Close

કિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપતી ૪૦ હજાર જેટલી `સ્કૂલ્સ ઓફ ટેરર’

કભી કભી | Comments Off on કિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપતી ૪૦ હજાર જેટલી `સ્કૂલ્સ ઓફ ટેરર’
પાકિસ્તાનથી આવેલા કટ્ટરપંથી આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં લોહીની નદીઓ વહેવડાવી છે. વિશ્વના પેરેડાઈઝ ગણાતા કાશ્મીરને લોહીલુહાણ કરી દીધું છે. ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા કરી દીધી છે. આ ઘટનાના કારણે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ભભૂકી ઊઠ્યો છે. પાકિસ્તાનની આ નાપાક હરકત સામે ભારત સરકારે સખત પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. અટારી બોર્ડર બંધ કરી દીધી છે. ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ કર્યો છે. પાકિસ્તાનના રાજદ્વારીઓને પણ ભારત છોડવા આદેશ કરી દીધો છે.
પાકિસ્તાને કરેલી નાપાક હરકત સામે સમગ્ર વિશ્વમાં પણ રોષની લાગણી છે. અમેરિકાના, રશિયાના, યુક્રેનના, ફ્રાન્સના અને ઈઝરાયેલના વડાઓએ પણ ભારતની પડખે ઊભા રહેવાની જાહેરાત કરી છે. ભારતીય સેનાની ત્રણેય પાંખને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. આ કારણથી પાકિસ્તાન પણ હવે અંદરથી ફફડી ગયું છે. પાકિસ્તાનમાં આવા આતંકવાદીઓ ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની પર નજર નાંખીએ.
ઈ.સ. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં ૧૮૯ મદરેસાઓ હતી. ઈ.સ. ૨૦૦૨માં આ આંકડો ૧૩ હજારનો થયો. આ ૧૩ હજાર મદરેસાઓમાં ૨૦ લાખ વિદ્યાર્થીઓ ઈસ્લામિક શિક્ષણ લેતા હતા. ૨૦૦૮માં પાકિસ્તાનની મદરેસાઓનો આંકડો વધીને ૪૦ હજાર થયો. તેમાં ૨૦ હજાર મદરેસાઓ તો એકમાત્ર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતી. આ મદરેસાઓ આજના સમયની માંગ પ્રમાણે શિક્ષણ આપતી નથી. બલકે મોટાભાગની મદરેસાઓ હવે ત્રાસવાદી સંગઠનોના હાથમાંચાલી ગઈ છે. આ મદરેસાઓમાં કુમળાં બાળકોને કટ્ટરવાદ અને ઝનૂની શિક્ષણ આપવામાં આવે છે. એ કુમળું બાળક મોટું થાય ત્યારે નફરતનું ઝેર પીને તૈયાર થઈ ગયું હોય છે. પરિણામે પાકિસ્તાનની મોટાભાગની મદરેસાઓ `સ્કૂલ્સ ઓફ ટેરર’ તરીકે ઓળખાય છે.
પાકિસ્તાનમાં અને પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં જે ત્રાસવાદી સંગઠનો ચાલે છે તે તો અલગ, પરંતુ હવે ૪૦ હજારથી વધુ મદરેસાઓ બાળકોને જે રીતે તૈયાર કરી રહી છે તે જોતાં આવનારા સમયમાં પાકિસ્તાન સમગ્ર વિશ્વ માટે એક ખતરનાક રાષ્ટ્ર સાબિત થશે. પાકિસ્તાનના શિક્ષિત નાગરિકો પણ આ વાતથી ચિંતિત છે. પાકિસ્તાનના રાજકારણીઓ પણ વાતથી ભયભીત છે, પરંતુ હવે પરિસ્થિતિ તેમના કાબૂમાં નથી. દા.ત., પરવેઝ મુશર્રફે ૧૯૯૯માં પાકિસ્તાનમાં સત્તા હાંસલ કરી હતી. તે પછી તેમણે સહુ પ્રથમ જમાત-ઉદ-દાવા પર નજર રાખવાની શરૂઆત કરી હતી. હાલની સરકારે પણ જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ મૂકેલો છે, છતાં પાકિસ્તાનની પંજાબ સરકારે પંજાબ પ્રાંતમાં આવેલી ૨૦ હજાર જેટલી મદરેસાઓને રૂ. ૮૨ કરોડની રકમ મદરેસાઓ ચલાવવા ફાળવી હતી.
