અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતા છે. ૬૧૪ વર્ષ બાદ ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. અમદાવાદમાં વસતા લોકો પર ભદ્રકાળી માતા અને મા લક્ષ્મીજીના આશીર્વાદ હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં અમદાવાદ આર્થિક રીતે આબાદ કેમ છે તે વિષય પરની એક દિવ્ય કથા અહીં પ્રસ્તુત છે. સાબરમતીના કિનારે વસેલું અમદાવાદ શહેર દધીચિ ઋષિના આશ્રામના કારણે પૌરાણિક […]
જૂલી. અમેરિકન માતા-પિતાની કૂખે જન્મેલી દીકરી. એના પિતાનું નામ હાવર્ડ ગાર્બર અને માતાનું નામ જીન ગાર્બર. જૂલી તે તેમના પરિવારનું એક માત્ર સંતાન હોઈ માતા-પિતાને અત્યંત વહાલી હતી. ત્રણ જ જણના આ નાનકડા કુટુંબમાં હર્ષ અને ઉલ્લાસ હતાં. સહેજ મોટી થતાં જૂલીને સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી. ભણવામાં તે અત્યંત તેજસ્વી હતી. સારા માર્કસ સાથે […]
તા.૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન છે. ભારત વર્ષમાં અનેક ભાષાઓ છે. દરેક ભાષાની અલગ અલગ મહેંક અને લઢણ છે. આપણી માતૃભાષા ગુજરાતી છે. એ તો સુવિદિત છે કે ભારતની ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી જેવી અનેક ભાષાઓની માતા સંસ્કૃત છે. દેશની અનેક ભાષાઓથી સંસ્કૃતમાં ઉતરી આવી છે અને સમયાંતરે તે વિસ્તારના લોકોમાં અપભ્રંશ થઈને બોલાતી આવી છે. […]
રાનીની જિંદગીની એક આગવી કહાણી છે. એનું લગ્ન એવી વયે થઈ ગયું હતું કે જ્યારે તે વિવાહનો અર્થ જ જાણતી નહોતી. કિશોર અવસ્થામાં તે ગર્ભવતી બની અને એક પુત્રીની મા પણ બની ગઈ હતી. એ દરમિયાન એક અકસ્માતમાં એના પતિનું અચાનક મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુના કારણે તેની પર આસમાન તૂટી પડયું. ઘરમાં કમાવાવાળું કોઈ […]
કહેવાય છે કે હિન્દી ફિલ્મો દ્વારા જ હિન્દી ભાષાનો સૌથી વધુ પ્રચાર થયો છે. દેશમાં અનેક ભાષાઓ છે પરંતુ દેશનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં હિન્દી ફિલ્મોના ગીતો લોકજીભે ના હોય. હિન્દી ફિલ્મોએ માત્ર સદા બહાર ગીતો જ નથી આપ્યાં પરંતુ હિન્દી ફિલ્મોમાં પ્રસ્તુત ગીતો શ્રોષ્ઠ સાહિત્યની અનુભૂતિ પણ કરાવે છે. સાહિર લુધિયાનવીએ […]
તા. ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન તરીકે મનાવવામાં આવે છે. આજે બલરાજ સાહની અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાત અત્રે પ્રસ્તુત છે. ભારતીય સિનેજગતના તેઓ માત્ર ઉત્કૃષ્ટ એક્ટર જ ન હતા પરંતુ એક ઉમદા ઈન્સાન પણ હતા. ફિલ્મ `વક્ત’માં કરેલો તેમનો શ્રેષ્ઠ અભિનય આજે પણ લોકોને યાદ છે. બલરાજ સાહની ફિલ્મ જગતમાં આવ્યા તે પહેલાં તેઓ અધ્યાપક […]
તા. ૧૪મી ફેબ્રુઆરીએ `વેલેન્ટાઈન ડે’ છે. વેલેન્ટાઈન પ્રેમનો દિવસ છે. વેલેન્ટાઈન તો આજના સમયે ઉત્સવ છે, પરંતુ આજે અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદ્ભવેલી એક ઉત્કૃષ્ટ, આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની કથા પ્રસ્તુત છે. આ કથાનું સ્ત્રીપાત્ર છે રુક્મિણી અને તેના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રીકૃષ્ણ. અમરાવતી (આજનું વિદર્ભ) નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ […]
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સફળ શાસક તરીકે ૨૫ વર્ષ થયાં. પહેલા ગુજરાતના અને તે પછી દેશના એક સફળ સુકાની તરીકેની તેમની કામગીરીનું મૂલ્યાંકન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આવો, આજે તેમના સફળ સુશાસનનું મૂલ્યાંકન કરીએ. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું છે: ‘રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે. એને અધવચ્ચે છોડી શકાય નહીં. તેમાં રહેલી […]
નિલય અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. એની બાજુના જ મકાનમાં વલસાડનું એક પરિવાર રહે છે. તેઓ એક સરકારી કચેરીમાં કામ કરે છે. તેમનાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. એક દિવસ તેમની નાની સાળી નિશા આવી હતી. નિશા સરળ અને હળી મળી જાય તેવા સ્વભાવની છે. નિશા હજી કુંવારી છે. સમવયસ્ક હોવાના […]
ક્ષીપ્રા આમ તો નદીનું નામ છે પરંતુ અહીં એક સ્ત્રીની વાત છે ક્ષીપ્રા ઉત્તર ગુજરાતના એક ગામડાના સામાન્ય અને ખેડૂત પરિવારમાં જન્મેલી છે. એના પિતા સુશિક્ષિત હોઈ દીકરીનું આવું સરસ નામ પાડયું હતું. આવક ઓછી પરંતુ ઘરમાં ઉચ્ચ સંસ્કારની ધરોહર હતી. ઘરમાં રોજ સવાર સાંજ દીવો થાય. સવારે ક્ષીપ્રાના પિતા રોજ શ્રાીમદ્ ભગવદ ગીતાનો […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel