Close

શીલા ટેકરી પર ચડીને પિયરને જોઈ રહેતી હતી

ગોમતી નદીના કિનારે જયરામપુર નામનું ગામ છે.   ગામના છેવાડે રહેતો શંકર ત્રીસ-બત્રીસનો થઈ ચૂક્યો હતો, પરંતુ હૃષ્ટપુષ્ટ શરીરના કારણે તે ચોવીસ-પચ્ચીસનો જ લાગતો હતો. એની પત્ની બે બાળકોને જન્મ આપ્યા બાદ ટીબીના રોગથી ભરજુવાનીમાં જ મૃત્યુ પામી હતી. ખેતીવાડી પર એનું જીવન હતું. એના ઘરથી થોડે દૂર સુખદેવનું ઘર હતું. સુખદેવ શંકરથી મોટી ઉંમરનો પણ ગંજેરી હતો. ગાંજો પીવાના કારણે તે દમનો રોગી બની ચૂક્યો હતો. શંકરની સુખદેવના ઘેર બેઠક હતી. શંકર પણ ગાંજાની લાલચમાં જ તેના ઘેર જતો હતો.
સુખદેવના ઘેર તેની એક દીકરી હતી-શીલા. પિતા બીમાર રહેતા હોવાથી શીલા જ ખેતીવાડી સંભાળતી હતી. અલબત્ત, પહેલાં જ શીલાને નજીકના ગામમાં પરણાવી દેવામાં આવી હતી. શીલા એક વાર સસુરાલ જઈને આવી હતી. પત્ની ગુમાવી બેઠેલા શંકરની નજર હવે શીલાની ખીલી ઊઠેલી યુવાની પર જઈ અટકી હતી. ખેતરમાં કામ કરતી શીલાને તે જોઈ રહેતો. કદીક ખેતીકામમાં મદદ કરવાના બહાને તે શીલાને સહેજ સ્પર્શી લેતો.
એક દિવસ શીલા ખેતરમાં મશીનથી ઘાસ કાપી રહી હતી ત્યાં જ શંકર જઈ ચડયો.
‘શું કરે છે ?’ શંકરે પૂછયું.
‘ઘાસ કાપું છું.’
‘લાવ હું મદદ કરું !’
‘કેમ આટલો પ્રેમ ઊભરાઈ આવ્યો ?’
‘તું કહે તો કાયમ તારી ચાકરી કરું.’
શીલા શંકરની આંખોમાં જોઈ રહી. શંકરની આંખોમાં અનોખા ભાવ હતા. શીલાની આંખો પણ એવી જ તૃષાતુર હતી. એનો પતિ માયકાંગલો હતો. શરમાળ હતો. એનાં માતા-પિતાની હાજરીમાં પોતાની સામે આંખ ઉઠાવીને જોતો પણ નહોતો. તે અસંતુષ્ટ હતી. લાગણીઓની ભૂખી હતી. શંકરના શબ્દો એને સ્પર્શી ગયા.
પછી તો રોજ શંકર શીલાને ખેતરમાં મળવા આવતો. કદીક બેઉ એકલાં હોય તો સાથે ખાતાં. શીલા શંકરથી ૧૦ વર્ષ નાની હતી, છતાં ધીમે ધીમે શંકર એની નજરોમાં વસી ગયો. ધીમે ધીમે શંકરે સુખદેવના ઘર સાથે સંબંધો વધારી દીધા. સુખદેવનું ઘર નાનું હતું. બે રૂમ અને રસોડું. એક રૂમનો દરવાજો આગળ ખૂલતો હતો. બીજા રૂમનો દરવાજો પાછળ. શીલા પાછળના ઓરડામાં સૂતી હતી જ્યારે આગળના ઓરડામાં તેના પિતા સુખદેવ અને તેની મા. એક દિવસ શંકર આવી ચડયો. તે શીલાની મા સાથે વાતો કરવા લાગ્યો. રસોડામાંથી ચૂડીઓનો અવાજ આવતો હતો. શાયદ શીલા રસોઈ બનાવતી હતી. તે કોઈ બહાને રસોડામાં ગયો. એણે ધીમેથી શીલાને કહ્યું ઃ ‘મારે આજે તને મળવું છે.’
‘રાત્રે… પાછલા દરવાજેથી.’ શીલાએ દબાતા સ્વરે આમંત્રણ આપ્યું.
રાત પડી.
ગામ જંપી ગયું હતું. આકાશમાં તારલિયાઓનો દરબાર ભરાયો હતો. ક્યાંક ક્યાંક કૂતરાંઓના ભસવાનો અવાજ સંભળાતો હતો. શંકર દબાતાં પગલે ઘરની પાછળ આવ્યો. શીલાએ બારણાની આંકડી અંદરથી ખુલ્લી જ રાખી હતી. સહેજ ધક્કો દેતાં જ બારણું ખૂલી ગયું. શંકર અંદર પ્રવેશ્યો અને શીલાએ આંકડી ભરાવી દીધી.
પછી તો આ રોજનો સીલસીલો થઈ ગયો.
કોઈ ભલા માણસે સીધી શીલાના પિતાને વાત કરી. સુખદેવે શીલાને જ પૂછયું, તો તે ગુસ્સે થઈને બોલી ઊઠી ઃ ‘લોકોને શું ?’
પરંતુ તે હવે સાવધાન થઈ ગઈ. પરિણામે એક અઠવાડિયા સુધી તેણે શંકરને રાતે ઘેર ના આવવા કહ્યું. એક અઠવાડિયું શંકર આવ્યો નહીં પરંતુ બેઉ એકબીજા માટે તડપવા લાગ્યાં. શંકર શીલાના ખેતર તરફ્ નજર કરીને બેસી રહેતો પરંતુ શીલાના હવે ઘર બહાર પગ મૂકવા પર પણ પાબંધી હતી. તેને હવે સાસરીમાં મોકલી દેવાનું નક્કી થયું.
પહેલાં તો શીલા આનાકાની કરતી રહી પરંતુ તેને દબાણપૂર્વક સાસરીમાં મોકલી દેવાઈ. શંકર હવે વધુ ને વધુ તડપવા લાગ્યો. શીલા સાસરીમાં તો ગઈ પરંતુ તેનું મન હજી અન્યત્ર હતું. વળી ધણી તો નામ પૂરતો જ હતો.
એક દિવસ કોઈ ને કોઈ બહાનું કાઢી શીલા પાછી પિતાના ઘેર આવી ગઈ. આમેય સુખદેવ બીમાર રહેતો હોઈ તેની ખેતીવાડી પર કોઈ ધ્યાન આપનારું હતું જ નહીં. શીલા ફ્રી ખેતરમાં જવા લાગી. શંકર પણ છાનીછપની તેને મળવા લાગ્યો. એનો એ જ સીલસીલો ફ્રી ચાલુ થઈ ગયો.
એક દિવસ શીલા એકલી જ ખેતરમાં હતી. આસપાસ કોઈ નહોતું. દબાતા પગલે શંકર આવ્યો. બેઉ મશીનની ઓરડીમાં ગયાં. શીલાના ચહેરા પર કોઈ ના સમજાય તેવી મૂંઝવણ હતી. શંકરે પૂછયું ઃ ‘શીલા, તું કોઈ ચિંતામાં છે?’
શીલા નતમસ્તકે પગના અંગૂઠાથી કાંઈક ખોતરી રહી હતી.
શંકરે પૂછયું ઃ ‘બોલ ને !’
શીલા ધીમેથી બોલી ઃ ‘મને દિવસો જાય છે.’
‘એ તો ખુશ થવા જેવી વાત છે.’
‘તમે સમજતા નથી.’ શીલાએ ચિંતા વ્યક્ત કરી.
‘શું સમજતો નથી ?’
‘મેં એમની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી. બાળક તમારું જ છે.’ શીલા બોલી,
‘ઓહ !’ શંકરે રાજી થવું કે દુઃખી થવું તે વાત તે ખુદ નક્કી ના કરી શક્યો. થોડોક વિચાર કર્યાં બાદ તે બોલ્યો ઃ ‘તો પડાવી નાંખ.’
