અમદાવાદથી લંડન જવા માટે ઊપડેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાંની સાથે જ માત્ર ૩૨ સેકન્ડમાં તૂટી પડ્યું. માત્ર એક સિવાયના બાકીના ૨૪૧ જેટલા ઉતારુઓનાં મોત નીપજ્યાં. આ વિમાની અકસ્માતના બ્લેક બોક્સના વિશ્લેષણના આધારે આ વિમાનોનાં બંને એન્જિનો ઠપ્પ થઈ ગયાં હતાં. પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. કહેવાય છે કે વિમાનના બળતણની સ્વિચ ઓફ થઈ […]
હજારો વર્ષે પૂર્વેની આ કથા છે. અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ના હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા […]
હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ય રાજા થયો. વિચિત્રવીર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગર રાજ કોણ ચલાવે ? મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ […]
પાકિસ્તાને ભારતમાં મોકલેલા આતંકવાદીઓ દ્વારા પહલગામમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા બાદ માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ચીન પણ ઉઘાડું પડી ગયું છે. પહલગામની ઘટનાને માંડ એક જ મહિનો વીત્યો તેના થોડા દિવસ બાદ કંગાળ અને ભિખારી થઈ ગયેલા પાકિસ્તાનને ચીને ૩.૭ બિલિયન અમેરિકન ડોલરની કોમર્સિયલ લોન આપવાની જાહેરાત કરી દીધી. એ સિવાય બીજા ૬૦થી […]
વર્ષો જૂની એક ગ્રામ્ય કહેવત-રૂઢિપ્રયોગ છે, `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ.’ કહેવાનો મતલબ એ છે કે વરરાજા સાથે કોઈ નહાવા નિચોવાનો પણ સંબંધ ન હોય તેવી દોઢડાહી મહિલા કોઈની જાનમાં નવાં નકોર કપડાં પહેરીને રૂમલાયા કરે. કોઈ પૂછે કે તમે વરનાં શું સગાં છો તો એ ગપગોળો હાંકે કે `હું વરની ફઈ […]
મહેશ કિલ્લા એક વ્યવસાયી બિઝનેસમેન છે. તેમના પત્ની વિમલા વિશે તેમણે આલેખેલી કથા કાંઈક આવી છે ઃ ‘એ વખતે વિમલાની ઉંમર ૩૫ વર્ષની હતી. તા.૧૩મી ઑક્ટોબર ૧૯૯૪નો એ દિવસ હતો. અમે બધાં અમારા વતન રાજસ્થાનમાં લક્ષ્મણગઢ ખાતે રજાઓ ગાળવા ગયાં હતાં. નવરાત્રિના દિવસોમાં અમે આખુંયે પરિવાર લક્ષ્મણગઢ ખાતે ભેગાં થતાં. એક દિવસ સાંજે વિમલાને બેચેની […]
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન વિમાનના રનવે પરથી ટેક ઓફ થતાં જ થોડીક જ મિનિટોમાં મેઘાણીનગરના રહેઠાણ વિસ્તારમાં તૂટી પડ્યું. પ્લેન ક્રેશની આ ઘટનાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા ઉતારુઓ અને મેઘાણીનગરમાં આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલના ૪૦ ઈન્ટર્ન ડોક્ટરો સહિત મેસની સ્ટાફના કુલ ૨૮૦થી વધુનાં કરુણ મોત નીપજ્યાં. આ વિમાનમાં મુસાફરી કરી […]
આજે `ફાધર્સ ડે’ છે. કહેવાય છે કે માતાની તેનાં સંતાનો પ્રત્યેની લાગણી નિહાળી શકાય છે, પરંતુ પિતાની તેમના પુત્ર કે પુત્રી પ્રત્યેની લાગણી અદૃશ્ય હોય છે. પિતાની લાગણીઓ શબ્દોમાં નીતરતી હોતી નથી. પિતાની પુત્ર પ્રત્યેની લાગણીનું શ્રેષ્ઠ ઉદાહરણ દશરથ રાજા છે. કૈકેયીએ માંગેલા વરદાનના કારણે ભગવાન શ્રીરામને વનમાં જવું પડ્યું હતું અને પુત્રના વિરહ અને […]
આકાંક્ષા એક ગૃહિણી છે. ઘણાં વર્ષો બાદ એ જોવા મળી. એને ચહેરો જોતાં જ ખ્યાલ આવી ગયો કે આ એ જ છોકરી છે જે અમદાવાદની એક કૉલેજમાં સાથે ભણતી હતી. અત્યંત રૂપાળી પણ એનાં વસ્ત્રો પ્રત્યે એટલી જ બેદરકાર. ના તો મેચિંગ હોય કે ના તો એના વાળનું ઠેકાણું. વજન પણ વધારેૅ અને સાવ આળસું. […]
ગઈ કાલે તા. ૩૧મીએ વિશ્વ તમાકુ નિષેધ દિન હતો. કેટલાક લોકો તણાવ દૂર કરવા સિગારેટ પીએ છે, તો કેટલાક લોકો શોખથી સિગારેટ પીએ છે. તાજેતરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે દેશની ટીનએજ ગર્લ્સ એટલે કે તરુણીઓમાં ધૂમ્રપાન પહેલાં હતું તે કરતાં બે ગણું વધ્યું છે. તરુણીઓમાં ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન ધૂમ્રપાન ૩.૮ ગણું વધ્યું છે. નોંધપાત્ર […]
All Rights Reserved | Copyright © 2025 Devendra Patel