પરવેઝ મુશર્રફના શાસનકાળ સમયમાં જ એટલે કે ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં પાક ત્રાસવાદીઓએ ભારતીય વિમાનનું અપહરણ કર્યું હતું. ૨૦૦૦ની સાલમાં પાકિસ્તાનમાં જ જૈશ-એ-મોહંમદ નામના ત્રાસવાદી સંગઠનની રચના થઈ હતી. જાન્યુઆરી, ૨૦૦૨ અને ૨૦૦૩માં પરવેઝ મુશર્રફ (૧) જૈશ-એ-મોહંમદ (૨) સિપાહ-એ-સાબાહ (૩) લશ્કર-એ-તોઈબા (૪) તેહરિક-એ-જફિઆ તથા (૫) ખુદમ-એ-ઈસ્લામ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આજે વધુ ને વધુ પાકિસ્તાની યુવાનો ત્રાસવાદી સંગઠનોમાં જોડાઈ રહ્યા છે. પાકિસ્તાનની મદરેસાઓના સુધારણાની કામગીરીનો હવે અંત આવી ગયો છે અથવા તો તે પ્રયાસોને નિષ્ફળતા સાંપડી છે, કારણ કે પાકિસ્તાનની સરકારે ખરા દિલથી આ કામગીરી કરી જ નથી. દુનિયાને બતાવવા તે મદરેસાઓમાં રિફોર્મ પ્રયાસો કરે છે, પરંતુ અંદરથી મદરેસાઓમાં જે ચાલે છે તે તેને પસંદ છે.
ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે રહસ્યમય પ્લેન અકસ્માતમાં માર્યા ગયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ સરખમુખત્યાર ઝિયા-ઉલ-હકનો પુત્ર એજાઝ-ઉલ-હક ખુદ આ પ્રકારની કટ્ટરવાદ ફેલાવતી મદરેસાઓના નિર્માણમાં મહત્ત્વનો રોલ ભજવી રહ્યો હતો. પરવેઝ મુશર્રફની સરકાર વખતે એજાઝ-ઉલ-હક ધાર્મિક બાબતો અંગેનો મંત્રી હતો. તેણે વધુ ને વધુ નાણાં આવી મદરેસાઓ ઊભી કરવા માટે ફાળવ્યાં હતાં.
ધાર્મિક સંગઠનો અને કટ્ટરવાદી સંગઠનોએ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. પાકિસ્તાનના દક્ષિણ પંજાબ પ્રાંતમાં જમાત-ઉદ-દાવા કે જે પ્રતિબંધિત છે, તે જ સંગઠન હજારો મદરેસાઓનું સંચાલન કરે છે અને પંજાબ પ્રાંતમાં હજુયે બિલાડીના ટોપની જેમ વધુ ને વધુ મદરેસાઓ ઊભી થઈ રહી છે. તેમાંથી મોટાભાગનાં ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલી છે.
પાકિસ્તાનના જ પીપીપી પાર્ટીના એક નેતા શેરી રહેમાન કહે છે કે, `આ ત્રાસવાદી સંગઠનો ગરીબીનો લાભ ઉઠાવે છે. તેઓ ગરીબ પરિવારોના કિશોર-કિશોરીઓને આવી કટ્ટરપંથીઓ દ્વારા સંચાલીત મદરેસાઓમાં લઈ આવે છે અને બદલામાં ભોજન તથા રહેવા આશ્રય આપે છે.’
