આયેશા થાપર. હિન્દુસ્તાનનાં મોટાં ઔદ્યોગિક ગૃહો પૈકીના એક એવા થાપર ગ્રૂપના થાપર પરિવારના તે પ્રિન્સેસ છે. હાઈ સોસાયટીની મિલિયોનર્સ પાર્ટીમાં આયેશાની હાજરી શોભામાં અભિવૃદ્ધિ કરનારી છે. તેઓ અત્યંત નાજુક, નમણી અને કૂણા કૂણા સૌંદર્યથી ભરપૂર છે. વિક્રમ અને જ્યોતિ થાપરની તે પુત્રી છે. મિત્રો તેને પ્રિન્સેસ કહીને બોલાવે છે. ૨૭ વર્ષની આયેશા ઈન્ટરનેશનલ જેટસેટ લાઈફ […]
સ્વિટ્ઝર્લેન્ડ. દુનિયાનો એક ખૂબસૂરત દેશ. આલ્પ્સની પહાડીઓ પર બારેમાસ બરફ છવાયેલો રહે છે. આ દેશને પોતાની કોઈ ભાષા નથી. એની ચારે તરફ જે દેશો આવેલા છે એ બધી ભાષાઓ અહીં બોલાય છે. અહીંના લોકો ફ્રેન્ચ, ઈટાલિયન, ડચ અને જર્મન ભાષા બોલે છે. દરેક ઘરના ઝરૂખાઓ રંગબેરંગી ફૂલોનાં કૂંડાઓથી શોભે છે. આવા રૂપાળા સ્વિટ્ઝર્લેન્ડમાં કોઈ જમાનામાં […]
યાદ છે વર્ષો પહેલાં `રેડિયો સિલોન’ પરથી બ્રાડકાસ્ટ થતી `બિના કા ગીતમાલા’ની શરૂઆતમાં રેડિયો એનાઉન્સર અમીન સયાની બોલતાં: `નમસ્કાર ભાઈયોં ઔર બહનોં, મૈં હૂં આપકા દોસ્ત અમીન સયાની, આપ સુન રહે હૈં બિનાકા ગીતમાલા.’ પરંતુ આજે આ વાત લખવાની જરૂર એટલા માટે પડી કે `રેડિયો સિલોન’ શરૂ થયાને ૧૦૦ વર્ષ થયાં. રેડિયો સિલોન આમ તો […]
આવતી તા. ૨૪ ફેબ્રુઆરી સ્ટીવ જોબ્સનો જન્મદિવસ છે. `એપલ’ના તેઓ સહસંસ્થાપક અને મોટા બિઝનેસમેન હતા. દુનિયાને બદલી દેનારા બહુ ઓછું જીવે છે. આદિ શંકરાચાર્યે ઘણી અલ્પ આયુમાં મહાન ગ્રંથોની રચના કરી અને ઓછી વયે જ મૃત્યુ પામ્યા. સ્વામી રામતીર્થ માંડ ૩૩ વર્ષ જ જીવ્યા. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી ભરયુવાનીમાં મૃત્યુ પામ્યા. હવે આ તેજસ્વી સ્ટાર્સની […]
રાજનીતિ આમ શુષ્ક છે, પરંતુ તેમાં પ્રણયનો રંગ ઉમેરાય છે ત્યારે આમ આદમીને પણ તેમાં રસ પડે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રેમમાં પડ્યા ત્યારે આખી દુનિયાને રસ પડી ગયો હતો. એ જ રીતે એ જ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન મોનિકા લેવિન્સ્કીના પ્રેમમાં પડ્યા ત્યારે આખા […]
એ દિવસો પણ નાતાલના હતા. લંડનમાં ભારે બરફ વર્ષા થઈ હતી. રસ્તાઓ શ્વેત બરફથી ઢંકાઈ ગયા હતા. જનજીવન સ્થગિત થઈ ગયું હતું. માત્ર અંડરગ્રાઉન્ડ ટ્રેનોે ચાલતી હતી.એલિફન્ટ એન્ડ કેસલ ટયૂબ સ્ટેશનની નજીક એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં બત્તીઓ હજી પ્રજ્વલિત હતી. ડૉક્ટર શેરવૂડ હવે ઘેર જવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં જ એક મહિલા તેમની રૂમમાં આવી […]
`મધર ઈન્ડિયા’ બોલિવૂડમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાં `મધર ઈન્ડિયા’ને પ્રથમ સ્થાન આપી શકાય. ભારતીય નારી, ભારતીય પત્ની, ભારતીય માતાનું ઉત્કૃષ્ટ દર્શન `મધર ઈન્ડિયા’માં અભિવ્યક્ત થયું છે. આ ફિલ્મને રજૂઆત પામે ૬૮ વર્ષ થયાં. આ ફિલ્મ તા. ૨૫ ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મેહબૂબ ખાન હતા. ફિલ્મની કથા વનીહત મિરઝા અને એસ. […]
અર્થ આજે અમેરિકામાં રહે છે. ગુજરાતના એક પ્રતિષ્ઠિત કુટુંબનો એ યુવાન છે. એના ઘરની પરિસ્થિતિ સારી અને સુખી હતી છતાં એના માતા-પિતાની તીવ્ર ઇચ્છા હતી કે, અર્થ અમેરિકા જાય. એ ગયો પણ ખરો પરંતુ એ પહેલાંની એની સ્કૂલની જિંદગીમાં ખીલી ઊઠેલાં કેટલાંક પુષ્પોનો પમરાટ હજીયે તે ભૂલ્યો નથી. અર્થ કહે છે ઃ ‘એ વખતે હુંં […]
વિશેષ નોંધ : આજનો આ લેખ કદાચ શબ્દો અને સમયની બધી જ મર્યાદા અતિક્રમી ગયો હશે એટલે ધીરજ હોય એમણે જ વાંચવું પણ હા એક વાર આ વિરાટ વ્યક્તિત્વ વિશે વાંચવાનું શરુ કરશો તો મને ખાતરી છે કે છેલ્લે સુધી એકીશ્વાસે વાંચી જશો. આ વ્યક્તિ વિશે ન જાણતા હો તો તમે ક્યારેય અખબાર નથી વાંચ્યું […]
સમગ્ર વિશ્વમાં તા. ૩ ડિસેમ્બરના રોજ `વિશ્વ દિવ્યાંગ દિન’ મનાવવામાં આવ છે. આ ઉપલક્ષ્યમાં આજે વિશ્વવિખ્યાત સ્ટિફન હોકિંગના જીવનની પ્રેરકકથા અહીં પ્રસ્તુત છે. સ્ટિફન હૉકિંગ હવે રહ્યા નથી, પણ તેમની જિંદગી પ્રેરણાદાયક છે. જો તમે અપંગ છો, અગર ભગવાને તમને કંઇક ઓછું આપ્યું હોય તો નિરાશ ન થાવ અને સ્ટીફન હૉકિંગની આ વાત એમના જ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel