ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સફળ શાસક તરીકે ૨૫ વર્ષ થયાં. પહેલા ગુજરાતના અને તે પછી દેશના એક સફળ સુકાની તરીકેની તેમની કામગીરીનું મૂલ્યાંકન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આવો, આજે તેમના સફળ સુશાસનનું મૂલ્યાંકન કરીએ.અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું છે: ‘રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે. એને અધવચ્ચે છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતા રહેવાથી પણ ચાલતું નથી. પરંતુ મેદાન પર પરફોર્મ તો કરવું જ પડે છે. સાચું એ છે કે એ માટે ખેલાડીવૃત્તિ અથવા સ્પોર્ટ્સમેનશીપ જોઈએ અને જીતવા માટે સબળ વ્યૂહરચના પણ જોઈએ. જીતવા માટે વધુ કાંઈ કરવું પડતું નથી.’
દેશની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય માટે મેદાન પરના જ પરફોર્મર રહ્યા છે.
બરાક ઓબામાએ એક સફળ રાજનીતિજ્ઞ માટે આપેલી આ વ્યાખ્યા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે. તેઓ પૂર્વ કાલીન રાજનીતિજ્ઞ જ નહીં પરંતુ એક સફળ `સ્ટેટ્સમેન’ અર્થાત્ `રાષ્ટ્રપુરુષ’ પણ સાબિત થયા છે. તેઓ માત્ર પ્રવચનો જ કરવામાં નહીં પરંતુ રાજનીતિના મેદાનમાં પરફોર્મ કરવામાં પણ માને છે. તેમની પાસે જીતવા માટે સબળ વ્યૂહરચના પણ છે.
વેનેશિયન કેસિનો રિસોર્ટના માલિક શેલ્ડન એડેલ્સન કહે છે: ‘સફળતાનો એક જ મંત્ર છે-`અણીના વખતે સાચો નિર્ણય લો.’
અણીના સમયે સાચો નિર્ણય લેવાની તેમની ખૂબીઓ તેમણે સાબિત કરી આપી છે.
લોર્ડ વેવેલે કહ્યું હતું કે, `ભારતમાં શાસન કરવું મુશ્કેલ છે, ભારતમાં શાસન કરવું હોય તો સખતાઈથી શાસન જ કરો. એમ નહીં કરો તો ભારતમાં શાસન કરી શકશો જ નહીં.’-લોર્ડ વેવેલની વાત પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મસાત કરી જ લીધી હોય તેમ લાગે છે. ગોધરામાં જે ઘટના ઘટી તે પછી એ વખતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને સખ્તાઈથી જે રીતે કામ લીધું તેના કારણે તેઓ સખ્ત પ્રશાસક સાબિત થયા. માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશની આમ જનતાને પણ નરેન્દ્ર મોદીમાં એક ‘મહાનાયક’નું પ્રતિબિંબ દેખાયું. લોકોને લાગ્યું કે હિન્દુઓના ‘ગોડફાધર’નો ઉદય થયો છે અને એ જ વાત એનું પ્રમાણ છે કે નરેન્દ્ર મોદીએ સત્તાની ધુરા સંભાળ્યા પછી ગુજરાતમાં કે દેશમાં એક પણ કોમી રમખાણ થયું નથી. પીએમ મોદીએ પોતાના પરિવારને રાજનીતિથી દૂર રાખ્યો છે. તેમણે પોતાના એક પણ સગાને વિધાનસભાની કે લોકસભા-રાજયસભાની ટિકિટ આપી નથી. એક પણ સગાને મંત્રી બનાવ્યા નથી.
