Close

ઓપરેશન સિંદૂર’દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ: `અગર ફિર સે કુછ ગરબડ કી તો – ‘ `હમ તુમ્હેં મારેંગે, લેકિન બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’

રેડ રોઝ | Comments Off on ઓપરેશન સિંદૂર’દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ: `અગર ફિર સે કુછ ગરબડ કી તો – ‘ `હમ તુમ્હેં મારેંગે, લેકિન બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’
 પાકિસ્તાન હવે કોઈ પણ અડપલું કરશે તો `ઓપરેશન સિંદૂર-૨’ માટે તૈયાર રહે
ગઈ તા. ૨૨મી એપ્રિલના રોજ પાકિસ્તાનથી આવેલા કેટલાક આતંકવાદીઓએ પહલગાવમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોને ધર્મ પૂછી તેમની ક્રૂર હત્યા કરી નાખી. પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધ કદી જીતી શકતું નથી, તેથી પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓને ભારત મોકલી હિન્દુઓની હત્યા કરી પ્રોક્સી વોર લડી રહ્યું છે. ૧૯૪૭થી પાકિસ્તાન આજ સુધી તેની આ પ્રકારની નાપાક હરકતો કરતું આવ્યું છે.
પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓનાં ઠેકાણાંઓ નષ્ટ કરવા માટે `ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું અને પાકિસ્તાનને થોડી મિનિટોમાં જ હતપ્રભ કરી દીધું.
પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા માટેની લશ્કરી યોજનાને `ઓપરેશન સિંદૂર’ નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આપ્યું. સિંદૂર એ હિન્દુ સંસ્કૃતિનો અહમ હિસ્સો છે. હિન્દુ નારી તેની માંગમાં સિંદૂર લગાવીને તેના પતિની રક્ષા માટેની શુભ લાગણી વ્યક્ત કરે છે. વિશ્વના બીજા કોઈ પણ ધર્મમાં પરિણીતાઓ તેમના કપાળમાં સિંદૂર લગાવે તેવી પ્રણાલિકા નથી, તેથી પાકિસ્તાનથી આવેલા જે કટ્ટરપંથી આતંકવાદીઓએ હિન્દુ સ્ત્રીઓના પતિઓની હત્યા કરી હિન્દુ નારીઓનાં સિંદૂર ઉજાડી દીધાં તેનો બદલો લેવા માટે જ વડાપ્રધાન મોદીએ લીધેલા લશ્કરી પગલાંને `ઓપરેશન સિંદૂર’ એવું નામ આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે `ઓપરેશન સિંદૂર’ અેક નામ જ નથી, પરંતુ દેશના કરોડો લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે. `ઓપરેશન સિંદૂર’ નામની લશ્કરી યોજના હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં મોકલેલી મિસાઈલો દ્વારા માત્ર ૨૨ જ મિનિટમાં મિશન પૂરું કરી દીધું. ભારતીય મિસાઈલોએ એક જ રાતમાં પાકિસ્તાનમાં ૧૦૦ કિલોમીટર અંદર પ્રવેશીને પાકિસ્તાનનાં કેટલાંયે વિમાની મથકો અને લાહોર ખાતે આવેલા રડાર મથકને ધ્વસ્ત કરી દીધાં. પાકિસ્તાનના સિયાલકોટ, લાહોર, પેશાવર, કરાચી, રાવલપિંડી અને એ બરાબર જેવાં શહેરોનાં વિમાની મથકોને ધ્વસ્ત કરી દીધાં. પાકિસ્તાનમાં આવેલા નવ જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરી દીધો.
ઊંઘમાં ઝડપાયેલા પાકિસ્તાનના નેતાઓ હતપ્રભ બની ગયા. પાકિસ્તાનના લશ્કરનો વડો મુનીર તો ગભરાઈને પોતાની જાતને બચાવવા બંકરમાં ચાલ્યો ગયો. પાકિસ્તાન માટે આનાથી વધુ શરમજનક વાત બીજી શું હોઈ શકે?