આ બધી મદરેસાઓ હાઈવેથી દૂર અંતરિયાળ વિસ્તારોમાં ઊભી કરવામાં આવે છે, જેથી જલદી કોઈની નજરમાં ન આવે. ખાસ કરીને છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારોમાં આવી મદરેસાઓ વધુ જોવા મળે છે. પાકિસ્તાનના કેટલાક પત્રકારોએ આવી મદરેસાઓની ભીતર શું ચાલે છે. પાકિસ્તાનના કેટલાક પત્રકારોએ આવી મદરેસાઓની ભીતર શું ચાલે છે તે જોવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને મારીને ભગાડી મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ હવે કોઈ પત્રકાર તેમના કેમ્પસમાં દાખલ થવા કોશિશ કરશે તો ખતરનાક પરિણામો માટે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી હતી.
પાકિસ્તાનનાં મીડિયામાં કામ કરતા આયેશા સિદ્દીક નામના એક વિવેચક કહે છે કે, `આ બધી મદરેસાઓ માટે લેટેસ્ટ ઈમારતો ઊભી કરવામાં આવી છે. તેમાં સેંકડો બાળકો રહી શકે તેવી હોસ્ટેલ્સ પણ છે. તેની ફર્શ પણ આધુનિક હોય છે. આવી કટ્ટરપંથી મદરેસાઓ માટેનાં નાણાં આરબ રાષ્ટ્રોમાંથી આવે છે. વળી, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકાર મદદ કરે છે તે તો જૂદું. પાકિસ્તાનનો દક્ષિણ પંજાબ પ્રાંત અત્યંત ગરીબ છે.’
દા.ત., લાહોરમાં વ્યક્તિદીઠ વિકાસ ખર્ચ રૂ. ૩૦ હજાર છે, જ્યારે દક્ષિણ પંજાબમાં વ્યક્તિદીઠ વિકાસ ખર્ચ માત્ર રૂ. ૪૦૦ છે, તેથી લાહોર જેવા વિસ્તારો આર્થિક પ્રવૃત્તિથી ધમધમે છે, જ્યારે દક્ષિણ પંજાબ જેવા પ્રાંતોમાં સરકાર પોતે સ્કૂલો ચલાવી શકતી ન હોઈ એ કામ હવે જમાત-ઉદ-દાવા જેવાં ત્રાસવાદી સંગઠનોએ ઉપાડી લીધું છે. તે કારણે પાક. ત્રાસવાદી સંગઠનો ગરીબ છોકરા-છોકરીઓને નાની વયથી જ કટ્ટરવાદનું શિક્ષણ આપી વયસ્ક થતાં જ તેમને આત્મઘાતી બોમ્બર બનાવી દે છે. પાકિસ્તાનની પહેલી મહિલા આત્મઘાતી ટુકડી લશ્કર-એ-જંગવી નામની ત્રાસવાદી સંસ્થાઓ તૈયાર કરી હતી. તે યુવતીઓ પાકિસ્તાનના દક્ષિણ પંજાબ પ્રાંતની મદરેસામાં જ શિક્ષણ પામી હતી.
પાકિસ્તાનનાં મીડિયાના કેટલાક વિશ્લેષકો માને છે કે આ મદરેસાઓમાં કુમળાં કિશોર-કિશોરીઓને ભારત વિરોધી પાઠ ભણાવવામાં આવે છે અને એ રીતે પાકિસ્તાનનું પંજાબ ત્રાસવાદી શિક્ષણ અને તાલીમ માટેનું મોટામાં મોટું કેન્દ્ર બની ગયું છે. આ માટે માત્ર ત્રાસવાદી સંગઠનો જ જવાબદાર છે એવું નથી, પરંતુ પાકિસ્તાન પંજાબ પ્રાંતની સરકારની આ ટેરરિસ્ટ સ્કૂલો પ્રત્યેની સહાનુભૂતિ અને મીઠી નજર જ જવાબદાર છે.