‘ના.’ શીલા ચિત્કારી ઊઠી.
કેમ?’
‘એ પાપ હું નહીં કરું… લોકોને જે કહેવું હોય તે કહે.’
‘જેવી તારી મરજી… પણ તું તારા ઘરવાળાને શું જવાબ આપીશ ?’
‘ઘરવાળો તો સામે જ ઊભો છે ને !’ શીલાએ ખૂબ જ વિચારીને કહ્યું.
શંકર પાસે ફ્રી એક વાર અસમંજસની પરિસ્થિતિ પેદા થઈ. તે વિધુર હતો પરંતુ શીલા કોઈની પત્ની હતી અને કોઈની પત્નીના ઉદરમાં બાળક પોતાનું હતું. આ પરિસ્થિતિમાં શું કરવું તેની તેને સમજ પડી નહીં. એને પહેલી જ વાર લાગ્યું કે કોઈ મોટું તોફન આવી રહ્યું છે.
હવે શિયાળો બેસી ગયો હતો. રોજ વહેલું અંધારું થઈ જતું હતું. શીલાને તે બધાં જ લક્ષણો પ્રગટ થતાં હતાં પરંતુ મા આગળ તે ખોટાં બહાનાં કાઢતી રહી. શંકર તો ફ્રીથી મોડી રાત્રે શીલાને મળવા આવવા લાગ્યો. એક પણ રાત તે શંકર વગર રહી શકતી નહોતી. સુખદેવના ઘરથી થોડેક જ દૂર સુખદેવના ભાઈ અમરદેવનું ઘર હતું. એક રાત્રે અમરદેવ ખુદ મોડી રાત્રે શંકરને સુખદેવના ઘરના પાછળના બારણેથી નીકળતાં જોઈ ગયો.
એનેે શીલા અને શંકરના સંબંધોની વાતની ખબર હતી. તે ક્રોધે ભરાયો અને શંકરને પડકારતાં કહ્યું ઃ ‘કાલે સવારે જ ગામ છોડી દે, નહીંતર જોવા જેવી થશે.’
કેટલીક જીભાજોડી થઈ પરંતુ શંકર ચાલ્યો ગયો.
બીજા જ દિવસે અમરદેવ સુખદેવના ઘેર ગયો. રાતની વાત ભાઈને કહી દીધી. ફ્રીથી આખા ગામમાં વાત ચર્ચાય તે પહેલાં શીલાને ફ્રીથી સાસરે મોકલી દેવાની તેણે સલાહ આપી. એને એ જ દિવસે શીલાને સાસરી મોકલી દેવામાં આવી. શીલા પરાણે સાસરે ગઈ હતી. ઘેર પહોંચતાં જ તેને થતી ઊલટીઓ જોઈ સાસુ-સસરા ખુશ થઈ ગયાં. પતિ માનસિક રીતે પણ કંગાળ હતો. તેણે કોઈ જ પ્રશ્ન ઉઠાવ્યો નહીં. તે અભણ પણ હતો અને અબૂધ પણ.
શીલા હવે તેના સસુરાલના ખેતરમાં પણ જવા લાગી. શંકરનો વિયોગ તેનાથી સહન થતો નહોતો. તે ખેતરની ટેકરી પર ચડીને દૂર દૂર પોતાના ગામની દિશામાં જોઈ રહેતી. તે રાતદિવસ વિચાર કરતી કે, શંકર હવે ઊઠયો હશે. હવે નાહ્યો ધોયો હશે, હવે તેના ખેતરમાં ગયો હશે, હવે સૂઈ ગયો હશે… પણ મને યાદ કરતો હશે ખરો ? કદીક તે પોતાના ઉદર પર હાથ ફ્ેરવીને પણ શંકરને યાદ કરી લેતી. એનાથી ના રહેવાયું એટલે શંકરને ચિઠ્ઠી લખી ગામના છોકરાને પિયર રવાના કર્યો. છોકરાને થોડા પૈસા પણ વાપરવા આપ્યા.
પરંતુ બન્યું એવું કે એ દિવસોમાં શંકર બીજે ગામ ગયેલો હતો. ચિઠ્ઠી શંકર પાસે જવાના બદલે છોકરાએ ગામમાં ભળતી વ્યક્તિને જ આપી દીધી. વાત ગામમાં ફ્ેલાઈ ગઈ. શીલાએ ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું હતું ઃ ‘શંકર, તારા વગર હું રહી શકતી નથી. મારા પેટમાં તારો જીવ છે. અમે બેઉ તારી વાટ જોઈએ છીએ. શિવરાત્રીના રોજ તું અહીં અમારા ખીજડાવાળા ખેતરમાં આવીને મળજે.’
ચિઠ્ઠી એક હાથમાંથી બીજા હાથમાં પહોંચી ગઈ. વાત હવે ઉઘાડી પડી ગઈ હતી. અમરદેવને લાગ્યું કે તેની અને તેના ભાઈની આબરૂના શંકરે કાંકરા કરી નાંખ્યા છે. રાત્રે સુખદેવના ઘરમાં મોડી રાત સુધી કુટુંબીઓ ભેગા થયા. શીલાના કાકાના દીકરાઓ જુવાનજોધ હતા. ગરમ લોહીના હતા. કાંઈક રંધાયું. કાંઈક નક્કી થયું. યોજના વિચારી લેવાઈ અને એ જ રાત્રે તે યોજના પાર પાડી દેવામાં આવી. શંકરના ખેતરમાં કોઈ અવાજ પણ ના ઊઠે તે રીતે કારસો પાર પાડી દેવામાં આળ્યો. સૌ પોતપોતાના ઘરે આવી સૂઈ ગયા.
છેક બીજા દિવસે ખબર પડી કે શંકર મરી ગયો છે. કોઈએ કહ્યું તેને સાપ કરડી ગયો. કોઈએ કહ્યું એરૂ અભડાઈ ગયું. કોઈએ કહ્યું તેનું ગળું દબાવીને તેને મારી નાંખવામાં આવ્યો છે. કોઈએ કહ્યું તેને ખાવામાં કોઈએ ઝેર આપી
બપોર સુધીમાં તો તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. કોઈ કશું જ બોલ્યું નહીં. બધા મનોમન સાક્ષી હતા. શંકરના વૃદ્ધ પિતા નિઃસહાય હતા. તેમને થોડીક ખબર હતી ને બાકીની ખબર નહોતી. તેઓ જે કાંઈ બન્યું છે તેમાં પુત્રનો દોષ કાઢવો કે નસીબનો તે પણ નક્કી કરી શક્યા નહીં. લોકાચારમાં બધાની ભેગા શોક પ્રદર્શિત કરવા સુખદેવ અને અમરદેવ બેઉ પણ ગયા, જાણે તેઓ કાંઈ જાણતા જ નથી.
પરંતુ છેક બીજા દિવસે વહેલી સવારે શીલા કૂવેથી પાણી ભરીને આવતી હતી ત્યાં કોઈક સ્ત્ર્રીએ તેને કહ્યું ઃ ‘અલી, તને ખબર છે કોઈકે તારા પિયરના શંકરને મારી નાંખ્યો.’
અને શીલા ફટી આંખે સાંભળી જ રહી.
એણે પાણીનું બેડું નીચે ફ્ેંકી દીધું. ફ્રી કૂવાકાંઠે ગઈ અને હાથ પરની બંગડીઓ ફેડી નાંખી. હવે તેને કોઈનીયે પરવા નહોતી કે કોઈ શું કહેશે ! કૂવાકાંઠે ઊભેલી બીજી સ્ત્ર્રીઓ કાંઈક સમજી, કાંઈક ના પણ સમજી. એણે આપઘાત કરવા કૂવામાં કૂદી પડવા પ્રયાસ કર્યો, પરંતુ બીજી સ્ત્ર્રીઓએ તેને બચાવી લીધી.
ગામડાની કેટલીયે ઘટનાઓ કદીયે પોલીસ ચોપડે નોંધાતી નથી તેમાંની આ પણ એક છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!