સૌથી મોટી નોંધપાત્ર વાત તો એ છે કે પાકિસ્તાનને ચીને એરડિફેન્સ સિસ્ટમ આપેલી છે, પરંતુ ચીનની બનાવટી એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય મિસાઈલોને ટ્રેક કરી શકી નહીં. ભારતીય સેનાની મિસાઈલોએ તેમનું કામ સફળતાપૂર્વક પાર પાડી દીધું. એના જવાબમાં પાકિસ્તાનની સેનાએ સેંકડો ડ્રોન ભારતના શહેરો પર મોકલ્યાં, પરંતુ ભારતીય લશ્કરની શ્રેષ્ઠ ટેક્‌નિકલ સિસ્ટમે પાકિસ્તાનથી આવેલાં રમકડાં જેવાં તમામ ડ્રોન આકાશમાં તોડી નાંખ્યાં અને પાકિસ્તાનથી આવેલાં ડ્રોન ભારતને કોઈ જ નુકસાન પહોંચાડી શક્યાં નહી. ભારત પાસે `બ્રહ્મોસ’ અને `આકાશ’ જેવી શ્રેષ્ઠ અને લેટેસ્ટ મિસાઈલો છે. આ મિસાઈલોએ પાકિસ્તાનનાં ૧૧ જેટલાં એરબેઝ ધ્વસ્ત કરી નાંખ્યાં. પાકિસ્તાનનાં ૧૧ જેટલાં એરબેઝ ધ્વસ્ત થઈ જતાં પાકિસ્તાનની વાયુસેનાની ૨૦ ટકા જેટલી ટેક્‌નિકલ વ્યવસ્થા નાશ પામી.
`ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતમાં રહેલા આવેલા તમામ પાકિસ્તાનીઓના વીઝા રદ કરી તેમને પાકિસ્તાન ભેગા કરી દેવાયા. વાઘા-અગારી બોર્ડર બંધ કરી દેવામાં આવી. ભારતમાં આવેલી પાકિસ્તાન હાઈકમીશનની ઓફિસમાં કામ કરી રહેલા ૫૫ જેટલા અધિકારીઓને સંખ્યા ઘટાડીને ૩૦ કરી દેવા માટે ફરજ પાડવામાં આવી.
ઓપરેશન સિંદૂરની સફળતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર શ્રેષ્ઠ વક્તા જ નહીં, પરંતુ એક્શન ઓરિએન્ટેડ નેતા પણ છે. યોગ્ય સમયે યોગ્ય અને ત્વરીત નિર્ણય લેનારા નેતા છે એ વાત તેમણે સાબિત કરી દીધી. આ અગાઉ પણ કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાને ભારતમાં કેટલીક છોકરમત જેવી હરકતો કરી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ પીઓકેમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા હતા. ભારતીય સરહદમાં આવેલી ગલવાન ઘાટીમાં પણ ચીનના સૈનિકોએ આડીઅવળી હરકત કરી ત્યારે ભારતીય સૈનિકોએ તત્કાળ પગલું લઈને ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા હતા. તે દિવસથી આજ સુધી ચીન ભારતીય સરહદ પર કોઈ આડીઅવળી હરકત કરી શક્યું નથી.
વડાપ્રધાનની `ઓપરેશન સિંદૂર’ની યોજનાને વિશ્વના મોટા મોટા શક્તિશાળી દેશોએ ટેકો આપ્યો. ભારતીય મિસાઈલોના અચાનક હુમલાથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને કરગરીને ભારત સાથે યુદ્ધ વિરામ માટે તલસવું પડ્યું. સાચી વાત એ છે કે ભારતીય સેનાની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની જનતાને પણ હવે પાકિસ્તાનના શાસકો અને પાકિસ્તાનની સેનાની ક્ષમતા પર ભરોસો રહ્યો નથી.