પાકિસ્તાનમાં જ ત્રાસવાદી સંગઠનો અડ્ડો જમાવીને બેઠાં છે. તેમાં જૈશ-એ-મોહંમદ હવે ખુદમ-એ-ઈસ્લામના નામે કામ કરે છે. હરકત ઉલ મુજાહિદ્દીન હવે જમિયત-ઉલ-અન્સારના નામે કામ કરે છે. આ બંને સંગઠનો પંજાબમાંથી ભરતી કરે છે.
જમાત-ઉદ-દાવાનો વડો લશ્કર-એ-તોઈબાની મિલિટરી વિંગનો વડો છે. તે મુખ્યત્વે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કાર્યરત છે. સિપાહ-એ-સાબાહ હિંસક સંગઠન છે અને તે પણ દક્ષિણ પંજાબમાં કાર્યરત છે. લશ્કર-એ-જંગવીની રચના ૧૯૯૬માં થઈ હતી. તે તાલિબાન અને અલ કાયદા સાથે સંકળાયેલું છે. આ પાંચેય સંગઠનો દક્ષિણ પંજાબમાં કાર્યરત છે. તે તમામ હજારો ત્રાસવાદીઓ પેદા કરવાની ટેરરિસ્ટ સ્કૂલો ચલાવી રહ્યું છે.
અમેરિકાની એક નિષ્ણાત સમિતિએ આગાહી કરી છે કે આગામી દસકામાં પાકિસ્તાન નેસ્તનાબૂદ થઈ જશે. પાકિસ્તાનમાં કોઈ એક વ્યક્તિનું કે કોઈ પક્ષનું શાસન નહીં હોય. નરી અરાજકતા હશે. પઠાણો, બલુચો અને સિંધી મુસલમાનો બળવો કરશે. ત્રાસવાદીઓ અણુશાસ્ત્રો હડપ કરવા કોશિશ કરશે.
વાત આટલેથી પણ અટકતી નથી. બીજો એક ચોંકાવનારો રિપોર્ટ એ છે કે, પાકિસ્તાનમાં છેલ્લાં ૬૦ વર્ષમાં લશ્કર અને આઈએસઆઈ જેમ વધુ ને વધુ મજબૂત થયાં છે તેમ માત્ર ઈસ્લામનો જ રૂઢિચુસ્ત અભ્યાસ કરાવતી મદરેસાઓની અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. ૧૯૪૭માં પાકિસ્તાનમાં ઈસ્લામનું જ રૂઢિચુસ્ત શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૧૩૬ હતી, તે વધીને માત્ર મદરેસામાં જ ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૬માં ૩૦ હજાર થઈ ગઈ. આજે તે આંકડો ૪૫ હજારને વટાવી ગયો છે.
પાકિસ્તાન સરકારનો જ અહેવાલ છે કે આજ સુધીમાં માત્ર મદરેસાનું જ ઈસ્લામિક શિક્ષણ મેળવનારાઓની સંખ્યા આઠથી દસ લાખની છે. આ બધા પાસે વિજ્ઞાન, ગણિત, કાનૂન કે પોલિટિકલ સાયન્સનું કોઈ જ જ્ઞાન નથી. બ્રિટનમાં રહેતા જાણીતા પાકિસ્તાની વિદ્વાન તારીક અલીનું કહેવું છે કે પાકિસ્તાનની આ મદરેસાઓ માત્ર કટ્ટરપંથીઓને જ પેદા કરે છે. એમાં ઈસ્લામ સિવાયના બીજા ધર્મો પાળતા લોકો પ્રત્યે ધિક્કાર પેદા કરવા સિવાય બીજું કોઈ જ શિક્ષણ અપાતું નથી. ટૂંકમાં, ધિક્કારના પાઠ ભણીને તૈયાર થયેલા ૮થી ૧૦ લાખ પાકિસ્તાની લોકોનો આંકડો ચોંકાવનારો છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકાની એક સંસ્થાએ પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયનના સહકારથી પાકિસ્તાનમાં એક સરવે કર્યો હતો. તારણો સ્તબ્ધ કરી દે તેવાં છે. પાકિસ્તાનના ૪૮ ટકા લોકોએ એમ કહ્યું કે અફઘાની તાલિબાનો સાથે સંધિ કરવી જોઈએ. ૫૮ ટકા લોકોએ એમ કહ્યું કે પાકિસ્તાની તાલિબાનો સાથે સરકારે વાટાઘાટો કરવી જોઈએ, પરંતુ ૫૦ ટકા પાકિસ્તાની લોકોએ એમ પણ કહ્યું અલ-કાયદા સાથે પાકિસ્તાને સંધિ કરવી જોઈએ, જોડાણ કરવું જોઈએ. ટૂંકમાં, જે કોઈ ત્રાસવાદી જૂથો ભારત પર હુમલો કરે છે તે તમામ સાથે સરકારે જોડાણ કરવું જોઈએ તેવી વ્યાપક માંગ છે.
