન્ડર હતી, પરંતુ ઊંચી ડિગ્રી પણ તેની પાસે હતી. તે એક ટેલિવિઝન કંપનીમાં ગઈ, પરંતુ પ્રોગ્રામ ડાયરેક્ટરે નોકરી આપવાના બદલે અપમાનિત કરી કાઢી મૂકી, પરંતુ અપમાન પછી એનામાં એ જ પ્રકારની જોબ માટેની મહત્ત્વાકાંક્ષામાં વધારો થયો. એણે હવે ટી.વી. મીડિયામાં જ કામ કરવાનો નિર્ધાર કર્યો.
રોઝ ‘સોશિયલ ઈનિશિયેટિવ ઍન્ડ મેનેજમેન્ટ’ નામની એક સ્વૈચ્છિક સંસ્થાના વડા સુરેશ લાથા પાસે ગઈ. લાથાએ રોઝની કહાણી સાંભળી એને સ્ટાર વિજય ચેનલના વડા કે. શ્રાીરામ અને પ્રદીપ મિસરોય મિરર પાસે મોકલી. રોઝ સાથે આ બંને વડાઓએ ખૂબ લંબાણપૂર્વક ચર્ચા કરી. તેમને લાગ્યું કે, રોઝ અત્યંત અભ્યાસુ, ઊંડાણ ધરાવતી અને કમ્યુનિકેશન સ્કીલ ધરાવતી ટ્રાન્સજેન્ડર યુવતી છે. તેમણે હવે આવનાર ટૉક શો માટે રોઝને ઍન્કર બનાવવાનો નિર્ણય કર્યો.
એ લેઈટ નાઈટ ટૉક શો હતો. સામાજિક સમસ્યા પર ઉગ્ર ચર્ચાઓ માટેનો શો હતો. તેમાં પબ્લિક અને નિષ્ણાતો પણ ભાગ લેનાર હતા. સ્ટારના શ્રાીરામે  આ ટૉક શો શરૂ કરતાં પહેલાં મીડિયાની પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું ઃ ‘આ ટૉક શોના એન્કર માટે અમે રોઝને પસંદ કરી છે. પણ એનો હેતુ સનસનાટી પેદા કરવાનો નથી. આ કાર્યક્રમ રોઝને સોંપ્યો છે, કારણ કે તે ક્વૉલિફઇડ છે, વળી તે સમાજનાં જડ ધારાધોરણોનો ભોગ બનેલી છે.’
લેટ નાઈટ શૉ સુપરહીટ ગયો. દર્શકોએ રોઝને ટી.વી. પર માણી. એની અભિવ્યક્તિ અદ્ભુત હતી. પછી તો તેનો પરિવાર પણ એના પડખે જઈ ઊભો. મીડિયાના એક ભાગે તેની સેક્સજેન્ડર વિશે બખેડો કર્યો ત્યારે રોઝ બોલી ઃ ‘એ વાત સાચી છે કે, હું ટ્રાન્સજેન્ડર છું, પરંતુ હવે સેકસ રિસાઈનમેન્ટ સર્જરી પણ કરાવી શકું તેમ છું. મારાં તમામ અંગો હવે સ્ત્ર્રી જેવાં બની શકે તેમ છે.’
લોકોને હવે રોઝમાં વધુ ને વધુ રસ પડયો. પુરુષોને પણ રોઝ ગમવા લાગી. યુવાનો પણ રોઝને જોઈ રોમાંચિત થવા લાગ્યા, પણ રોઝ કહે છે ઃ ‘પરંતુ મારે એ બધું નથી જોઈતું.’ તેની કલ્પનાથી રોમાંચિત થઈ જાય. હું હવે ટી.વી. એન્કરના કાર્યક્રમમાં પ્રોફ્ેશનલ બનવા માગું છું. આવનારા દિવસોમાં મારું સેકસ પરિવર્તનનું ઑપરેશન નહીં જ કરાવું. હું જેવી છું તેવી જ રહેવા માગું છું. મને લોકોએ ચીડવી છે, ગંદી રમૂજો કરી છે, પણ હું મારા દુઃખી ભૂતકાળને ભૂલી જવા માગું છું. મને હવે મારા ભવિષ્યમાં જ રસ છે. મારે હવે આવી જ હાલતમાં હૉલિવૂડના મૂવિસ્ટાર બનવું છે. પણ એ પહેલાં હું ઇન્ડિયન ફ્લ્મ્સિમાં એક્ટિંગ કરીશ. એમાંયે હું માગ જેન્ડરનો જ રોલ કરીશ.
ટી.વી. પર અને તસવીરોમાં અત્યંત આકર્ષિત લાગતી રોઝ પાછળ એને જોનાર તમામ લોકો પાગલ છે. દક્ષિણ ભારતની સ્ટાર વિજય ચેનલ પર હોસ્ટ બન્યા બાદ રોઝને લા-ઓપ્રાહ વિન્ફ્રે ટોક શોમાં રજૂ કરાયા બાદ તે પોપ્યુલર સ્ટાર બની ગઈ છે. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પત્રકારોએ બે દિવસ રોઝ સાથે ગુજાર્યા. હવે ટાઇમ્સ લંડન, એજન્ટ્સ ફ્રાન્સ પ્રેસ, સીએનએન આઈબીએન પણ રોઝને લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે. કેમેરા, લાઇટ્સ અને એક્શનની ગ્લેમરસ દુનિયામાં રોઝ વ્યસ્ત થઈ ગઈ છે.
આજે તેની પાસે પ્રસિદ્ધિ અને સિદ્ધિ બેઉ છે, પરંતુ આટલે સુધી પહોંચતાં એણે અનુભવેલી વેદના અપાર છે. કુદરતે આપેલી અપૂર્તિ અને સમાજે આપેલી યાતનાઓ સામે લડવાનું કોઈ રોઝ પાસેથી જ શીખે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!