પાકિસ્તાનની નબળી પડેલી હાલત જોઈને પાકિસ્તાનમાં જ આવેલા બ્લુચિસ્તાનમાં પણ પ્રજાએ પાકિસ્તાનની સરકાર સામે બળવો કર્યો અને બલુચિસ્તાન હવે આઝાદ છે તેવી જાહેરાત કરી દીધી. પાકિસ્તાન માટે ત્રણ સાંધે અને તેર તૂટે તેવી હાલત છે. પાકિસ્તાનમાં આવેલો સિંધ પ્રાંત પણ હવે પાકિસ્તાનથી આઝાદી માંગી રહ્યો છે.
પાકિસ્તાન માટે બીજી કડવી વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન હવે કંગાળ થઈ ગયું છે. પાકિસ્તાનની સરકાર પાસે પાકિસ્તાનની પ્રજાને ખવડાવવા પૂરતું અન્ન નથી. પાકિસ્તાનના બેરોજગારોને રોજી આપવા નોકરી નથી. પાકિસ્તાનમાં પેટ્રોલના લિટરના ભાવ રૂ. ૨૦૦થી ૩૦૦ થઈ ગયા છે. પાકિસ્તાનની પ્રજા પાકિસ્તાનના શાસકોથી ત્રસ્ત છે.
ફરી એકવાર આપણે `ઓપરેશન સિંદૂર’ની વાત પર આવીએ. `ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ કંઈક આ પ્રકારનો હતો. ઓપરેશન સિંદૂરનો ઉદેશ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી ગુનેગારોને સજા આપવાનો હતો. બીજો ઉદ્દેશ સરહદ પારના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો. એ જ રીતે ત્રીજો ઉદ્દેશ પાકિસ્તાનમાં આવેલી આતંકવાદી શિબિરો અને તાલીમ સ્થળોને ઓળખી કાઢવાનો હતો.
એ પછી ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક પણ કરી. પાકિસ્તાનનાં જુઠાણાંઓનો પ્રચાર કરતાં તમામ સોશિયલ પ્લેટફોર્મ પ્રતિબંધિત કરી દેવાયાં. પાકિસ્તાન તરફથી ફેલાવતા જુઠ્ઠા સમાચારો પર લગામ કરવામાં આવી.
ભારતે પાકિસ્તાનને રાજદ્વારી અને આર્થિક રીતે અલગ કરી દીધું. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પીએમ મોદીનો નિર્ણય એક ઐતિહાસિક પગલું હતું. જેણે માત્ર પાકિસ્તાનનાં હિતોને નુકસાન પહોંચાડ્યું નહીં, પરંતુ ભારતને પણ ફાયદો કરાવ્યો છે. તેમણે એક નવો રાષ્ટ્રીય સુરક્ષા સિદ્ધાંત સ્થાપિત કર્યો. ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી હુમલાઓને યુદ્ધનાં કૃત્યો તરીકે ગણવામાં આવશે.
વડાપ્રધાને પાકિસ્તાન અને સરહદ પરના આતંકવાદના સંદર્ભમાં નીચેના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. જો ભારત પર કોઈ આતંકવાદી હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. બીજું, ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત પાકિસ્તાન દ્વારાપરમાણુ બ્લેકમેલના આડમાં વિકસિત થઈ રહેલાં આતંકવાદી ઠેકાણાંઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કરશે. ત્રીજુ, આપણે આતંકવાદને પ્રાયોજિત કરતી સરકાર અને આતંકવાદના માસ્ટર માઈન્ડ વચ્ચે ભેદ કરીશું નહીં. અમે ભારત અને આપણા નાગરિકોને કોઈ પણ ખતરાથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખીશું.
ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. આતંક અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. આતંક અને વેપાર એકસાથે ચાલી શકે નહીં. પાણી અને લોહી એકસાથે વહી શકે નહીં.
– જો પાકિસ્તાન સાથે વાતચીત કરશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર જ થશે.
– ઓપરેશન સિંદૂરથી શું પ્રાપ્ત થયું?