વિશ્વના સુપ્રસિદ્ધ આર્કિયોલોજિસ્ટ અને યુનિવર્સિટી ઑફ લુઇસવિલેના વડા જ્હોન આર. હેસેએ કહ્યું છે: `જો તમે લોકતાંત્રિક દેશના નાગરિક છો તો તમને જાહેરમાં બોલતાં આવડવું જોઈએ !’ એ જ રીતે અમેરિકાના નેશનલ સ્પીકર્સ એસોસિએશનના વડા અને લેખક રોબ હેશયાન કહે છે: `Great leaders are Great Communicators’ એટલે કે જેઓ જાહેરમાં સુંદર પ્રવચન કરી શકે છે તેઓ મોટા નેતા બનવાની લાયકાત ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાખોની માનવમેદનીને મંત્રમુગ્ધ કરી દેનારા પ્રભાવશાળી વક્તા સાબિત થયા છે. તેઓ પ્રવચન વખતે લોકો સાથે સંવાદ પણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર સરહદી જંગના જ નહીં પરંતુ ચૂંટણી જંગના પણ અપરાજિત નેતા છે. ભાજપએ યુ.પી. હોય કે ગુજરાત- બધી જ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાણી, વર્તન, કુશળ વ્યવહાર તથા તેમના ચહેરા પર જ જીતવી પડે છે. એક સારા વક્તા પાસે સારી બૉડી લેંગ્વેજ પણ હોવી જોઈએ. પ્રવચન વખતે અવાજમાં આરોહ અવરોહ પણ હોવા જોઈએ. આ બધી જ ખૂબીઓ પીએમ નરેન્દ્ર મોદીના પ્રવચન વખતે સૌએ નિહાળી છે.
તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ગામડાઓને ૨૪ કલાક વીજળી આપી, સુજલામ્ સુફલામ્ જેવી નહેર આપી, અધિકારીઓને જવાબદાર બનાવ્યા. વડાપ્રધાન બન્યા પછી પણ દિલ્હીમાં રહી તેમણે આ જ કાર્યો આગળ વધાર્યાં.
એક સામાન્ય અને ગરીબ પરીવારમાંથી આવતો વ્યક્તિ દેશમાં સત્તાના ઉચ્ચતમ સિંહાસન પર બિરાજી શકે છે તે દેશની સંસ્કૃતિનું સૌંદર્ય છે.
દેશના વડાપ્રધાનની ખુરશી આરૂઢ થનાર નરેન્દ્રમોદીએ વાત સાબિત કરી દીધી છે કે દેશનું સુકાન સંભાળવવા માટે વંશવાદ, પરિવારવાદ કે જાતિવાદના સહારાની જરૂર નથી.
નરેન્દ્રમોદીની રાજનીતિની પણ એક આગવી શૈલી છે. તેમણે પરંપરાગત રાજનીતિમાં ૩૬૦ ડિગ્રીને ફરક લાવી દીધો છે.
પીએમ મોદીની સફળતાના કારણોમાં તેમણે કરેલા નક્કર કાર્યો પણ છે. વિકાસની રાજનીતિ લોકોને સ્પર્શી ગઈ. `ઈન્ડિયા ફર્સ્ટ’ ની વાત બધાને પસંદ આવી.
પી.એમ.મોદીએ તેમના શાસનકાળમાં એક પણ કોમી રમખાણ થવા દીધું નહીં. દેશને નવું અને ભવ્ય સંસદભવન આપ્યું. આ સંસદભવન ભૂકંપથી સુરક્ષિત છે. દેશના અનેક યાત્રાધામોનો વિકાસ કર્યો.
– સરદારની પ્રતિમા
પીએમ મોદીની ગુજરાતને સૌથી મોટી ભેટ નર્મદાના કિનારે સરદારની પ્રતિમા રહી. સરદાર સાહેબની પ્રતિમા વિશ્વની સૌથી મોટી અને ઊંચી પ્રતિમાની ભેટ આપી સરદાર સાહેબના કાર્યો અને પ્રતિષ્ઠાનું પુન:સ્થાપન કર્યું. આજે `સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશ્વભરના સહેલાણીઓને ખેંચી લાવે છે.
ગાંધીનગર ખાતે આવેલા ગિફટ સિટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો.
– આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી
હવે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં પી.એમ.નરેન્દ્ર મોદીની સફળતાની વાત.પી.એમ.મોદીએ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં પણ ભારતનું મસ્તક ઊચું રાખ્યું. જી-૨૦ સમિટની અધ્યક્ષતા ભારતને મળી. રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું ત્યારે વિશ્વના અનેક શક્તિશાળી દેશો રશિયાની વિરુદ્ધ ગયા પરંતુ ભારતે તટસ્થતા જાળવી રાખી, યૂક્રેન પરના હુમલાને અટકાવવાની અપીલ સાથે પીએમ મોદીએ રશિયા સાથેની દોસ્તી જાળવી રાખી અને ભારતનું હિત સાચવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના પ્રેસિડેન્ટ પુટિન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધને કારણે રશિયાએ અગાઉના ભાવે જ ભારતને ફૂડ આપ્યું. જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ના વધ્યા. જાપાનમાં હિરોશીમા ખાતે યોજાયેલા સંમેલનમાં પણ પીએમ મોદી છવાઈ ગયા અને પાપુઆ ન્યૂગિનીના વડાપ્રધાને તો પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને જાહેરમાં `બોસ’ કહ્યા. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન તથા આફ્રિકાના દેશો સાથે ધરોબો જાળવી રાખ્યો.
– વિશ્વ નેતા
એ રીતે પીએમ મોદીએ વિશ્વમાં ભારતને એક શક્તિશાળી દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો અને પીએમ મોદી માત્ર દેશના જ નહીં પણ વિશ્વનેતા તરીકે ઊપસી આવ્યા. આ બધી જ બાબતોની નવા તથા યુવાધન અને બુદ્ધિજીવી નાગરિકો-મતદારો પર ઘેરી અસર પડી જે છેવટે ભાજપ તરફી મતદાનમાં પરિવર્તિત થઈ પીએમ મોદી ૧૦૮ ટકા એપ્રૂવલ રેટીંગ મેળવીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા.
ભારતીય જનતા પાર્ટીનો મોટો જનાધાર હિન્દુત્વ રહ્યો છે. વડાપ્રધાન મોદી જે જે યાત્રાધામોમાં ગયા ત્યાં ત્યાં તે તે મંદિરોમાં પૂજા અર્ચના કરી, મહાઆરતી પણ કરી અને દેશના કરોડો હિન્દુઓએ જાતિ, જ્ઞાતિ ભૂલી જઈને ભાજપ તરફી મતદાન કર્યું.
કેરિશમેટિક વ્યક્તિત્વ
અંગ્રેજીમાં કહેવત છે કે `ઓરેટર્સ આર લીડર્સ.’ ભાજપ પાસે કે વિપક્ષો પાસે પીએમ મોદીની કક્ષાને વક્તૃત્વશૈલી ધરાવતું એક પણ કેરિશ્મેટિક વ્યક્તિત્વ નથી. પી.એમ.મોદીને સાંભળવા અને જોવા માટે નાના બાળકો સહિત સૌ અબાલ વૃદ્ધ પડાપડી કરતાં જોવા મળ્યાં.
પી.એમ. બન્યા પછી મોદી સરકારે વિકાસના કામો કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. પી.એમ. મોદીએ જનધન યોજના દ્વારા કરોડો ગરીબોને બેન્કના ખાતેદાર બનાવ્યા. કિસાનોને મળતી રાહત સીધી જ કિસાનોના ખાતામાં જાય તેવી વ્યવસ્થા કરી.
– વિકાસ કાર્યો
ઉજ્વલા યોજના દ્વારા કરોડો મહિલાઓને મફત ગેસ કનેકશન આપ્યા. ૨૮.૮૭ કરોડ લોકોને પી.એમ. સુરક્ષા વીમા યોજના હેઠળ આવરી લેવાયા. ૩ કરોડથી વધુ લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ અપાવ્યો. કોરોના મહામારી વખતે કરોડો લોકોને મફત વેક્સિન આપીને દેશને મોટી જાનહાનિમાંથી બચાવી લીધો. ૨.૮૬ કરોડ લોકોને વીજકનેકશન આપ્યો. ૮૦ કરોડ લોકોને ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ આપ્યું. ૧૧.૭૨ કરોડ જેટલા શૌચાલયોનું નિર્માણ કરાવ્યું. ૩૪.૪૫ લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપી. સંરક્ષણ નિકાસમાં ૩૪૪ ટકા વૃદ્ધિ થઈ. ૨૩,૦૦૦ લોકો ભારતીયોને યુક્રેનમાં સહીસલામત રીતે બહાર કાઢ્યા. ૫૦૦ વર્ષથી જેની પ્રતીક્ષા હતી તેવા રામમંદિરનું અયોધ્યામાં નિર્માણ અને ઉદઘાટન થયું. કાશી વિશ્વનાથ મંદિરને વિશ્વ સ્તરનું અધતન બનાવ્યું. ઉજ્જૈન ખાતે આવેલા શ્રી મહાકાલ મંદિરના પરિસરને આધુનિક બનાવ્યું. દેશના અનેક તીર્થસ્થળોને સરસ રસ્તા આપ્યા. જમ્મુ-કાશમીરથી ૩૭૦ કલમ હટાવીને જમ્મુ-કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોની બરોબર બનાવી દીધું. ૭૫ વર્ષથી ભારતમાં હિઝરાતા શરણાર્થીઓના નાગરિકત્વ આપ્યું. સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ચૂપ કરી દીધું. ચીનને પણ અડપલાં કરતાં રોકી દીધું.
સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે જી-૭ની જાપાન ખાતે મળેલી સમીટમાં વિશ્વના શક્તિશાળી દેશોના વડાઓ પણ પી.એમ. મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા જોવા મળ્યા. આ સમીટમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાંસ, ઈટાલી અને જર્મનીના વડાઓ હાજર હતા પરંતુ વિશ્વના એ શક્તિશાળી દેશોના નેતાઓની વચ્ચે પી.એમ. મોદીનો જ મેજિક છવાયેલો રહ્યો. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે `મને તમારા ઓટોગ્રાફ લેવાની ઈચ્છા છે તમે અમેરિકામાં પણ લોકપ્રિય છો.’ પ્રેસિડેન્ટ જો બાઈડન સામે ચાલીને પીએમ મોદી જ્યાં બેઠા હતા ત્યાં તેમની ખુરશીની નજીક જઈ તેમનું અભિવાદન કર્યું.
નોંધપાત્ર બાબત એ રહી કે જાપાનના હિરોશીમા ખાતે યોજાયેલી આ બેઠક દરમિયાન અમેરિકાએ ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ વખતે જે અણુબોમ્બ ફેંક્યો હતો અને ૧ લાખ ૪૦ હજાર લોકો મોતને ભેટ્યા હતા તેની કરુણ યાદમાં બનાવવામાં આવેલા શાંતિ સ્મારક સંગ્રહાલયની પણ PM મોદીએ મુલાકાત લીધી અને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી એ જ રીતે પીએમ મોદીએ હિરોશીમા ખાતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું અને કહ્યું કે આ પ્રતિમા અહિંસાના વિચારોને આગળ લઈ જવામાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને બોધિ વૃક્ષ પણ ભેટ આપ્યું. જે એક પ્રકારનો વિશ્વને શાંતિનો સંદેશો હતો.
નોંધપાત્ર વાત એ છે કે ભારત G-7 સમૂહના દેશોનું સભ્ય નથી પરંતુ ભારત એક આમંત્રિત દેશ હતો. વડાપ્રધાન મોદીએ G-7ના દેશોના વડાઓને માનવીય મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો. જાપાનમાં યોજાયેલી G-7ની બેઠક બાદ પી.એમ.મોદી ટાપુ રાષ્ટ્ર પાપુઆ ન્યૂ ગીની પહોંચ્યા ત્યારે એ દેશના વડાપ્રધાન જેમ્સ મારા પેસેએ પી.એમ.મોદીને ચરણસ્પર્શ કરી સહુને આશ્ચર્યચક્તિ કરી દીધા.
આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની બાબતમાં પણ ઈન્ડિયા સેન્ટર સ્ટેજ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે
કેટલાક વર્ષો પહેલાં પાકિસ્તાને ભારતમાં છમકલું કરવા પ્રયાસ કર્યો ત્યારે પીએમ મોદીએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને સખત મેસેજ આપ્યો. એ જરીતે ડોકલામમાં અળવીતરું કરવાનો પ્રયાસ કરનાર ચીનને પણ ભારતે ત્વરિત એકશન લઈને નિયંત્રણમાં લાવી દીધું. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને આફ્રિકાના દેશોથી માંડીને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વડાપ્રધાનો સાથે અંગત ધરોબો કેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું મિત્રવર્તુળ વધારવાની ડિપ્લોમસી અપનાવી.
—————————— —————————— —————————— —
|
ReplyForward |