કટ્ટરપંથીઓએ ભારત સામે `યૂઝ ન્યૂક્લિયર વેપન્સ’નાં બેનરો સાથે ભારત પર અણુબોમ્બ ફેંકવાની પણ માંગણી કરતા દેખાવો કર્યા હતા.
 આ એક ભયંકર પરિસ્થિતિ છે.
પાકિસ્તાનની ભૂમિ પર તાલિબાનો છે, મદરેસામાં ૮થી ૧૦ લાખ ભણેલા કટ્ટરપંથીઓ છે, ખતરનાક ઈરાદાઓ ધરાવતા ૨૦ મોસ્ટ વોન્ટેડ ગુનેગારો પણ છે અને એટલા જ ખતરનાક આર્મી ઓફિસરો છે.
૧૬૦ જેટલા ન્યૂક્લિયર બોમ્બ છે. લાગે છે કે પાકિસ્તાન ખુદ બારુદના ઢેર પર બેઠું છે. આ જ્વાળામુખી ગમે ત્યારે ફાટી શકે છે. તાલિબાનો, કટ્ટરપંથી અને લશ્કર એ પાકિસ્તાને પેદા કરેલો ફ્રેન્કેસ્ટાઈન છે. એક કાલ્પનિક નવલકથા પ્રમાણે એક વૈજ્ઞાનિકે `ફ્રેન્કેસ્ટાઈન’ જેવા ખતરનાક રાક્ષસને લેબોરેટરીમાં પેદા કર્યો હતો, પરંતુ ફ્રેન્કેસ્ટાઈન પેદા થયા બાદ વૈજ્ઞાનિકના નિયંત્રણ બહાર જતો રહ્યો હતો અને તેણે સૌથી પહેલાં તેને પેદા કરનાર વૈજ્ઞાનિકને જ મારી નાંખ્યો હતો. આવું પાકિસ્તાનનું પણ બની શકે છે. તાલિબાનો, કટ્ટરપંથીઓ, ત્રાસવાદીઓ અને આઈએસઆઈ એક દિવસ તેની જનેતા પાકિસ્તાનને ભસ્મીભૂત કરી દેશે.
`સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા’
મતલબ ઈસ્લામની ચળવળના વિદ્યાર્થીઓની સંસ્થા છે, પરંતુ કામ છે: `ટેરરિસ્ટ મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા.’ છાશવારે ઊભી થઈ રહેલી કટ્ટરપંથી સંસ્થાઓમાં `સીમી’ના ટૂંકા નામે ઓળખાતી `સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા’ પણ છે.
જયપુરના શ્રેણીબદ્ધ ધડાકાઓમાં હવે શંકાની સોય `સીમી’ તરફ હતી. માત્ર જયપુર જ નહીં, પરંતુ છેલ્લાં છ વર્ષમાં દેશમાં જેટલા બોમ્બ ધડાકા થયા તે બધામાં પણ `સીમી’નો હાથ હોવાનું ભારતીય ગુપ્તચર ખાતાને લાગી રહ્યું છે.

Be Sociable, Share!