– નવ આતંકવાદી છાવણીઓનો નાશ : ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK)માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનનાં ઠેકાણાંઓને નિશાન બનાવીને નવ મોટી આતંકવાદી છાવણીઓનો સફળતાપૂર્વક નાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
– ભારતે એન્કાઉન્ટરના નિયમોને ફરીથી વ્યાખ્યાયિત કર્યા. પાકિસ્તાનના મધ્ય ભાગમાં, જેમાં પંજાબ પ્રાંત અને બહાવલપુરનો સમાવેશ થાય છે. ઓપરેશન સિંદૂર એક નવી રેડ લાઈન દોરી છે. જો આતંક દેશની નીતિ હોય, તો તેનો સ્પષ્ટ અને જોરદાર જવાબ આપવામાં આવશે.
ભારતની હવાઈ સંરક્ષણ શ્રેષ્ઠતા પ્રદર્શિત થઈ. સ્વદેશી આકાશતીર સિસ્ટમ સહિત ભારતના બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણે સેંકડો ડ્રોન અને મિસાઈલોને તોડી પાડ્યાં. તેણે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના નિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓનું પણ પ્રદર્શન કર્યું છે. ભારતે પાકિસ્તાનનાં નાગરિક અથવા બિનઆતંકવાદી લશ્કરી લક્ષ્યોને ટાળ્યાં. આમ, આતંકવાદ પ્રત્યે તેની ઝીરો ટોલરન્સ નીતિ દર્શાવી અને પરિસ્થિતિને પૂર્ણ સ્તરના યુદ્ધમાં ફેરવાતી અટકાવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન મુખ્ય આતંકવાદી કમાન્ડરોનો નાશ થયો. ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ ઘણા હાઈ પ્રોફાઈલ આતંકવાદીઓ એક જ રાતમાં માર્યા ગયા, જેના કારણે મુખ્ય ઓપરેશનલ મોડ્યુલો ખોરવાઈ ગયાં. માર્યા ગયેલા ઉચ્ચ કક્ષાનાં લક્ષ્યોમાં યૂસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ, મુદાસિર અહેમદનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ IC-814 હાઈજેકિંગ અને પુલવામાં વિસ્ફોટ સાથે જોડાયેલા હતા. એક વૈશ્વિક સંદેશ મોકલવામાં આવ્યો કે ભારતે તેને પોતાના લોકોની સુરક્ષા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. આનાથી એ વિચાર મજબૂત થયો કે આતંકવાદીઓ અને તેમના માસ્ટર માઈન્ડ્સને છુપાવાની કોઈ જગ્યા નથી અને જો પાકિસ્તાન બદલો લેશે, તો ભારત નિર્ણાયક વળતો હુમલો કરવા માટે તૈયાર છે.અને છેલ્લે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર `ડિપ્લોમેટિક સ્ટ્રાઈક’ પણ કરી. દેશના વિવિધ રાજકીય પક્ષોના સભ્યોનાં બનેલાં સર્વ પક્ષીય ડેલિગેશનને વિશ્વના ૩૨ જેટલા દેશોમાં મોકલીને પાકિસ્તાનની નાપાક હરકતોને ઉઘાડી પાડી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત `ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ વૈશ્વિક સ્તરે વડાપ્રધાન મોદીનો પ્રભાવ અને ધાક વધ્યાં છે. ભારત હવે મોટી આર્થિક મહાસત્તા જ બની રહ્યું છે તેવું નથી, પરંતુ ભારત એક મજબૂત લશ્કરી તાકાત પણ છે. એ વાતની પ્રતીતિ આખા વિશ્વને થઈ ચૂકી છે.
એક ફિલ્મી સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ વર્ષો પહેલાં બનેલી ફિલ્મ `સૌદાગર’નો એક સંવાદ યાદ આવે છે. એક્ટર રાજકુમાર અભિનેતા દિલીપકુમારને કહે છે: `હમ તુમ્હે મારેગે, લેકિન બંદૂક ભી હમારા હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’
પાકિસ્તાન કાંઈપણ છોકર મત કરતાં વડાપ્રધાન મોદી પ્રેરિત ઓપરેશન `સિંદૂર-૨’માટે તૈયાર રહે.
———————————————————————————-

Be Sociable, Share!